હિંદી ફિલ્મનાં ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે
રહ્યો છે. હિંદી ફિલ્મનાં ગીતોમાં મારો લગાવ કંઈક
અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. તેથી ૧૯૪૮નાં યુગલ ગીતોમાંથી અત્યાર સુધી
રેડિઓ કે રેકોર્ડ્સ કે કેસેટ્સ કે સીડી કે ઈન્ટરનેટ જેવાં માધ્યમો થકી જે ગીતો
વધારે સાંભળવા મળતાં રહ્યાં છે તેવાં ગીતો પૂરતી જ મારી પસંદગી મર્યાદિત ન રાખવા
માટે બને તેટલાં વધારે ગીતોની પહેલે તબક્કે પસંદગી કરી અને તેમને બે ત્રણ વાર
સાંભળીને તેમાંથી ખરેખર કોઈ ગીત વધારે ગમી જાય એવું જણાય તો આ યાદીમાં સમાવવું
તેવો મેં સભાન પ્રયાસ પણ કર્યો છે.
જે ગીતોને પહેલવહેલી વખત સાંભાળવાની તક મળી છે એ પૈકી કેટલાંક ગીતો
ખરેખર ફરી ફરી સાંભળવા ગમે એવાં પણ લાગ્યાં, પણ આ યાદીમાં તો
એમાનું એક જ ગીત સ્થાન મેળવી શક્યું. ગીતની યાદી જોતાંવેંત એ ગીત અલગ જ પડી આવશે
એમ મને ચોક્કસ લાગે છે એટલે અહીં તેનો અલગથી ઉલ્લેખ નથી કર્યો.
પસંદગીની મારી મર્યાદાઓને આધીન, ૧૯૪૮નાં મને વધારે ગમેલાં યુગલ ગીતો, કોઈ નિશ્ચિત
ક્રમમાં ગોઠવ્યા વિના,
સાદર રજૂ કરું છું:
મૂકેશ + લતા
મંગેશકર - અબ યાદ ન કર ભૂલ જા અય દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ
અઝીમાબાદી
મોહમ્મદ રફી + લલિતા દેઉલકર - મોરે રાજા હો લે ચલ નદીયા કે પાર - નદીયા કે પાર - સી રામચંદ્ર - મોતી બી એ
શમશાદ બેગમ + સુરેન્દ્ર - ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયા - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ + શૈલેશ - કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈ જીવનસાથી - આગ -રામ ગાંગુલી - સરસ્વતી કુમાર
દીપક
મોહમ્મદ રફી,
ખાન મસ્તાના,
સાથીઓ - વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો -શહીદ -
ગુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન
મોહમ્મદ રફી, ચિતળકર, જી એમ સાજન, સાથીઓ - અજી ખુશીયાં મનાએ ન ક્યુ હમ,હમ કિસીસે ક્યું ડરે, કિસ્મત હમારે સાથ હૈ, જલનેવાલે જલા કરે - ખીડકી - સી રામચંદ્ર - પી એલ સંતોષી, તેમ જ તેનું
શમશાદ બેગમ,
લતા મંગેશકર, મોહનતારા તલપડે અને સાથીઓના સ્ત્રી સ્વરોમાં ગવાયેલું પ્રતિઘોષ સમું
બીજું વર્ઝન પણ.
જો બહું સીધાં જ દેખીતાં ગીતથી આગળ મારે પસંદગી કરવાની હોય, કે અન્ય કોઈ પણ માપદંડ લગાડવા કોશીશ કરવાની હોય, ૧૯૪૮નું મને સૌથી વધારે પસંદ પડેલ યુગલ ગીત તરીકે મારી મહોર તો વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો (શહીદ - મોહમ્મદ
રફી, ખાન
મસ્તાના, સાથીઓ
- ગુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન) પર જ લાગે.
પરંપરાગત પુરુષ-સ્ત્રી યુગલ ગીતને પસંદ કરવાની જ શરત લાગુ કરીએ તો
હું ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયા (અનોખી અદા - શમશાદ બેગમ + સુરેન્દ્ર - નૌશાદ - શકીલ બદાયુની) ને પણ ઉમેરૂં.
હવે પછીના અંકમાં 'મને સૌથી વધારે પસંદ પડેલા (વર્ષ ૧૯૪૮ માટેના) સંગીતકારો' અહીં રજૂ કરીને આપણે ૧૯૪૮નાં ગીતોની ચર્ચાનું સમાપન કરીશું.
પાદ નોંધઃ '૧૯૪૮નાં યુગલ ગીતો' પર ક્લિક કરવાથી બધી જ પૉસ્ટ્સમાં રજૂ કરાયેલાં ૧૯૪૮નાં યુગલ ગીતો એક જગ્યાએથી મેળવી શકાશે.
No comments:
Post a Comment