હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
પાછલા મહિનાના
અંતમાં પ્રસિદ્ધ થયેલ અંજલિઓને આપણા દરેક નવા અંકના પહેલા ભાગમાં મૂકવાને બ્લૉગ
કાર્નિવલ જેવાં સંકલિત લેખોની સંક્ષિપ્ત પરિચયાત્મક રજૂઆતનાં સ્વરૂપની સ્વાભાવીક
મર્યાદાની સામે અનેકવિધ સ્ત્રોતોનો એક જ સ્થળેથી સંપર્ક શકય બનવાના ફાયદાની સગવડના
લાભ સાથે આપણે ૨૦૧૬ના વર્ષના બ્લૉગોત્સવની શરૂઆત કરીશું.
A Very Significant Week for Birth and
Death Anniversariesમાં બહુ નોંધનીય અવલોકન રજૂ કરાયું છે. ૨૦મી ડીસેમ્બરથી શરૂ
થતું અઠવાડીયું જન્મ અને મૃત્યુજયંતિઓ
માટે ઘણું મહત્ત્વનું છે. જો કે પ્રસ્તુત પોસ્ટમાં એવી જયંતિઓને યાદ કરવાનો યત્ન
કરાયો છે જેની બીજે બધે બહુ નોંધ કદાચ ન પણ લેવાતી હોય. જેમ કે - નલિની જયંવત (૨૦
ડીસેમ્બર), વસંત દેસાઈ (૨૨
ડીસેમ્બર), નૂરજહાન (૨૩
ડીસેમ્બર), મોહમ્મદ રફી (૨૪
ડીસેમ્બર), નૌશાદ (૨૫
ડીસેમ્બર).
Naushad’s Priceless Moment: ‘Anmol Ghadi’
(1946) - નૌશાદ, મોહમ્મદ રફી અને
નુરજહાન જેવાં હિંદી ફિલ્મ સંગીતનાં ત્રણ મહાતારકોને જોડતી કડી ૧૯૪૪ની ફિલ્મ 'અનમોલ ઘડી' છે. જો કે આ
ત્રણેય ને જોડતી એક સાવ જ વિચિત્ર કહી શકાય એવી પણ એક બીજી કડી પણ છે - નૂર જહાનની
મૃત્યુતિથિ ૨૩મી ડીસેમ્બર (૨૦૦૦)ના રોજ છે, તો ૨૪મી
ડીસેમ્બર (૧૯૨૪) મોહમ્મદ રફીનો જન્મદિન અને ૨૫મી ડીસેમ્બર (૧૯૧૯) નૌશાદનો જન્મ
દિવસ.
Bimal Roy: The Eastern Mystic Who Made
Filmsમાં વિજય કુમાર બિમલ રોયની
પ્રતિકાત્મક ફિલ્મોમાં વિચારોના થરો નીચે જીવિત વિચારો, દૃષ્ટિકોણો, લાગણીઓ અને
સંબંધોને ખંખોળે છે.. તેમનાં મૃત્યુ સમયે, બિમલ રોય બે પ્રકલ્પો પર કામ કરી રહ્યા હતા: મહાભારત અને
મહાકુંભ. તેમનાં મૃત્યુએ આપણી પાસેથી આપણા મહાનતમ મહાગ્રંથ મહાભારતનાં તેમનાં
પ્રમાણભૂત વિશ્લેષણ અને અર્થઘટનની, તેમજ
ધરતી પર ભરાતા સૌથી મોટા માનવ મહેરામણ, મહાકુંભ,ને સમજવાની અને
તેનાં રસિક દર્શનની, એક અમૂલ્ય તક
છીનવી લીધી.
બિમલ
રોયનાં દીકરી રિન્કી રોય ભટ્ટાચાર્યનાં પુસ્તક નો સત્યા સરણ બહુ રસપ્રદ
પરિચય Bimal Roy’s Madhumati – Untold Stories
from Behind the Scenes માં કરાવે છે. પુસ્તક મહદ અંશે તો એક દીકરીની તેના પિતાને અંજલિ
જ કહી શકાય. 'મધુમતી'સાથે સીધી રીતે ક્યાંય સંકળાવાનું બન્યું ન હોઈ, એ સમયની એક લાજવાબ ફિલ્મ કઈ રીતે બની અને કયાં કયાં પરિબળોએ
તેને હિંદી સિનેમાની ખૂબ લોકભોગ્ય કલાકૃતિ બનાવઈ આપી તે વિષેની રિન્કી
ભટ્ટાચાર્યની ખોજની કહાની આ પુસ્તક બની રહ્યું છે. એમ એન સરદાના તેમની
ટિપ્પણીમાં અપેક્ષા કરે છે કે આ ફિલ્મમાં ન સમાવાયેલાં બે ગીતો વિષે પણ પુસ્તક કંઈ
પ્રકાશ નાખતું હશે. યુટ્યુબ પર ગીતો અપલોડ કરનાર રસિકજનોએ આપણા સાંભળવા માટે એ બે
ગીતો ઉપલબ્ધ કરી આપેલ છે, એ બે ગીતો છે - તન જલે મન જલતા રહે - દ્વિજેન
મુખર્જી અને સાથીઓ અને આસામી લોક ધુન પર
આધારિત કાંચા લે કાંચી લાઈ લાજો રુત
મતવાલી, નયે પૈસેકો લેકે આયા હૈ નયા સાલ - ગ઼ુલામ મોહમ્મદ, આશા ભોસલે, સવિતા બેનર્જી
અને સાથીઓ.
ગયે
મહિને ૧૯૬૦-૭૦ના દશકની એક બહુ જ પ્રતિભાવાન અભિનેત્રી - સાધના-નાં જીવન પર પણ કાળ
ચક્રનો પર્દો પડી ગયો. તેમની અનેકવિધ ભૂમિકાઓ અને તેમનાં નમણાં સૌંદર્યને અનેક
અંજલિઓએ બીરદાવ્યાં, જેમાં (કદાચ)
સંજય લીલા ભણશાળીએ સૌથી વધારે ઉપયુકત એવી અંજલિમાં તેમને કદાચ સૌથી નાટકીયપણાં-melodrama-નાં નહીં પણ અત્યંત મૃદુ અભિનય -mellow drama-નાં સામ્રાજ્ઞી કહ્યાં.
સાધના જ્યારે
ફિલ્માલય અભિનય શાળા'માં અભિનયના પાઠ
ભણતાં હતાં ત્યારે જે તેમને હિંદી સિને પર્દા પર મુખ્ય નાયિકા તરીકે પદાર્પણ માટે 'લવ ઈન સિમલા'નું બહુ સફળ
પગથિયું મળી ગયું હતું. જોકે શીલા રામાણીનાં સહનાયિકા
તરીકે સિંધી ફિલ્મ 'અબાના'માં તેમણે તે પહેલાં ફિલ્મ જગતમાં પ્રવેશ તો મેળવી જ લીધો હતો.
Rediff.comપર ડિસેમ્બર, ૨૦૧૨માં
પ્રસિદ્ધ થયેલ Going back
in time with Sadhanaમાં સાધનાનાં મનની ઇચ્છા 'મારાં ચાહકો મને લવ ઈન સિમલા, મેરે મેહબૂબ, વોહ કૌન થી કે આરઝૂની
સાધના તરીકે જ યાદ રાખે તેવું જ હું ઈચ્છીશ.' યાદ કરાઈ છે.
Abhi Na Jao Chhodkar...માં લેખિકા અનુરાધા વૉરિયર, સાધનાએ પર્દા પર ગાયેલાં ગીતો દ્વારા, તેમની સૌથી પ્રિય અભિનેત્રીઓ પૈકી એક અભિનેત્રીને પરદા પર
આપણે જોતાં આવ્યાં છીએ તેવી માર્દવ અને સૌંદર્યની તસવીર તરીકે જ હંમેશ યાદ રાખવા
માગે છે. તેમણે રજૂ કરેલ ગીતો પૈકી ઓછું સાંભળવા મળતું ગીત - અબ ઔર ન કુછ ભી યાદ રહા (પ્રેમ પત્ર -
૧૯૬૨- લતા મંગેશકર, સલીલ ચૌધરી, રાજેન્દ્ર કૃષ્ણ) - આપણે પણ યાદ કરીશું.
સાધનાનાં
અભિનયમાર્દવ અને મનોરમ્ય નૈસર્ગિક સૌંદર્યની યાદ અપાવતું આયે રે દિન સાવન કે (ગબન,૧૯૬૬,લતા મંગેશકર, શંકર જયકિશન)ને હું મારા તરફથી આ ગીતોની યાદીમાં ઉમેરીશ.
પીયૂષ શર્માએ તેમની અંજલિ Adieu Sadhanaમાં સાધનાએ
પર્દા પર ગાયેલાં કેટલાંક આકર્ષક, તરવરાટભર્યાં, સાંભળવાં અને ગણગણવાં ગમે એવાં યાદગાર ગીતો વડે તેની રજત
પર્દા પરની ભપકાદાર હાજરીને યાદ કરી
છે
In Tribute: Sadhana (1941-2015)માં મધુલિકા
લિડ્ડલ સાધનાની ચાલબાજ, પીડિત, ભોળી, મોહિની કે
પડોશની સીધીસાદી છોકરીની સાધનાએ ભજવેલી વિવિધ ભૂમિકાઓને યાદ કરી છે. અહીં યાદ
કરાયેલાં ગીતોમાંથી ઓછું સાંભળવા મળતું મેરી નઝરેં હસીં હૈ કે તૂમ
હસીં હો (એક મુસાફિર એક હસીના, ૧૯૬૨, આશા ભોસલે, ઓ પી નય્યર)ની
નોંધ લ ઈશું.
'જન્મભૂમિ
પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના
૩-૧-૨૦૧૬ના લેખમાં શ્રીકાંત ગૌતમ સાધનાને 'રહસ્યરાણીની સંપૂર્ણ સાદગી' તરીકે યાદ કરેલ
છે.
તેમને Aah
Dil Mein Hai Nayan Mein Neer Haiમાં અંજલિ આપતાં skapur01 નોંધે છે કે
બધું મળીને સુબિર સેને એક ન પ્રદર્શિત થયેલ અને પચીસેક બીજી હિંદી ફિલ્મોમાં ગીત
ગાયાં હતાં. તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા માંડ ૩૦ ગીતોની જ રહી.તેમણે એક હિંદી
ફિલ્મ માટે સંગીત પણ આપ્યું હતું જે ૧૯૭૦ની આસપાસ ઈંગ્લેંડમાં જ રજૂઆત પામી શકી
હતી. એ ફિલ્મમાં મોહમ્મદ રફી,ગીતા દત્ત, આશા ભોસલેનાં ગીતોની સાથે તેમનું પણ એક ગીત હતું.અહીં એસ એન
ત્રિપાઠીએ સ્વરબદ્ધ કરેલ પર્દા પર રજૂ ન થયેલ ફિલ્મ 'રાણી ચંદ્રાવતી' (૧૯૬૦)નું ગીત - આહ દિલમેં હૈ, નયનમેં નીર હૈ - તેમણે યાદ
કર્યું છે.
સોંગ્સ ઑફ યોર
પર સુબિર સેન પર પ્રકાશિત થયેલ લેખ, Subir Sen: The involuntary Hemant Kumar
clone, પણ યાદ કરીએ.
મહેન્દ્ર કપૂરના
૮૨મા જન્મદિવસે (૯ જાન્યુઆરી, ૧૯૩૪ - ૨૭
ડીસેમ્બર ૨૦૦૮) પ્રકાશિત થયેલ Best songs of the most unloved singer
Mahendra Kapoor માંથી આપણે તેમનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરી લઈએ
-
- હુશ્ન ઔર ઈશ્ક ટકારયે હૈં તો રાત આઈ હૈ - સગાઈ (૧૯૬૬) – સંગીતકાર: રવિ- ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
- કાવ્યપઠન શૈલીમાં ગવાયેલ દુનિયા બનાનેવાલેને જબ ચાંદ બનાયા - તસવીર (૧૯૬૬) – સંગીત: સી રામચંદ્ર ગીતકાર: ડી એન મધોક
Beete Hue Dinપર પ્રસિદ્ધ
થયેલા ઇન્ટરવ્યૂમાં મહેન્દ્ર કપુરની કારકીર્દીમાં મહત્ત્વનાં સોપાન સમી
મેટ્રો-મર્ફી સ્પર્ધાની રસપ્રદ માહિતી વાંચવા મળશે.
૧૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજના ઓ પી નય્યરના ૯૦મા જન્મદિવસે, Ye
duniya rahe na rahe kyaa pataaમાં સદાનંદ કામથ તેમનાં જીવનની કેટલીક ઘટનાઓને
યાદ કરે છે. ઓ પી નય્યરનાં સફલ સંગીતવાળી ફાગુન (૧૯૫૮)માં ૧૧ ગીતો હતા. ઉસ્તાદ
અમીર ખાંસાહેબે જ્યારે તેમને અગિયારે અગિયાર ગીતો મહદ્ અંશે પિલૂ રાગ પર
બનાવવાનું કારણ પૂછ્યું તો જવાબમાં ઓ પી નય્યરે કહ્યું કે, તેમને શાસ્ત્રીય રાગો વિષે બહુ સમજ નથી, બધાં ગીતો જો પિલૂ પર આધારિત લાગતાં હોયે તો તે એક સંયોગ
કહી શકાય. પછીનાં વર્ષોમાં ઓ પી નય્યરનાં 'સંબંધ' (૧૯૬૯)નાં ગીત અકેલી હું મૈં પિયા આ..'માટે અમીર ખાંસાહેબે નોંધું હતું કે આ ગીતમાં ૧૬ અલગ અલગ
રાગનો ઉપયોગ કરાયો છે. ગીતના મૂડને એક ખાસ રંગ આપવા માટે ગીતમાં કોઈ એક ખાસ
વાજીંત્રને પ્રાધાન્ય આપવું તે પણ ઓ પી નય્યરની શૈલીની અનોખી લાક્ષણિકતા
હતી.પ્રસ્તુત પોસ્ટમાં આ પ્રકારનાં કેટલાંક ગીતો પણ યાદ કરાયાં છે.
સુચિત્રા સેનની
યાદમાં કેટલીક પોસ્ટ્સ: Forever Suchitra Sen - Amitava
Nag
- આ લેખ Uttam Kumar and ‘Mrs Sen': The Magical
and Hypnotic Uttam-Suchitra Yearsપરથી સંકલિત કરેલ છે. ǁ Rahe Na Rahe
Hum: ‘Mahanayika’ Suchitra Sen’s Aura Lingers On… ǁ Romance In
Cinema – Uttam Kumar And Suchitra Sen – A Case Study
“Phir Wohi Dil
Laya Hoon” – Joy Mukerjee - નાયકના પાઠમાં જોય મુકર્જી માત્ર ૩૨
ફિલ્મોમાં જોવા મળે છે. તેમની છેલ્લી બે ફિલ્મો - 'કહાની ફૂલવતીકી' અને 'ઈન્સાફ મૈં કરૂંગા'-માં તેઓએ ખલનાયકની ભૂમિકા ભજવી હતી.
'હમ હિન્દુસ્તાની'(૧૯૬૦)માં જોય મુખર્જી સહનાયક હતા, તેમની સાથે હતાં ફિલ્મોમાં 'કેબરે ડાનન્સર' તરીકે સ્થપાઈ ગયેલ બહુ સામર્થ્યવાન અભિનેત્રી હેલન |
શશી, રાજ, પૃથ્વીરાજ અને શમ્મી કપૂર ǁ સૌજન્ય: Rediff આર્કાઈવ્સ |
આપણે હવે
અન્ય વિષયો પરની પૉસ્ટ્સ તરફ વળીશું.
26 Rare Photos of Madhubala to Remind You Why She Was Such a Goddess – વંદિતા કપૂરે ૧૯૫૧માં
"લાઈફ"માટે જેમ્સ બર્કે લીધેલા મધુબાલાના ૨૬ ફોટોગ્રાફ્સને યાદ કરેલ છે.
હિંદી સિનેમાની સૌંદર્યદેવીનો ખિતાબ તેના માટે કેમ શાશ્વત છે તેની સાક્ષી આ તસવીરો
છે. ક્યાંક ચિત્તાકર્ષક મોહિની અને મીઠડી, તો
ક્યાંક ગંભીર તો ક્યાં ક બાળસહજ, તો ક્યાંક વળી રહસ્યમય તો ક્યાંક સાવ હાથવગી
એવી આ મુદ્રાઓ મધુબાલાનાં સૌંદર્યના નિખારને પૂરો ન્યાય કરવાની કોશીશ કરે છે.
Shammi Kapoor’s connection with the
‘Silsila’ hit ‘Neela Aasman So Gaya’ માં સિલસિલાનાં
ગીત 'નીલા આસમાન સો ગયા'ની ધુન કી રીતે શમ્મી કપૂરે રચી કાઢી હતિ અને પછીથી અમિતાભ
બચ્ચનને ભેટ આપી હતી તેની વાત છે.
My Favourites: 'What's Life?' Songs માં માનવ મનમાં
ઊંડે ઊંડે છૂપાયેલ પોતાના અસ્તિત્વ માટેના સવાલોના 'જવાબ'ની ખોજ છે.
“This new day is too dear,
with its hopes and invitations,
to waste a moment on the yesterdays.”
with its hopes and invitations,
to waste a moment on the yesterdays.”
“આશાઓ અને
અરમાનોથી
ભરેલા આજના આ
દિવસને
ગઈકાલની ક્ષણોમાં શે વેડફી નાખવો.”
હિંદી ફિલ્મ
ગીતો (અને એક ગુજરાતી ગીત)માં પંછીની અલગ અલગ કળાઓને સોંગ્સ ઑફ યૉર પર पन्छी : An
aviary of Songs માં શાલન લાલે
મહેમાન લેખમાં વણી લીધી છે.
Bollywood’s love affair with Horse ના ડી પી રંગનના
મહેમાન લેખમાં હિંદી ફિલ્મનાં ગીતોમાં ઘોડાસાથેનાં સંબંધોને ઝીલી લેવામાં આવ્યા છે, એ ગીતો પૈકી એક ઓછું સાંભળવા મળતું એવાં ગીત - હમકદમ હમસફર
હમનશીં હમઝુબાં (નિશાન -૧૯૬૫- ગાયકો મન્ના ડે, મહેન્દ્ર કપૂર
અને ઉષા ખન્ના સંગીત ઉષા ખન્ના)ની આપણે પણ અહીં નોંધ લઈશું.
The Three Mumtazes in Basant (1942) - 'મુમતાઝ'ના ત્રણ અલગ અલગ
અંદાજ - પ્રમિલા અને મુમતાઝ અલી બાલમ ધીરે બોલ કોઈમાં સહનૃત્ય
કરતાં ǁ મુમતાઝ અને
મુમતાઝ શાંતિ ગોરી મોસે ગંગા માંǁ પારૂલ ઘોષના
અવાજની મેરે છોટેસે મન મેં માં મુમતાઝ
શાંતિની પર્દા પર રજૂઆત.ǁ ફિલ્મમાં ફિલ્મમાં
મુમતાઝનું ત્રીજું સ્વરૂપ છે, ફિલ્મમાં બે વખત
જોવા મળતું ગીત તુમ કો મુબારક હો ગાતી એક બાળકી, મોટાં થતાં જેને
ફિલ્મ જગત મધુબાલા તરીકે હંમેશાં યાદ કરે છે.
A dubbed film and a song :પ્રેમ લેખાલુ
(૧૯૫૩)નાં તેલુગુ વર્ઝનમાં યુગલ ગીતની
શરૂઆત એ એમ રાજા કરે છે, જ્યારે હિંદી આજા રે અબ મેરા દિલ પુકારા (આહ, ૧૯૫૩)માં લતા મંગેશકર ગીત ઉપાડે છે. તમિળ વર્ઝન તેલુગુ વર્ઝન
જેવું જ છે.
Music in the house: Can you hear
Noor Jehan? - Devyani Onial - જૂની દિલ્હીના
ચાંદની ચોક વિસ્તારની એક દુકાન ન્યુ ગ્રામોફોન હાઉસના કબાટોમાં ભૂતકાળની મહામૂલી
રેકર્ડ્સ ખીચોખીચ ભરી છે. અનુજ રાજપાલ પાસે ઈ.પી.,
એલ.
પી.તેમ જ ૭૮-આરપીએમની લાખની ૨,૦૦,૦૦ રેકર્ડ્સનો ખજાનો ભર્યો છે.
Keeping Score : Was the Sixties the defining
sound of Hindi film music?માં બાલાજી વિટ્ટલ અને અનિરૂધ ભટ્ટાચાર્જી નોંધે છે કે ૧૯૬૦ના દાયકામાં હિંદી દિલ્મ
સંગીતનાં જે શિખરો જોવા મળ્યાં તેનો પાયો, '૫૦ના દાયકામાં નૌશાદ, સી રામચંદ્ર, શંકર
જયકિશન, એસ ડી બર્મન કે
સલીલ ચૌધરીએ નાખ્યો હતો.
Matinee idols
- Between 2003 and 2005 - સિનેમા અને
સિનેમા જોતાં પ્રેક્ષકોની સંસ્કૃતિને લગતાં સરાઈ તરફથી મળેલાં એક અનુદાને
ફોટોગ્રાફર શાહિદ દાતાવાલાને દિલ્હીનાં એક-પર્દાનાં ખખડી ગયેલાં થિયેટરોની મુલાકાત
કરાવી.
Before the silence: Rhythm House a haven
for music loversમાં પરોમા મુખર્જી નોંધે છે કે મુંબઈગરાઓની દોડાદોડ
જીંદગીમાં રીધમ હાઉસ મુંબઈના સંગીતપ્રેમીઓ માટે નવાં અને જૂનાં ગીતોને મેળવી લેવા
માટેનો એક દ્વિપ હતો. મુંબઈ માટે તે એક માત્ર સંસ્થા જ નહીં, પણ તેમનાં જીવનની એક રીત બની ગયેલ હતું.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' ના જાન્યુઆરી, ૨૦૧૬ના લેખો:
- મધ્યમવર્ગીયની 'મનકી બાત'ના મર્મી - ૧૦-૧-૨૦૧૬
- આદર્શના અનુકરણનું આદરમાં અવતરણ - ૧૭-૧-૨૦૧૬
- સ્વાધીનતાનાં સિનેસંસ્કરણોમાં નારી સામર્થ્ય - ૨૪-૧-૨૦૧૬
- ગાંધી વિચારધારાનું વામા દ્વારા વહન - ૩૧-૧-૨૦૧૬ 'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના જાન્યુઆરી, ૨૦૧૬ના લેખોમાં માં પણ હજૂ ખય્યામનાં ગીતોની સફર ચાલુ રહી છે:
- શું કહેશું આને, નસીબના ખેલ કે યોગાનુયોગ... - ૧-૧-૨૦૧૬
- ફિલ્મ ભૂંડે હાલે ફ્લોપ પરંતુ બે ત્રણ ગીતો સદાબહાર બની રહ્યાં.... - ૮-૧-૨૦૧૬
- યશ ચોપરા સાથે બીજી ફિલ્મ, પણ સંગીત 'કભી કભી' જેવું ન બન્યું - ૨૨-૧-૨૦૧૬
દર મહિનાના
છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં સંગીતકાર
ઈસ્માઈલ દરબારની ચર્ચા આગળ વધી છે.
જાન્યુઆરી, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
પ્રકાશિત થયેલ છે.
મોહમ્મદ રફીની તિથિને કેન્દ્રમાં
રાખતી પૉસ્ટથી આજના અંકના સમાપન કરીશું -
- Remembering Rafi Sahab on his birth anniversary - સૌવિક ચેટર્જી
- Lata Mangeshkar pays tribute to Mohammed Rafi on birth anniversary
- Mohammed Rafi’s biography, by Sujata Dev, launched on 91st birth anniversary
- Now, a film on Mohammed Rafi’s life
- વેસ્ટલેન્ડ બુક્સ અને ટ્રાંક્બાર પ્રેસ દ્વારા પ્રકાશિત યાસ્મિન કે રફીનાં પુસ્તક Mohammed Rafi : My Abba -- A Memoirમાંથી સંકલિત : 'Do you want me to sing or stop breathing?'
- 'If anyone has the voice of god, it is Mohammed Rafi' - Patcy N/Rediff.com સાથેના ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ રફીના સૌથી નાના પુત્ર તેના પિતાની યાદો વાગોળે છે.
- My numerous daily cups of tea and Rafi Sahab - અચલ રંગાસ્વામી
હિંદી ફિલ્મના સુવર્ણકાળની
યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય
છે........
No comments:
Post a Comment