Saturday, May 6, 2017

સ્ત્રી અવાજમાં ગવાયેલ એક આનંદ અને બીજું કરૂણ ભાવનું એવાં જોડીદાર - એકલ [Solo] – ગીતો :: ૩ ::



સ્ત્રી એકલ જોડીદાર ગીતોના આ લેખસસમૂહના પહેલાભાગમાં આપણે ૧૯૪૯ થી ૧૯૫૪સુધીનાં વર્ષનાં અને બીજાભાગમાં ૧૯૫૫ થી ૧૯૬૪સુધીનાં વર્ષનાં ગીતો સાંભળ્યાં છે. આજના આ ત્રીજા અને અંતિમ અંકમાં આપણે ૧૯૬૫થી કરીને  આપની ફિલ્મ સંગીતની મૂળભૂત સફરનાં સીમાંત વર્ષ ૧૯૬૯ સુધીનાં આનંદ અને કરૂણ ભાવનાં સ્ત્રી સ્વરમાં ગવાયેલ એક જ ફિલ્મનાં  જોડીદાર ગીતો સાંભળીશું.

ઈક તુ જો મિલા સારી દુનિયા મિલી //\\ ઈક તુ ના મિલા, સારી દુનિયા મિલે તો ક્યા હૈ - હિમાલયકી ગોદમેં (૧૯૬૫ ) - લતા મંગેશકર - કલ્યાણજી આણંદજી

મનના કોઈક ખૂણે જેને સંવારતાં રહ્યાં છીએ તે પાત્ર મળી જાય એ કલ્પના માત્રથી આસપાસની દુનિયા બાગબાગ થઈ ઊઠે છે.... 

પણ જો તેમ ન થાય, તો દુનિયાની તમામ વસ્તુઓ મળે તો પણ શું?

દુનિયા મેં ઐસા કહાં સબકા નસીબ હૈ, કોઈ કોઈ અપને પિયાકે કરીબ હૈ - દેવર (૧૯૬૬) - લતા મંગેશકર - રોશન

બાળપણનાં સખ્ય સમયે મોટાં થઈને એક સાથે જીવન જીવવાની કલ્પનાથી થતો આનંદ સંગીતકારે તેમની આગવી ધુન અને અનોખી વાદ્યસજ્જામાં ઝીલી લીધો છે.

પણ સમાજમાં અમીર ગરીબ વર્ગ વચ્ચેની દિવાલ પ્રેમીઓ માટે સદા ખલનાયક જ બની રહે છે, ત્યારે આવતી એ બાળપણની યાદોનાં દર્દને પણ સંગીતકારે એટલી જ સરળતાથી વ્યક્ત કરેલ છે.

મૈં તેરી રે દિલ તેરા તેરા રે મિતવા જાન ભી માંગો દૂં - તસવીર (૧૯૬૬) - આશા ભોસલે - સી રામચંદ્ર - ડી એન મધોક
આનંદના ભાવનાં પહેલાં વર્ઝનમાં ગીતની બાંધણી જ આનંદ્થી છલકે છે.
કરૂણ ભાવના ઉપાડમાં આલાપનો જે ટુકડો છે તે જ ગીતનો મૂડ બાંધી આપે છે.

આ..વારા અય મેરે દિલ, જાને કહાં હૈ તેરી મંઝીલ - રાત ઔર દિન (૧૯૬૭) - લતા મંગેશકર - શંકર જયકિશન

પાશ્ચાત્ય નૃત્યની એક બહુ ખ્યાત શૈલી, વૉલ્ઝ, પરથી હિંદી ફિલ્મોમાં અનેક ગીતો બન્યાં છે. અહીં પણ પહેલું વર્ઝન તો પાર્ટીમાં ચાલી રહેલ નૃત્ય પર જ નાયિકા ગીત ગાય છે. પણ બીજાં વર્ઝનમાં ઝીંદગીની રાહની ખોવાઈ ગયેલી મંઝિલ પર એકલપંડે ખેડવી પડતી સફરની પીડા વ્યક્ત થઈ રહી છે.

ચંદા હૈ તૂ મેરા સુરજ હૈ તૂ - આરાધના (૧૯૬૯) - લતા મંગેશકર - એસ ડી બર્મન - આનંદ બક્ષી

ગીતનો પહેલો ભાગ પોતાના ના પુત્રની સાથે રમતી ખેલતી માની ખુશી, આશાઓ અને અરમાનોને વ્યક્ત કરે છે.

બીજા ભાગમાં કરૂણતા એ છે કે ઘરમાં આવેલા યુવાન પુત્રને પોતાની મા સાથે વીતાવેલી પેલી બાળપણની ક્ષણો યાદ તો આવે છે, પણ તેને ફરીથી સદેહે જીવવા તેની માની હાજરી ત્યાં નથી.

એક વર્ઝન રેકોર્ડ થાય, પણ પર્દા પર બીજું જ સ્વરૂપ ફિલ્માવાયું હોય

હિંદી ફિલ્મ સંગીતમાં રેકોર્ડ પર ગીતનું એક સ્વરૂપ હોય અને ફિલ્મના પર્દા પર બીજું સ્વરૂપ હોય એવાં ઉદાહરણો પણ ઘણાં જોવા મળે છે. ઘણી વાર રેકોર્ડીંગ કંપની જ બંને સ્વરૂપમાટે અલગ અલગ ગાયકને કામ સોંપતી, કોઇ કોઈ કિસ્સાઓમાં મૂળ ગાયકને બદલે - અમુક કિસ્સામાં જે પોતે પણ ખ્યાતનામ હોય તેવાં - કોઈ બીજાં ગાયકને નિર્મતા અને રેકોર્ડ કંપની વચ્ચેના કરારોની શરતોનાં અનુપાલન માટે કરીને, કોઈ વાર રેકોર્ડ બહુ પહેલાં રજૂ કરીને તેની પ્રખ્યાતિની અસર ફિલ્મની સફળતા પર પડશે એવી ધારણાઓ જેવાં કંઈ કેટલાંય કારણો પણ પાછાં અનેક સ્વરૂપે હોય.

પુરૂષ સ્વરનાં ગીતોનાં આ પ્રકારનાં ઉદાહરણો આપણે એ વિષેના લેખમાં સાંભળી ચૂક્યાં છીએ. અહીં આપણે સ્ત્રી સ્વરનાં આ પ્રકારનાં ઉદાહરણોની વાત કરીશું.

અહીં રજૂ કરેલ ૧૯૪૮ની ફિલ્મ 'અનોખા પ્યાર' એક બહુ અનોખો કિસ્સો જણાય છે. ફિલ્મમાં નલીની જયવંત અને નરગીસ એમ બે નાયિકાઓ હતી. પર્દા પર નલીની જયવંત માટે લતા મંગેશકરનો અને નરગીસ માટે મીના કપુરનો સ્વર પાર્શ્વગાયનમાં જોવા મળે છે. પણ, કોઈક અકળ કારણોસર, જેની સાથે આજની તારીખે આમ જૂઓ તો આપણને બહુ નિસ્બત ન હોય, ફિલ્મના પર્દા પરનાં મીના કપુરના અવાજમાં જોવા મળતાં બધાં ગીત રેકોર્ડ પર લતા મંગેશકરના અવાજમાં સાંભળવા મળે છે.

મેરે લિયે વોહ ગમ-એ-ઈન્તઝાર છોડ ગયે - અનોખા પ્યાર (૧૯૪૮) - અનિલ બિશ્વાસ

મીના કપુરના સ્વરમાં

લતા મંગેશકરનાં સ્વરમાં ગવાયેલ સ્વરૂપનો ઑડીયો રૂપે જ છે, પણ એમાં ગાયકી,  સૂર અને વાદ્યસજ્જામાં કરાયેલા ફેરફારો ધ્યાન બહાર નથી રહી શકતા.

યાદ રખના ચાંદ તારોં ઈસ સુહાની રાત કો - અનોખા પ્યાર (૧૯૪૮) - અનિલ બિશ્વાસ

મીના કપુરના સ્વરમાં

આ ગીતનું મુકેશ સાથેનું - જોડીદાર - યુગલ ગીત પણ છે

લતા મંગેશકરના સ્વરમાં રેકોર્ડ થયેલું વર્ઝન

લતા મંગેશકરનાં મુકેશ સાથેનાં યુગલ ગીતવાળું સ્વરૂપ

 એક દિલકા લગાના બાકી થા વો ભી લગાકે દેખ લિયા - અનોખા પ્યાર (૧૯૪૮) - અનિલ બિશ્વાસ

મીના કપુરના સ્વરમાં

લતા મંગેશકરના સ્વરનું સ્વરૂપ 


જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર (૧૯૪૮) - અનિલ બિશ્વાસ - ગીતકાર : ઝીયા સરહદી

અનિલ બિશ્વાસ ગીતની સિચ્યુએશન મુજબ ધુનમાં જે પ્રયોગ કરવા પડે તે કરતાં અચકાતા નહીં...

મીના કપુરના સ્વરમાં ગવાયેલાં ગીતના ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેની ઇન્ટરનેટ લિંક નથી મળી શકી.

લતા મંગેશકરના સ્વરનું સ્વરૂપ 

આ ગીત સાંભળ્યા બાદ મુકેશના અવાજમાં ગવાયેલ જોડીદાર ગીત દ્વારા આ વાત તરત જ સમજાઇ જાય છે

ગોરે ગોરે હાથોંમેં મહેંદી રચા કે અખિયોંમેં કજરા લગાય કે, ચલી દુલ્હનિયાં પિયાસે મીલને છોટા સા ઘુંઘટ નિકાલ કે..- પરિણીતા (૧૯૫૩) - અરૂણ કુમાર મુખર્જી
પ્રસ્તુત કિસ્સામાં પણ ખરૂં કારણ શું હશે અને કયું વર્ઝન પહેલાં રેકર્ડ થયુમ હશે તે તો કહી શકાતું નથી, પરંતુ બન્ને વર્ઝન માટે સંગીતકારે ખાસ ફરક કર્યા છે તે તો કાને વળગીને સાંભળવા મળે છે.
આશા ભોસલે (અને સાથીઓ)ના સ્વરનું સ્વરૂપ
ગીતા રોય (અને સાથીઓ)ના સ્વરનું સ્વરૂપ

યે ખામોશીયાં યે તારોં ભરા આસમાં - સમ્રાટ (૧૯૫૪) - લતા મંગેશકર / આશા ભોસલે - સંગીતકાર હેમંત કુમાર - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

અનોખા પ્યાર કરતાં અહીં કિસ્સો કંઈક જૂદો હશે. જોકે લતા કે આશામાંથી પહેલું કયું વર્ઝન રેકર્ડ થયું હશે તેની અધિકૃત માહીતી તો નથી મળતી. આજે આપણા માટે એ કારણો કદાચ મહત્ત્વનાં ન પણ કહી શકાય, આપણે તો બે ગાયિકાઓના સ્વરમાં રેકર્ડ થયેલાં ગીતોમાં જે સૂક્ષ્મ ફેરફારો કરાયા છે તેને જ માણવાના છે.

 જૂદા જૂદા સંદર્ભમાં રજૂ થયેલ અલગ અલગ સ્વરૂપ

આનંદ અને કરૂણ ભાવને ઉજાગર કરતાં ગીતો કરતાં આ પ્રકાર એ અર્થમાં અલગ પડે છે કે બન્ને વર્ઝન સાવ જ જૂદા જણાતા સંદર્ભની સીચ્યુએશનમાં રેકર્ડ કરાયાં છે.
ઉનકો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે, અપની તો યે આદત હૈ કે હમ કુછ નહીં કહતે - અદાલત (૧૯૫૮) - લતા મંગેશકર - મદન મોહન
આપણે એક સમયે રેડીયો પર કે રેકોર્ડ પર આ સ્વરૂપ અનેક વાર સાંભળ્યું છે અને પસંદ પણ ખુબ જ કર્યું છે
ફિલ્મમાં આ રચનાને મુશાયરામાં શાયરાના અંદાજમાં પણ રજૂ કરાયેલ છે.
સુન સુન સુન ઝાલીમા, હમકો તુમસે પ્યાર હો ગયા - આરપાર (૧૯૫૪) - ગીતા દત્ત, મોહમ્મદ રફી - ઓ પી નય્યર - મજરૂહ સુલ્તાનપુરી
'પ્યાસા' પહેલાં ગુરુ દત્તે જે હલકી ફુલ્કી ફિમો આપી તેના મૂડને એક અદ્મ બંધબેસતું રમતીયાળ યુગલ  આપણે બધાં ઘણી વાર સાંભળ્યું પણ છે અને સહાર્યું પણ છે.
મુખડાના શબ્દોમાં થોડા ફેરફાર સાથે ગીતનો ભાવ પણ સાવે સાવ જ બદલાઈ ગયો છે.
આડ વાતઃ
આ ગીતના ભાવનો ઉપયોગ કરીને ગીતનું રીમિક્ષ વર્ઝન ૨૦૧૫ની બહુ લોકપ્રિય થયેલ ફિલ્મ તનુ વેડ્સ મનુમાં મુકવામાં આવ્યું છે..

અલગ અલગ પ્રકારનાં એક જ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ જૂદાં જૂદાં વર્ઝનના ગીતોની આપણી સફર હવે પછીના અંકમાં નવા પડાવ તરફ આગળ વધશે.

No comments: