Wednesday, December 25, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ડીસેમ્બર, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

 આ માસનાં સંસ્કરણ માટે પસંદ કરેલા લેખોની, અત્યાર સુધી આપણે દરેક લેખમાટે આપતા તેનાથી વધારે માહિતિ આપવાની નવી રજૂઆતનો પ્રયોગ કરેલો છે.

તે ઉપરાંત દરેક લેખનાં શીર્ષકને ખાસ ચિહ્ન વડે અલગ બતાવી અને લેખનો મુખ્ય સાર નીચે અલગથી રજૂ કરેલ છે. લેખનાં વસ્તુથી મારી પોતાની પૂરક માહિતિને અલગ તારવી લેવા માટે કરીને 'મારા શબ્દો'ને ત્રાંસા દર્શાવેલ છે.
સહુ પ્રથમ તો આપણે ગુણવત્તા અને જોખમની ISOની પરિભાષાઓ પર નજર કરીએ.

   - મૂળભૂત લાક્ષણિકતાઓ વડે જરૂરિયાતોની કેટલે અંશે થતી પૂર્તતા એટલે ગુણવતા (ISO 9001).
    - અનિશ્ચિતતાની હેતુઓ પર પડતી અસર એટલે જોખમ (ISO 31000).

કોઇ ચોક્કસ લાક્ષણિકતાની જરૂરિયાત તરીકે હેતુની વ્યાખ્યા કરીને ગુણવતા સંચાલન અને જોખમ વ્યવસ્થાપનને એકબીજાં સાથે સાંકળી શકાય.

આ વિષયના વધારે વિગતે અભ્યાસમાટે લેખમાં ત્રણ મહત્વના સંદર્ભો ટાંક્યા છે, જેની મુલાકાત લેવાનું પણ ચૂકવા જેવું નથી:

Popescu, Maria; Dascslu, Adina (2011). Considerations on Integrating Risk and Quality Management. Annals of “Dunarea de Jos” University of Galati. Years XVII-no 1/2011. 
Van Nederpelt, Peter (2012). Object-oriented quality and risk managements. New York/Alphen aan den Rijn: Lulu Press/Microdata.

  • પાંચ ઉપયોગી સવાલો - હ્યુજ ઍલ્લૅ@ સ્ક્વૅક પૉઇન્ટ \ Five Useful Questions by Hugh Alley

મહાન નેતાઓની એક ખાસ ખાસીયત એ છે કે તેઓ બહુ જ મહ્ત્વના સવાલો ઉઠાવી શકે છે. તેઓ આ સવાલો પૂછવાનું ક્યાંથી શીખતા હશે? આપણે પણ ઉપયોગી સવાલો પૂછવાનું ક્યાંથી શીખીશું?
મિશિગન યુનિવર્સિટીના માઈક રૉથરે,સંસ્થાઓને સુધારણામાં બહુ જ ઉપયોગી થઈ પડે એવા પાંચ સવાલો વિકસાવ્યા છે :
 ૧. કઇ પરિસ્થિતિ આપણું લક્ષ્ય છે?
 ૨. હાલ સું પરિસ્થિતિ છે?
 ૩. કઇ આડખીલીઓ છે, અને તેમાંથી ક ઈ આડખીલી પર હાલ કામ કરી રહ્યાં છીએ ?
 ૪. એ  આડખીલી બાબતે હવે પછીનુ પગલુ/ પ્રયોગ કયો છે અને તેના વિશે તમારી શું અપેક્ષા છે? અને
 ૫. એ પગલાં / પ્રયોગ પરથી આપણે શું શીખ્યાં તે કેટલું જલદી જોઈ શકીશું?

  • ધ ડ્રકર એક્ષચેન્જ પર ન્યુરૉઅર્થશાસ્ત્રી પૌલ ઝૅક - ભરોસો નાવીન્યકરણને શી રીતે ખેંચી લાવે છે?  \ How Trust Leads to Innovation  

ઉચ્ચ કામગીરી સિદ્ધ કરી રહેલી સંસ્થાઓમાં ભરોસાને ટકાવી રાખવામાં પારદર્શીતા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એ ભરોસો નાવીન્યકરણને ખેંચી લાવે છે.
જેમ કે, એક ઉત્પાદન કંપનીમાં કરાયેલા એક તાજેતરના અભ્યાસમાં મારી પ્રયોગશાળાએ જોયું કે સંસ્થાગત ભરોસાને કર્મચારીઓની ઘનીષ્ઠતા સાથે બહુ જ સકારાત્મક સંબંધ છે. એમ પણ જોવા મળ્યું કે કર્મચારી ઘનીષ્ઠતાના ઉચ્ચ ચતુર્થક (quartile)માંનાં કર્મચારીઓ બીજાં કરતાં પ્રશ્ન નિવારણમાં ૨૨% વધારે સફળ રહ્યાં છે. ઘનીષ્ઠતાનાં સહુથી નીચેનાં ચતુર્થકમાંના કર્મચારીઓ કરતાં તેઓને  એ પ્રશ્નોમાં ૧૦% વધારે મજા પણ આવતી હતી. 
પાઠ: એક સમુદાયમાં હોય ત્યારે લોકો વધારે સારૂં નાવીન્યકરણ કરી શકે છે, અને જ્યારે તેઓ સમુદાયનાં અન્ય સભ્યો પર ભરોસો કરવા લાગે છે ત્યારે સર્જનાત્મકતા ખીલે છે. પીટર ડ્રકરનું કહેવું છે કે ટીમનો આધાર અન્યોન્ય વિષેનો ભરોસો અને એકબીજા વિષેની સમજણ પર આધારીત છે.
કોઈ પણ સંસ્થાના ઉર્ધ્વગામી વિકાસ માટે આ પ્રકારની સંસ્કૃતિને વિકસાવવી જોઈએ.


મોટા ભાગનાં લોકો માટે ગુણવત્તાનો અર્થ  ઉત્પાદન કે સેવામાં આલેખન કે માલ કે કારીગીરીનું  ચઢીયાતાપણું થતો હોય છે, જે આપણને મર્સીડીઝ કે ગ્યુસ્સી કે પછી ઍપલ જેવી ઉચ્ચ કક્ષાની બ્રાંડમાં જ દેખાય. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે, નીચેનાં કોઇ પણ સ્તરનાં, કે સામૂહિક, બજારમાંના ગ્રાહક માટે પણ "ગુણવત્તા" એટલું જ મહત્વ ધરાવે છે.
ગુણવત્તામાં ધરમૂળથી સુધારો કરવા માટે જરૂરી એવા સાત સિદ્ધાંતો :
૧. ગુણવત્તાનું સંચાલન શક્ય છે, અને કરવું જ જોઇએ       
૨. સામાન્યતઃ લોકો નહીં પણ પ્રક્રિયાઓ સમસ્યાઓ હોય છે
૩. મૂળભૂત કારણ શોધી અને તેનો ઉપાય લાગુ કરવો
૪. ગુણવત્તા માપી શકાવી જોઈએ
૫. સતત ગુણવત્તા સુધારણા માટે પ્રયત્નશીલ બની રહેવું જોઇએ
૬. દરેક વ્યક્તિ ગુણવત્તામાટે યોગદાન આપી શકે તેમ હોય છે
૭. ગુણવત્તા લાંબા ગાળાનું રોકાણ છે


ઘણીવાર પ્રતિસાદ રૂપે સાવ વ્યર્થ, અપ્રસ્તુત કે ક્ષુલ્લક માહિતિ મળવાનો અનુભવ બધાંને જ થતો હોય છે.
કોઇ પ્રતિસાદ માગે એટલે એ થેલીમાં કંઇક તો ભરી દેવું કે તમારી પાસેની બીનજ્રૂરી માહિતિ ઠાંસી દેવી એવું જરૂરી નથી.પ્રતિસાદમાટેની વિનંતિ એ તો :
 બહુ જ મહત્વના સંવાદમાં જોડાવા માટેનું નિમંત્રણ છે જો આપણી પાસે સમય ન હોય કે આપણે કંઇ યોગદાન કરી શકીએ તેમ ન હોઇએ તો તે નિમંત્રણને સવિનય પરત કરવામાં કંઇ ખોટું નથી.
 એક પવિત્ર વિશ્વાસ છે આપણા અભિપ્રાયનું જેમને મન કંઇ મહત્વ છે, જેને પરિણામે તે પોતાની જાતને આલોચનાને પાત્ર બનવાનું જોખમ પણ ઉઠાવી રહેલ છે.
 એક એવી તક જેને પરિણામે આપણે - તે વ્યક્તિ કે પ્રક્રિયા કે પરિયોજના માટે - બહુ સૂચક ફરક પાડી શકવા શક્તિમાન બનીએ છીએ
બીજાને ટેકો આપવા માટે અપાતો પ્રતિસાદ બહુ ગંભીર બાબત છે. એટલે આપણો પ્રતિસાદ, વ્યર્થ નહીં પરંતુ લક્ષ્યકેન્દ્રી બની રહે તે માટે  આપણી જાતને આ સવાલો કરીએ......
-          જવાબ આપવા માટે મારે કેટલીક મહેનત કરવી પડશે?
-          તેનું કેટલું મહત્વ છે?
-          સામેની વ્યક્તિ તેનો સમુચિત ઉપયોગ કરી શકે તે માટે હું કેટલો પ્રયત્ન કરવા તૈયાર છું?
પ્રતિસાદની વિનંતિ એ કરવા ખાતર કરવાની ફરજ ન બની રહેવી જોઇએ. તે તો આપણે કંઇક મહત્વનું યોગદાન આપી શકીશું તેવી અપેક્ષા રાખનારે આપણું કરેલ સન્માન છે.
નવેમ્બર ૨૦૧૩નાં સંસ્કરણમાં આપણે વિશ્વ ગુણવત્તા માસનો ટુંકાણમાં ઉલ્લેખ કર્યો હતો. હવે તેની વધારે વિગતે વાત કરીએ.


વિશ્વ ગુણવત્તા માસનો હેતુ વ્યાપાર અને સમાજમાં ગુણવત્તા સાધનોના  બહોળા ઉપયોગનો પ્રસાર કરવાનો છે. ફ્લૉચાર્ટ કે ચેક્લિસ્ટ જેવાં ગુણવત્તા સાધનોનો મૂળભૂત આશય ક્ષતિઓ ઘટાડવાનો અને બહેતર ઉત્પાદનો કે સેવાઓનાં નિર્માણનો છે.સલામત ખોરાક, રમકડાંઓને પાછાં ખેંચવાં અને નાણાંકીય ઉથલપાથલો જેવી મથાળે ચમકતી ગંભીર ક્ષતિઓને ઘટાડવામાં ગુણવત્તા સિદ્ધાંતો મદદરૂપ થઈ શકે છે. જે લોકો આ બધાં ગુણવત્તા સાધનોનો ઉપયોગ કરે છે તેમના અનુભવો બીજાં સાથે વહેંચવા માટે મંચ પણ વિશ્વ ગુણવત્તા માસ પૂરો પાડે છે. સફળ અનુભવો એ શું શીખ્યા અને તે વિશેના અનુભવોની મદદથી  વ્યવસાય કે અંગત કે સામાજીક જીવનમાં આપણી આસપાસની દુનિયાને વધારે કાર્યદક્ષ અને ફાયદાકારક બનાવવાનો સંન્નિષ્ઠ પ્રયાસ છે. જ્ઞાન સ્ત્રોત પર દુનિયાભરના ગુણવત્તા વિશેના લોકપ્રિય વિડીયો, સંશોધન લેખો કે બ્લૉગ્સને રજૂ કરાયા છે. ગુણવત્તા અવસરમાં જૂદી જૂદી જગ્યાઓએ યોજાયેલા કાર્યક્રમો રજૂ કરાયા છે.  
ધ ચાર્ટર્ડ ક્વૉલિટી ઇનસ્ટિટ્યૂટ વિશ્વ ગુણવત્તા દિવસની ઉજવણીના દસ ચૂટેલ કાર્યક્રમોને રજૂ કરે છે.

  • આ સંકરણમાં આપણે એક નવા પ્રયોગ રૂપે BMJ Quality Blogની મુકાત લઈશું અને તેના પર તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ લેખોની અહીં નોંધ લઈશું:

અને હવે  આપણે હવે આપણા નિયમિતપણે મુલાકાત લેવાતા વિભાગો પર નજર કરીશું. સાહુથી પહેલાં લઇશું - ગુણવત્તા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા.


નામમાં થયેલા ફેરફાર બાદ પણ તેની મૂળભૂત વિચાર સરણી - નાવીન્યકરણ અને જતન દ્વારા ગુણવત્તાનું સર્જન - સરળ જ અર્હી છે. સંસ્થાની દરેક પ્રવૃતિઓને આ વિચારસૂત્ર દિશાસુચન કરતું રહ્યું છે, અને રહેશે.

  • ચાર્ટર્ડ ક્વૉલિટી ઇન્સ્ટિટ્યૂટ્ની સાઈટ પર ભણી મહત્વની માહિતિ જોવા મળે છે. તે પૈકી તેના બ્લૉગ પરના મેરીલીન ડ્યાસનનો લેખ, ક્રીઝ છોડ્યા પછીનો વારસો , સચીન તેન્ડુલકરની ક્રિકેટ રમવાની ૨૪ વર્ષની ઇનિંગ્સ બાદની નિવૃત્તિના આધાર પર હોવાને કારણે ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે.

તેનો સહુથી મહત્વનો વારસો છે - તેનાં પાદચિહ્નો પર ચાલવા તૈયાર બૅટ્સમૅનોની લાંબી કતાર.
વિશ્વ ગુણવત્તા દિવસે જ્યારે બધાં ગુણવત્તાની ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના પ્રવાહો વિષે વિચાર કરવામાં વ્યસ્ત હોય, એ સમયે ગુણવત્તાના સંદર્ભે આપણા વારસા વિષે વિચાર કરવાથી વિશેષ રૂડું શું હોઈ શકે?  અહીં "આપણા" શબ્દપ્રયોગમાં 'સંસ્થા'ગત તેમજ આપણા અંગત એમ બંને પ્રકારના વારસાને આવરી લેવો રહ્યો.
વિશ્વ ગુણવત્તા દિવસના હેતુને બરકરાર કરતાં, આપણે આપણી આસપાસનાં લોકો - ગ્રાહકો, સહકર્મચારીઓ કે પુરવઠાકારો, તેમ જ આપણાં કુટુંબો પણ -ને નાવીન્યકરણ અને પરિવર્તનની તકો ખોળવાની બાબતમાં મદદ કરવા સદાય પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરીએ.

  • ગુણવત્તાની ક્ષેત્રમર્યાદા અન્ય ક્ષેત્રમાં પણ વિસ્તારવાની વાત માંડી છે તે સંદર્ભમાં ઓક્ટોબર ૨૦૧૩ની ASQના Influential Voices બ્લૉગર્સની A View from the Q પરની ચર્ચા રસપ્રદ બની રહે છે.

ગુણવત્તાનો પરંપરાગત ઉત્પાદન ક્ષેત્રની બહાર ઉપયોગ થઈ શકે છે, અને કરવો પણ જોઇએ. જો કે ગુણવત્તા ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે આ વાત નવી નથી, તેઓ તો ગુણવત્તાનાં મૂળીયાંનો અન્ય ક્ષેત્રોમાં પદાર્પણ જોઇ જ ચૂક્યાં છે. તે સાથે ગુણવત્તાના અન્ય ક્ષેત્રમાં પ્રસારને આગવા પડકારો છે  કે "ગુણવત્તાની બહાર' કઇ તકનીકો કામમાં લ ઈ શકાય તે વિષે મતમતાંતરો પ્રવર્તે છે.

  • અને તે પછી હવે આપણે મુલાકાત લઈએ ASQ TVના Standards and Auditing વિડીયોની.

અહીં વિશ્વનાં સહુથી વધારે પ્રચલિત સ્ટાન્ડર્ડ ISO 9001:2008માં શા માટે સુધારા થઈ રહ્યા છે તેની ચર્ચા છે. તે પછી ઑડીટીંગ સ્ટાન્ડર્ડ - કેમ અને શા માટે - ની ચર્ચા જોવા મળશે. ઓડીટરોએ કરવાની પૂર્વ તૈયારીઓની ટીપ્સ પણ અહીં છે.   ઑડીટીંગ તજજ્ઞ ડેનીસ આર્ટરના પૂરેપૂરા ઇન્ટરવ્યૂને જોવા/ સાંભળવા માટે The How and Why of Auditing ની મુલાકાત લઈશું.

  • તે પછીથી હવે આપણે મુલાકાત લઈશું ASQ's Influential Voicesના ઍડ્વીન ગૅરૉની.

ઍડ્વીન ગૅરૉ કોસ્ટા રીકાના એક ઇન્ડસ્ટ્રીઅલ એન્જીનીયર અને ઉદ્યોગ સાહસિક છે. તેઓ સંસ્થાગત ઉત્કૃષ્ટતા પર વિશેષ ધ્યાન આપતી, પ્રશિક્ષણ અને માર્ગદર્શન કંપની PXS Performance Excellence Solutionsના મુખ્ય સંચાલક છે. તેઓ ઘણી અન્ય નવી શરૂ થતી કંપનીઓ જોડે પણ સંકળાયેલા છે. તેમના સ્પૅનીશ ભાષામાં લખાતા બ્લૉગ પર તેઓ ઉત્કૃષ્ટતાનાં વિવિધ પાસાંઓને આવરી લેતા રહે છે. (ગુગલ ક્રોમમાં સ્પેનીશ ભાષાનું અંગ્રેજીમાં ભાષાંતરણ થઈ શકે છે.)
તેમની વેબસાઈટ પરનાં સંસાધનો પાનાં પર નાવીન્યકરણ, સતત સુધારણા, નાણાંકીય બાબતો, અન્ય રસપ્રદ લેખો અને લિંક્સ જેવા વિભાગોની પણ નિયમિતપણે મુલાકાત લેતાં રહેવું જોઇએ.

  • અને હંમેશની જેમ આપણે આ સંસ્કરણના અંતમાં જોહ્‍ન હન્ટરના Management Improvement Carnival # 202ની મુલાકાત લઈશું.
આ બૉલ્ગોત્સવના વાંચકો તેમજ અહીં આવરી શકાયેલ તમામ બ્લૉગ જગતના સહયાત્રીઓને નાતાલના તહેવારોની શુભેચ્છાઓ સાથે ૨૦૧૪નું વર્ષ પણ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાપુર્ણ રહે તેવી હાર્દિક શુભકામનાઓ.....

No comments: