ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ મહિનાં આ સંસ્કરણમાં આપણે “ગુણવત્તાનું પ્રતીતીકરણ” અને “ગુણવત્તાનું નિયમન” વિષેની ચર્ચા જોઇશું.આ વિષય આમ તો બહુ ચર્ચિત વિષય લાગે. પરંતુ ઇન્ટરનેટપરની શોધખોળ દરમ્યાન બહુ જ નજદીકના સમયમાં પ્રકાશીત થયેલા લેખો પણ વાંચવા મળ્યા. જે પૈકી કેટલાક લેખોમાં કેટલીક પાયાની વાતો કહેવાઇ છે, ક્યાં ક્યાંક તાજા અનુભવોને મૂર્ત થતા પણ જોવા મળે છે. આમ આ વિષય હજૂ પણ રસ જગાવનાર અને જ્ઞાનમાં કંઇક પણ ઉમેરો કરી શકે તેવો જણાયો. અને એટલે તેને આ મહિનાની ચર્ચાનું કેન્દ્ર બનવવાનું વિચાર્યું.
- ચર્ચાની શરૂઆત Overview @ ASQમાંરજૂ થયેલ કેટલીક વ્યાખ્યાત્મક રજૂઆતથી કરીશું:
"ગુણવત્તાનું પ્રતીતીકરણ” અને “ગુણવત્તાનું નિયમન” આ બંને શબ્દો ઘણી વાર ઉત્પાદન કે સેવાની ગુણવત્તાને સુનિશ્ચિત કરવાના સંદર્ભમાં એકબીજાંની બદલીમાં વપરાતા જોવા મળે છે. પરંતુ બંનેનો બહુ જ અલગ અર્થ છે.
પ્રતીતીકરણ: ભરોસો અપવાવો, સુનિશ્ચિત હોવાની સ્થિતિ કે કરવું.
ગુણવત્તા પ્રતીતીકરણ: ગુણવત્તા તંત્રવ્યવસ્થામાં આયોજીત અને પદ્ધતિસરની પ્રવૃત્તિઓ જેના વડે ઉત્પાદન કે સેવાની ગુણવત્તાની પૂર્તતા સિધ્ધ થશે.
નિયમન: જરૂરી સુધારાત્મક પ્રતિસાદની જરૂરિયાત જણાવવા માટેની મુલવણી; પ્રક્રિયાને દોરવણી પૂરી પાડવી જેમાં પરિવર્તતાને શક્યતાનાં કારણોની સ્થાયી તંત્રવ્યવસ્થાને આભારી બનાવી શકાય.
ગુણવત્તા નિયમન: ગુણવત્તાની જરૂરિયાતોની પૂર્તતા કરવા માટે જરૂરી અવલોકન તકનીકો અને પ્રવૃત્તિઓ.
- તફાવતોની જ વાત કરતી ખાસ સાઇટ - http://www.diffen.com/- નું કહેવું છે કે :
ગુણવત્તાનું પ્રતીતીકરણ પ્રક્રિયા-ઉન્મુખ છે અને ક્ષતિ નીવારણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે જ્યારે ગુણવત્તા્નું નિયમન પેદાશ-ઉન્મુખ છે અને ક્ષતિની ઓળખ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
- ગુણવત્તા પ્રતીતીકરણ એ ગુણવત્તા નીયમન નથી \ Quality Assurance Is Not Quality Control ‘"પ્રતીતી્કરણ" પ્રક્રિયા ઉન્મુખ અને "નિયમન" પેદાશ-ઉન્મુખ કેમ છે?' એ સવાલ પૂછવામાં મદદ કરે છે.
"પ્રતીતીકરણ"નો અર્થ છે કે સાચી (યોગ્ય) રીતે કામ કરવા માટે જે કંઇ કરવું પડે તે બધું જ આપણે કરી ચૂક્યાં છીએ, જ્યારે "નિયમન"નો અર્થ છે કે જ્યાં સુધી ઉપલબધ દરેક વસ્તુને ચકાસી ન લેવાય ત્યાં સુધી એ બધું જ કામનું છે કે કચરો છે તે નક્કી ન થઇ શકે.
સૉફ્ટવૅરના કિસ્સાઓમાં ગુણવત્તા પ્રતીતીકરણનો અર્થ છે કે જે કોઇ કૉડ્સ લખાયા છે તે જરૂરિયાતોની પૂર્તતા કરે છે, જ્યારે ગુણવત્તા નિયમન બતાવે છે કે કૉડ્સ લખવાની આપણી પ્રક્રિયા દ્વારા જરૂરી ગુણવિશેષની રચના કરવામાં બીનજરૂરી ત્રૂટિઓનો રાફડો તો દાખલ નથી થઇ ગયો ને. - ક્રીસ બૌ
- "ગુણવત્તા પ્રતીતીકરણ વિ. ગુણવત્તા નિયમન એ બંને વચ્ચે તફાવત શું છે? \ QA vs QC - what's the difference?લેખમાં આ બંને કાર્યક્ષેત્રને ગુણવત્તા સંચાલનનાં ઉપક્રમ ગણાવામાં આવ્યાં છે.
ગુણવત્તા ચળવળ જેમ પુખ્ત બનીને સુધરતી ગઈ તેમ તેમ તે ગુણવતા સંચાલન કાર્ય તરીકે સ્થાપીત થતી ગઇ. હવે તંત્ર વ્યવસ્થા વિચારધારા અને સંચાલન તંત્ર વ્યવસ્થા જેવી નવી વીકસતી પરીકલ્પનાઓ પણ તેમાં આવરી લેવાતી થઇ છે. ગુણવત્તા સંચાલન ઘણું વિશાળ કાર્યક્ષેત્ર છે, તેમાં ગુણવત્તા અયોજનની સાથે સાથે ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન તો આવરી જ લેવાયાં છે, તે ઉપરાંત ગુણવત્તા સુધારણા પણ તેમાં આવરી લેવાયેલ છે. વળી, ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમનથી આગળ, તંત્રવ્યવસ્થા અભિગમ અને સમસ્ત ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થાની દિશામાં પણ વર્તમાન દૃષ્ટિકોણ હવે વિસ્તરેલ છે.
- 'ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન વચ્ચેનો તફાવત' \ Difference between QA and QC લેખમાં આ બધા મૂળભૂત તફાવતને એક કોષ્ટકનાં સરળ સ્વરૂપમાં સમજાવેલ છે. ગુણવત્તા પ્રતીતીકરણમાં ત્રુટિ નીવારણ કેન્દ્રસ્થાને છે જ્યારે ત્રુટિની શોધ - તપાસ ગુણવત્તા નિયમનનાં કેન્દ્રસ્થાને છે.
- ઑપન ડાયલોગના ડાયલોગ આઇટીના પ્રવર કન્સટલ્ટન્ટ, બ્રેટ આર્થરના લેખ, ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમન વચ્ચેનો તફાવત \ The difference between Quality Assurance and Quality Controlમાં, વ્યૂહરચના પર ભાર મૂકાયેલો છે, જેમ કે – ગુણવત્તા પ્રતીતીકરણ: નીવારણની વ્યૂહરચના, જ્યારે ગુણવત્તા નિયમનઃ શોધ - તપાસની વ્યૂહરચના.
- ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમનમાં ફરક શું છે ? \ What is the difference between Quality Assurance and Quality Control? આ બંનેને "નિરીક્ષણને બદલે નીવારણ" અને "પહેલી વાર જ ખરૂં કરવું"ની રીતે અલગ પાડે છે. આ બંને સંકલ્પનાઓનાં હાર્દમાં પહેલેથી ત્રુટિરહિત ઉત્પાદન (કામ) કરવું એ વિચારસરણી છે, કારણકે પછીથી કોઇ પણ ત્રુટિને સુધારવી વધારે ખર્ચાળ પરવડે છે.
- BBCના લેખ - પેદાશ વિશ્લેષણ અને મૂલવણી \Product analysis and evaluation- જણાવે છે કે આલેખનકારો અને ઉત્પાદકો પેદાશ વિશ્લેષણનો ઉપયોગ નવાં કે સુધારેલાં ઉત્પાદનોમાટેના વિચારો કરવા અને બીજા આલેખકોનાં કામનાં વિશ્લેષણ માટે કરે છે. ગુણવત્તા પ્રતીતીકરણ ચકાસણીમાટેની તંત્ર વ્યવસ્થા છે અને નિરીક્ષણ આલેખન ને ઉત્પાદનની પ્રક્રિયા દરમ્યાન ઉચ્ચ માપદંડો સુનિશ્ચિત કરે છે.
- ગળાં અંગેનાં કોશ-વિજ્ઞાનની પ્રણાલી માર્ગદર્શિકાઓ - ગુણવત્તા નિયમન અને ગુણવત્તા પ્રતીતીકરણ પ્રણાલીઓ \ Quality Control and Quality Assurance Practices - Cervical Cytology Practice Guideline -
દરેક અલગ ટેસ્ટ કે પ્રક્રિયામાં અપેક્ષીત ગુણવત્તા જાળવી રાખવા માટેની તંત્ર વ્યવસ્થા એટલે ગુણવત્તા નિયમન. કોઇ પણ નમૂનાની પસંદગીથી શરૂ થઇ ફીઝીશ્યીઅન સુધી રીપોર્ટ પહોંચે ત્યાં સુધી ગુણવત્તા નિયમન પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તરેલ છે. કૉલેજ ઑફ અમેરીકન પેથોલોજીસ્ટ્સની વ્યાખ્યા મુજબ ગુણવત્તા નિયમનનાં પરિણામો અને ગુણવત્તા પ્રણાલિઓનાં પરિમાણો પર, આરોગ્ય સંભાળ ઉત્કૃષ્ટ્પણે પહોંચાડી શકાય તે રીતની તંત્રવ્યવસ્થા બની રહે તે મુજબની પધ્ધતિસરની દેખરેખ એટલે ગુણવત્તા પ્રતીતીકરણ. ગુણવત્તા પ્રતીતીકરણ એ ત્રુટિઓની ઘટનાઓ શોધી કાઢવા, નિયમન કરવા અને નિવારવા માટેની સંકલિત તંત્ર વ્યવસ્થા છે, જે આખરે ચિકીત્સકની તેનાં દર્દીની ઉચિત સારવાર કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ૧૯૮૮ના નૈદાનિક પ્રયોગશાળા સુધારણા સુધારાઓ [Clinical Laboratory Improvement Amendments]માં કોષિકા-રોગ વિજ્ઞાન [cytopathology] માટે બહુ બધાં ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમનનાં પગલાંઓ સૂચવે છે. પ્રયોગશાળાના ગુણવત્તા પ્રતીતીકરણ કાર્યક્રમમાં બધી જ ગુણવત્તા પ્રતીતીકરણ પ્રક્રિયાઓનું વર્ણન અને દસ્તાવેજીકરણ થયેલું હોવું જ જોઇએ.
- ગુણવત્તા પ્રતીતીકરણ વિ. ગુણવત્તા નિયમન \ Quality Assurance Versus Quality Control - ફીલ જોન્સ
બહુ જ સીધી રીતે જોઇએ તો ગુણવત્તા પ્રતીતીકરણ એ સર્વગ્રાહી ગુણવત્તા તંત્ર વ્યવસ્થા ની રચના કરવા, તેની પર દેખરેખ રાખવા અને તેની સંભાળ રાખવામાટે કૂચ કરવાના હુકમો બરાબર છે.
ગુણવત્તા નિયમન એ ઉત્પાદન પ્રક્રિયા કે તેનાં અંતિમ પરિણામોને પહોંચાડવા માટે એ હુકમોનો અમલ છે.
- પીયરૅ હ્યુઑટ તેમના લેખ 'ગુણવત્તા પ્રતીતીકરણ હોવું જોઇએ કે ગુણવત્તા નિયમન ? \Is It Quality Assurance or Quality Control?માં ગુણવત્તા નિયમન અને પ્રતીતીકરણની વચ્ચેના નાના નાના તફાવતોને આ સર્વાંગી ખંડોમાં ખોળી રહ્યા છે:
ગુણવત્તા નિયમન વ્યવસ્થાપકને કદાચ ઉત્પાદનની પેદાવારમાં રસ હોય, કે / અને પરિસ્થિતિઓમાં થતાં પરિવર્તનોનો તે પ્રતિસાદ આપે, પેદાશ પર ધ્યાન કેન્દ્રીત કરે, કે / અને ઉત્પાદન કાર્યક્ષેત્રની જેમ સીધી જ કામગીરી કરે અને ત્રુટિઓ શોધી કાઢે. ગુણવત્તા નિયમનનો હેતુ ગ્રાહકને ઉત્કૃષ્ટ ઉત્પાદન કે સેવા પૂરી પાડવાનો રહે છે, જેને પરિણામે ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવાનું કે તેનાથી પણ આગળ જવાનું શક્ય બને છે.
- HIV/AIDS નૈદાનિક ફાર્મેકૉલોજી ગુણવત્તા પ્રતીતીકરણ અને નિયમન કાર્યક્રમ \ HIV/AIDS Clinical Pharmacology Quality Assurance and Quality Control (CPQA) Program, HIV/AIDSને લગતાં અનુવાદ સંબંધી સંશોધનો અને DAIDSમાંના નૈદાનિક પરીક્ષણોને લગતી પ્રવૃત્તિઓ વિકસાવે છે તેમ જ ચલાવે છે.
- ગુણવત્તા પ્રતીતીકરણ અને ગુણવત્તા નિયમનની વ્યાખ્યા \ Defining Quality Control and Quality Assurance - ઝેવીયર બીગ્નૉન -
ગુણવત્તા નિયમન પેદા થઇ રહેલ ઉત્પાદનો પર, ગ્રાહક અને ઉત્પાદક લાંબા ગાળાની એક જ દૃષ્ટિએ જૂએ અને ત્રુટિઓ દૂર કરવાની દૃષ્ટિએ કામગીરીની હેતુલક્ષી સમીક્ષા થતી રહે તેવા હેતુથી, ધ્યાન કેન્દ્રીત કરે છે. પહેલો ઉદ્દેશ ગ્રાહકની (વણકહેલી પણ) અપેક્ષાઓ અને ઉત્પાદક ટીમની એ જરૂરિયાતો સ્પષ્ટ સમજ વચ્ચેનું "ગુણવત્તા અંતર" ઘટાડવાનો છે. જ્યારે ગુણવત્તા નિયમન એકમનો બીજો ઉદ્દેશ્ય ઉત્પાદન (કે સેવા) ગ્રાહકો સુધી પહોંચી જાય તે પહેલાં ત્રુટીઓ શોધી કાઢવાનો રહે છે.
ગુણવત્તા પ્રતીતીકરણ પ્રક્રિયાઓ અને તેના સતત સુધાર પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેનો ઉદ્દેશ્ય પ્રક્રિયામાંની વિભિન્નતાને ઘટાડી ઉત્પાદનની ગુણવત્તાની આગાહી કરવાનો, કંપની માટે શ્રેષ્ઠ પ્રણાલિઓ એકત્ર કરવાનો, ખર્ચ ઘટાડવાનો અને બજાર સુધી પહોચવાના સમયને ઘટાડવાનો રહે છે. નવીનીકરણ અને સર્જનાત્મકતા સાથે તેને બહુ જ ગાઢ જોડાણ છે. ગુણવત્તા પ્રતીતીકરણ બીજાં લોકો માટે પ્રક્રિયાઓ નક્કી નથી કરતું, કે નથી તે અંગે ફરજ પાડતું, પણ પ્રક્રિયાસાથે સંકળાયેલાં લોકોને જરૂરી સલાહ સૂચન અને પ્રક્રિયા મુખીયાને ટેકો કરે છે, જેને પરિણામે સફળતા માપવાની અને હકીકતોના આધાર પર લેવાતા નિર્ણયોની ક્ષમતમાં વધારો થાય છે. ગુણવત્તા પ્રતીતીકરણ માટેનો સહુથી જાણીતો અભિગમ PDCA (Plan Do Check Act) ચક્ર છે.
અને હવે કેટલાક સંદર્ભ લેખો જોઇએ :
ગ્રાહકની વર્તણૂક સમજવાથી ગુણવત્તા પ્રતીતીકરણ સાથે સંકળાયેલ લોકોને જરૂરી સંસાધનોની વહેંચણીમાં મદદ મળે છે.
ત્રુટિઓ વડે વર્ગીકરણ કરવાના પ્રચલિત પધ્ધતિઓ વડે ગુણવત્તા પ્રતીતીકરણની સરખામણીના વિકલ્પો વડે ગુણવતા પ્રતીતીકરણ સૉફ્ટવેર અને સુધારણાનું સંકલન કરી શકાય છે.
ગુણવત્તા નિયમનને લગતાં આંકડાશાસ્ત્રનાં જ્ઞાનને ચકાસવા માટેના ૨૦ વિવિધ-વિકલ્પ પ્રશ્નો
- Quality Assurance and Quality Control Chapter 8 - IPCC Good Practice Guidance and Uncertainty Management in National Greenhouse Gas Inventories
હવે બ્લૉગૉત્સવનાં આ સંસ્કરણના "મુખ્ય વિષય"થી આગળ વધીએઃ
Random Thoughts - Michael Wade
- મોટા ભાગના કિસ્સાઓમાં, આપણા હાલના પ્રયત્નોથી આગળ વધીને વધારે ચિંતા ન કરવી જોઇએ; બલ્કે શું કરવાનું બંધ કરી દેવું જોઇએ તે અંગે વિચારવું જોઇએ.
- તે જ રીતે, આપણાં વર્તમાન જ્ઞાનની સમીક્ષા અને શું ઝીણવટ ભરી તપાસમાં ટકી શકે તેમ નથી ને જાણવા કરતાં નવી હકીકતોની શોધખોળ ઓછી ઉત્પાદક નીવડે છે.
- તમારાં અનુમાનોનો વારંવાર સરવાળા કરવા. કોઇ ઇલમની લકડીની તપાસ કરવાનો કોઇ અર્થ નથી. સહુથી મુશ્કેલ માર્ગ સહુથી ઝડપી પરવડી શકે છે.
- હવે પછીના દસકા અંગે વિચારીને જોઇ જવું જોઇએ કે આપણી હાલની કૈ કાર્યપધ્ધતિઓ કામ આવશે? જો આપણે કોઇ શેર હોઇએ, તો આજથી દસ વર્ષ બાદની ગણત્રીએ તેને વેંચી કાઢશો કે વધારે નવા શેર ખરીદતાં રહેશો કે પકડી રાખશો ?
- કોઇ સંચાલકની નિષ્ક્રિયતા ક્ષ-કિરણોની તપાસ જેટલું છતું કરી શકે છે.
- બી્ન-ઉત્પાદક વ્યક્તિથી વધારે તો મહેનતનાં વખાણ કોઇ બીજું થોડું કરશે !
આ બ્લૉગોત્સવ ક્વૉલિટી ડાયજેસ્ટનાં સામયિકના પાછલા અંકોની લિંકને "બુકમાર્ક" કરી નિયમિતપણે મુલાકાત લેતાં રહેવાની ભારપૂર્વકની ભલામણ કરે છે.
અને હવે, આપણે બ્લૉગોત્સવનાં નિયમોત વિભાગોની મુલાકાત, કરીએ. આ મહિને આપણે ગુણવત્તા સંસ્કૃતિના પ્રસારમાં પ્રવૃત્ત, વિશ્વની મૂળ અને ઑડીટ પ્રમાણીકરણના સંદર્ભે સહુથી વિશાળ સંસ્થા - The International Register of Certificated Auditors (IRCA) -ની મુલાકાત કરીશું.
IRCA મુખ્યત્વે બે સેવાઓ પૂરી પાડે છે:
૧.મૅનેજમૅન્ટ તંત્ર વ્યવસ્થાના ઓડીટર્સનું પ્રમાણીકરણ
૨. પ્રશિક્ષણ સંસ્થાઓની બહાલી અને તેમના ઓડીટર પ્રશિક્ષણ અભ્યાસકમોનું પ્રમાણીકરણ
તેની વેબ આઇટ IRCA e-Library જેવી અન્ય બહુ જ ઉપયોગી સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેનો વપરાશ કરવા માટે સાઈત પર "રજીસ્ટ્રેશન' કરાવવું જરૂરી બની રહે છે.
તે પછી, હવે આપણે ASQ TV વૃતાંત - Global Supply Chain જોઇએ.
મોટા ભાગની સંસ્થાઓ સ્વીકારે છે કે આજનાં વૈશ્વિક અર્થતંત્રમાં એકલા હાથે કંઇ પણ કરી શકાય તેમ નથી. ગ્રાહકોની જરૂરિયાતોની પૂર્તતા કરતાં ઉત્પાદનો કે સેવાઓનાં ઘડતર માટે, સંસ્થાઓએ અન્ય સંસ્થાઓ સાથે જોડાણ કરવાં જ રહ્યાં. આ સંજોગોમાં આપણી પુરવઠા સાંકળ પ્રક્રિયામાં યોગ્ય ભાગીદાર જ ભાગ લ ઇ રહ્યાં હોય તેમ શી રીતે નક્કી કરવું? આ સમીકરણમાં વળી ગુણવત્તાને પણ સમાવવી તો જોઇએ જ. આજનાં વૃતાંતમાં –
- Quality considerations when building a global supply chain.
- Keys to a synced-up supply chain.
- A tool that rates suppliers and helps them improve.
- ASQ's Customer-Supplier Division library
- Three keys to an in-sync supply chain
- One technology company's scorecard program
- ની ચર્ચા જોવા મળે છે.
આ મહિનાનાં ASQ Influential Voice છે - બૅબેટ્ટ એન. ટૅન હક્કેન
તેઓ ઍરોબીક્સ ફોર એન્જીનીયર્સનાં સ્થાપક અને વેચાણ વિભાગનાં અધ્યક્ષ છે. અન્વેષકો અને શરૂઆતનાં ગ્રાહકોની ખોજમાં હોય તેવાં નવાં સાહસો માટે વકરો પેદા થાય તેવી વ્યૂહરચનાઓનાં ઘડતર વિષે તેઓ કાર્યરત છે. તેઓ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નાં ઇનોવેશન કૉર્પ્સ કાર્યક્રમનાં વ્યાવસાયિક માર્ગદર્શક અને સીક્ષ સિગ્મા ગ્રીન બેલ્ટ છે, અને તે સાથે મિશિગન યુનિવર્સિટીનાં સેન્ટર ફૉર આંત્રપ્રેન્યૉરશીપનાં પણ માર્ગદર્શક છે.વર્ષ ૨૦૧૩ માટે તેઓ વેચાણ અને માર્કેટીંગના સહુથી વધારે પ્રભાવક તરીકે પણ પસંદ થયેલાં છે. Sales Aerobics for Engineers તેમનો બ્લૉગ છે.
આ બ્લોગમાં નીચે મુજબના વિભાગોમાં વેચાણ અને વેચાણની ગુણવત્તાને લગતા બહુ જ માહિતીપ્રદ લેખો વાંચવા મળશે –
Ø Book Reviews
Ø Collaboration Tools -Sales-Engineering Interface®
Ø Funders & Funding
Ø Professional Development
Ø Selling, Pitching, Developing Business
Ø small & mid-sized businesses
Ø Startups
Ø Webinars and Special Events
આ લેખો પૈકી એક લેખ - Creating Professional Sustainability - નો આપણે પરિચય કરીશું:
આપણી વ્યાવસાયિક સ્તરે ટકી રવહેવાની વ્યૂહરચનામાં પોતાની જાતનાં કંઇ મૂલ્યવાન વ્યાવસાયિક વ્યક્તિ તરીકેનાં વેચાણ માટે, વેચાણ પહેલાં અને પછી કરવી પડતી બધી જ પ્રવૃત્તિઓ કરવી જોઇએ તેવો વેચાણ વ્યવસ્યાયનાં વ્યાવસાયિકો માટે સીધો સંદેશ જોવા મળે છે.
ગુણવત્તા ક્ષેત્રનાં વ્યાવસાયિકોને પણ આ જ સંદેશ એટલો જ લાગુ પડે છે.
આ મહિનાનાં સંસ્કરણના અંતમાં આપણે હંમેશની જેમ જ્હૉન હંટરના 6th Annual Curious Cat Management Blog Review ની મુલાકાત લઇશું.
આપ સહુનાં મૂલ્યવાન સૂચનોની અપેક્ષા સહ...
No comments:
Post a Comment