Tuesday, December 31, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨ /૨૦૧૩



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૧૨ / ૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
સુધા મલ્હોત્રા સુવર્ણયુગનાં પ્રતિભાશાળી પણ (વ્યાવસાયિક દૃષ્ટિએ) સફળ ન રહી શક્યાં હોય તેવાં ગાયકો પૈકી એક પાર્શ્વગાયક હતાં. તેમના ૭૭મા જન્મદિવસે, તેમનાં જાણીતાં અને બહુ ન જાણીતાં એવાં ગીતો વડે, તેમની પ્રતિભાને  Songs of Yore  Sudha Malhotra: The last of the niche singers of the Golden Eraલેખમાં પ્રસ્તુત કરેલ છે.
સોંગ્સપીકે.co પર સુધા મલ્હોત્રાની કેટલીક [ગૈરફિલ્મી] ગઝલો પણ સાંભળવા મળે છે.
IMIRZA777એ ગીતા દત્તના જન્મદિવસને યાદ કરવા એક બહુ જ ગમી જાય તેવી વિડીયો ક્લિપનું સંકલન કરેલ છે.
૮મી ડીસેમ્બર શર્મીલા ટાગોર અને ધર્મેન્દ્ર બંનેનો જ્ન્મદિવસ છે. જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિના તેમના નિયમિત વિભાગ "રંગરાગ"માં શ્રીકાન્ત ગૌતમે "અભિનયના આઠમા રંગની રંગત"મા આઠની આ કમાલના રંગને એક નવો જ ઓપ આપ્યો છે - આ જોડીએ સાથે કરી એવી ફિલ્મો પણ આઠ છે. એ આઠ ફિલ્મો છે - દેવર, અનુપમા, સત્યકામ, યકીન, એક મહલ હો સપનો કા, મેરે હમદમ મેરે દોસ્ત, ચુપકે ચુપકે અને સની.
Conversations Over Chai પણ શર્મિલા ટાગોરના જન્મદિવસે તેમની વધારે ગમેલ ભૂમિકાઓને The Divas: Shamila Tagore માં એક નવા વિભાગનાં સ્વરૂપે રજૂ કરે છે.
દેવ આનંદની બીજી પૂણ્યતિથિના અવસરે Conversations over Chaiએ દેવ આનદ નશામાં હોય કે નશામાં હોવાનો સરિયામ ડોળ કર્યો હોય કે પછી ગીત દરમ્યાન શરાબનો જામ સતત હાથમાં રહેલ હોય તેવાં દેવ આનંદનાં 'ચક્ચૂર' ગીતોને યાદ કર્યાં છે.
તે ઉપરાંત, રાજ કપુરની ૮૯મી જન્મતિથિના ઉપલક્ષમાં, Conversations over Chai   The Only Showmanનાં સ્વરૂપે બહ જ રસ પડે અને દિમાગ તેમ જ યાદદાસ્તને ખાસી કસરત કરાવે તેવા સવાલોની ક્વીઝ રજુ કરી છે.
રાજ કપુરના જન્મ દિવસની યાદમાં આપણે યુટ્યુબની ચેનલ DoordarshanNational પર  Portrait of the Director: Raj Kapoor અને પોતાના પ્રેમ...પોતાની દિલગીરીઓ... પોતાનું સંગીત...પોતાની ફિલ્મો અને પોતાની ફીલસૂફીની લાગણીની બહુ જ અંગત વાતોને રજૂ કરતી સિમિ ગરેવાલની દસ્તાવેજી કેફિયત  LIVING LEGND RAJ KAPOOR પણ માણીશું.
૧૪મી ડીસેમ્બર શૈલેન્દ્રની પણ ૪૭મી પૂણ્યતિથિ છે. શૈલેન્દ્રનાં વ્યાવસાયિક વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને,કચ્છમિત્રની રવિવારની પૂર્તિના તેમના નિયમિત વિભાગ 'રજતપટના રંગ' પરના લેખ "બહુરંગી ગીતોના રચયિતા - શૈલેન્દ્ર"માં પ્રવીણ ઠક્કરે આવરી લીધાં છે.
આપણે તે ઉપરાંત યુ ટ્યુબના ખજાનામાંથી शैलेंद्र के गीत | Songs of Shailendraએ રજૂ કરેલ શૈલેન્દ્રનાં ૨૧ શીર્ષક ગીતો - A Compilation of Title songs,  crazyoldsongsની શૈલેન્દ્રને નાની સી અંજલિ \ A Small Tribute to Shailendra,  એનડીટીવી.કૉમની શૈલેન્દ્રની યાદ \ Remembering lyricist Shailendra  અને, આ બ્લોગોત્સવનાં ઓક્ટૉબર ૨૦૧૩નાં સંસ્કરણમાં પણ આપણે જેની મુલાકાત લીધેલ હતી તે, એબીપી ન્યુઝે પ્રસ્તુત કરેલ ચૌથી કસમ ના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ની પણ સૈર કરીશું.
Dances on the Footpathએ નાસ્તીક (૧૯૫૪)નાં ગીતો - Nalini Jaywant Songs in Nastik (1954), with English Subtitles-  તેમની ત્રીજી પૂણ્યતિથિએ યાદ કર્યાં છે.
અને હવે આપણે અન્ય વિષયો પરના લેખો / બ્લૉગ/ વેબ સાઈટ્સની મુલાકાત લઇશું.
ફિલ્મ સંગીત વિષે થોડું પણ જાણનારને આશા ભોસલે કોણ?’ તે સવાલ એક મશ્કરી જ લાગશે, પણ આશા પોસલે વિષે કેટલાં જાણતાં હશે? Atul’s Song A Day, તેમના લેખ Aankh ke paani aankh mein rahમાં આશા પોસલે એ ગાયેલું ફિલ્મ પગદંડી (૧૯૪૭)નું આ ગીત રજૂ કર્યું છે.
આપણા બ્લૉગ વિશ્વના એક અન્ય મિત્ર શકીલ અખ્તરે પાકીઝા અને દુપટ્ટાને 'ઇન્હીં લોગોને છીના દુપટ્ટા મેરા" દ્વારા આધુનિકતાના આ યુગમાં હવે ભૂલાતી જાતી હાથ કારીગીરીઓની યાદ જોડે સાંકળી આપેલ છે. આજ  વિષયને લગતો, ટાઇમના ફોટોગ્રાફી વિભાગ - લાઈટબૉક્ષ- પરનો એક બહુ જ માહિતિ સભર લેખ - વિલિન થતા જતા હુન્નર - ભારતના ઘસાઇ ચૂકેલ વ્યવસાયો \Disappearing Trades: Portraits of India’s Obsolete Professions – LightBox -  પર જોઈ શકાશે.  
ખુબ જ જાણીતાં ગીતોની રૂપેરી પર્દા પર પ્રમાણમાં ઓછા જાણીતા અદાકારોની રજૂઆત Dusted Off તેમના લેખ Ten of my favourite ‘Who’s that lip-synching?મા કરી છે.
Songs of Yore૧૯૩૫નાં 'દેવદાસ'માં કે સી ડેનાં ગીતોને યાદ કર્યાં છે. એ ગીતો છે:
અરૂણકુમાર દેશમુખ હંમેશાં નવા જ વિષયને ખૂબ જ માહિતિસભર સંશોધનની સાથે રજૂ કરતા રહ્યા છે. "અનમોલ ફનકાર" પર તેમણે એક જ નામની ગુંચવણોને  ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩માં બહુ જ વિગતે રજૂ કરી આપેલ છે.
N Venkatraman, તેમની રસાળ શૈલિમાં હિંદી - તમિળ ગીતોની આપલેને Multiple Version Songs (15): In the ‘Realm of Remakesને Song of Yoreના Multiple version songની શ્રેણીના ભાગ રૂપે આગળ વધારી આપે છે.
એક નવી રજૂઆત માણવા માટે આપણે સિનેપ્લૉટ પરના લેખ Tanuja talks about her top ten Hindi Filmsની મુલાકાત લેવી જ રહી. શીર્ષક પરથી સમજી શકાશે કે આ લેખમાં તેની પ્રિય દસ ફિલ્મો વિષે તનુજાના વિચારો આ લેખમાં જાણવાનો લ્હાવો મળશે.
Songs of Yoreએ આપણા સહુના ઇંતઝારનો આખરે અંત લાવી આપ્યો - Best songs of 1953: Final Wrap Up 4 પ્રસિધ્ધ થયેલ છે. ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં એ વર્ષોની આમ ઝીણવટ ભરી વર્ષ વાર સમીક્ષા, અને તે પછી વાચકોના પ્રતિભાવોને પણ ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયિકા, શ્રેષ્ઠ યુગલ ગીતો અને આ પ્રસ્તુત લેખમાં શ્રેષ્ઠ સંગીતકાર એવા સર્વગ્રાહી છણાવટથી સંકલન કરતા લેખો આ શ્રેણીની એક ખાસ વિશિષ્ઠતા બની રહેલ છે.
Atul’s Song A Day પર તીસરી કસમનું પ્રીત બનાકે તૂને જીના શિખાયા રજૂ કરતાં Nahm  જણાવે છે કે ૧૨ મિનિટની આ વિડિયો ક્લિપની ખૂબી એ છે કે મુકેશના અવાજમાં ગાયેલાં ગીતમાં રાજકપુરના અવાજમાં તેમના સંવાદ અને સુમન કલ્યાણપુરના અવાજમાં ફિલ્મમાં વહીદા રહેમાને ગાયેલ પૂરક ભાગ સાંભળવા મળે છે.
દરેક સંસ્કરણમાં આપણે મોહમ્મદ રફી વિષે અવનવી વાનગી માણતાં રહ્યાં છીએ. છેલ્લે આપણી તીસરી કસમની વાત કરી તેમાં સ્વાભાવિકપણે મોહમ્મદ રફીની હાજરી ન હોય તે તો સમજી શકાય, પરંતુ વહીદા રહેમાન માટે ચાર ગાયિકાઓના અવાજનો પ્રયોગ શંકર જયકિશન અને લતા મંગેશકરના સંબંધોમાં ૧૯૬૬ સુધી આવી ગયેલા ફરકનો અંદેશો આપી જાય છે.
અને તેની જ સામે ૧૯૫૬નાં રાજહઠને યાદ કરીએ. Dusted Off તેમની આ ફિલ્મની સમીક્ષામાં,   મોહમ્મદ રફીના અવાજમાં ગવાયેલ એક બેનમૂન રચના - આયે બહાર બન કે લુભાકર ચલે ગયે - ખાસ યાદ કરે છે.
Nasir's Eclectic Blog મુખ્યત્વે મોહમ્મ્દ રફીને એક આગવી અંજલિ આપતો એક આગવો બ્લૉગ જ છે. અહીં મોહમ્મદ રફીના અવાજને તેનાં ગીતોના અલગ અલગ મનોભાવ પ્રમાણે, Rafi's Romantic Songs Transliterated/Translated,  Rafi's Sad Songs Transliterated/Translated, Rafi's Philosophical Songs,  Rafi's Filmy Devotional Songs,  Peppy Songs of Mohammed Rafi ,  Articles on Mohammed Rafi Sahaab, આ રીતના વિભાગોમાં રજૂ કરાતાં રહે છે.
આપણા એક અન્ય મિત્ર, ભગવાન થવરાણી'તૂફાનમેં પ્યાર કહાં'માં ચિત્રગુપ્તે સ્વરબદ્ધ કરેલ મોહમ્મદ રફીનું એક બહુ જ ભાવવાહી ગીત ઇતની બડી દુનિયા જહાં ઇતના બડા મેલા યાદ કરાવી આપ્યું છે.
બિમાન બરૂઆહે રોશન ખાનદાનની ત્રણ પેઢીના મોહમ્મદ રફી સાથેના સંબંધોને Mohammed Rafi with legacy of composer Roshanમાં તાજા કર્યા છે.  રોશન(લાલ નાગરથ)સાથેનાં રફીનાં અમર ગીતો, તેમના પૂત્રો રાકેશ રોશનનાં નીર્દેશનવાળી અને રાજેશ રોશનનાં સંગીતવાળી ફિલ્મોમાં રફી નામ ગીતો અને હૃતિક રોશનના બાલ્યકાળની ફિલ્મોમાં રફીનાં ગીતોમાં તેનો સાક્ષીભાવ  મોહમ્મદ રફીના અવાજ દ્વારા સંકળાયેલ રહેલ જોવા મળે છે.
આ સંસ્કરણ સાથે આપણે આપણી વર્ષ ૨૦૧૩ની આ સફરને પણ પૂરી કરીએ છીએ.
આ સુવર્ણકાળનાં હિંદી ફિલ્મી ગીતો ની મધુરી યાદો ૨૦૧૪નાં નવાં વર્ષમાં પણ આ રીતે જ મધુર ગુંજન ફેલાવતી રહે,  અને વર્ષને એ રીતે બહુ જ સહજ પણે માણવાલાયક બનાવવામાં ઉદ્દીપક બની રહે તેવી શુભેચ્છાઓ સાથે .....

No comments: