Saturday, October 31, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑક્ટોબર ૨૦૧૫


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑક્ટોબર ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics, જુન ૨૦૧૫માં આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા', જુલાઇ ૨૦૧૫માં 'Deploying the Improvement Process /સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’, ઑગસ્ટ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે ‘Implementing the Improvement Process \ પ્રક્રિયા સુધારણાનો અમલ કરવા માટેના જૂદા જૂદા અભિગમો અને પધ્ધતિઓ’ અને સપ્ટેમ્બર, ૨૦૧૫માં ‘Measuring the Improvement Process \ સતત સુધારણાની માપણી’ વિષે આપણી શોધખોળ આગળ ધપાવી.

સતત સુધારણાની માપણીની ચર્ચા દરમ્યાન માપણીની કેટલીક ખાસ પદ્ધતિઓનો ઉલ્લેખ હતો. તે પૈકી 'સંતુલિત સ્કૉરકાર્ડ \ Balanced Scorecard' માત્ર બહુ જ સ્વીકૃત જ છે તેટલા પૂરતું જ નહીં, પણ તેના દ્વારા માપણીનાં મહત્ત્વને જે સ્થાન મળે છે તે દૃષ્ટિએ તેની ખાસ ચર્ચા આજના અંકમાં કરીશું.

આ વિષય પર અનેક પુસ્તકો અને લેખો લખાઈ ચૂક્યા છે. ગુગલ પર શોધ કરવાથી તેમાંના બધા જ લેખો મળી પણ જાય તો પણ એ બધા લેખોનો માત્ર ઉલ્લેખ પણ અહીં સમાવવો શકય નથી. તેથી આપણે વિષયનો પૂરતો પરિચય મળી રહે તેવા જ કેટલાક લેખોનો ઉલ્લેખ અહીં કરેલ છે. આટલું કરવામાં પણ આપણો અંક ખાસો લાંબો બની જાય છે, એટલે આપણે લેખો કે સંદર્ભોનાં શીર્ષકોની હાયપરલિંક જ અહીં દર્શાવી છે.
તો શરૂઆત કરીએ વિષયનો પરિચય કરાવતા કેટલાક લેખોથી
આ ઉપરાંત સંતુલિત સ્કૉરકાર્ડનાં વિવિધ પાસાંઓની ચર્ચા આ લેખોમાં થયેલ છે –
તે પછી હવે, વિવિધ ક્ષેત્રોમાં સંતુલિત સ્કૉરકાર્ડના થયેલ વપરાશ વિષેના અનુભવોની ચર્ચા કરતાં કેટલાંક પેપર્સની પણ નોંધ લઈએ –
ટેડ કે. જૅકસન તેમના લેખ -6 Reasons The Balanced Scorecard Is Still Relevant Today - માં સંતુલિત સ્કૉરકાર્ડ આજે પણ શા માટે પ્રસ્તુત રહેલ છે તેનાં છ કારણોની ચર્ચા કરે છે –
#૧: સંચાલકો માટે વ્યૂહરચનાનો અમલ જેવા, તેમની સમગ્ર વિચારણાઓમાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા એવા બહુ જ મહત્ત્વના વિચારણીય મુદ્દા સાથે સીધું જ જોડાણ કરી આપે છે.

#૨: સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય અને દીર્ઘદર્શન સાથે બધાંને સાંકળી લેવા માટેનું માળખું પૂરૂં પાડે છે.

#૩: સ્પર્ધાત્મક પરિસ્થિતિઓ સાથે વધારે સારી રીતે કામ પાર પાડી શકવામાં મદદરૂપ બને છે.

#૪: સંસ્થાની તંદુરસ્તી વિષે બહુ જ ટુંકમાં ચિતાર રજૂ કરી આપતા આંકડાઓ નજર સમક્ષ મૂકી આપે છે.

#૫: પારદર્શીતાને વધારે બળ મળે છે.

#૬: પરિયોજનાઓને માપ સાથે અને અલગ અલગ માપને વ્યૂહરચના સાથે સાંકળી આપે છે.
               અને વધારાનું #૭મું કારણ : આપણને અનુકુળ પડે તે પ્રમાણે તેની રચના અને ઉપયોગ કરી શકાય છે.

જેમને સંતુલિત સ્કૉરકાર્ડ માટેનાં સૉફ્ટવેરમાં રસ હોય તેમને Compiereમાં રસ પડશે. SAP જેવાં ઈઆરપી સૉફ્ટવેરમાં પણ Balanced Scorecard (CPM-BSC) દ્વારા સંતુલિત સ્કૉરકાર્ડ માટે ખાસ ધ્યાન રખાયું છે.

એક જ જ્ગ્યાએથી ઘણી બધી માહિતી મેળવવા માટે The Balanced Scorecard Institute બહુ ઉપયોગી સ્ત્રોત છે.

જો કે એ તો નક્કી જ છે કે સતત સુધારણાની માપણી અને માપણીનાં પરિણામોનો લાંબા ગાળાની વ્યૂહરચનાઓનાં ઘડતર માટે, તેમાં સમય મુજબ ફેરફારો કરવા માટે તેમ જ તેને લગતી પધ્ધતિઓ વિષે અનુભવોની અને અનુભવો પરથી રચાયેલ સાહિત્યની કદી પણ ખોટ નહીં પડે.આપણે ભવિષ્યમાં પણ આ વિષયની ફરીથી મુલાકત કરીશું. હાલ પૂરતું, આવતે મહિને સતત સુધારણાને ટકી રાખવાના વિષય પરના લેખો સાથે આપણે 'સતત સુધારણા'ની શ્રેણીને વિરામ આપીશું.

અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice દ્વારા આ મહિને World Quality Monthની જાહેરાત કરાઈ છે. છઠ્ઠો વાર્ષિક ગુણવત્તા મેળાવડો બહુ થોડા સમયમાં ભરાશે.
ASQ Fellow અને ASQ નિયામક મંડળના નવપદોન્નિત અધ્યક્ષ પૅટ લ લૉન્ડૅના કંપનીના મહેમાન લેખમાં મુખ્ય ઉદ્દેશ્યની કેટલી હદે વિચારણા કરાતી જોવા મળે છે વિષે શરૂ કરેલ દ્વારા ચર્ચા પરના ASQ Bloggersના વિચારોને September Roundup – Does Mission Matter?’માં ASQ communications વડે એકત્રિત કરાયા છે.

આ માસનાં ASQ TV વૃતાંત મુખ્યવે ISO 9001નાં 2015નાં નવાં સંસ્કરણ પરના વિડીયો છે. આપણે આ વિષય પરની વિગતે ચર્ચા આપણા બ્લૉગોત્સવના ડીસેમ્બર ૨૦૧૫ના અંકમાં કરવાનાં છીએ.તેથી આ બધા વિડીયો આપણે તે સમયે જોઈશું. એ દરમ્યાન થોડાં પાછળ જતાં Thinking Creatively અને તેની સાથે સંલગ્ન QP story આપણને જોવા મળે છે.

આ મહિનાના ASQ’s Influential Voice છે – ડૉ. સુરેશ ગેટ્ટાલા.
ડૉ. સુરેશ ગેટ્ટાલા ASQ Indiaના ક્ષેત્રિય નિયામક છે. આઈ આઈ ટી મદ્રાસમાંથી તેમણે ગુણવત્તા સંચાલનમાં ડૉક્ટરેટ કરેલ છે. જર્મનીનાં Alexander von Humboldt Foundation દ્વારા તેમને ડૉકટરેટ પછીની ફેલોશિપ પણ એનાયત થયેલ છે. ગુણવત્તામાં નિપુણ હોવા સાથે સાથે તેઓ શિક્ષણ, સંશોધન અને વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો સાથેના જીવંત સંપર્કોનું અનોખું મિશ્રણ પણ સુપેરે નિભાવી રહ્યા છે. તેમના લેખો ગુણવત્તા ક્ષેત્ર પરનાં ઘણાં સમ્માનિત, આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે. તેઓ LinkedIn પર બ્લૉગ લખે છે.

સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

થોડા દિવસો બાદ આવી રહેલ દીવાળીનાં પર્વ અને તે પછી શરૂ થતાં નવાં વર્ષની અનેકાનેક શુભકામનાઓ.....

No comments: