Sunday, April 30, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૭હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
એપ્રિલ મહિનાનો પહેલો દિવસ નિર્દોષ મુર્ખામીઓ વડે જીવનમાં આનંદ કરવાનો ગણાય છે. સોંગ્સ ઑવ યૉરનો લેખ - Some unique good good songs - આપણી બોલીઓમાં શબ્દને પડઘાવવાની લાક્ષણિકતાને હિંદી ફિલ્મો ગીતોમાં ઝીલીને એપ્રિલની પહેલી તારીખના આનંદને નવી નવી અનુભૂતિનાં સ્તરે લઈ જાય છે. જેમ કે


હવે આપણે કલાકારોની જન્મતિથિઓ / પુણ્યતિથિઓ પર યાદ સ્વરૂપે લખાયલા લેખોની નોંધ લઈશું:
Then and now: How a ’40s movie star dealt with a bad marriage and prying eyes -કાનન દેવીએ અશોક મૈત્ર સાથેનું તેમનું ટૂંકું લગ્નજીવન તોડી નાખ્યું કેમ કે તેમને કાનન દેવીની કારકીર્દી ચાલુ રાખવા સામે વાંધા પડતા હતા. આમ કરીને કાનન દેવીએ પોતાના સ્વતંત્ર મિજાજનો પરિચય આપી દીધો હતો.મેખલા સેનગુપ્તાનાં પુસ્તક Kanan Devi The First Superstar of Indian Cinemaમાંથી મંજૂરી સહ સારાંશ; પ્રકાશક હાર્પરકોલ્લીન્સ ઈન્ડીયા
Shamshad Begum with 3Gમાં  ગુલામ હૈદર, ગુલામ મોહમ્મદ અને પંડિત ગોવીંદ રામ માટે શમશાદ બેગમે ગાયેલાં કેટલાંક ખાસ ગીતોને શમશાદ બેગમની ૯૮મી જન્મતિથિએ યાદ કરેલ છે. સોંગ્સ ઑવ યૉર પર શમશાદ બેગમ પરના આ પહેલાં પ્રકાશિત થયેલ લેખ, Shamshad Begum  ટેગ પર ક્લિક કરવાથી વાંચવા મળી શકે છે.
Yesterday’s Films For Tomorrow - બહુ સ્વાભાવિક છે કે પોતાનાં મૃત્યુ પછી પોતાનાં અંગત પુસ્તકો, સામયિકો અને નોંધપોથીઓ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવે તેવી ઈચ્છા જાણીતા સંગ્રાહક અને 'સેલ્યુલોઈડ મેન' તરીકે જાણીતા પીકે નાયર કરે. તાજેતરમાં તેમના ૮૪મા જન્મદિવસની ઉજવણી રૂપે તેમનું પુસ્તક Yesterday’s Films for Tomorrow મુંબઈમાં ખુલ્લું મુકાયું.
આ પ્રસંગને લગતા પોતાના લેખમાં અંતરા નંદા મોંડલ નોંધે છે કે આ પુસ્તક એક વ્યક્તિની ફિલ્મો દ્વારા કહેવાયેલી વાર્તાઓ માટેની અદમ્ય લાગણીઓની જ વાત નથી પરંતુ ફિલ્મોનાં સ્વરૂપ, કામ,અને ચલિત ચિત્રોની ક્ષણભંગુરતા જેવાં બધાં જ પાસાંની વાત છે.
કે એલ સાયગલનાં ગીતો વડે પીયૂશ શર્માં Main Kya Janoon Kya Jadoo Hai: K L Saigal’s Magical Musicમાં સાયગલને અંજલિ આપે છે.
‘KL Saigal’s Songs Started the Sugam Sangeet Revolution’ – In Conversation with Author Pran Nevile  - કે એલ સાયગલ પરનાં પ્રમાણભૂત પુસ્તક KL Saigal – Immortal Singer and Superstar; K.L. Saigal The Definitive Biography અને બહુ તસવીરોથી સજ્જ એવાં Nautch Girls of India: Dancers, Singers, Playmatesના લેખક તરીકે પ્રાણ નેવિલ જાણીતા છે..
ભારતીય વિદેશ સેવા અને સંયુક્ત મહાસંઘમાની તેમની સફળ કારકીર્દી બાદ પ્રાણ નેવિલે ભારતીય કળા ને સંસ્કૃતિને લગતા ખાસ વિષય પર પુસ્તકો લખ્યાં.તેમનાં અન્ય પુસ્તકો છે  Lahore – A sentimental Journey; The Raj Revisited; Love Stories from the Raj; Rare Glimpses of the Raj; Stories from the Raj – Sahibs, Memsahibs and Others; Beyond the Veil – Indian Women in the Raj અને Marvels of Indian Painting: Rise and Demise of Company School.
પોતાનાં ગુરગાંવના ઘરે સુન્દીપ પાહવા સાથેના વાર્તાલાપમાં પ્રાણ નેવિલે કે એલ સાયગલ પર પીયૂશ શર્મા અને સુન્દીપ પાહવાએ તૈયાર કરેલ શ્રેણીબધ્ધ સવાલો પર પોતાના પ્રશિષ્ટ જવાબો અહીં જણાવ્યા છે.
એપ્રિલ, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં હસરત જયપુરીએ તેમની કારકીર્દીની શરૂઆતથી કરીને ૧૯૫૩ની 'અનારકલી' સુધીનાં શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતોને યાદ કરાયાં છે.
અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –
Ten of my favourite ‘not-quite-duet’ songs  - અહીં રજૂ થયેલ ગીતો 'તકનીકી દૃષ્ટિ'એ યુગલ ગીતો છે, પણ સામાન્યતઃ યુગલ ગીતમાં બન્ને ગાયકો મહદ અંશે સરખે ભાગે ગીત ગાય તેમ આ ગીતોમાં નથી જોવા મળતું.કેટલાંક ગીતોમાંથી યુગલ ગીત સહકલાકારને ભાગે માત્ર ગણગણવાનું આવે છે, જ્યારે માત્ર એક જ ગાયક આખું ગીત ગાય છે. જેમકે - ફિર આને લગા યાદ વહી પ્યાર કા આલમ (યેહ દિલ કિસકો દૂં , ૧૯૬૩).મજાની વાત તો એ છે કે આ ફિલ્મમાં આ પ્રકારનું એક નહીં પણ બે ગીત હતાં. કિતની હસીન હો તુમમાં આશા ભોસલે માંડ અડધી પંક્તિ ગાય છે જ્યારે રફીએ આખું ગીત ગાયું છે. ફિર આને લગા યાદમાં તો સ્ત્રી ગાયિકા ઉષા ખન્નાએ અમુક અમુક અંતરે માંડ ત્રણ શબ્દો - પ્યાર કા આલમ-  ગાવાના આવ્યા છે.
ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલ આ પોસ્ટ - Enchanting Salil Chowdhary - આ મહિને આપણા બ્લોગોત્સવમાં લેવા બદલ આપ સૌની માફી માગી લઉં છું.  LINK TO PLAYLIST OF SALIL CHOWDHARY SONGSપર ક્લિક કરવાથી  સલીલ ચૌધરીનાં કંઈક અંશે દ્રુત લયનાં ૧૮ ગીતો સાંભળવા મળશે.
Sound of Lollywood: An obscure movie has a hidden gem for qawwali fans - 'પહેલી જ વાર''મેરે પાસ આઓ', વારાફરતી, આધ્યાત્મિક અને રોમેન્ટિક પણ છે અને સાથે સાથે આનંદપ્રદ પણ છે.
Sahir Ludhianvi’s ‘Woh Subah Kabhi Toh Aayegi’ finds new meaning in ‘Begum Jaan’ - ૧૯૪૭ પછી પ્રતિકાવ્ય સ્વરૂપે નવાં નવાં સ્વતંત્ર થયેલ રાષ્ટ્રની અપેક્ષાઓ અને અંતરાયોને સાહિર લુધ્યાનવીએ વાચા આપી હતી. 'ફિર સુબહ હોગી' (૧૯૫૮)માં ખય્યામે તેને અદ્‍ભૂત ધુનથી જીવંત કર્યું. હમણાં રજૂ થયેલી 'બેગમ જાન'ના અંતની પરાકાષ્ઠાનાં દૃશ્યોમાં ગીતને થોડા ફેરફારો સાથે રીમિક્ષ કર્યું છે. મૂળ ગીત જેટલો ભાવ રીમિક્ષ કરેલ ગીતમાં નથી, પણ કાવ્યના ભાવને તો યોગ્ય ન્યાય મળ્યો કહી શકાય તેમ છે.
A Look at Some of The New Remixes of Old Bolywood Songsએક અન્ય લેખમાં શારદા ઐયર તાજેતરમાં ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયેલ રીમિક્ષ ગીતોની સાથે મૂળ ગીતોની નોંધ લે છે.
Picture the song: When Amol Palekar grinned his way to success in ‘Ye Din Kya Aaye’ - બાસુ ચેટર્જીની 'છોટી સી બાત'નું આખું ભાવ વિશ્વ આ છ મિનિટની સંગીતમય દૃશ્યાવલિમાં સમાઈ ગયું છે.
A pat of butter and a picnic basket of movie memories Amul India bookના ફિલ્મ વિભાગ માટે આ લેખ લખાયો હતો. વધુ વિગત અહીં વાંચવા મળશે.


A Ghulamm Mohd. Song - યે દુનિયા હૈ - શાયર ૧૯૪૯ - લતા મંગેશકર, મુકેશ
Ghantasala modulates the same phrase in several waysઘંટશાલ 'એમાનેને' ને પહેલાં સવાલ તરીકે, પછી ચિંતાના સૂરમાં, પછી સૌમ્ય ભાવમાં અને તે પછી હલબલાટના ભાવમાં એમ અનેક સ્વરૂપે રજૂ કરે છે.
Meethe Bol Bole, Bole Paayaliya – A Sparkling Jugalbandi of Music and Dance - 'કીનારા'નાં, ભુપિન્દર અને લતા મંગેશકરનાં સ્વરમાં ગવાયેલ, મીઠે બોલ બોલે સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર અને ફિલ્મના દિગ્દર્શક અને નૂત્ય નિર્દેશક ગોપી કૃષ્ણનાં સાયુજ્યની કમાલ છે. પ્રસ્તુત લેખમાં આનંદ દેસાઈ અને અંતરા નંદા મોંડલ ગીતનાં એક એક પડને ઉખેળી ગીતની ખૂબીઓનો આસ્વાદ કરાવે છે.
દર વર્ષની સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે આ વર્ષે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના પ્રવેશક નું પહેલું કદમ માંડી ચૂંક્યાં છીએ.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ ૨૦૧૭ના લેખો:


જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિમાં રમેશ પુરોહિતે તેમની કોલમ 'મનોવેદ'માં  ઈસાક મુજાવરે લખેલ 'ગુરુદત્ત એક અશાંત કલાકાર' પુસ્તકમાં ગુરુ દત્તના જીવનમાં આવેલ ત્રણ વ્યક્તિઓ - ગીતા દત્ત, વહીદા રહેમાન અને અબ્રાર અલ્વી-ની ગુરુદત્તનાં કલાકાર તરીકેની હસ્તી પર પડેલી અસરોનું મૂલ્યાંકન કર્યું છે..


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખોમાં એપ્રિલ ૨૦૧૭ માં હિંદી ફિલ્મ સંગીતના પિતામહ અનિલ બિશ્વાસ પરના લેખોની શ્રેણી આદરણીય અનિલદાને વિદાય આપતી વેળા કેટલીક કસોટીની ઝલક સાથે પૂરી થયેલ છે. અને હવે, એ ભાઇ, જરા મેરે સામને દેખો ઔર બતાઓ મૈં કૌન હું.... થી શરૂ કરીને તેઓ એક અન્ય સંગીતકારની દાસ્તાન રજૂ કરી રહ્યા છે.
યુવા પેઢી માટેના લેખો માટેના મહિનાના છેલ્લા શુક્રવારે આપણી સફર સલીમ સુલેમાનનાં સંગીતની ખૂબીઓની વાતને આગળ વધારે છે


એપ્રિલ ૨૦૧૭માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં

સ્ત્રી અવાજમાં ગવાયેલ એક આનંદ અને બીજું કરૂણ ભાવનું એવાં જોડીદાર – એકલ [Solo] – ગીતો – ૨
ફિલ્મીગીતોમાં चाँद
બંદિશ એક, રૂપ અનેક : (૩૦) : "કોઈ સુનતા હૈ ગુરુ જ્ઞાની"
ફિલ્મી ગીતોમાં નયન
અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::

પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં રુક જા મન રે રુક જાનો રસાસ્વાદ માણવા મળશે.
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફીનું ગીત આપણે પસંદ કર્યું છે શારદા ઐયરના લેખ - Dual Versions of the Same Song by Mohammad Rafi and Lata Mangeshkar -માંથી. પ્રસ્તુત લેખમાં શારદા ઐયરે મોહમ્મદ રફી અને લતા મંગેશકરે ગાયેલ બે અલગ સ્વરૂપનાં ૨૧ ગીતોને યાદ કર્યાં છે.
અગર બેવફા તુમકો પહેચાન જાતે - રાત કે અંધેરે મેં (૧૯૬૯) - ગીતકાર અને સંગીતકાર - પ્રેમ ધવન
હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....
Post a Comment