Friday, January 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧/૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  '૧ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૨૦૧૪ની સાલના પહેલા જ દિવસે Songs of YoreAnil Biswas: The Maestro and My Father  લેખ મૂક્યો. લેખ અનિલ બિશ્વાસનાં પૂત્રી, શીખા બિશ્વાસ વોહરાએ લખ્યો છે, એટલે તેમાં અનિલ બિશ્વાસની કારકીર્દીનાં વિવિધ પાસાંઓ  કે તેમનાં ગીતો સાથે  એક પૂત્રીનાં દિલમાંથી ઉઠતી લાગણીઓ અને યાદો વણાયેલી હોય તે તો અપેક્ષિત હોય, પણ લેખિકાએ જે સલુકાઇથી સંતુલન જાળવ્યું છે તે સરાહનીય છે.
અનિલ બિશ્વાસની જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમના વિષે થયેલા અન્ય લેખોની પણ આ મોકો મળ્યે અહીં નોંધ લઈએ:

આજની પેઢી, કે આપણે આ બ્લૉગોત્સવમાં જે સમયકાળની સામાન્યત: વાત કરતાં હોઇએ છીએ તે સમયકાળની પેઢીને કદાચ ઓછો રસ પડે.  એ દૃષ્ટિએ વર્ષના બીજા લેખ તરીકે  Songs of Yore પર રજૂ થયેલો લેખ - KC Dey: The divine singer with inner vision -  આપણને અતિપુરાણા સમયનાં કદાચ જણાય. પરંતુ લેખની રજૂઆત અને ગીતોની પસંદગી,  ફિલ્મ સંગીતના સુવર્ણકાળનાં ગીતોને સમજવા અને માણવા માટે આ પ્રકારના લેખ બહુ જ મદદરૂપ થઈ પડશે. વળી, એ દૃષ્ટિએ ન જોઇએ તો પણ કે સી ડેના કંઠની જૂદી જૂદી ખુબીઓને માણીએ તો પણ બસ થઈ રહેશે.
વર્ષની શરૂઆતને  SoY  હજૂ વધારે યાદગાર બનાવવાનું ચાલુ જ રાખી રહેલ છે. શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોની શ્રેણીના લેખક, સુબોધ અગ્રવાલ, તેમની આગવી શૈલી અને પસંદને Film songs based on classical ragas (7) – In the royal presence of Darbariમાં અનોખા અંદાજમાં અદા કરે છે અને તેમાં પણ રાગ દરબારી પરનાં ગીતો સાંભળવાની મજા મળે છે. એટલે આપણને શાસ્ત્રીય રાગરાગીણીમાં સમજ ન પડતી  હોય તો પણ આ લેખ, અને તેમાં રજૂ થયેલાં ગીતો,ને માણવામાં ક્યાંય ઉણપ નથી વર્તાતી. 
પોતાના ગુંચવણભર્યા, વિરોધાભાસી, બંડખોર, ખાટા-મીઠા, સુખી-દુઃખી સમયને યાદ કરનાર તેમજ જીવનની સંધ્યાની શરૂઆત કે પછી બાળપણ અને 'ગંભીર' 'જવાબદારી'થી લદાયેલ પ્રૌઢત્વના કોઇ પણ સમય પર ઉભેલ દરેક વ્યક્તિ માટે આ ગીતો છે...આપણે શું અનુભવ્યું કે અનુભવી રહ્યાં છીએ કે અનુભવીશું  - Conversations Over Chaiની પસંદનાં ગીતો My Favourites: Songs of Innocence માં સાંભળીએ.
૨૦૧૪નાં વર્ષની શરૂઆતથી જ સુવર્ણકાળના સિતારાઓનું વિલિન  થવાનું ચાલુ જ રહ્યું. લગ્ન કર્યા બાદ પાંચ વર્ષ પછી સિને જગતમાં પ્રવેશ કર્યો, પહેલી ફિલ્મ આવી ત્યારે એક બાળકીનાં માતા હોવા છતાં, બંગાળી સિને જગત પર સિક્કો જમાવીને રહેલાં સુચિત્રા સેન પોતાની બીજી ઇનિંગ્સની અંગત જીંદગીમાં  લાઈટ અને કૅમેરાની પ્રસિદ્ધિથી દૂર રહ્યાં. એમની આ દુનિયાથી ફાની વિદાય એટલી જ ગર્વિષ્ઠ રહી.
તેમની વિદાયને અખબારો અને ટીવીનાં માધ્યમો પર અનેક અંજલિઓ અપાઈ, જે પૈકી કેટલીક અંજલિઓ Remembering Suchitra Sen લેખમાં લાવી મૂકી છે.
Cineplotએ ૧૯૫૫નો લેખ - Suchitra Sen – Dreamy-eyed Bengali star who makes her debut on the Hindi Screen in “Devdas”-  યાદ કરીને તેમની દેવદાસની ભૂમિકાથી હિંદી સિને જગતમાંનાં પદાર્પણના ભૂતકાળને વર્તમાનમાં ખડો કરી દીધો છે.
Dusted Off સુચિત્રા સેનની આસિત સેન દ્વારા નિર્દેશીત બંગાળી ફિલ્મ Deep JweleJaaiને યાદ કરી છે. પછીથી આ ફિલ્મનું વહીદા રહેમાનને એ જ ભૂમિકામાં લઈને 'ખામોશી'ના દેહાવતારમાં હિંદી પરદે ચિત્રીકરણ થયું હતુ.
બ્લૉગોત્સવના આ સંસ્કરણના સમયગાળામાં લગ્ન સાથે સીધો જ નાતો હોય તેવાં ગીતો રજૂ કરતો Dusted Off નો લેખ - Ten of my favourite filmi wedding songs-, અને ખોવાયા - મળ્યાની અનેકવિધ દાસ્તાનોને There you are!: The ‘lost and found’ trope in Hindi cinemaમાં રજૂ કરતો લેખ પણ વર્ષની શરૂઆતને રસપ્રદ બનાવી રહે છે.
કેવો સંયોગ થયો છે કે આ લેખને કારણે આપણને તેની જ પંગતમાં બેસે તેવો બીજો લેખ -Dead As A Dodo (Hopefully!) -  પણ માણવા મળ્યો છે. આ લેખનો વિષય વિલિન થઈ જાય એવું ઇચ્છતાં, કે  વિલિન થઇ ચૂકેલ કે, વિલિન જ રહે તેવા શબ્દાલંકારને કેન્દ્રમાં રાખતાં ગીતોને યાદ કરવાનો છે.
એક વર્ષ જૂના , પરંતુ, જાન્યુઆરી માસ માટે પ્રસ્તુત એવા The Cinema Corridorના લેખ - One day I discovered Suraiya -ની પણ આજે મુલાકાત લઇએ.
ફિલ્મ સંગીતના રસિયાઓ જેનાથી અપરિચિત ન જ હોય , પરંતુ પોતાના જીવનના અભિન્ન અંગ તરીકે તેનો પરિચય BhooliBisriSunahariYaadeinની યાદોના સ્વરૂપે કરાવતો આ લેખ - VividhBharati – An indispensable part of my life - આપણા બ્લૉગોત્સવને એક નવું પરિમાણ આપે છે.
વિવિધ ભારતીની ઇ-મુલાકાત લેતાં ત્યાં આપણને एकवृत्तचित्र :सुरोंकासुनहरासफ़रविविधभारती   જેવી દસ્તાવેજી ફિલ્મો આપણે વિવિધ ભારતી સાથે ગાળેલા સમયની સફર કરાવે છે.
અને હવે મોહમ્મદ રફીને યાદ કરતા કેટલાક લેખો જોઇએઃ
  • ડૉ. સૌવિક ચેટર્જી મોહમ્મદ રફી અને ગુરૂ દત્તનાં એક અદ્‍ભુત સંયોજનની ચર્ચા Magic combination of Guru Dutt and Mohammad Rafi  માં કરે છે.
ગુરૂદત્તના રફી સાથેનાં સંયોજનની બહુ જ આગવી બાબત એ રહી છે કે ઓ પી નય્યર કે શંકર જયકિશન કે એસ ડી બર્મન કે રવિ, સંગીતકાર કોઇ પણ હોય, આ સંયોજનમાંથી નિષ્કર્ષ પામેલાં ગીતોમાં એક અનોખી તાત્વિક વિચારધારા વણાયેલી જ જોવા મળે છે. મોહમ્મદ રફીનો અવાજ પણ એ સદાબહાર ધુનો અને મંત્રમુગ્ધ કરી દેતા શબ્દોને એક સમયાતીત ભાવથી ભરી દેતો હતો.
  • Profoundness of Rafi Sahab’s tonal pattern cannot be measured by human competencesમાં બી. કોશીએ અનેક ઉદાહરણો વડે એ સમયના અગ્રણી પુરૂષ પાર્શ્વગાયકોના અવાજના સુરની સીમાઓનું વિગતે વિષ્લેષણ કર્યું છે.
  • મોહમ્મદ રફીના અવાજ અને સૂરની વિશાળ સરહદોની ચર્ચા હંમેશાં વાતવરણમાં ગરમાવો લાવી દેતી હોય છે.. સંન્થનક્રીષ્ણન શ્રીનિવાસનના Rafiji’s Voice Range લેખમાં રફીના અવાજની સરહદો માટે વ્યક્ત થતો અભિભાવ અનેક દાખલાઓ અને દલીલોથી પુષ્ટિ પણ કરાયો છે.
  • મોહમ્મદ રફીની ૩૩મી પૂણ્યતિથિ સમયે ખાસ ધ્વનિત કરાયેલી સુધા મલ્હોત્રાની મુલાકાત- AISE THEY RAFI SAHAB ALL ROUNDER-નું શીર્ષક જ બધું કહી જાય છે.

No comments: