હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૦_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
બ્લૉગોત્સવના આ અંકમાં આપણી પાસે ગાયકોની તેમ જ અન્ય કળાકારોની યાદને તાજી કરતી પૉસ્ટ્સની યાદી ઘણી લાંબી છે. પરંતુ એ પોસ્ટ્સની મુલાકાત કરતાં પહેલાં આપણે એક એવી પૉસ્ટ વાંચીશું જે એક બહુ જ અનોખા પ્રકારની ભૂમિકાઓ ભજવનાર, પોતાના સમયમાં એ સમયના પ્રખ્યાત નાયકોની હરોળમાં બરાબરી કરતા રહેલા એવા, એક આગવા કળાકરની અંજલિને દાદ આપીશું.

First male dancer of Hindi films: Mumtaz Ali માં વીન્ટેજ એરાના નૃત્યકળાના આગવા અદાકાર, મુમતાઝ અલી પર ફિલ્માવાયેલાં કેટલાંક ગીતો જોવાસાંભળવાનો અનેરો લ્હાવો મળશે.
અન્ય અંજલિઓની શરૂઆત લતા મંગેશકરના ૮૬મા જન્મ દિવસે રજૂ થયેલી કેટલીક આગવી પૉસ્ટ્સથી કરીશું :
The Great Mughal and The Empress of playback singingમાં લતા મંગેશકરનાં નૌશાદનાં કેટલાંક યાદગાર ગીતો સાંભળવા મળે છે. સોંગ્સ ઑફ યૉર પર આ પહેલાં લતા મંગેશકરનાં ચિત્રગુપ્ત, સી. રામચંદ્ર, રોશન, એસ ડી બર્મન અને અનિલ બિશ્વાસનાં સ્વરાંકન કરાયેલાં ગીતો પર પણ બહુ જ રસપ્રદ લેખો પ્રકાશિત થઈ ચૂકેલ છે. અનિલ બિશ્વાસનાં લતા મંગેશકરનાં બધાં જ ગીતોને ગ્રંથસ્થ કરવાનો આયામ આપણા આ બ્લૉગ પર પણ અલગથી ચાલી રહ્યો છે.
Ten of my Favorite Lata Mangeshkar Songs from the Films of V. Shantaramમાં લતા મંગેશકરનાં શાંતારામની ફિલ્મોનાં ગીતો રજૂ કરાયાં છે.
વિજય સાઈના લેખ Celebrating a legend: A century of MS Subbulakshmi through 10 songs માં એમ એસ સુબલક્ષ્મીની પ્રતિભાસંપન્ન બાળપણથી લઈને ગાયક ફિલ્મ કલાકારના માર્ગમાંથી થઈને કર્ણાટકી સંગીતના સિતારા સુધીની સફરને આવરી લેવાઈ છે, જેમાં ગાંધીજીના વર્ષ ૧૯૪૭ના જન્મદિવસે તેમણે ગાયેલાં હરિ તુમ હરો જેવાં મીરાં ભજનની રસપ્રદ વાતો પણ જોવા મળે છે.
આ અંકમાં આપણી પાસે આપણા મિત્રો પાસેથી મળતાં ખાસ ગીતો પણ કેટલીક તિથિઓની અંજલિ સ્વરૂપની પૉસ્ટની માહિતી પણ બોનસ તરીકે લઈ આવેલ છે. એ પૉસ્ટ્સને આપણે અહીં લીધેલ છે, જ્યારે તેની સાથે સંકળાયેલ ગીતોને આ અંકમાં જ અલગથી મૂકેલ છે.

ઉષા ખન્નાના ૭૪મા જન્મ દિવસે, Tera Mera Pyaar Koi Aaj Kal Ki To Baat Nahin માં મહેશ મામદાપુર સખેદ નોંધે છે કે ઉષાખન્નાને તેમની પ્રતિભાને લાયક માન નથી મળ્યું. જો કે આ યાદીમાં તે પહેલાં પણ નથી અને ફિલ્મ સંગીતની કમનસીબી એ છેલ્લાં પણ નથી ! પોતાની કારકીર્દી દરમ્યાન લગભગ ૯૭૩ જેટલાં ગીતોનાં સર્જક તરીકે માત્ર સ્ત્રી સંગીતકારની દૃષ્ટિ જ નહીં, પણ સંગીતકાર અને ઘણાં ગીતોનાં ગાયક તરીકે પણ તેમનું યોગદાન મહત્ત્વનું તો રહ્યું જ છે.
[શ્રી હરીશ રઘુવંશી વડે પૂરી પડાયેલ યાદી - Mukesh's songs composed by Usha Khanna - આપણે અલગથી મૂકી છે.]
મહેશ મામદાપુરે લખેલ અને સુધીર કપુરે પૉસ્ટ કરેલ Lo Mil Gayi Degree Pyaar Ki માં રોશને સ્વરબદ્ધ કરેલ કુલ ૩૬ ગીતો પૈકી એવાં ગીતની વાત કરી છે જે સંજોગવશાત જ મુકેશને ફાળે આવ્યું છે.
[શ્રી હરીશ રઘુવંશી વડે પૂરી પડાયેલ યાદી - Roshan's songs of Mukesh - આપણે અલગથી મૂકી છે.]
ખાસ નોંધઃ ઉપરોક્ત બંને યાદીઓનો મૂળ સ્ત્રોત છે, શ્રી હરીશ રઘુવંશીના સંશોધનાત્મક સંપૂર્ણતાના આગ્રહના પરિપાકનાં એક ફળ સમાન પુસ્તક : મુકેશ ગીતકોષ. મુકેશ ગીતકોષ વિષે શ્રી રઘુવંશીનો એક બહુ માહિતીપ્રદ ઈન્ટરવ્યુ પણ સાંભળવાનું ચૂકવા જેવું નથી.
૨૭મી સપ્ટેમ્બરે મહેન્દ્ર કપુરનાં અવસાનની પુણ્યતિથિની અંજલિ સ્વરૂપ સુધીર કપુરના લેખ -Dekha Hai Jab Se Aapka Chehra Ye Chaand Sa -માં મહેન્દ્ર કપુરને ફિલ્મોમાં ગાવા મળે પહેલવેલી તકને યાદ કરાઇ છે. એ ગીત હતું કિસીકે ઝુલ્મકી તસ્વીર હૈ મઝદૂરકી બસ્તી (ધાન ઇન્દોરવાલા સાથે, ફિલ્મ મદમસ્ત- ૧૯૫૩; સંગીતકાર : વી. બલસારા.) એ જ ફિલ્મમાં તેમણે એસ ડી બાતિશ સાથે એક કવ્વાલી - ઉન્હેં દેખેં તો વો મુંહ ફેર લેતે હૈં -પણ ગાઈ હતી. તેમને પહેલું સૉલો ગીત - તેરે દરકી ભિખમંગી હૈ દાતા દુનિયા સારી - ગાવાની તક સ્નેહલ ભાટકરે ૧૯૫૬માં 'દિવાલીકી રાત'માં આપી. ૧૯૫૬માં જ તેમનું સબિતા બેનર્જી સાથે સન્મુખ બાબુ ઉપાધ્યાયે સ્વરબદદ્ધ કરેલ (ફિલ્મ : લલકાર)યુગલ ગીત - ઓ બેદર્દી જાને કા ન કર બહાના- પણ તેમની બહુ પ્રસિદ્ધ થયેલ સંગીત પ્રતિયોગીતાની અને તે પછી તેને અનુસરીને આવેલાં ગીતોની સફળતા પહેલાં આવેલ છે.
૧૯૭૦ પછીના ફિલ્મ જગતના આકાશમાં ધૂમકેતુની જેમ અભિનયનો તેજપુંજ ફેલાવી જનાર સ્મિતા પાટિલને ૧૭મી ઑક્ટોબરે ૬૦ વર્ષ થયાં હોત. આપણા બ્લૉગોત્સવના સમયકાળ પછી તેમની કારકીર્દી રહી છે, પણ તેમનાં યોગદાનની નોંધ ન લઈએ તો આપણે જરૂરથી આપણા ઉદ્દેશ્યમાં ઊણાં પડ્યાં ગણાઈએ. તેમને અંજલિ સ્વરૂપ કેટલીક પૉસ્ટ્સઃ

Smita Patil loved the camera and it loved her right back - Scroll Staff -માં તેમનાં કેટલાંક મુખ્ય પાત્રોની અલભ્ય તસ્વીરો ગ્રંથસ્થ કરાયેલ છે.
શ્યામ બેનેગલ નિર્દેશિત સ્મિતા પાટિલની યાદગાર અદાકારીવાળી ફિલ્મ ભૂમિકા (૧૯૭૭) જેના પરથી રચાઈ તે હંસા વાડકરની આત્મકથાના અનુવાદનો પરિચય, Sangtye Aika (You ask, I tell: An autobiography) by Hansa Wadkar transl. by Jasbir Jain and Shobha Shindeમાં Songsstoriesbooksandmore કરાવે છે.
યુટ્યુબ પરનીતેમની આત્મકથાનક ક્લિપ Smita Patil - Biography.
'ભૂમિકા'માં સ્મિતા પાટિલે જીવંત કરેલ ગીત - તુમ્હારે બીના જી ના લગે ઘરમેં (ગાયકઃ પ્રિતી સાગર; સંગીતકારઃ વનરાજ ભાટિયા) - દ્વારા આપણે સ્મિતા પાટીલની યાદને તાજી કરીએ.
Shammi Kapoor - In Perpetual Motion - શમ્મી કપુર સ્થિર ઊભા ન રહી શકતા એમ તો ન કહેવાય, પણ તેઓ કોઈને કોઈ વાહન પર સફર કરતાં કરતાં ગીત ગાતા હોય તેવાં ગીતોની સંખ્યા પણ નાનીસુની તો નથી જ ! ગયે વર્ષે પણ લેખિકાએ શમ્મી કપુરને અંજલિ આપતાં શમ્મી કપુર અને સંગીત વાદ્યો પર એક બહુ સ-રસ પૉસ્ટ કરી હતી.
હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના બીજા લેખોની મુલાકાત લઈએ –
હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના બીજા લેખોની મુલાકાત લઈએ –
Arre kahaan chali - અરૂણ કુમાર દેશમુખ - ૧૯૫૯ની ‘જાલસાઝ’ એ જ નામથી બનેલી ત્રણ ફિલ્મોમાં પહેલી ફિલ્મ હતી. એ પછી એ જ નામની બીજી ફિલ્મ ૧૯૬૯માં અને ત્રીજી ૨૦૦૦માં આવેલ. મજાની એક વાત એ છે કે 'જાલ' પણ ત્રણ વાર બની છે - ૧૯૫૨, ૧૯૬૭ અને ૧૯૮૬માં.
મુખ્ય કળાકારની લાગણીને પર્દા પર ગીત દ્વારા કોઈ અન્ય પાત્ર વાચા આપતું હોય તેવા વિષયને અનુરૂપ ૧૦ ગીતો Unvoiced Emotions, Expressed Feelingsમાં રજૂ કરાયાં છે. ઘણી વાર ગીતમાં વ્યક્ત થતો મૂડ મુખ્ય કળાકારની લાગણી સાથે બંધ બેસતો ન પણ હોય. પણ આ ગીતો બેકગ્રાંઉંડમાં નથી ગવાતાં, પણ પર્દા પર ખરેખર ભજવાતાં હોય છે. વાચકોએ પણ આવાં ઘણાં ગીતોને યાદ કરાવી આપેલ છે.
Ten of my favourite ‘credits songs’ એ ફિલ્મનાં ટાઈટલ્સ સાથે ગવાતાં ગીતો છે. આ પ્રકારનાં બધાં જ ગીતો બેકગ્રાઉંડમાં જ ગવાયેલ હોય તેવું જરૂરી નથી, ક્યારેક કોઈ પાત્ર પર્દા પર ગીત ગાતું હોય તેવું પણ જોવા મળશે. સામાન્યતઃ આ ગીતો ફિલ્મની વાર્તા સાથે સુસંગત હોય છે. અહીં પણ વાચકોએ બહુ ઘણાં ગીતો યાદ કરાવી આપ્યાં છે.
શંકર જયકિશનનાં સંગીતમાં મહત્ત્વનો ફાળો આપતા રહેલ USTADJI એ સમયની પેઢીને ખુશ ખુશ કરી જ નાખી હતી, આવતી પેઢી માટે પણ તેમનું સંગીત એટલું જ મધુરૂં રહેશે.
Three Tandav dances આનંદ ભૈરવી (૧૯૮૩), દામીની (૧૯૯૩) અને શિવાનાઈ સીમાઈ (૧૯૫૯)નાં ત્રણ તાંડવ નૃત્યોને યાદ કરે છે.
‘Pyaasa’ is the Guru Dutt gift that keeps giving માં Nasreen Munni Kabir ૧૯૫૭ની યુગપ્રવર્તક ફિલ્મ 'પ્યાસા'ના પુનરોદ્ધારના પ્રસંગે તેની ખૂબીઓને ફરી એક વાર જીવી લાવવાનું યાદ કરાવે છે.
સંગીતકારોનાં નામ પરથી રચાયેલ રાગો પરના લેખોની પહેલી કડી - The Namesakes: Musicians and the raags named after them –માં Aneesh Pradhan 'મિયાંકી તોડી' ની ફૈયાઝ ખાન, અમીર ખાં સાહેબ, પંડિત ભીમસેન જોશી અને કિશોરી અમોનકરની રચનાઓ રજૂ કરે છે.
'Vaishnav Jan to Tene Kahiye': One of Gandhi's favourite bhajans played by classical maestros માં Aneesh Pradhan ગાંધીજીનાં પ્રિય પ્રાર્થના ભજનની ઉસ્તાદ બિસમિલ્લહ ખાન અને પંડિત વી જી જોગ તેમ જ ઉસ્તાદ રશિદ ખાન અને શાહિદ પરવેઝની જુગલબંધી રચનાઓને યાદ કરે છે.
Making Indian classical music relevant to the contemporary | Manasi Prasad | TEDxHyderabad - અલગ અલગ સમયથી આજ સુધીનાં સંગીતનાં વિવિધ પાસાંઓની ચર્ચા વડે માનસી પ્રસાદ આપણને આપણાં મૂળિયાં યાદ કરાવી આપે છે અને સંગીતની બારીકીઓ સમજવામાં મદદરૂપ બની રહે છે..
'મેમ દીદી' (૧૯૬૧)ના રિવ્યૂની નોંધ આપણે સલીલ ચૌધરીનાં આ ગીતો માટે કરીશું -
- ભૂલા દો ઝીંદગીકા ગમ - લતા મંગેશકર - સમૂહ ગાયનને ગીતની સંગીત બાંધણીમાં વણી લેવાની સલીલ ચૌધરીની આગવી લાક્ષણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ.
- બેટા વાઉ વાઉ - કૂતરાના સ્વરને સંગીતમાં વણી લેવાનો અનોખો પ્રયોગ
- બચપન ઓ બચપન - યુવાનોની મસ્તીને ઉજાગર કરતી ધૂન
- મૈં જાનતી હૂં - મુકેશ , લતા મંગેશકર - જૂના સલીલ ચૌધરીની યાદ અપાવતી ધૂન
સોંગ્સ ઑફ યૉર પરનાBest songs of 1950: And the winners are? પ્રવેશાત્મક લેખ પછીથી પુરુષ ગાયકોનાં અને અન્ય સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની અનુક્રમે Wrap Up 1 અને Wrap Up 2 માં કરાયેલી સમીક્ષા બાદ હવે લતા મંગેશકરનાં સૉલો ગીતોની સમીક્ષા Best songs of 1950: Wrap Up 3માં રજૂ કરાઈ છે.
સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are? પરની ચર્ચા આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે ની શૃંખલાનાં સ્વરૂપે કરી રહ્યાં છીએ. આ ચર્ચાના પહેલાં ચરણમાં યાદગાર સ્ત્રી ગીતો અંતર્ગત આપણે લતા મંગેશકરનાં સી. રામચંદ્ર તેમ જ હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદ રચયિત ગીતોની વાત જુલાઈ ૨૦૧૫ના અંકમાં કરી હતી. ઓગસ્ટ ૨૦૧૫માં લતા મંગેશકરનાં અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય સ્ત્રી ગાયિકાઓનાં યાદગાર ગીતોમાં સુરૈયા, શમશાદ બેગમ, રાજ કુમારી અને ગીતા દત્ત તેમ જ કેટલાંક અન્ય ગાયિકાઓનાં ગીતો સાંભળ્યાં. સપ્ટેમ્બર, ૨૦૧૫માં પુરુષ ગાયકોનાં ૧૯૫૦નાં વર્ષનાં યાદગાર સૉલો ગીતોમાં મુકેશ, તલત મહમૂદ, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની તેમ જ ચીતળકર, મન્ના ડે અને અન્ય પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં. વર્ષમાં રાજ કપુર માટે મુકેશ ઉપરાંત અન્ય પાંચ ગાયકોએ ગીતો ગાયાં હતાં. એ ગીતોની ખાસ નોંધ લઈએ.
આ ઉપરાંત વર્ષવાર ગીતોની
સમીક્ષાનાં ત્રીજાં, મહત્ત્વનાં
પરિમાણ - યુગલ ગીતો - આપણે આ મહિને સાંભળીશું. –
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૧) : મુકેશનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૨) : મોહમ્મદ રફીનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૩) : તલત મહમુદનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૪) : જી એમ દુર્રાની, ચીતળકર અને અન્ય કેટલાક ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
- આ ચર્ચા આપણે આગળના મહિનાઓમાં પણ ચાલુ રાખીશું.
હવે આપણા
મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……
અજબ હૈ યે દુનિયા - નયા આદમી (૧૯૫૬) - લતા મંગેશકર - મદનમોહન - 'નયા આદમી' તેલુગુ ફિલ્મ 'સંતોષમ' (૧૯૫૫)ની રીમેક હતી. આ ફિલ્મનું મદન મોહનનું મોહમ્મદ રફીનું ગીત ગરીબોંકા પસીના બહ રહા હૈ સાંભળવું ગમે. ફિલ્મમાં ૧૦માં થી છ ગીતો મદન મોહનની રચનાઓ હતી જ્યારે અન્ય ચાર ગીતો દક્ષિણની સંગીતકાર જોડી વિશ્વનાથન અને રામમૂર્તીની હતી. તેમાંનું હેમંત કુમાર- લતા મંગેશકરનું યુગલ ગીત લૌટ ગયા ગમકા જમાનાની મીઠાશ આજે પણ એટલી જ તાજી લાગે છે. તેમણે લતા મંગેશકરના સ્વરમાં બનાવેલું ગીત - દિલે બેતાબ ઠહર - પણ સાંભળવું ગમશે.
સુમનભાઈ (દાદુ)એ, શિકાગો, અમેરિકાથી આ ગીત મોકલ્યું છે :
દિલ જલેગા તો દુનિયામેં ઉજાલા હોગા - યે બસ્તી યે લોગ (૧૯૬૫) - લતા મંગેશકર - ભોલા શ્રેષ્ઠ
- તેરા મેરા પ્યાર કોઈ આજ કલકી તો બાત નહીં - દાદા (૧૯૬૬) - મુકેશ, ઉષા ખન્ના - ઉષા ખન્ના
- કોઈ ખુશનસીબ ન હોગા - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર, મુકેશ, રામ કમલાની - રોશન
- યે ખામોશી ક્યું યે મદહોશી ક્યું - હમારે ગ઼મ સે મત ખેલો (૧૯૬૭) - ગીતા દત્ત - જય દેવ - જય દેવે ફિલ્મો માટે રચેલું ગીતા દત્તનું એક માત્ર ગીત
- દેખા હૈ આપકા ચહેરા યે ચાંદ સા - હુસ્ન કા ગ઼ુલામ (૧૯૬૬) - મહેન્દ્ર કપુર - રોબીન બેનર્જી
- ફિર મહોબત કે પયામ આને લગે - ઈરાદા (૧૯૪૪) - હેમંત કુમાર - પંડિત અમરનાથ
- જબ તુમ્હીં ચલી ઈગ્લેંડ - મેરી આશા (૧૯૫૦) - આગા - કે. નારાયણ રાવ - અતુલ કુમાર દેશમુખની પૉસ્ટમાં યાદ કરાયેલ છે.
ઑક્ટોબર ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
પ્રકાશિત થયેલ છે.
અંતમાં, નરેશ માંકડે 'નક઼્લી નવાબ' (૧૯૬૪) - સંગીતકાર બાબુલ-નું છેડા જો દિલકા ફસાના, હસા જોર સે ક્યૂં જમાના યાદ અપાવ્યું તે ના પરથી આપણે એ ફિલ્મનાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને પણ યાદ કરી આજના અંકનું સમાપન કરીશું –
સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી – ગીતા દત્તનાં યુગલ ગીતો
સમશેરબાજ તરીકે ખપી ગયેલા પ્રતિભાશાળી અભિનેતા: રંજન
આયે તુમ યાદ મુઝે – ૩
બંદિશ એક, રૂપ અનેક (૧૨) : મૈયા મોરી મૈં નહિ માખન ખાયો
ઝીંદગી ખ્વાબ હૈ થા હમે ભી પતા.. અલવિદા
અનિલ બિશ્વાસ અને ‘મુંબઈના સાયગલ’ સુરેન્દ્રનાથનાં યુગલ+ ગીતો – પૂર્વાર્ધ
પ્રકાશિત થયેલ છે.
અંતમાં, નરેશ માંકડે 'નક઼્લી નવાબ' (૧૯૬૪) - સંગીતકાર બાબુલ-નું છેડા જો દિલકા ફસાના, હસા જોર સે ક્યૂં જમાના યાદ અપાવ્યું તે ના પરથી આપણે એ ફિલ્મનાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને પણ યાદ કરી આજના અંકનું સમાપન કરીશું –
તુમ પૂછતે હો ઈશ્ક ભલા હૈ કે નહીંઆશા ભોસલે સાથેનાં યુગલ ગીતો
મસ્ત આંખેં હૈ કે પયમાને હૈંઆવતે અઠવાડીયે આવી રહેલા દિપોત્સવીના પર્વના દિવસો આપણે શુભ અને મંગળમય રહો અને નવું વર્ષ ખૂબ જ સફળ અને સુખમય રહો એ શુભકામનાઓ સાથે....
અને કવ્વાલીની શૈલીમાં હમ દિવાને તેરે દર પે નહીં ટલનેવાલે
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment