Sunday, October 16, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૧૬આજનો આપણો 'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના ઓક્ટોબર, ૨૦૧૬ના અંક માટે આપણે ભાઈશ્રી સમીર ધોળકિયાએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન અતુલ્સ સોંગ અ ડે પરથી જે પોસ્ટ મોકલી છે તેનો આધાર લીધો છે. અતુલ્સ સોંગ અ ડેની દરેક પૉસ્ટની જેમ આજે અહીં રજૂ કરેલ દરેક પૉસ્ટમાં કંઈને કંઈ રસપ્રદ વાત વણી લેવામાં આવી છે. જો કે આપણે તો એ પૉસ્ટમાં જણાવાયેલાં ગીતની યાદને તાજી કરવા વિષે ધ્યાન આપીશું. આજના અંકના જે વાચકને મૂળ પૉસ્ટ વાંચવામાં રસ હોય તો તેમની સગવડ માટે મૂળ પોસ્ટની હાયપરલિંક જાળવવામાં આવી છે.
Aayi atariya pe sone na sone diya - પૉસ્ટની શરૂઆતમાં સદાનંદ કામથ એક સવાલ પૂછે કે નીચે મૂકેલ ગીતો સાંભળતાં તેમાં કઈ ખાસીયત તમારા ધ્યાનમાં આવે છે?

1(i). do dilon ko ek dil milaakar banaana yaad hai કમલા  (૧૯૪૬)
(ii). kat rahi hai bekasi mein har ghadi tere baghair દીવાના (૧૯૪૭)
2(i). wo dekho udhar chaand nikla gagan mein રૂપકુમારી (૧૯૫૬)
(ii). nigaahon mein tum ho khayaalon mein tum ho જાદૂ નગરી (૧૯૬૧)
(iii). ye tan man watan par nichhawar karenge કુંવારી (૧૯૬૬)
3(i). aaj mausam ki masti mein gaaye pawan બનારસી ઠગ (૧૯૬૨)
(ii). ek chameli ke mandve tale ચા ચા ચા (૧૯૬૪)

હા, દરેક સેટનાં ગીતો મહદ અંશે એક જ ધુન પર બનેલ લાગે છે ને !
આ ત્રણની સાથે આવા ચોથા સેટમાં છે -
આયી અટરીયા પે સોને ન દિયા - મેહમાન (૧૯૪૨)- શમીમ - ખેમચંદ પ્રકાશ - ડી એન મધોક 
બે વર્ષ પછી લગભગ આ જ ધુન ખેમચંદ પ્રકાશે ફરીથી વાપરી -
તેરી પી પી કે પુકારોં ને દિલ લૂટ લિયા - ભંવરા (૧૯૪૪) - અમીરબાઈ કર્ણાટકી
Balam Harjaai, Jaavo Ji Main To Preet Kiye Pachhtaai - સદાનંદ કામથ
આ ગીતના સંગીતકાર બીજા કોઈ નહીં પણ મોહમ્મદ શફી છે. મોહમ્મદ શફીનો સંબંધ હિંદી ફિલ્મ ઉદ્યોગ સાથે છેક ૧૯૩૭થી હતો. તેમનાં સ્વતંત્ર સંગીત નિદર્શનવાળી પહેલી ફિલ્મ હતી હક઼દાર (૧૯૪૬)...કહેવાય છે કે નૌશાદ બધા જ સમય દરમ્યાન બીમાર હતા એટલે 'સોહિની મહિવાલ' (૧૯૫૮)નું આખું સંગીત મોહમ્મદ શફીએ રચ્યું હતું.એમ પણ કહેવાય છે કે 'ગંગા જમુના' (૧૯૬૧)નાં દો હંસોકો જોડા અને ઢૂંઢો ઢૂંઢો રે સાજન ઢૂંઢો પણ તેમની જ રચનાઓ હતી. અહીં રજૂ કરાયેલ ગીત મોહમ્મદ શફીએ ગાયેલું એક માત્ર ગીત છે.
બાલમ હરજાઈ, જાવો જી મૈં તો પ્રીત કિયે પછતાઈ - શિકારપુરી (૧૯૪૭) - રઝીઆ બેગમ, મોહમ્મદ શફી - મોહમ્મદ શફી - એ શાહ અઝીઝ
Jhoolo jhoolo pyaar hindole - સદાનંદ કામથ
'૪૦ના દાયકાના અંતમાંનું લતા મંગેશકરે ગાયેલું એક બહુ જ ઓછું સાંભળવા મળતું ગીત. તેમાં તેઓ બાલકરામનો સંગાથ કરે છે. 
ઝૂલો ઝૂલો પ્યાર હિંડોલે - હમારી કહાની (૧૯૪૮) [રીલીઝ ન થયેલું ગીત] - લતા મંગેશકર, બાલકરામ - હેમંત કેદાર
Na kisi ki aankh ka noor hoon  સદાનંદ કામથ
ગ઼ઝલ  'ન કિસીકી આંખકા નૂર હું' 'લાલ કિલા'(૧૯૬૦)માં પહેલી જ વાર નથી વાપરવામાં આવી. તેના ફિલ્મ સિવાયના પ્રયોગો પણ થયા જ હતા, જે પૈકી મોટા ભાગના બહુ ઉત્કૃષ્ટ કહી શકાય તે કક્ષાના પણ રહ્યા હતા.
ન કિસીકી આંખકા નૂર હૂં - ટૂટે તારે (૧૯૪૮) - રાજ કુમારી - શૌકત દેહલ્વી - મુઝ્તર ખૈરાદાબાદી
Ho itne bade bhagwaan dilaa de makaan - અરૂણ કુમાર દેશમુખ
બીજાં વિશ્વયુદ્ધ પછી ઘણા જર્મન ફિલ્મ કલાકારો ભારતમાં આવીને કામ કરતા રહ્યા હતા. મૂળ પૉસ્ટમાં એવા એક જર્મન દિગ્દર્શક પૌલ ઝીલ્સ[i]ની હિંદી ફિલ્મ સાથેની સફર આલેખાયેલી છે. આ ફિલ્મ તેમની પહેલી ફિલ્મ હતી. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, પૌલ ઝીલ્સે દિગ્દર્શિત કરેલ દેવ આનંદની ત્રણ ફિલ્મોમાંથી બે - હિંદુસ્તાન હમારા (૧૯૫૦) અને ઝલઝલા (૧૯૫૨)- નો હિંદી ફિલ્મ ગીત કોષમાં ઉલ્લેખ છે. ત્રીજી ફિલ્મ 'શાબાશ'નો પણ ૧૯૪૯ની ફિલ્મની યાદીમાં ઉલ્લેખ છે પણ કોઈ વિગતો નથી અપાઈ.
અહીં રજૂ કરેલ ગીત વસંત દેસાઈએ બે ભાગમાં બનાવ્યું છે :
હો ઈતને બડે ભગવાન, દિલા દે એક મકાન - હમારા હિન્દુસ્તાન (૧૯૫૦) - સુરેન્દ્ર, મોહમ્મદ રફી, પ્રેમનાથ - વસંત દેસાઈ - ધવન શરાર
Aisi chot jiyaa ne khaayi  - સદાનંદ કામથ 
નિર્મોહી’ (૧૯૫૨)નાં આઠ ગીતોમાંથી છ લતા મંગેશકરનાં સૉલો ગીતો છે. બાકીનાં બે લલિત મોહને ગાયેલાં છે. લલિત મોહન નામ સાંભળીને નવાઇ જરૂર લાગશે. પરંતુ નવાઈ પામનારાં ઘણાં શ્રોતો છે એમ જાણીને સંતોષ લ ઈ શકાય !
ઐસી ચોટ જિયાને ખાઈ - નિર્મોહી (૧૯૫૨) - લલિત મોહન - મદન મોહન - પી એન રંગીન
લલિત મોહનના સ્વરમાં બીજું ગીત યે સુહાના સમા છે જે કવિતા સાથેનું યુગલ ગીત છે. એવું લાગે છે કે આ ગીત હજૂ સુધી ડીજીટાઈઝ નથી કરી શકાયું લાગતું.
Do bol tere meethhe meethhe અરૂણકુમાર દેશમુખ
આ ફિલ્મમાં ગીત તો સાત જ હતાં, પણ સાતે સાત ગીત અલગ અલગ ગીતકારોએ લખેલાં હતાં. સંગીતકાર એક વાર ફરીથી મોહમ્મદ શફી છે. આ ગીતમાં શફીએ કોરસનો જે ખૂબીથી ઉપયોગ કર્યો છે તે ગીતને અદ્‍ભૂત ઉઠાવ આપે છે.
દો બોલ તેરે મીઠે મીઠે - દારા (૧૯૫૩)- હેમંત કુમાર, લતા મંગેશકર - મોહમ્મદ શફી - મધુપ શર્મા 
Bhaj man narayan narayan માં અરૂણકુમાર દેશમુખ કેટલાંક મહાત્વાકાંક્ષી અને હિંમતવાન લોકોએ અકસ્માત જ નવાંનવાં કૌશલ મેળવ્યાં અને પછીથી પોતપોતાનાં ક્ષેત્રોમાં નામ કાઢ્યાં તેનાં ઘણાં ઉદાહરણો રજૂ કર્યાં છે.એ પૈકી એક કિસ્સો છે આ ફિલ્મના દિગ્દર્શક વિઠલદાસ પંચોટિયાનો, જેમણે ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. વિઠલદાસ ફિલ્મ જગતના ઑલરાઉન્ડરોનું એક આદર્શ ઉદાહરણ કહી શકાય. એ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, વાર્તા લેખક, સંવાદ લેખક, સ્ક્રીનપ્લે લેખક, ગીતકાર, ગાયક, સંગીતકાર અને ભગવાન જાણે બીજું કંઇકેટલુંય હતા!
ભજ મન નારાયણ નારાયણ - ભાગવત મહિમા (૧૯૫૫) - હેમંત કુમાર - હેમંત કુમાર - પંડિત મધુર
Mera Bhola Balam Ji Ki Batiyaan Ho Ram Kasam Na Jaaneમાં સુધીર કપૂરે એક કાવ્ય મુક્યું છે જેમાં મુબારક બેગમનાં ૨૨, હા જી, બાવીસ, ગીતોનો ઉલ્લેખ મળે છે. અને આ છે ત્રેવીસમું ગીત -
મેરા ભોલા બાલમ જી કી બતિયાં હો રામ કસમ ના જાને  - કુંદન (૧૯૫૫) - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
Ja Re Chandr’ Jaa Re Chandr’ Aur Kahin Jaa Re  - ભરત ઉપાધ્યાય
બીજા એક બહુ જ ગુણી સંગીતકાર રોશને આ ગીત વિષે લખ્યું છે કે – ઉત્કૃષ્ટ, જાદુઈ,અને મંત્રમુગ્ધ કરી નાખતું...અને દૈવી જેવા કેટલાય શબ્દો આ ઉત્તમ રચના માટે આપણા મનમાં રમી ઉઠે છે. લતાજી, સુધીર ફડકે અને પંડિત નરેન્દ્ર શર્માની શ્રોતાઓને એક અદ્‍ભૂત ભેટ છે  ગીત.કૃષ્ણ ભક્તિનાં વિરહ રસના ભાવ અને સુધીર ફડકેની મૃદુ ધુનને લતાજીએ પૂરેપૂરો ન્યાય કર્યો છે....
જા રે ચંદ્ર જા રે ચંદ્ર કહીં ઔર જા રે - સજની (૧૯૫૬) લતા મંગેશકર - સુધીર ફડકે - પંડિત નરેન્દ્ર શર્મા 
Jaata kahaan hai parwaane  - સદાનંદ કામથ સુમન કલ્યાણપુરનું ગીતાદત્તનુમા એક ગીત પ્રસ્તુત કરે છે જે એમ સાબિત કરવા માટે પુરતું છે કે સંજોગો અને સમયે સાથ આપ્યો હોત તો સુમન કલ્યાણપુરની ગાયક તરીકેની સર્વતોમુખી પ્રતિભા કંઈકેટલીય વિશેષ +ખીલી ઉઠી હોત.
જાતા કહાં હૈ પરવાને - મિ. Q (૧૯૫૮) - સુમન કલ્યાણપુર - મનહર અરોડા - શ્યામ સરહદી

Do Nain, Bechain  - ‘અતુલ્સ સૉંગ અ ડે પરની આ પૉસ્ટની પ્રકાશન સંખ્યાના લક્ષ્યમાં સુધીર કપૂર આપણને પૉસ્ટની રજૂઆતમાં બહુ ઘણી ઉઠકબેઠક કરાવડાવે છે. એ બધાં અવનવી મેળવણીઓમાંથી તેઓ આ ગીત માટેના સંગીતકાર અને ગીતકારની જોડીનું પણ એક બહુ આગવું સંયોજન પણ રજૂ કરવામાં સફળ રહે છે 
દો નૈન, બેચૈન - બોક્ષર (૧૯૬૫)- લતા મંગેશકર - લક્ષ્મીકાંત પ્યારેલાલ - અસદ ભોપાલી 
આજના અંકના અંતની શરૂઆત આપણે સુધીર કપૂરની પૉસ્ટ Tumhin Se Hui Hai Shuru Aur Tumhin Pe Sanam Khatm Hogi Kahaani Hamaari થી કરીશું. ફિલ્મનાં છમાંથી મોહમ્મદ રફીને ફાળે આવેલાં બે સૉલો ગીતો પૈકી એક ગીત તેઓ રજૂ કરે છે.
તુમ્હીં સે હુઈ હૈ શુરૂ ઔર તુમ્હીં સે સનમ ખતમ હોગી કહાની હમારી - મેરા દોસ્ત (૧૯૬૭)- લક્ષ્મીકાંત પ્યારેલાલ - આનંદ બક્ષી 
અને બીજું સૉલો ગીત આપણે આપણા તરફથી આપણને બોનસ ભેટ કરી જ લઈએ -
અય દોસ્ત કિસી રોઝ તૂ પછતાયેગા 
આજના અંકના અંતમાં અરૂણકુમાર દેશમુખની પૉસ્ટ Aji mat poochho kuchh baat college albeli જ સૌથી વધારે ઉપયુક્ત બેસે છે કેમ કે આ ગીતમાં મોહમ્મદ રફીએ ગાયેલી પંક્તિઓ પર્દા પર પણ મોહમ્મદ રફીએ જ અભિનિત કરી છે. સુજ્ઞ વાચકોને તો ખબર જ હશે કે આ ઉપરાંત મોહમ્મદ રફીએ શાહજહાં (૧૯૪૬) અને જુગનુ (૧૯૪૭)નાં એક ગીતમાં પણ પર્દા પર કેમીયૉ અદા પેશ કરી હતી.
અજી મત પૂછો કુછ બાત કૉલેજ અલબેલી - સમાજ કો બદલ દાલો - અરૂણકુમાર મુખર્જી, મન્ના ડે સાથે - ખેમચંદ પ્રકાશ 
યુટ્યુબ પર આ ગીતનાં વિડીયો દૃશ્યની શોધ કરતાં એક બીજી લિંક પણ મળે છે પરંતુ તેમાં પણ માત્ર શ્રાવ્ય રજૂઆત છે - 


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……


[i]   

Post a Comment