Tuesday, June 21, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુન, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુન,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે 


વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો પૈકી નેતૃત્ત્વ અને પ્રતિબદ્ધતા વિષે અવગત થશું..

પ્રસ્તુત લેખ વરિષ્ઠ સંચાલન મંડળને ફાળે બહુ બધી પ્રવૃત્તિઓ, ધ્યેયો અને 'સુનિશ્ચિત' કરવાના મુદ્દાઓની યાદી રજૂ કરે છે. અને તેમ છતાં ISO 9001 સ્ટાન્ડર્ડની કલમોમાં કહેવયેલી જરૂરિયાતોનો તો એ માત્ર અછડતો જ ઉલ્લેખ કહી શકાય. આ અંગેની ચોક્કસ જોગવાઈઓ,તેમાં કહેવાયેલી આવશ્યકતાઓ અને તેનો અમલની અસરકારકતા વિષે દાખલા દલીલો સાથેની સમજ માટે એક અલગ લેખ પણ અધૂરો પડે.


ISO 9001નાં સંવર્ધિત ૨૦૧૫નાં સંસ્કરણમાં નિર્દેશ કરાયેલ નેતૃત્ત્વ અંગેની ઘણી જરૂરિયાતો આમ તો નવી છે એમ ન કહી શકાય. ગુણવત્તા સંચાલન સિદ્ધાંતોમાં આ મુદ્દાને મહત્ત્વના સિદ્ધાંતમાં આવરી લેવાથી માંડીને ISO 9001માં તેને લગતી મૂખ્ય કલમ ઉપરાંત અન્ય કલમોમાં પણ તેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંદર્ભો જોવા મળે છે તેના પરથી કહી શકાય કે વરિષ્ઠ સંચાલન મંડળની નેતૃત્ત્વ ભૂમિકા હંમેશા અહમ જ રહી છે.

ગુણવત્તા સંચાલન તંત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે કેટલાંક મહત્ત્વનાં નિર્દેશકો –

          ગુણવત્તા સંચાલન તંત્રની અસરકારકતાની માપણીમાં અને તેનાં મૂલ્યાંકનમાં વરિષ્ઠ સંચાલક મંડળ પણ સાથે રહે.
          સંસ્થાએ સુનિશ્ચિત કરેલ વ્યૂહાત્મક દિશા સાથે ગુણવત્તા નીતિ અને ઉદ્દેશો સુસંગત જ હોય, લાગતાં વળગતાં બધાં જ લોકોને તેની જાણ પણ હોય અને એ વિષે તેમની ભૂમિકા અંગે બરાબર સમજ પણ હોય. આ મુદ્દે થતી પ્રગતિ પર નિયમિતપણે નજર રખાતી રહે અને એ અંગેની સમીક્ષા થતી રહે.
          ગુણવત્તા સંચાલન તંત્ર એ સંસ્થાના મૂળ વ્યવસાય પ્રક્રિયા સાથે વણાયેલ હોવું જોઇએ, નહીં કે એક એકલી અટૂલી ખપ મુજબ વપરાશમાં લેવાતી વ્યવસ્થા.
          સંસાધનોની આવશ્યકતાઓની સમીક્ષા થતી રહે અને તેની પૂર્તતા કરવા વિષે વરિષ્ઠ સંચાલન મંડળ પૂરતી કાળજી લે.
          પુનરાવૃત્ત સતત સુધારણા માટે સક્રિય પ્રેરણા વરિષ્ઠ સંચાલન મંડળ તરફથી મળતી રહે
          ગ્રાહકની કાયદાકીય અને નિયમનકારી જરૂરિયાતો અને તેનાં અગત્યવિષે બધાંને ઉચિત સમજ હોય  અને તેની પૂર્તતા કરવાનો નિશ્ચિત કરાયેલ માર્ગ બધાંને ખબર હોય.
          ગ્રાહક સંતોષ બાબતે વરિષ્ઠ સંચાલન મંડળ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતું હોય.
          સંસ્થાકીય નિયત કાર્યોમાં તેમની ભૂમિકા અને તે અંગેની જવાબદારીઓ અને જરૂરી સત્તાઓ લાગતી વળગતી વ્યક્તિઓએ સમજી લીધેલ હોય તેમ જ એ વ્યક્તિની એ ભૂમિકાનું મૂલ્યાંકન કરવાનું જેમનું કામ છે તેને પણ એ વિષે પૂરતી જાણ હોય.

નેતૃત્ત્વ વ્યક્તિની વર્તણૂકને સ્પર્શે છે જ્યારે સંચાલન પ્રક્રિયાઓ પર ભાર મૂકે છે.


ISO 9001 Responsibilities of Top Management - વરિષ્ઠ સંચાલન મંડળની જવાબદારી સંચાલન તંત્રની ડીઝાઈનથી લઈને તેનાં પ્રમાણીકરણની નોંધણી અને વાસ્તવિક અમલ તેમજ તે પછીની સાતત્યપૂર્ણ જાળવણી સુધીના દરેક તબક્કામાં રહેલી છે:

૧. 'ગુણવત્તા'ની વ્યાખ્યા ઉદ્દેશોમાં એવી રીતે વણી લો કે પેદાશ કે સેવાઓ અંગેની જરૂરિયાતો કે પ્રક્રિયા અસરકારકતા કે કાર્યસાધકતા કે ગ્રાહકના દૃષ્ટિકોણ જેવી બાબતે શું સિદ્ધ કરવાનું છે તે લોકોને બહુ સ્પષ્ટ પણ સમજાય.
૨. ગુણવત્તા તંત્રનાં કેન્દ્રમાં, અને આસપાસ, સંસ્થાનો મુખ્ય વ્યવસાય દેખાતો, અનુભવાતો રહેવો જોઈએ. એ માટે 'ગુણવત્તા' કે ISO 9001 પરિભાષાઓને સંસ્થાની રોજબરોજના વ્યવહારની ભાષામાં વણી લો.
૩. ગુણવત્તા તંત્રની પ્રક્રિયાઓમાં થતા સુધારાઓ સંસ્થાનાં 'બૃહદ ચિત્ર'માં થતા સુધારાઓ સાથે સાંકળી લો જેથી બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ સરળતાથી સમજાય.
૪. સુનિશ્ચિત કરાયેલ દરેક સુધારા પર પૂરતું ધ્યાન આપીને પુનરાવૃત્ત સતત સુધારણા અંગે તમારી પ્રતિબદ્ધતા દેખાવા દો.
૫. સંસ્થામાં નિયમિતપણે થતી સંચાલન સમીક્ષાઓમાં 'ગુણવત્તા' અભિગમને સ્થાન આપી ગુણવત્તાનાં મહત્ત્વને સંસ્થિત કરો.
૬. પરિણામોની નોંધોમાં સમાયેલ માહિતીને સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય તે રીતે આયોજન કરવાથી એ નોંધ રાખનાર લોકોને તેનું મહત્ત્વ સમજાશે. આમ કરવાથી નોંધનું દસ્તાવેજીકરણ એ બધાંની નજરે એક યાંત્રિક ઔપચારિકતા નહીં, પણ સકારાત્મક સંસાધન બની રહેશે.

The Changing Role Of The Quality Management Representative (QMR) - ટીયુવી સ્યુડ મૅનેજમેન્ટ સર્વીસ જીએમબીએચના ટેકનીકલ વડા યુલ્રીચ વેગ્નરનું કહેવું છે કે, “વરિષ્ઠ સંચાલકોનાં વધારે નેતૃત્ત્વ અને પ્રતિબદ્ધત્તાની સફળતા માટે તેમણે ગુણવત્તા સંચાલનને મુખ્ય સંચાલન તંત્રની પ્રક્રિયાઓની જરૂરિયાતોનાં પરિશિષ્ટની જેમ ન જોવું જોઈએ. તેને બદલે ગુણવત્તા સંચાલનને વ્યૂહાત્મક આયોજન સાથે, અને એ રીતે કંપનીનાં સમગ્ર સંચાલન સાથે, સાંકળી લેવું જોઈએ. આ લક્ષ્ય પાર પાડવા માટે ગુણવત્તા સંચાલન સાથે સંકળાયેલ સંચાલકોની ભૂમિકા અને જવાબદારી સુસ્પષ્ટ થવાં જોઈએ".
જે રડીખડી સંસ્થાઓમાં ગુણવત્તા સંચાલન પ્રતિનિધિને એકલે હાથે લડાઈ લડવી પડે છે એવી સંસ્થાઓએ જરૂરથી ISO 9001નાં નવાં સંસ્કરણની નવી જરૂરિયાતોની પુષ્ટિ કરવા માટે કરીને થોડા ફેરફારો કરવા રહેશે.

૧) પુનરાવૃત સતત સુધારણામાં તમારી માન્યતા સ્પષ્ટપણે કહેતાં રહો

૨) પુનરાવૃત સતત સુધારણા શા માટે મહત્ત્વની છે તે સમજાવતાં રહો.
૩) લોકોનું સશક્તિકરણ કરવા માટે તેમને મદદરૂપ બની રહે તેવું નેતૃત્ત્વ પૂરૂં પાડો.
૪) પુનરાવૃત સતત સુધારણામાં સીધા જ સક્રિય રહો.
૫) પુનરાવૃત સતત સુધારણા માટેના આઈડિયા અને તકો માગતાં રહો.
૬) દરેક સુધારણા એક અવસર કે પરિયોજના જ બની રહે તેમ ન માનો
૭) નાના નાના આઈડિયાને પણ મહત્ત્વ આપો.
૮) ખરચામાં ઘટાડા ઉપરાંત પણ માગતાં રહો.
૯) લોકોને દોષ દેવાને બદલે પ્રક્રિયાઓને સુધારો
૧૦) પુનરાવૃત સતત સુધારણા માગતાં રહો.
Top Managers management of Management System

 
ઉદ્યોગ વ્યાપારની સફળતા માટે સંચાલન તંત્ર એ વરિષ્ઠ સંચાલક મંડળ માટે એક અગત્યનું સાધન છે. સામાન્યતઃ આ સાધનનો ઉપયોગ કામગીરી ક્ષેત્રના વડાને હાથે થતો જોવા મળે છે. વરિષ્ઠ સંચાલન મંડળ વ્યૂહાત્મક દિશા, ખ઼તરાઓ કે તકો અને હિતધારકોની અપેક્ષાઓને પ્રક્રિયાઓ, સંસ્થાનાં માળખાં અને નિયમનોને લગતી જરૂરિયાતોનાં સ્વરૂપમાં મૂકી આપે છે. કામગીરીના વડા કામગીરી સંચાલકોના ગાઢ સહકારની મદદથી સંચાલન તંત્રની ડિઝાઈન ઘડી કાઢે છે. સંચાલકો એ તંત્રનો ઉપયોગ કરીને કામગીરી કરે છે, જેની પૂરતી દેખરેખ અને સમીક્ષા પણ થતી રહે છે. વરિષ્ઠ સંચાલન મંડળ સંચાલન તંત્રની સમીક્ષાનાં મૂલ્યાંકનમાં જોડાય છે, જેને પરિણામે સંચાલન તંત્રમાં સુધારણા માટેની વધારાની કે સુધારેલ જરૂરિયાતો તૈયાર થાય છે.
Success without top management commitment?
 


'ખરી *સ્વતંત્રતા* માળખાંનું બંધન ન હોવામાં નથી, પણ એવાં સ્પષ્ટ માળખાંમાં રહેલ છે જે લોકોને એક સુનિશ્ચિત સીમાની અંદર સ્વાયત્ત અને રચનાત્મક રીતે કામ કરવા દે.' - રૉઝાબેથ મૉસ્સ કૅન્ટર[i]


આ ઉપરાંત અહીં કેટલીક વીડિયો ક્લિપ્સ પણ મૂકી છે જે આ વિષયને સમજવામાં વધારે મદદરૂપ બની શકશે.
Understanding ISO 9001:2015: Top management - Peter van Nederpelt

ISO 9001:2015 Leadership and Top Management Commitment - Warren Alford

ISO 9001 2015 Clause 5 Leadership
સંચાલન તંત્રને લગતાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનાં નવાં સંસ્કરણો હવે સંસ્થાનાં વરિષ્ઠ સંચાલન મંડળપાસેથી  વધારે સક્રિયાત્મક અને વિગતોની વધારે ઊંડાણમાં જનારી ભૂમિકા સૂચવે છે. એટલે આપણા બ્લૉગોત્સવના જુલાઈ ૨૦૧૬ના અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થાનાં અન્ય  સ્ટાન્ડર્ડ્સમાં વરિષ્ઠ સંચાલન મંડળની નેતૃત્ત્વ ભૂમિકા વિષે શું કહેવાયું છે તેની જાણકારી મેળવીશું.
 હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં  મિલ્વૌકી, અમેરિકામાં ૧૬-૧૮ મે, ૨૦૧૬ના યોજાયેલ ગુણવત્તા અને સુધારણા પરનાં વૈશ્વિક અધિવેશન \ World Conference on Quality and Improvementનો પરિચય કરાવેલ હતો. હવે તેઓ આ અધિવેશન વિષે વધારે માહિતી પૂરી પાડે છે
Top 10 Books for Those New to Quality દરેક કક્ષાના અને સ્તરના ગુણવત્તા વ્યાવસાયિકોને હાથવગી બની રહેશે
  1. The Quality Toolbox, Second Edition by Nancy R. Tague
  2. The ASQ Quality Improvement Pocket Guide: Basic History, Concepts, Tools, and Relationships edited by Grace L. Duffy
  3. The ASQ Pocket Guide to Root Cause Analysis by Bjørn Andersen and Tom Natland Fagerhaug
  4. Process Improvement Simplified: A How-to Book for Success in any Organization by James B. King, Francis G. King , and Michael W. R. Davis
  5. The Certified Quality Improvement Associate Handbook, Third Edition: Basic Quality Principles and Practices edited by Russell T. Westcott and Grace L. Duffy
  6. Performance Metrics: The Levers for Process Management by Duke Okes
  7. The Memory Jogger 2, Second Edition: A Pocket Guide of Tools for Continuous Improvement and Effective Planning by Michael Brassard and Diane Ritter
  8. The Essential Deming: Leadership Principles from the Father of Quality by Joyce Nilsson Orsini PhD.
  9. Principles of Quality Costs, Fourth Edition: Financial Measures for Strategic Implementation of Quality Management edited by Douglas C. Wood
  10. Outcomes, Performance, Structure: Three Keys to Organizational Excellence by Michael E. Gallery and Stephen C. Carey
જુન ૨૦૧૬નાં Roundtable: Employee Engagementમાં આ સવાલની ચર્ચા કરવામાં આવેલ છે - ગુણવત્તાનાં મહત્ત્વની બાબતે સંસ્થાઓ કેટલી હદે લોકોને સાંકળે છે ? કંપનીઓએ આ મુદ્દે શી રીતે આગળ બધવું જોઈએ જેથી માત્ર 'સૂત્રોચ્ચાર'ના હોકારા પડકારાથી આગળ વધીને ખરા અર્થમાં ફરક પાડી શકાય?
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :

  • Employee Engagement: સંલગ્ન કર્મચારી: આજના વૃતાંતમાં કર્મચારીઓને મનથી સાંકળી લેવાથી કાર્યસ્થળે વધતી પહેલ-શક્તિ અને રચનાત્મકતાનાં મહત્ત્વની ચર્ચા કરવામાં આવેલ છે. સંલગ્ન કર્મચારી જ તો અંગદ કુદકા સમાન સુધારણા માટેની મહત્ત્વની કડી છે. આપણા વ્યવસાયમાં ફેરફારો ખરેખર જરૂરી છે કે તે પહેલાં નક્કી કરવું જોઈએ.

Workplace spirit: LINK
Maintenance Required: LINK

  • Alternatives to Brainstorming : વિચારમંથનના વિકલ્પો: ક્નાઈટ વૅન્ટૅજ કન્સલટીંગનાં કૅરૉલ ક્નાઈટ-વૉલેસનું કહેવું છે કે પરંપરાગત રીતે વપરાતું વિચારમંથનનું સ્વરૂપ હવે અસરકારક નથી રહ્યું. આજની આ ટુંકી મુલાકાતમાં તેઓ વિચારમંથનનાં વૈકલ્પિક સ્વરૂપોની જરૂર વિષે વાત કરવાની સાથે એ સાધનમાં શું જોવું જોઈએ તે જણાવે છે.


Jim L. Smithનાં એપ્રિલ, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.

  • Use Six Sigma Selfishly - ગુણવત્તા વ્યાવસાયિકોએ સિક્ષ સિગ્માની DMAIC પ્રક્રિયાની મદદથી તેમની કારકીર્દીને આગળ વધારવી જોઈએ.

પહેલું, તમારી કારકીર્દીનો ઉદ્દેશ અને કાર્યક્ષેત્ર નક્કી કરો. તે પછી આ સીમાચિહ્નો સિદ્ધ કરવા માટે શું શું જોઈશે અને શું કરવું રહેશે તે નક્કી કરો. એ માટે જે કંઇ પગલાં લેવાં જરૂરી જણાય તે લખી લો. આ સીમાચિહ્નો પહોંચવા માટે જે જરૂરિયાતો હોય તે વિષે હાલમાં તમારી પરિસ્થિતિમાં જે ખૂટે છે તેનું હેતુલક્ષી મૂલ્યાંકન કરો.હવે, તમારા માટે ખરેખર શું સારૂ છે અને કારકીર્દીનાં આ લક્ષ્ય સિદ્ધ કરવા શું કરવું જ પડશે એ બે સવાલો વડે તમારી કારકીર્દીનું વિશ્લેષણ કરો. આ તબક્કે તમારી સાથે તટસ્થપણે ચર્ચા કરી શકે તેવા મિત્ર કે માર્ગદર્શકને પણ સામેલ કરો. આપણે જે વિચારી છીએ કે જે પગલાં લઈ રહ્યાં છીએ એ વિષે આપણા ઉપરાંત કોઈ બાહ્ય સકારાત્મક વ્યક્તિ આપણને આપણી રાહ પર રહેવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. નિયમનના તબક્કામાં ભૂતકાળની સીમાઓને અતિક્રમવામાં આપણી પ્રગતિની ખરી સમીક્ષા થાય તે બહુ મોટો પડકાર છે.
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....


[i] Rosabeth Moss Kanter at TEDxBeaconStreet : Six Keys to Leading Positive Change


No comments: