Thursday, October 20, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - મોહમ્મદ રફીનાં શમશાદ બેગમ અને સુરૈયા સાથેનાં યુગલ ગીતો


૧૯૪૯નાં વર્ષમાં, મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતોની સરખામણીમાં, મોહમ્મદ રફીનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથીઓ સાથેનાં યુગલ ગીતોમાં આપણને મહદ અંશે અલગ ચિત્ર જોવા મળે છે, જેમ કે સુરૈયા અને શમશાદ બેગમનાં યુગલ ગીતો ઘણા પુરુષ ગાયકો સાથે વહેંચાઈ ગયાં છે. તે ઉપરાંત, ૧૯૪૯માં આ બન્ને ગાયિકાનાં યુગલ ગીતોની સંખ્યા આમ પણ તેમનાં સૉલો ગીતો કરતાં ઓછી તો છે જ. પરિણામે લતા મંગેશકર સિવાયનાં અલગ અલગ ગાયિકાઓ સાથેનાં મોહમ્મદ રફીનાં અન્ય યુગલ ગીતોમાં સારો એવો ઘટાડો જોવા મળે છે. તે જ રીતે લોકપ્રિયતાની દૃષ્ટિએ પણ મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોમાં અન્ય પુરૂષ ગાયકોનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો પણ બરાબર જ ઉતરેલાં કહી શકાય તેવું ચિત્ર ઉભરે છે.
                     શમશાદ બેગમ સાથે 
છીન કે દિલ ક્યું ફેર લી આંખેં, જાન ગયે હમ જાન ગયે - ચાંદની રાત - નૌશાદ અલી - શકીલ બદાયુની 
અય સામને આનેવાલે બતા ક્યા ચંદ મેરા મુઝસે ખ઼ફા - ગરીબી - બુલો સી રાની - એ એમ અદીબ 
મુસાફીર સદા ગીત ગાયે ચલા ચલ - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ - પંડિત સુદર્શન 
બોલોજી દિલ લોગે તો ક્યા દોગે - પતંગા - સી રામચંદ્ર રાજેન્દ્ર કૃષ્ણ 
અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ ભરત વ્યાસ
 
                               સુરૈયા સાથે
આતા હૈ ઝિંદગીમેં ભલા પ્યાર કિસ તરાહ - બાલમ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
હાયે તૂને યે ક્યા કીયા, મુઝસે ક્યા બતા દિયા - દુનિયા - સી રામચંદ્ર -(?)
સીનેમેં આગ ભડકતી હૈ, અય ઈશ્ક઼ હમેં બેદર્દ ના કર - નાચ - હુસ્નલાલ ભગતરામ - સર્શાર શૈલાની 
હવે પછીના અંકમાં આપણે મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સાંભળીશું

No comments: