જન્મભૂમિ પ્રવાસીની ૨૦-૯-૨૦૧૫ની 'મધુવન' પૂર્તિમાં ડો.ગીરીશ વીછીવોરાની કૉલમ 'પારિજાત'માં પ્રસિદ્ધ થયેલ લેખ "રોબર્ટ ફ્રોસ્ટ અને ઓસમાન સાટી"માં કચ્છી કવિ ઓસમાન સાટીનાં કાવ્ય અને રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્યની રસપ્રદ તુલના કરાઈ છે.
આ આખો લેખ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરશો -
રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્ય – The Road Not Taken By -ની અતિપ્રખ્યાત બે લીટીઓ
Two roads diverged in a wood, and I –નો અનુવાદ ડૉ.વીછીવોરા
I took the one less travelled by …..
'વનમાં વિચરતાં રસ્તો ફંટાયો,
ને મેં ઓછી અવજવરવાળા રસ્તે પ્રયાણ કર્યું'
એ રીતે કરે છે.લેખમાં રજૂ થયેલ વિવેચનમાં ડૉ. વીછીવોરા ઓસમાન સાટીના કાવ્યમાં બે મહત્ત્વના શબ્દો 'આંટી' - વળાંક -અને 'વરી વગાં - વળી જવું- વિષે ધ્યાન ખેંચતાં સાટીનાં કાવ્યની પ્રથમ બે પંક્તિઓ ટાંકે છેઃ
'જધંગી જે રા રાસ્તેમેં,અર્થાતઃ
વલા વાટાડુ રે, બ વાટું થઇ કડેંક ધાર ફુટેતી પાંજી કિસ્મત,
અલગ થઇ આઉં આં વય આંટી વરે વના,
તે ધિલમેં ન કો ફરિયાદ રખજા, ફરિયાદ રખજાં'
'જિંદગીના રાજમાર્ગ પર ચાલનારા વહાલા વટેમાર્ગુ, આપણું નસીબ 'બે રસ્તા' બની અલગ થઇ જાય, તમારાથી છૂટો પડી હું બીજે રસ્તે વળી જાઉં, તો દિલમાં કોઈ ફરિયાદ ન રાખજો.'
No comments:
Post a Comment