ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑક્ટોબર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ. આ મહિને આપણે હવે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડીશું.
ગુણવત્તા સંચાલનનાં વિદ્યાર્થી હોય કે પ્રશિક્ષક હોય કે વ્યાવસાયિક હોય, “સતત સુધારણા” શબ્દ, અને વિષય, તરીકે અજાણ્યો નથી જ. એટલે આપણે કોશીશ એ કરીશું કે અહીં જે કંઇ સામગ્રી આ વિષયે રજૂ કરીએ તેમાં કંઇક નવો દૃષ્ટિકોણ હોય.
બ્લૉગ કાર્નીવલની એક જ પોસ્ટમાં સતત સુધારણાનાં વિવિધ પાસાંઓ અને શોધખોળમાંથી નોંધપાત્ર લાગેલા મોટા ભાગના લેખોને સમાવવું અશક્ય છે. એટલે આપણે હવે પછીના બે અંકમાં પણ આ વિષય પર જ આગળ વાત કરતાં રહીશું.
તે દરમ્યાન આપણા નિયમિત વિભાગો તરફ નજર કરવાનો સમય પણ પાકી ગયો છે.
ASQના મુખ્ય પ્રબંધક બીલ ટ્રૉય ગુણવત્તા માટેની વ્યૂહરચના અને તેની પેલે પાર વિષેની ચર્ચા Charting A Strategy For Quality–And Beyondમાં, છેડે છે
ASQ communicationsનાંજુલીઆ મૅકીન્તોશ September Roundup: What’s the Best Approach to Strategy? માં ASQ Bloggersના એ વિષય પરના રજૂ કરે છે.
અને હવે આપણે ASQ TVનાં વૃતાંત તરફ સુકાન ફેરવીએ. આ મહિને આપણી પાસે બે અલગ અલગ વિષયો પરના વિડીયો સમૂહ અને તેને લગતા અન્ય લેખ જોવા મળશે
Quality Improves Government
દુનિયાભરની સરકારો ગુણવત્તાનાં સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વડે નોંધપાત્ર અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવી સુધારણાઓ કરે છે. ASQ TVના આ વૃતાંતમાં, સરકારનાં કામકાજમાં ગુણવત્તાનાં મહત્ત્વને લગતાં બે સકારાત્મક ઉદાહરણોની વાત છે. તે ઉપરાંત મનુ વોરાના મિલ્વાઉકી પબ્લીક હેલ્થ લેબના ઇન્ટરવ્યુ વિષે પણ વાંચશો.
સંલગ્ન વિડીયોઃ
આપણા વ્યવસાય કે ઉદ્યોગની અંદર કે બહારની બધી બાબતોમાં પ્રાવીણ્ય હોવું જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. સફળ નેતૃત્વ માટે અને આપણાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનમાટે અસરકારક દોરવણી પૂરી પાડવા માટે નાની નાની બાબતોનાં કૌશલ્યોમાં નિપુણતા મેળવવી એટલી જ જરૂરી છે. ASQ TVનું આ વતાંત એવાં કૌશલ્યો કયાં છે અને તેમાં નિપુણતા કેમ મેળવવાથી રોજબરોજના સંબંધો માં, અને તેના થકી પોતાની કારકીર્દીમાં કેમ સફળ થવું તેની ચર્ચા કરે છે.
સંલગ્ન વિડીયોઃ
બીજા સંલગ્ન વિડીયો
આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે – જોહ્ન પ્રીબે.
જોહ્ન પ્રીબે NBCUniversalમાં વ્યાપાર ગુણવત્તાના વાઈસ પ્રેસીડેન્ટ છે. પ્રક્રિયા સુધારણા, નવીનીકરણ અને
ગુણવત્તા નિયમનનાં ક્ષેત્રમાં તેમને બહોળો અનુભવ છે. તેઓ લીન સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ પણ ધરાવે છે. તેમના બ્લૉગ, JohnPriebe.com,ની ટેગલાઇન છે Innovation | Quality | Leadership.

પુનરાવૃત્ત સતત સુધારણા એટલે શું? What is CONTINUAL IMPROVEMENT?- ફરી ફરીને ઉછાળની જેમ થતી રહેતી સુધારણા.
CONTINUAL IMPROVEMENT WITHIN THE QUALITY MANAGEMENT SYSTEMSમાં આ વિષયની વિવિધ બાજૂઓનું નિરૂપણ છે.
પુનરાવૃત્ત સતત સુધારણા
પુનરાવૃત્ત સતત સુધારણા માટે નેતૃત્વ, પ્રત્યાયન, સંસાધનો,સંસ્થાગત સ્થાપત્ય, લોકો અને પ્રક્રિયાઓ જેવાં સંસ્થામા લાગૂ પડતાં પ્રત્યેક કાર્યક્ષેત્રમાં તેને સંભવિત કરી શકનારાં પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. વિભાગીય સુધારણાઓ અવરોધો કે સમસ્યાઓને સમગ્ર પ્રક્રિયા સાંકળમાં એકથી બીજી જગ્યાએ ખસેડે છે.સુધારણા એ થોડાં સાધનો કે તકનીકોનો પ્રયોગ માત્ર પણ નથી. કે નથી તે માત્ર સુધારણા ટીમોનાં ગઠન કરવાં કે સભ્યોને પ્રશિક્ષણ આપવું. સુધારણા એ પરિણામ છે, એટલે નક્કર ફાયદાકારક બદલાવની અસર સંસ્થાની કામગીરી પર લાંબા સમય સુધી ટકી રહેલી સિદ્ધ થાય તો જ સુધારણા થઇ છે એમ કહી શકાય.
શા માટે સતત સુધારણાને પડતી મૂકવી પડે ? \ Why Continuous Improvement May Need To Be Discontinued - રૉન એસ્કૅનસ
નવીનીકરણ ચિંતક વિજય ગોવિંદરાજનનું કહેવું છે કે "જેમ જેમ કંપની સમગ્ર ગુણવત્તા સંચાલનમાં વધારે ને વધારે વણાતી જાય, તેમ તેમ મોટા પાયા પર થતાં નવીનીકરણને નુક્સાન થતું રહેશે. બીનસાતત્ય નવીનીકરણ માટે જે અભિગમ જોઇએ, જે ક્ષમતાઓ જોઇએ, મપણી માટેનાં જે કોષ્ટકો જોઇએ, સમગ્રપણે જે વાતાવરણ જોઇએ તે જ મૂળભૂત રીતે સાવ અલગ પડે છે."
આ પરિસ્થિતિમાં આપણા દૃષ્ટિકોણને ઝીણી ઝીણી બાબતોથી ઘડવાની જરૂર રહે છે:
§ સતત સુધારણ ક્યાં અને કેમ લાગુ કરવી તેને સ્થિતિની માંગ મુજબ નક્કી કરો. કંપનીના દરેક વિભાગમાં દરેક સમયે એક જ લાકડીથી કામ ન લેવાય.
§ પ્રક્રિયાઓને સુધારવાની જરૂર છે, કે દૂર કરી નાખવાની, કે અટકાવી દેવાની જરૂર છે તે વિષે પ્રશ્ન કરો. એટલી બધી સતત સુધારણા પરિયોજનાઓનું ધ્યાન કાર્યદક્ષતા વધારવા પર કેન્દ્રીત થ ઇ જતું હોય છે કે મૂળ મુદ્દે શું કરવું જોઇએ તે અનુમાનો વિષે વિચારવાનું તો કોઇને યાદ જ નથી આવતું.
§ કંપનીની સંસ્કૃતિપરની અસરોનો પણ ક્યાસ કાઢતાં રહો.
જ્યારે આપણી જ ભૂતકાળની સફળતા આપણા માર્ગમાં અવરોધ બની જાય \ When Your Past Success Becomes An Obstacle - કેરૉલ કીન્સી ગોમં
નવી નવી વિચારધારાઓ કે વર્તણૂકોને ઝડપથી અપનાવાતી રહીને, બદલતા સમયમાં પણ પોતાની ટીમ સફળતાને જ વરેલી રહે,તે માટે ભૂતકાળની કઈ પ્ર્ણાલિકોઆ અને કાર્યપદ્ધતિઓને હટાવવી જરૂરી છે તે નક્કી કરવું એ કોઇપણ સંસ્થાનાં નેતૃત્વ માટે મોટો પડકાર છે.એ માટે તમારી ટીમે આ પાંચ સવાલોને સતત નજર સમક્ષ રાખવા જોઇએ:
૧. આપણી શ્રેષ્ઠતા શેમાં છે ? (કયાં કૌશલ્યો, કૈ ક્ષમતાઓ કે કયા દૃષ્ટિકોણોમાટે આપણને ગર્વ છે ?)
૨. એ પૈકી કયાં કૌશલ્યો , કે ક્ષમતાઓ કે દૃષ્ટિકોણો આપણને ભવિષ્યમાં પણ સફળ રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં રહ્શે?
૩. શું અણશીખ્યું કરવાની જરૂર છે (ક્યાં કૌશલ્યો અપ્રચલિત બની ચુક્યાં છે ? ગઇ કાલ સુધી જે કામ આવી એવી દૃષ્ટિકોણ, વર્તણૂકો, કાર્યનીશીઓ વગેરે જેવી પ્રણાલિકાઓ આજે, અને ભવિષ્યમાં, નુકસાનકારક પુરવાર થઇ શકે છે ?)
૪. આપણી કઇ ક્ષમતાઓ નવી ઢબથી કામ કરવામાં રૂકાવટ પરવડતી જણાય છે ? (કોઠે પડી ગયાં હોય, કે બહુ જ વધારે પડતાં ફાવી ગયાં હોય, એવાં કયાં ક્ષેત્રો છે જેને છોડતાં આકરૂં પડે છે?)
૫. સંસ્થામાં મૂલ્યવાન અને પ્રસ્તુત રહેવા માટે કયાં નવાં કૌશલ્યો પર નિપુણતા સિદ્ધ કરવાની જરૂર છે ?
આપણે ક્યાં તો બહેતર થતાં જઇએ અને ક્યાં તો બદતર - બહેતેર થવાના રસ્તા \ You Are Either Getting Better Or You Are Getting Worse - પૌલ બી બ્રાઉન
બહેતર થતાં જ રહેવું જોઇએ - એમ સ્વીકારે તો બધાં જ છે, પણ કદાચ સૈદ્ધાંતિક રાહે જ.વાસ્તવિકતામાં જ્યારે બધું સમુંસુતરૂં ચાલતું હોય છે ત્યારે જ બધુ ખોરંભે ચડી જતું હોય છે...ફરજ પડે ત્યાં સુધી રાહ જોવી એ ક્યારે પણ હિતાવહ નથી….દરરોજ કંઇને કંઇ, થોડું થોડું પણ, સુધારણાને ચાકળે ફરતું રહે તે જ ઇચ્છનીય છે.
બ્લૉગ કાર્નીવલની એક જ પોસ્ટમાં સતત સુધારણાનાં વિવિધ પાસાંઓ અને શોધખોળમાંથી નોંધપાત્ર લાગેલા મોટા ભાગના લેખોને સમાવવું અશક્ય છે. એટલે આપણે હવે પછીના બે અંકમાં પણ આ વિષય પર જ આગળ વાત કરતાં રહીશું.
તે દરમ્યાન આપણા નિયમિત વિભાગો તરફ નજર કરવાનો સમય પણ પાકી ગયો છે.
ASQના મુખ્ય પ્રબંધક બીલ ટ્રૉય ગુણવત્તા માટેની વ્યૂહરચના અને તેની પેલે પાર વિષેની ચર્ચા Charting A Strategy For Quality–And Beyondમાં, છેડે છે
“આખરે વ્યૂહરચાનો આશય તો આ સવાલોનો જવાબ આપાવાનો જ છે : જ્યાં છીએ ત્યાંથી જ્યાં જવું છે ત્યાં પહોંચવું કેમ કરીને? કયો માર્ગ અપનાવવો ? ત્યાં શી રીતે પહોંચીશું,કયા ક્રમમાં શું શું પગલાં ભરવાં પડશે ?
“વ્યૂહરચના અંગે અંગે વિચાર કરવલાયક પાંચ પ્રશ્નો હું રજૂ કરીશ :
૧. મુદ્દાની હકીકતઓ અને અનુમાનો કયાં છે ?
૨. જીત માટેનો આપણો સિદ્ધાંત શું છે ?
૩. વ્યૂહરચનાનાં દરેક પાસાંને સિદ્ધ કરવું શક્ય છે ખરૂં?
૪. તમારી વ્યૂહરચનાની બહાર હોય એવાં કામ થઇ રહ્યાં છે ખરાં?
૫. વ્યૂહરચનાને ચકાસી જોવા માટે જરૂરી સમય આપણાં આયોજનમાં છે ખરો?
“એક તાકીદ: વ્યૂહરચના માટે કેટલો સમય ફાળવી શકાય તેમ છે નક્કી કરી લેવું જોઇએ અને તે પ્રમાણે જ વર્તવું જોઇએ. કામ તો થતાં જ રહેવાં જોઇએ, જેથી વિચારણાનાં વમળમાં કેદ ન થઇ જવાય. પ્રશ્નોથી એક મર્યાદામાં જ અભિભૂત થવાય. લશ્કરમાં અને બે તૃતીયાંશ , એક તૃતીયાંશનો નિયમ પાળતા - વ્યૂહરચનને સમજવા, અમલ કરવા અને તેનથી આગળ જવા માટે બે તૃતીયાંશ સમય તો બીજાં માટે છોડી દેવો જ જોઇએ.
ASQ communicationsનાંજુલીઆ મૅકીન્તોશ September Roundup: What’s the Best Approach to Strategy? માં ASQ Bloggersના એ વિષય પરના રજૂ કરે છે.
અને હવે આપણે ASQ TVનાં વૃતાંત તરફ સુકાન ફેરવીએ. આ મહિને આપણી પાસે બે અલગ અલગ વિષયો પરના વિડીયો સમૂહ અને તેને લગતા અન્ય લેખ જોવા મળશે
Quality Improves Government
દુનિયાભરની સરકારો ગુણવત્તાનાં સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વડે નોંધપાત્ર અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવી સુધારણાઓ કરે છે. ASQ TVના આ વૃતાંતમાં, સરકારનાં કામકાજમાં ગુણવત્તાનાં મહત્ત્વને લગતાં બે સકારાત્મક ઉદાહરણોની વાત છે. તે ઉપરાંત મનુ વોરાના મિલ્વાઉકી પબ્લીક હેલ્થ લેબના ઇન્ટરવ્યુ વિષે પણ વાંચશો.
સંલગ્ન વિડીયોઃ
મનુ વોરા અને વી કે અગ્નિહોત્રી ભારત સરકારમાં હાલમાં, અને ભવિષ્યમાં, ગુણવત્તાની ભૂમિકાની વાત કરવાની સાથે સરકારનાં કામકાજમાં ગુણવત્તાની હિમાયત કરે છે.
- The State of Quality In India
- Quality In China
- What Drives Quality Improvement In the United Arab Emirates?
- Quality In Costa Rica
આપણા વ્યવસાય કે ઉદ્યોગની અંદર કે બહારની બધી બાબતોમાં પ્રાવીણ્ય હોવું જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. સફળ નેતૃત્વ માટે અને આપણાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનમાટે અસરકારક દોરવણી પૂરી પાડવા માટે નાની નાની બાબતોનાં કૌશલ્યોમાં નિપુણતા મેળવવી એટલી જ જરૂરી છે. ASQ TVનું આ વતાંત એવાં કૌશલ્યો કયાં છે અને તેમાં નિપુણતા કેમ મેળવવાથી રોજબરોજના સંબંધો માં, અને તેના થકી પોતાની કારકીર્દીમાં કેમ સફળ થવું તેની ચર્ચા કરે છે.
સંલગ્ન વિડીયોઃ
Rosemarie Christopher's Career Corner columns
બીજા સંલગ્ન વિડીયો
લેખક અને વકતા સીમોન ટી.બૈલીનાં કહેવા મુજબ અગ્રણીઓએ પરિવર્તન લાવા માટે બૃહદ ચિત્ર પણ નજર સમક્ષ રાખવું જોઇએ. આ વિડીયોમાં અગ્રણીઓએ પોતાની વાત કઇ રીતે કહેવી જોઇએ, પોતાનાં નેતૃત્વને શી રીતે ટકાવી શકાય અને ગુણવત્તા ક્ષેત્રનાં અગ્રણીઓએ તેમની સંસ્થાઓમાં પહેલ લેવા શું કરવું જોઇએ તેની વાત છે. બૈલીએ ૨૦૧૪ની વિશ્વ પરિષદમાં આપેલ ગુણવત્તા અને સુધારણા પર આપેલ વ્યક્તવ્ય on demand ઉપલ્બધ છે.
કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવા અને ઉચ્ચ કામગીરીનાં સંબંધોને વિકસાવવા માટે અગ્રણીઓએ સમજવું જરૂરી છે કે દરેક લોકોની કંઇને કંઈ જરૂરીયાતો તો કામનાં સ્થળે સંતોષાવી જોઇએ. આ ક્લિપમાં દરેક વ્યક્તિની જરૂરિયાત સમજી અને તેમની સાથે કામ સંબંધી અર્થપૂર્ણ અને લાંબા ગાળાની ઉત્પાદકતાને જોડતા સંબંધો કેમ બાંચવા તેની વાત કરવામાં આવેલ છે.
Read the Quality Progress article
Listen to the full interview
આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે – જોહ્ન પ્રીબે.
જોહ્ન પ્રીબે NBCUniversalમાં વ્યાપાર ગુણવત્તાના વાઈસ પ્રેસીડેન્ટ છે. પ્રક્રિયા સુધારણા, નવીનીકરણ અને
ગુણવત્તા નિયમનનાં ક્ષેત્રમાં તેમને બહોળો અનુભવ છે. તેઓ લીન સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ પણ ધરાવે છે. તેમના બ્લૉગ, JohnPriebe.com,ની ટેગલાઇન છે Innovation | Quality | Leadership.
તેમના બ્લૉગ પર ASQ Influential Voices પર ચર્ચાતા વિષયો પર તેમના વિચારોની રજૂઆતની સાથે સાથે વચ્ચે અન્ય રસપ્રદ વિષયોની પણ ચર્ચા જોવા મળે છે.એવી એક પૉસ્ટ છે : The Emergent Culture: Be the Change You Wish to See.. લેખમાં પક્ષીના સમુહમાં 'ઉભરતી વર્તણૂક'ની કુદરતી જૈવિક ઘટનાને સમાંતર જ રચાતી માનવ સમુદાયની વર્તણૂકની વાત કરી છે. માનવ સમુદાય માટે એ કક્ષાએ પહોંચવાનો માર્ગ લાંબો તો છે, પણ "દુનિયાને જે રીતે જોવી છેતેનાં પરિવર્તનની શરૂઆત પોતાથી જ કરીએ"થી સફરની શરૂઆત તો કરી જ શકાય.આ મહિને પણ Curious Cat Management Improvement Carnivalમાં કોઇ નવી પૉસ્ટ નથી. તેથી હંમેશની જેમ આપણે ત્યાં પ્રસિધ્ધ થયેલી કોઇ એક પોસ્ટની પસંદગી કરીશું . આમ મહિને આપણી પસંદ છે : Take Advantage of the Strengths Each Person Brings to Work.
સંચાલકોએ સંસ્થાની દરેક વ્યક્તિનાં સબળ પાસાંઓનો મહત્તમ ફાયદો ઊઠાવવાની સાથે સાથે તેમનાં નબળાં પાસાંની અવળી અસર ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.આપણા બ્લોગોત્સોવને વધારે માહિતિપ્રદ અને રસપ્રદ બનાવવામાં આપ સહુનાં સૂચનો મળતાં રહેશે, તે સાથે નવાં વર્ષમાટે શુભેચ્છાઓ .....
આને માટે 'નિષ્ફળતાનો સદંતર અસ્વીકાર"નો અભિગમ અપનાવવો જોઇએ, જેથી કરીને
"એવી તંત્ર વ્યવસ્થા તૈયાર થાય જે કૌશલ્યો ઘડે અને તેના થકી કાર્યરત રહે અને લોકોની શક્તિઓ અને શ્રેષ્ઠ કામ કરવાની ભાવનાનો ભરપૂર ઉપયોગ કરે.'
ડબ્લ્યુ એડવર્ડ્સ ડેમિંગ નું કહેવું છે કે “નેતૃત્વનો ઉદ્દેશ્ય લોકોની ભૂલો શોધી કાઢીને ચોપડે ચડાવવાનો નહીં, પણ નિષ્ફળતાઓનાં કારણો દૂર કરવાનો અને લોકો ઓછી મહેનતે વધારે સારાં કામ કરી શકે તે હોવો જોઇએ.”
No comments:
Post a Comment