Thursday, May 3, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પ્રવેશક

સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯ના સીમા ચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં ૧૯૪૮નાં વર્ષને પાર કરીને હવે ૧૯૪૭નાં વર્ષના પડાવ - Best songs of 1947: And the winners are? - પર અગળ વધે છે.

સોંગ્સ ઑફ યોરની એ સફરની સાથે સાથે આપણે પણ ૧૯૪૭નં વર્ષને ચર્ચાને એરણે સાંભળવાનું શરૂ કરીશું. ૧૯૪૭નું વર્ષ આપણા દેશના ઈતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે એ વાત તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય. પણ તે સાથે હિંદી ફિલ્મ જગત માટે આગવું મહત્ત્વનું બની રહ્યું. ગ઼ુલામ હૈદર,રફીક઼ ગઝનવી, ફિરોઝ નિઝામી ક એનૂરજહાં જેવાં કેટલાય નામી અનામી કલાકારો પાકીસ્તાન જઈ વસ્યા. વર્ષની શરૂઆતમાં જ - ૧૮ જાન્યુઆરીના રોજ - કુંદન્લાલ સાયગલ આ દુનિયાથી ૪૩ જ વર્ષની વયે જ, કાયમી વિદાય લઈ ગયા. ૧૯૪૭નાં વર્ષમાં લતા મંગેશકરે ફિંદી ફિલ્મ સંગીત જગતમાં પાર્શ્વગાયક તરીકે 'આપ કી સેવામેં' ફિલ્મ દ્વારા પદાર્પણ કર્યું.

૧૯૪૯ પહેલાંનાં દરેક વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે લેતી વખતે મારા મનમાં એક મુંઝવણ ઘુંટાય છે - આ વર્ષોનાં ખૂબ જ જાણીતાં અને રેડીયો પર બહુ વાર સાંભળવા મળતાં ગીતો સાથે મારો પરિચય ન બરાબરનો રહ્યો છે. એક તરફ ક્યારે પણ ન સાંભળવા મળેલ ગીતોને સાંભળવાની ઉત્સુકતા તો બીજી તરફ એ ગીતો માટે અભિપ્રાય બાંધતાં મારી પોતાની પસંદગીની મર્યાદાઓ મને વધારે સભાન કરે છે. જો કે ૧૯૪૯ કે ૧૯૪૮ ના ગીતો કરતાં સોંગ્સ ઑફ યોર પરના વિહંગાવક પ્રવેશ્ક લેખ પરનાં ૧૯૪૭નાં ગીતો વધારે પરિચિત જણાતાં હોય તેમ જણાય છે. ખેર, આ પૂર્વધારણા કેટલી હદે ચર્છાને એરણે ખરી નીવડશે તે તો આગળ જતાં જ જણાશે.

૧૯૪૭નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. : –
૧૯૪૭નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)    
  • સી રામચંદ્રનાં આના મેરી જાન સન્ડે કે સન્ડેની લોકપ્રિયતાએ નાણાંની કોથળીઓ, આજ સુધી, છલકતી રાખી છે. 
  • નૌશાદની સફળતા દર્દ, એલાન અને નાટક જેવી ફિલ્મો દ્વારા બરકરાર રહી. 
  • એમ એસ સુબુલક્ષ્મી એ મીરાને ફિલ્મના પરદા પર અને લાખની રેકર્ડ્સ પર જીવંત કર્યાં. 
  • ખુર્શીદ અન્વર કે એલ સાયગલની આ વર્ષે રજૂ થયેલ તેમની અંતિમ ફિલ્મ 'પરવાના'માં કે એલ સાયગલ તેમ જ સુરૈયાનાં કેટલાંક શ્રેષ્ઠતમ ગીતો આપે છે.

આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -
પંડિત અમરનાથ, હુસ્નલાલ, ભગતરામ
મિર્ઝા સાહિબાન - એક માત્ર ફિલ્મ જેમાં આ ત્રણે ભાઈઓએ એક સાથે સંગીત આપ્યું છે.
સામને ગલીમેં મેરા ઘર હૈ - ઝોહરાબાઈ અંબાલેવાલી
ખેમચંદ પ્રકાશ
સિંદૂર
નિસ્સાર બઝમી 
જુગનુ
એસ ડી બર્મન
દો ભાઈ
પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)
લતા મંગેશકર - પાર્શ્વગાયક તરીકે - 'આપકી સેવામેં' -
               પા લાગું કર જોરી રે, શામ મોસે ના ખેલો હોરી રે

એમ એસ સુબુલક્ષ્મી - 'મીરા'માં અભિનેત્રી તેમ જ ગાયક તરીકે
૧૯૪૭માં 'મીરાબાઈ' શીર્ષક હેઠળ એક બીજી ફિલ્મ પણ બની, જેનાં ગીતો સીતારા કાનપુરીએ ગાયાં હતાં.
શકીલ બદાયુની - નૌશાદ - ગીતકાર-સંગીતકાર તરીકે એક સાથે - 'દર્દ'માં
ઉમા દેવી - અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેક઼રાર કા
રાજેન્દ્ર કૃષ્ણ - ગીતકાર તરીકે પહેલું ગીત - ગોરી ઘુંઘટકે પટ ખોલ દો - 'જનતા' ફિલ્મ માટે . આ વર્ષમાં તેઓએ પટકથા લેખક તરીકે પોતાની કારકીર્દીનાં મંડાણ કર્યં.
ગુલામ મોહમ્મદ - સ્વતંત્ર સંગીતકાર તરીકે - ટાઈગર ક્વીન અને ડોલી - માં
રામ પ્રસાદ શર્મા - લક્ષ્મીપ્યારેની જોડીના પ્યારેલાલના પિતા - 'નયી બાત' માં 
સ્નેહલ  ભાટકર - 'નીલ કમલ'માં બી વાસુદેવ તખલ્લુસ હેઠળ
સુલોચના કદમ અને કૃષ્ણ ગોયાલ - ગાયક તરીકે - 'કૃષ્ણ સુદામા'માં
મોહમ્મદ રફી - પરદા પર અલપઝલપ ભૂમિકામાં  - વો અપની યાદ દિલાનેકો - 'જૂગનુ'માં
મોહમ્મદ રફી - લતા મંગેશકર - સૌથી પહેલું યુગલ ગીત - ચલો હો ગયી તૈયાર – 'શાદી સે પહેલ'માં
રાજ કપૂર - પરદા પર અને પર્દા પાછળ, અનુક્રમે અભિનેતા અને ગાયક તરીકે ઓ દુનિયાકે રહનેવલો બોલો કહાં ગયા ચિતચોર - 'દીલ કી રાની'માં - એસ ડી બર્મનનાં સંગીત નિદર્શન હેઠળ, અને
પિયા મિલને નવેલી જાયે રે - 'જેલ યાત્રા માં - નીનુ મઝુમદારનાં સંગીત નિદર્શન હેઠળ
મીના કુમારી - છ સૉલો અને બે યુગલ ગીતો - અભિનય અને ગાયન - 'પિય અઘર આ જા'માં
મન મોહન કૃષ્ણ - વસંત દેસાઈના સંગીત નિદર્શન હેઠળ ગાય્ક તરીકે -  તુઝે અપને આપ બીતાના હૈ અપના
અનિલ બિશ્વાસ 'ભૂખ'માં શમશાદ બેગમનો પ્રથમવાર પ્રયોગ કરે છે.
 યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs ) માં ૧૯૪૮નાં વર્ષમાં યાદગાર કહી શકાય એવાં બધાં જ ગીતો, સંગીતકારો , ગાયકો અને ફિલ્મોને સ્થાન મળ્યું છે. આ ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે -   Memorable Songs of 1947- મેં અલગથી સંગ્રહિત  કરેલ છે. 
૧૯૪૭નાં ખાસ ગીતોની એક ખાસ ખાસીયત એ કહી શકાય કે એ ગીતો નવી દિશાની કેડી કંડારવા સાથે પોતાનું આગવી છાપ પણ મૂકી જાય છે. આપણે આ ગીતોને Memorable Songs of 1947ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.
આ પહેલાં આપણે ૧૯૫૧, ૧૯૫૦ ૧૯૪૯, અને ૧૯૪૮ નાં વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે માણી ચૂક્યાં છીએ.આ વર્ષે હવે ૧૯૪૭નાં ગીતોને વિગતે હંમેશ મુજબ
શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયક
શ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા
શ્રેષ્ઠ યુગલ ગીત, અને
શ્રેષ્ઠ સંગીતકાર
                 ના આયામોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચાની એરણે લઈશું.
તો આવો, સાથે મળીને ૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ......

No comments: