Tuesday, October 25, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓક્ટોબર, ૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫ની સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે


વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે ગુણવત્તા સંચાલનના સંદર્ભે માનવીય ભૂલોનાં નિયમન વિષે જાણકારી મેળવીશું.
માનવીય ભૂલો એ સંચાલન તંત્ર માટે કોઈ નવી બાબત નથી. સલામતી સંચાલન કે આરોગ્ય અને તબીબી સેવાઓનાં સંચાલનના સંદર્ભમાં આ બાબતે બહુ ઘણું કામ થઈ ચુક્યું છે અને તેનું દસ્તાવેજીકરણ પણ વિપુલ પ્રમાણમાં થયેલું જોવા મળશે. જો કે આપણે તો નમૂના પૂરતા જ ગણત્રીના જ લેખોને અહીં જોઈશું.
Human Error: Causes and Control  - જ્યોર્જ એ પીટર્સ અને બાર્બરા જે પીટર્સ દ્વારા લખાયેલું આ પુસ્તક બહુ વિગતપ્રચુર છે તેમજ વ્યાવહારિક હોવાની સાથે ઠીક ઠીક વિસ્તૃત વ્યાપમાં માનવીય ભૂલો વિષે રજૂઆત કરે છે. તેમાં આ પ્રકારની ભૂલો ખોળી કાઢવી, તેનાં સંભવિત કારણો અને તેનાં ઉચિત માત્રામાં નિયમન કે નિવારણને લગતી પણ ચર્ચા કરવામાં આવી છે.
Human factors: Managing human failures - પડકાર છે ભૂલો ખમી શકે એ પ્રકારની તંત્ર વ્યવસ્થા ઘડવી અને ભૂલો થવાની જ સંભાવના થાય તેમ કરવું; માનવીય ભૂલો સાથે કામ લેવું એટલે જોખમ આંકણી પ્રક્રિયામાં તેને આવરી લેવુ, જેમાં:
          મહત્ત્વની સંભવિત ભૂલો નક્કી થઈ શકે,
          જો નબળી ડિઝાઈન, ધ્યાન વિચલન, સમયનું અને કામનાં ભારણનું દબા, ક્ષમતા, મનોબળ, આજુબાજુ થતા ઘોંઘાટ અને પ્રત્યાયન તંત્રવ્યવસ્થા જેવાં કામગીરી પર અસર કરતાં પરિબળોને કારણો ભૂલો થતી હોય તો તે પરિબળો મહદ્‍અંશે સુનિશ્ચિત થઈ શકે,
          નિયમન માટેનાં પગલાં ઘડી કાઢવામાં આવે અને તેમનો અસરકારકપણે અમલ થાય. આ નિયમન પગલાંઓ નિયત કાર્ય કે સાધનસરંજામની ફેરડિઝાઈનને પરિણામે અમલ કરાતાં હોય એમ વધારે ઈચ્છનીય છે.
Reducing Human Error on the Manufacturing Floor - જિનેટ્ટ એમ કૉલ્લૅઝો, પીએચડી - ગુણવતાને લગતી ઘટનાઓની શોધ-તપાસમાં વધારે ધ્યાન પ્રક્રિયામાં શું થયું હતું અને પેદાશ પર શું અસરો પડી તેના પર અપાતું હોય છે. માનવીય ભૂલ એ ફરક કેમ પડ્યો હતો તે કારણને સમજાવે છે; તો પણ એ ચૂક થવાનું કારણ અસ્પષ્ટ જ રહી જતું હોય છે અને એ કારણે સુધારણા કે નિવારણ પગલાંઓ ઘટના પાછળનાં કારણોને નજરઅંદાજ કરી જાય એમ બહુધા બનતું હોય છે... ફરક પડેલી ઘટનાઓનાં પુનરાવર્તનોની સંખ્યામાં ઘટાડો થાય તેનાથી નહીં પણ ફરકની સંખ્યામાં જ ઘટાડો થાય, તો જ સુધારણા-નિવારણ પગલાંઓની ખરી અસરકારકતા સિદ્ધ થઇ કહેવાય.
Minimising human errors in the workplace - એરિક જૂસ્ટ - જોખમ વિષેની વધારેમાં વધારે જાણકારી હોવાને કારણે કર્મચારીઓ કામ કરવામાં ટુંકા રસ્તા કે પોતાને અનુકૂળ પડે તેવા રસ્તા અપનાવી લેવા તરફ વળતાં હોય છે, જેને કારણે કંઈક ખોટું થવાની શક્યતાઓ વધી જતી હોય છે.
આ અને આવા કેટલાય લેખો માનવીય ભૂલો બાબતે જોવા મળશે. પરંતુ, ISO 9001:2015માં આ બાબતે નવી કલમ ઉમેરાયા પછી આ કલમના અમલ પરના અનુભવોને લગતું બહુ સાહિત્ય હજૂ દસ્તાવેજ ન થયું હોય એ તો અપેક્ષિત જ હોય. ગુગલ શોધમાંથી જોવા મળેલ લેખોમાંથી જે કંઇક અંશે માહિતીપ્રદ હોય એવા કેટલાક લેખ અહીં રજૂ કરેલ છે:
Struggling Against Nature - Preventing Human Error in the new ISO 9001 2015 Standard એ મૅટ્ટ લૈપહાર્ટે ૨૦૧૬ની ISO વર્લ્ડ કૉન્ગ્રેસમાં રજૂ કરેલ પ્રેઝન્ટેશન છે જેમાં આ આવશ્યકતાને તલસ્પર્શી રીતે આવરી લેવાયેલ છે.
ISO 9001:2015 Human Factors - શૌન સૅયર્સનું કહેવું છે કે આ કલમ પાછળનો આશય ગમે તેટલો ઉમદા હોય, પણ તેનો વ્યવહારમાં અમલ બહુ શક્ય બને એમ નથી જણાતું. એમના મત મુજબ તો મોટા ભાગે તેના પર બહુ ધ્યાન નહીં અપાય. તેમનું એમ પણ માનવું છે કે માનવીય ભૂલ નિવારણના હેતુને બિનઅનુપાલન અને સુધારણા પગલાંને લગતી કલમ - ISO 9001:2015, કલમ ૧૦.૨ -માં પણ તેને આવરી લેવાત તો માનવીય ભૂલનાં નિવારણના હેતુ વધારે સારી રીતે ધ્યાન મળી શકત.
જો કે, આપણે તો આ કલમની તરફેણમાં કે વિરૂધ્ધમાં મત આપતાં પહેલાં થોડો સમય રાહ જોવાનું નક્કી કરીશું. ISO 9001:2015ની ઘણી કલમો અને વિષયોની જેમ એક વર્ષ બાદ ફરીથી આપણે આ વિષય પર શું નવું કહેવાયું છે તે જોઈશું.
એ દરમ્યાન આજના વિષયની સાથે સુસંગત એવી કેટલીક વિડીયો ક્લિપ્સ જોઈએ :
Human Factors in the Clinical Laboratory: Lessons from Aviation Safety - Patrick Mendenhall, BS

 

QualitySystems: Managing Human Error and CAPA Effectiveness

 

HowMany Ways Can I Screw Up Causes of Human Error 

 

Human Error: Human error is inevitable, but you can do a lot to prevent mistakes

Human Reliability Improvement: Reducing Documentation Errors

નવેમ્બર, ૨૦૧૬ના અંકમાં આપણે વિષે ISO 9001નાં ૨૦૧૫નાં સંસ્કરણની ઑડીટીંગ અંગેની આવશ્યકતાની પૂર્તતા કરવા અંગેના વિકલ્પોની વાત કરીશું..
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમપરની ઓક્ટોબર રાઉન્ડટેબલમાં How can employers leverage quality to invite innovation?પરની ચર્ચા રજૂ કરાઇ છે. ચર્ચાનું સ્તર ઘણું સરળ રહેવાની સાથે ધ્યાનાકર્ષક પણ બની રહેલ છે.
એ પછી હવે, આ માસનાં ASQ TV વૃતાંતમાં તાજેતરમાં પ્રકાશિત વિડિયો:
§  ISO 9001 Check-in માં સ્ટાન્ડર્ડ્સનાં નિષ્ણાતો ISO 9001:2015ના 'દસ્તાજેજીકૃત માહિતી'ની સમજણ, નેતૃત્ત્વની ભૂમિકા અને જોખમ આધારિત વિચારસરણી પર મૂકાયેલો ભાર જેવા મહત્ત્વના ફેરફારો સમજાવે છે. ગુણવત્તાણ કેટલાંક સાધનોના ઉઅપ્યોગ માત્રથી જોખમ આશારિત વિચારસરણી અંગેની આવશ્યકતા પૂરી નહીં કરી શકાય તે પણ અહીં શીખવા મળશે. - To Document, or Not To Document? Standards Connection subscription page Leaders of Change Prove It
§  Integrating Management Systems માં પરિશિષ્ટ SL વિવિધ સ્ટાન્ડર્ડ્સનાં એકત્રીકરણ અમલમાં કેમ મદદરૂપ બની શકે ાને એકત્રીકરણ માટે શું શું પગલાં લેવાં તે વિષે સમજાવેલ છે. - Quality Progress Article Integrated Management Systems
§  Using the Knowledge Interest Survey - જ્ઞાનને લગતા રસના વિષયોનાં સર્વેક્ષણ વડે યથોચિત માર્ગદર્શક, ઉત્તરાધિકારી કે ભવિષ્યના ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવનારાઓને કેમ શોધી શકાય તેની સમજ સ્કૉટ લૅમૅન (Senior Manager, Quality Engineering and Risk Management, Vascular Division, Teleflex, Inc.)  પ્રસ્તુત વિડીયોમાં આપે છે.
§  Using the Critical-to-Quality Tree - પરંપરાગત રીતે ગુણવત્તા વિભાગની બહાર ગણાતાં કર્મચારીઓને કામગીરીની માપણીની સમજ આપવામાં ગુણવત્તા સાધનોને કેમ કામે લઈ શકાય તેમ જ શહેરની સ્થાનિય શાસન વ્યવસ્થા સંભાળતા લોકો તેનો પોતાની બધી જ તંત્રવ્યવસ્થાઓમાં શી રીતે ઉપયોગ કરે છે તેની ચર્ચા Chris McMillan (Senior Corporate Performance Analyst, City of Fayetteville, North Carolina) કરે છે.
§  Using Quality Tools for a More Organized Lifeમાં ગુણવત્તા સાધનો વડે ડેનીઅલ ઝ્રીમિઆકએ પોતાનાં જીવનને કેમ વ્યવસ્થિત કર્યું તેની ચર્ચા કરેલ છે.-  Quality for Lifeશ્રેણીનો એક વધુ વિડીયો
Jim L. Smithનાં સપ્ટેમ્બર, ૨૦૧૬માટેનાં Jim’s Gems:

§  Statisticians Must Transform - અન્ય ગુણવત્તા વ્યાવસાયિકોની જેમ આંકડાશાસ્ત્રીઓએ પણ મૂલ્યમાં વૃદ્ધિ કરવી રહી - આજના આ પ્રબુદ્ધ સમયમાં આંકડાશાસ્ત્રીઓ કે પછી બીન-આંકડાશાસ્ત્રીઓએ પણ સમજવું રહેશે કે માત્ર સાધનો વડે જ સુધારણા, કે નેતૃત્ત્વ પણ, શક્ય નથી. અગ્રણી તરીકેની ભૂમિકા ભજવવા માટે આંકડાશાસ્ત્રીઓએ પહેલાં સમજવું રહ્યું કે કામ કરવાની કાર્યપધ્ધતિમાં જ ધરમૂળથી  ફરક પડી ગયો છે. તેમણે એ પણ સમજવાનું છે કે કામનાં સંચાલન અને લોકોને નેતૃત્ત્વ પૂરૂં પાડવું એ બન્ને બાબતો પરિવર્તનના સંદર્ભમાં સાવ અલગ જ પડે છે.
§  Now is Your Time to Act - અવનવી અને અર્થપૂર્ણ ઘટનાઓ આપણા પસંદગીના નિર્ણય થકી આપણાં જીવનમાં દાખલ થવા રાહ જૂવે છે.
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....

No comments: