Wednesday, January 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧_૨૦૧૮



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૮ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ફિલ્મ સંગીતના સુવર્ણ સમય પરના બ્લૉગ્સ અને ગીતોના આપણા આ બ્લૉગોત્સવના છઠ્ઠાં વર્ષનાં ખાતાના ઉઘાડના વર્ષ ૨૦૧૮ના જાન્યુઆરીના પહેલા મહિનાના અંકની શરૂઆત આપણે ૧૯૫૪ની ફિલ્મ 'સમ્રાટ'નું આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું 'સબકો મુબારક નયા સાલ'થી કરીએ.

૨૦૧૮ના પહેલા જ દિવસે સોંગ્સ ઑફ યોર પર પણ It’s prose, It’s recitation, It’s a song વડે થયેલી રજૂઆત પણ ગીતોની શૈલીમાં કહેવાતા સંવાદો (કે પછી સંવોદોની શૈલીમાં ગવાતાં ગીતો) જેવા એક નવા વિષયને આપણી સમક્ષ મૂકે છે. સંવોદો અને ગીતને એક સરખી રીતે રજૂઆત કરવાની આ શૈલી એક સમયે પારસી રંગમંચની આગવી લાક્ષણિકતા ગણાતી. જેમ કે,
તૂ દિલ કા ખુદા રૂહ કા કિર્દગાર -  પરદા (૧૯૪૯) - મોહમ્મદ રફી - શર્માજી (પછીથી ખય્યામ) - તન્વીર નક઼્વી  
અને હવે સંવત્સરી / જન્મ દિવસ અંજલિઓને લગતી પૉસ્ટ્સ જોઈએ:
Tum Kya Jaano Tumhari Yaad Mein: Lingering Melodies of the Versatile C Ramchandra  - ૧૨ જાન્યુઆરી, ૧૯૧૮ એ સી રામચંદ્રની ૧૦૦મી જન્મતિથિ હતી ...એ નિમિત્તે પીયૂષ શર્મા તેમની પહેલી ધૂમ સફળતા માટે યાદ કરાતી ફિલ્મ 'અલબેલા' (૧૯૫૧)ને યાદ કરે છે. ફિલ્મમાં ભગવાન ડબલ રોલમાં હતા - એક પાત્રને થીયેટરના પ્રસ્થાપિત ગાયક કલાકારની પ્રેરણા લઈને ભગવાન પણ ગાયક અભિનેતા બને છે. થીયેટર કળાકારના નાનાં પાત્રમાં ભગવાને પરદા પર ગાયેલ ગીત રફીના સ્વરમાં છે જ્યારે સ્ટાર બની ચૂકેલ બીજા પાત્રનાં ગીતો ચિતળકરના સ્વરમાં છે.૧૯૫૯ની ફિલ્મ 'શરારત'માં પણ આ જ રીતે કિશોરકુમારના એક રોલનાં હમ મતવાલે નૌજવાં જેવાં ગીત કિશોર કુમારના જ સ્વરમાં છે જ્યારે બીજા રોલ દ્વારા પરદા પર ગવાયેલ અજીબ હૈ દાસ્તાં તેરી અય જિંદગી મોહમ્મદ રફીના સ્વરમાં છે.……
ઘણાં લોકોને કદાચ ખ્યાલ નહીં હોય કે મોહમ્મદ રફીની કારકીર્દીની ભારતભરમાં ગુંજેલી પહેલવહેલી સફળતા સી રામચંદ્રની ફિલ્મ સફર (૧૯૪૬)ની રચના કેહ કે ભી ના અયે તુમ અબ છીપને લગે તારે હતી. સી રામચંદ્રને મોહમ્મદ રફીના સ્વર પર એટલો ભરોસો હતો કે આ ફિલ્મમાં તેમણે રફીના સ્વરમાં બીજું સૉલો અબ વો હમારે હો ગયે ઈક઼રાર કરે યા ના કરે પણ રેકોર્ડ કર્યું હતું. એ પછીના વર્ષે આવેલ 'સાજન'નું રફીના સ્વરમાં ગવાયેલ હમ કો તુમ્હારા હી આસરા, તુમ હમારે હોન હો પણ હિટ થયું હતું. આ ગીતનું લલિતા દેઉલકર સાથેનું યુગલ વર્ઝન પણ બહુ લોકપ્રિય થયેલ.
Chitalkar Ramachandra Sings: Ten Songs - એસ ડી બર્મને ગાયેલાં ગીતો તેમના અલગ જ સ્વરને કારણે જેમ આપોઆપ ઓળખાઈ જતાં તેમ સી રામચંદ્રએ ચિતળકર નામથી ગાયેલ ગીતો, સામાન્ય શ્રોતાથી જલદી પરખાઈ ન જતાં.
The Greats: Geeta Bali - ગીતા બાલી શમ્મી કપૂરના જીવનમાં પ્રેમનું ઝરણું બનીને આવી હતી (શમ્મી કપૂરના અવાજમાં સાંભળીએ). 'કોકા કોલા' અને 'કોફી હાઉસ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરતાં થયેલ પરિચય 'રંગીન રાતેં'ના શૂટીંગ સુધીમાં ગાઢ પ્રેમમાં પરિવર્તીત થઈ ચૂક્યો હતો.  
Rahen Na Rahen Hum, Mehka Karenge . . . સુચિત્રા સેનને અંજલિ છે. સુમિત્રા સેનનાં પોતાનાં અંગત વર્તુળની એક રહસ્યમય આભા હતી જે હિંદી સિનેમાના ઈતિહાસ સાથે વણાઈ ગયેલ છે.
Poet and lyricist Neeraj: ‘Poetry has kept me intoxicated throughout my life’ - ૪થી જાન્યુઆરીના રોજ ગોપાલદાસ સક્સેના 'નીરજ'ના ૯૩મા જન્મ દિવસ નિમિત્તે આદિત્ય શર્મા ૧૯૬૦ના દસકાના અંતથી '૭૦ના દાયકાના પહેલા ભાગ દરમ્યાન હિંદી ફિલ્મોમાં 'નીરજ'નાં ગીતોને કારણે આવેલ એક ખાસ સુરખીને યાદ કરે છે.
એક ગીતના રેકોર્ડીંગ સમયે નીરજ (છેક જમણે) એસ ડી બર્મન સાથે
 Vijay Anand - A Committed Filmmaker ગીતના ફિલ્માંકનની 'ભાષા' પર વિજય આનંદનું એવું ગજબ પ્રભુત્વ હતું કે એ સમગ્ર ફિલ્માંકન જ એક કાવ્ય બની જતું.
N Dutta’s film tunes are not heard as widely but they should not be forgotten - Rudradeep Bhattacharjee - સંગીતકાર એન દત્તાનાં શરૂઆતનાં ગીતોમાંનાં અબ વો કરમ કરે કે સિતમ (મરીન ડ્રાઈવ), યે બહારોં કા સમા ખો ન જાએ આ ભી જા (મિલાપ) કે મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી (ચંદ્રકાન્તા) જેવાં ગીતો હિંદી ફિલ્મ સંગીતના ચાહકો ભૂલ્યા નથી...ધૂલકા ફુલ'નું તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા તો યાદ છે ને? એન દત્તાએ આ જ ધુનએ નિરૂપા રોયની એક કરૂણ ફિલ્મ - મોહિની (૧૯૫૭)માં મોહમ્મદ રફીના જ સ્વરમાં ગવાયેલ, પરંતુ મહદ અંશે ભૂલાઈ ચૂકેલ,'ક્યા ક્યા સિતમ તુજ પે ન હુએ'ગીત સ્વરૂપે વાપરી ચૂક્યા હતા.
એન દત્તા અને મોહમ્મદ રફી । સૌજન્ય રૂપ નાઈક

.
એન દત્તા - આશા ભોસલે અને વાયોલિનવાદક વૃંદ સાથે
N Datta – A Tributeએન દત્તાના શાસ્ત્રીય આધાર પરનાં કે ક્લબ માં રોક એન્ડ રોલ જેવી પાશ્ચાત્ય ધુનો પરનાં ગીતો છે ઓછાં પણ તએ શૈલીમાં પણ તેમના પ્રયોગો આગવા જરૂર રહ્યા છે. [આજના અંકના અંતમાં આપણે એવાં બે એક ગીતો યાદ કર્યાં છે.] દેશભક્તિના ભાવનાં ગીતોમાંનું આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું 'ભાઈ બહેન'નું ગીત સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા તેમની વિવિધ વિષયો પર ગીત બનાવવાની કળાનો એક વધુ પુરાવો છે.
શમ્મી કપૂરની કારકીર્દીની શરૂઆતની 'ઠોકર', 'મેમસાહિબ', 'સિપાહ સલાર', 'મેહબૂબા','ચોર બાઝાર', 'લયલા મજનુ' કે 'મોહર' જેવી ફિલ્મોમાં પરદા પાછળનો સ્વર Talat Mahmood Was the First Voice of Shammi Kapoor not Mohd Rafi !!!
Lata sings for Chitragupt જેમાંથી પરિણમ્યાં અનેક યાદગાર, મધુર ગીતો, જેનું આ એક ઉદાહરણ કાફી બની રહેશે:
દિવાને હમ દિવાને તુમ - બેઝુબાન (૧૯૬૨) - ગીતકાર: પ્રેમ ધવન
The Great Biopics Of Bollywwod માં હિંદી ફિલ્મોમાં રજૂ થયેલ કેટલીક આત્મકથારૂપ ફિલ્મોની વાત સંક્ષિપ્તમાં કહેવાઈ છે.
જાન્યુઆરી, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું  શીર્ષક હેઠળ તેમની કારકીર્દીનાં ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં કેટલાંક વિસારે પડતાં  ગીતો પર એક નજર કરેલ છે..
‘Toone Zindagi Me Ek Baar Pi’ - Bahadur Sohrabji Nanji  - બી એસ નાનજીનું બસેરા (૧૯૫૦)નું એમ એ રૌફનું સ્વરબદ્ધ કરેલ મુબારક બેગમ સાથેનું યુગલ ગીત દેખોજી બાત સુનો હમસે તુમ આન મિલો તેમની ગાય પ્રતિભાની પહેચાન કરાવે છે... આ ઉપરાંત શંકર- જયકિશન માટે તેમણે હમેંબઃઈ દે દો સહારા (સીમા, ૧૯૫૫), યાદ ન જાએ બીતે દિનોંકી (દિલ એક મંદિર, ૧૯૬૩) જેવાં ગીતોમાં હાર્મોનિયમ પર, સુનો છોટી સી ગુડીયાકી લંબી કહાની (સીમા, ૧૯૫૫)માં પિયાનો કે કહાં જા રહા હૈ તૂ અય જાનેવાલે (સીમા, ૧૯૫૫) માટે ઓર્ગન પર સંગત કરી હતી.રોશનના સહાયક તરીકે પણ તેમણે ૧૬ ફિલ્મોમાં કામ કર્યું છે,
Baar Baar Din Ye Aaye, Tum Jiyo Hazaaron Saal … માં હિંદી ફિલ્મોનાં જન્મ દિવસની ઉજવણીનાં ગીતોને યાદ કરાયાં છે.
Of Whiners and Doormats -  હિંદી ફિલ્મોમાં ક્યાંતો રોકકળના ભાવવાળાં કે પછી સામે વાળાં સામે પગલૂછણિયાં બની જવાની ભાવનાવાળાં ગીતોનો પણ એક પ્રકાર રહ્યો છે. પોતાની જાત પર દયા ખાવાના કે પોતે કરેલા ત્યાગના ભાવમાં શહાદતના પૂરક જણાતા ભાવ ગીતોમાં કેન્દ્રસ્થાને હોય છે. આવાં ગીતો પુરુષ સ્વરમાં પણ જોવા મળે છે. અહીં રજૂ કરેલાં આ પ્રકારનાં ગીતોમાંથી એક નમૂનાનું ગીત ફરી સાંભળીએ :
મુઝકો સહારા દેનેવાલે - ઈસીકા નામ દુનિયા હૈ (૧૯૬૨) - આશા બોસલે - રવિ - એસ એચ બિહારી
Music Has No Boundaries: 7 Indian Songs That Became Huge International Hits - Sanchari Pal  - ભારતીય ગીતોમાંથી વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધિ પામેલ જિમકી કમાલ પહેલું ગીત નથી. અહીં બીજાં એવાં ૭ ગીતોની યાદી રજૂ કરવામાં આવી છે.
Returning To: Padmini’s Navarasa, Classical Dancing to Sia, and Bollywood Raag Yaman (plus) - નૃત્યકળાકાર પદ્મિનીએ એક જ નૃત્યમાં નવરસ રજૂ કર્યા બાદ, લેખકે એવા બીજા પ્રયોગો પણ ખોળી કાઢ્યા છે. તે ઉપરાંત રાગ યમન અને યમન કલ્યાણની પણ સમજ નૃત્ય દ્વારા રજૂ કરતી ક્લિપ પણ લેખમાં સમાવાઈ છે.
Nuptials in Bollywood માં હિંદી ફિલ્મોમાં લગ્ન પરનાં ગીતોનું એક સ-રસ સંકલન રજૂ કરાયું છે.
Looking for romance and finding RD Burman in ‘Jaane Ja’ from ‘Jawani Diwani’ - નંદીની રામનાથનું કહેવું છે કે ફિલ્મ 'જવાની દિવાની'નું આ ગીત ગાયકીનો એક પાઠ પરવડી શકે છે. નાયક નાયિકાને ઝાડીઓમાં શોધતાં શોધતાં ઊંચા સૂરમાં નાયિકાને પોકાર કરતો ફરે છે, જવાબમાં નાયિકા એકદમ નીચા સૂરમાં પોતાની હાજરી જણાવતી જાય છે અને સામે નાયકને શોધવા મથે છે. આર ડી બર્મને ઘણી કઠીન વાદ્યવૃંદ રચનાઓને એકદમ સરળ શૈલીમાં રજૂ કરઈ છે. અહીં તેઓ ગાયક સ્વરના સૂરને પણ વાદ્યવૃંદની ગુંથણીમાં વણી લે છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના યુગલ ગીતોના પર અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતોનો ભાગ અને , સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી, ત્રિપુટી+ગીતો સાંભળ્યાં.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી, ૨૦૧૮ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ વનરાજ ભાટિયા ની લેખમાળા જાન્યુઆરી, ૨૦૧૮માં પૂરી કરી છે.....

વનરાજની મૃદુ નિખાલસતા પણ સામાને સ્પર્શી જાય એવી રહી છે
જિંગલ્સ, ફિલ્મો, નાટકો, બેલે અને પરાકાષ્ઠા રૃપે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રે પણ માતબર પ્રદાન કર્યું
સાંભળવાનું-ગણગણવાનું મન થાય એવું કામ વનરાજ ભાટિયાએ કર્યું

તે ઉપરાંત તેઓ નોંધે છે કે ફિલ્મ સંગીતનો સૂર્યાસ્ત નજીક આવી રહ્યો છે ?કમ સે કમ અભ્યાસીઓ એવું માને અને કહે પણ છે
જાન્યુઆરી, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૧) : નવાં વર્ષની મુબારકબાદ, પતંગબાજી અને શિવ મહિમા
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૮ – બન્ને વર્ઝન યુગલ (કે કોરસ) ગીતો
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (3)
બંદિશ એક, રૂપ અનેક – ૩૯ – “કૌન ગલી ગયો શ્યામ”
સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

આજના અંકમાં મોહમ્મદ રફીનાં ગીતોને સી રામચંદ્ર તેમ જ એન દત્તાના સંદર્ભમાં આપણે યાદ કરી ગયા. એન દત્તા પરના લેખમાં નોંધ્યું છે તેમ તેમણે પાશ્ચાત્ય ધૂનો પર રચેલાં મોહમ્મદ રફીનાં ગીતોને આજના અંકના અંતમાં સાંભળીએ:

લાલ લાલ ગાલ જાન કે લાગૂ, ચોર ચોર ભાગ પરદેસી બાબુ - મિ. એક્ષ (૧૯૫૭) - મજરૂહ સુલ્તાનપુરી 

વન ટુ થ્રી ફોર દિલ કા તૂ હૈ ચોર - બ્લેક કેટ (૧૯૫૯) - સુમન કલ્યાણપુરી - જાં નિસ્સાર અખ્તર 

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

No comments: