Saturday, October 25, 2014

દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો - ઉત્તરાર્ધ

"દુર પપીહા બોલા..."ના પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ સુરૈયાની અભિનય અને ગાયનની ભૂમિકાવાળી પાંચમાંથી ત્રણ ફિલ્મોનાં ગીતોની વાત કરી હતી. આજે હવે બાકી રહેલ બે ફિલ્મોનાં અનેરાં ગીતો સાંભળીશું.
clip_image001
પૂર્વાર્ધમાં આપણે ૧૯૪૦ના દાયકાં રજૂ થયેલી ફિલ્મોનાં ગીતની વાત કરી. આપણે તે સમયે પણ જોઇ શકયાં હતાં કે ૧૯૪૩માં થયેલાં ગીતો અને પછીથી ૧૯૪૮ /૪૯માં સંગીતબદ્ધ થયેલ ગીતોમાં અનિલ બિશ્વાસ સ્વરગુંથન અને વાદ્ય-વ્યવસ્થામાં પાશાત્ય શૈલીની ખૂબીઓનો સુપેરે ઉપયોગ કરતા થઇ ગયા છે. વાદ્યવૃંદની સજાવટમાં તેમણે કરેલા પ્રયોગોની બહુ જ ઊંડી અસર પછીના સંગીતકારોમા જોવા મળે છે.

આજના ઉત્તરાર્ધની બંને ફિલ્મો ૧૯૫૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોની છે, જ્યારે નૌશાદ, સચીન દેવ બર્મન જેવા ગત દાયકાના ના મધ્ય ખંડમાં 'નવા' ઉભરેલ સંગીતકારોની સાથે (તથાકથિત "નવી" પેઢીના) સી. રામચંદ્ર, રોશન, શંકર જયકિશન, મદન મોહન જેવા સંગીતકારો એ ફિલ્મ સંગીત શીકલ ફેરવી કાઢી હતી.

સો જા રે સો જા બેટે - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

આપણાં ફિલ્મ સંગીતમાં હાલરડાંઓ પણ એક બહુ જ મહત્ત્વનો ગીત-પ્રકાર રહ્યો છે, જેને દરેક સંગીતકારે બહુ જ અલગ અલગ રીતે રજૂ પણ કરેલ છે.

હો મેરે દિલકી ધડકનમેં યે કૌન સમા ગયા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમમાં ડૂબેલી યુવતીનાં મનની અવઢવને કેવી સુંવાળપથી રજૂ કરી છે !

આ ફિલ્મ રજૂ થતાં સુધીમાં સુરૈયા અને દેવ આનંદનાં પ્રેમ પ્રકરણને 'જાલિમ' જમાનાની નજર લાગી ચૂકી હતી. બંનેએ સાથે કામ કરેલ આ છેલ્લી ફિલ્મ હતી.

મુઝે તુમસે મોહબ્બત હૈ, મગર અબ તક કહાં થે તુમ શિકાયત હૈ - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમનો એકરાર તો છે, પણ તેમાં થોડી શિકાયતનો રંજ પણ છે..

ઓ સાજન દેખ ઈસ દુનિયાસે ક્યા ક્યા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

કરૂણ ભાવમાં ઊઠતી શિકાયતની તિવ્ર લાગણીને સૌરૈયાએ બહુ અસરકાર રીતે રજૂ કરેલ છે.

રાહી મતવાલે તૂ આ જા એક બાર - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી

મૂળ રવીન્દ્ર સંગીતની ધૂનને અનિલ બિશ્વાસે અહીં બહુ જ અભિનવ રીતે ઉપયોગ કર્યો છે. આ યુગલ ગીત મૂલતઃ ટ્રેનની લય અને ગતિની ધ્વનિઅસરનું વાતાવરણ ખડું કરી દેવાયું છે.

ફિલ્મમાં ગીત ત્રણ અલગ અલગ સ્વરૂપે રજૂ થયેલ છે. પહેલું સ્વરૂપ ટ્રેનની સફર દરમ્યાન નાયકના મનમાં ફૂતી રહેલા આનંદના ભાવને ઝીલે છે. અકસ્માતે ટ્રેનના એ જ ડબ્બામાં મળી ગયેલ નાયિકાને પણ એ ભાવ મુગ્ધ કરી નાખવામાં સફળ રહે છે clip_image003
ઉપરની ક્લિપમાં ગીતનું બીજું સ્વરૂપ પણ સામેલ છે, જેમાં પહેલી મુલાકાતની યાદ વિરહની વેદનાને સંકોરે છે.
clip_image005
અને ત્રીજાં સ્વરૂપમાં એકલી પડી ગયેલી નાયિકાની વ્યથા વ્યકત થાય છે.
clip_image007
'હિંદી ફિલ્મ ગીત કોશ'માંની પાદનોંધમાં આ ગીત અનિલ બિશ્વાસે પોતે લખ્યું છે તેવી ટાંક જોવા મળે છે.
આડવાતઃ
મૂળ રવીન્દ્ર સંગીતની ધૂન પરથી રજૂ થયેલ રવિન્દ્રનાથ ઠાકુરનાં કાવ્યને પણ અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરવાના પ્રયોગો કરેલા છે. તેમાંનો એક અહીં રજૂ કરેલ છે.

૧૯૭૨ માં રજૂ થયેલ, ઉત્તમ કુમાર અને અપર્ણા સેન અભિનીત ફિલમ 'મૅમ સાહેબ'માં સંગીતકાર આશીમ ભટ્ટાચાર્યએ પણ આ ધૂનને રજૂ કરેલ છે. અહીં તેને બંગાળની બાઉલ લોકધૂન પરંપરાનાં સ્વરૂપે રજૂ કરાયેલ છે.
ઘર તેરા અપના ઘર લાગે - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી
clip_image009

નાયક અને નાયિકા પરણી ચૂક્યાં છે અને હવે કૌટુંબીક સહજીવનની પળોને માણે છે.

દૂર નહીં હોતે જો વો દિલમેં રહા કરતે હૈં - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી clip_image011

'રાહી મતવાલે'ની ઘૂમ લોકપ્રિયતાએ આ ગીતની ખૂબીઓને ઢાંકી દીધી છે એમ કહી શકાય.

દુનિયાકો નહીં મંઝૂર તેરા દર્દ - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

પતિ લડાઇમાં ગૂમ થઇ ગયો છે તેવી પત્ની પોતાના ગમને એકલી એકલી સહન કરે છે. આ વ્યાકુળતાને અલગ અલગ ભાવમાં વાચા આપવા અંતરાને જૂદાં સ્વરૂપે પેશ કરાયો છે. clip_image013


તારોંકી નગરીએ ચન્દાને - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

આ લેખની શરૂઆત પણ આપણે એક હાલરડાંથી કરી હતી. હવે અંત પણ હાલરડાંથી જ કરીશું.
બાળકને સુવરાવી રહેલી માનાં દિલમાં પતિના યુદ્ધમાં ખોવાઇ જવાને કારણે જે દુઃખ છે તેની છાંટ વર્તાય છે. clip_image015

No comments: