૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર માં આપણે પુરુષ સૉલો
ગીતો, લતા
મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયકોનાં સૉલો ગીતો અને લતા
મંગેશકરનાં સૉલો ગીતો એવા ત્રણ મહત્ત્વના પડાવ પસાર કરી ચૂક્યાં છીએ.આપણી સફરમાં આપણે હવે યુગલ
ગીતોમાં સ્ત્રીપુરુષ યુગલ ગીતો, સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો,પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ ત્રિપુટી+ ગીતોને ચર્ચાને એરણે
ચડાવીશું.
૧૯૪૯નાં વર્ષમાં આપણને યુગલ ગીતોમાં પણ સંખ્યા, ગુણવત્તા કે લોકપ્રિયતાની દૃષ્ટિએ
પુરુષ કે સ્ત્રી સૉલો ગીતોની સમકક્ષ ગીતો સાંભળવા મળશે. જે કોઈ ફિલ્મમાં એક જોડીનાં એકથી વધારે
યુગલ ગીતો હોય તો એ પૈકી જે ગીત મને સૌથી વધારે પસંદ પદ્યું હોય અથવા તો બિનવિવાદ
લોકપ્રિય રહ્યું હોય તેને તો 'મારી પસંદ'નાં યુગલ ગીતોમાં સમાવેલ છે, અને બાકી કોઈ એક યુગલ ગીત અહીં સમાવેલ
છે.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
ફિલ્મનાં ગીતોમાં સૉલો ગીતો પછીથી
વધારે રચનાત્મકપણે ખેડાયેલો આ પ્રકાર ગણી શકાય. પહેલાં આપણે એવાં સ્ત્રી-પુરુષ
યુગલ ગીતો લઈશું જેમાં બન્ને ગાયકો સંખ્યા તેમ જ વૈવિધ્ય એમ બન્ને દ્રુષ્ટિએ
અગ્રગણ્ય હરોળ સ્થાન ધરાવે છે. ગીતોની યાદી બનાવવા માટે આપણે પુરુષ ગાયકને મુખ્ય
સંદર્ભ તરીકે લીધેલ છે.
મોહમ્મ્દ રફીનાં યુગલ ગીતો : લતા મંગેશકર સાથે
સૌથી પહેલી યાદીમાં સૉલો ગીતોમાં
પણ જે ગાયકોનું સ્થાન અગ્રેસર રહું હતું તેમને જ લઈએ એ તો સ્વાભાવિક છે.
સુન લો દિલ કા અફસાના- અંદાઝ (રીલીઝ ન થયેલું ગીત)
- નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
અપની નઝર સે દૂર વોહ ઉનકી નઝરસે
દૂર હમ -
બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી
મિલ મિલ કે ગાયેંગે દો દિલ યહાં - દુલારી - નૌશાદ - શકીલ
બદાયુની
લમ્બી ઝોરુ બડી મુસીબત,
ન
દિન દેખે ન રાત -
એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી
જરા તુમ્હેં દેખા તો પ્યાર આ ગયા - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ
- કૈફ ઈરાની
તડપા કે મુઝે અબ છોડ દિયા - નમૂના - સી રામચંદ્ર -
ગુલશન જલાલાબાદી
હમને તેરા પ્યાર પા લિયા - લચ્ચી - હંસરાજ બહલ -
મુલ્કરાજ ભાખરી
દિલ લે કે છૂપનેવાલે - પારસ - ગુલામ મોહમ્મદ -
શકીલ બદાયુની
સુન તો લો મેરા અફસાના - રાત કી રાની - હંસરાજ બહલ
- દરબારી લાલ શમીમ
સદા રહે દિન યહી હમારે,
સદા
રહે યહી રાતેં -
સાવન ભાદોં - હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી
સાજન કી ઓટ લે કે હાથોંમેં હાથ લે
કે - ઝેવરાત - હંસરાજ
બહલ - હબીબ સરહદી
હવે પછીથી આપણે મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment