Monday, April 30, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૪_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -   _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપાણા આ બ્લૉગોત્સ્વના એપ્રિલ, ૨૦૧૮ના અંકના પ્રારંભ માટે આપણે 'બૈસાખી'ને લગતા બે લેખો પસંદ  કર્યા છે.ઉત્તર ભારતમાં વૈશાખનો સંબંધ ખેતી નિર્ભર જીવન સાથે એક ઉત્સવની રીતે વણાઈ ગયેલ છે.
Celebrating Baisaakhi Bollywood Style.. - આ ઉત્સવને ફિલ્મમાં સૌ પ્રથમ વાર વણી લેવાનું શ્રે કદાચ કેદાર શર્માને ફાળે જાય છે. ૧૯૪૭ની ફિલ્મ, 'દુનિયા એક સરાઈ'માં ઓ આઈ બૈસાખી'માં શુધ્ધ ભાંગરા નૃત્યનો પ્રયોગ કરાયો છે.

Doing Something Different This Baisakhi માં એવા શીખ કલાકારોને યાદ કરાયા છે જેમણેહિંદી ફિલ્મોમાં કેમેરાની સામે કે કેમેરાની પાછળ ગીત લખવાનાં, ગીત રચના કરવાનાં ગાવાનાં કે ફિલ્માંકનનાં કામ જેવાં બહુવિધ કામો કર્યાં છે.
 યુવાન ગુલઝાર - શીખ પઘડીમાં
આપણે હવે એપ્રિલ, ૨૦૧૮ની જન્મ અને અવસાન તિથિઓની અંજલિઓ પરના લેખો પર નજ઼ર કરીશું.
BALRAJ SAHNI -A Journey from Shanti Niketan To Bollywood  -એક એવી સફર જે તેમની જન્મ તિથિના એકાદ મહિના પહેલાં, તેમની છેલ્લી ફિલ્મ, ગર્મ હવા,નાં ડબીંગ પછી તરત, ૧૩ એપ્રિલ, ૧૯૭૩ના રોજ  આટોપાઈ ગઈ.
દિલ્હી યુનિવર્સિટીનાં દિક્ષાંત પ્રવચનમાં બલરાજ સહાનીના વિચારોને સોનલ પરીખ દંભ છોડીએ પ્રતિભાને આદર આપતાં શીખીએ માં યાદ કરે છે.
Ace animator and filmmaker Bhimsain dies at 81 - ફિલ્મનિર્માતા ભીમસૈનનું મુંબઈમાં ૧૭-૪-૨૦૧૮ના રોજ અવસાન થયું. ૧૯૭૦માં ભીમસૈને પહેલી એનીમેટૅડ ફિલ્મ, The Climb,બનાવી જેને શીકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિલ્વર હ્યુગો એવોર્ડ એનાયત થયો હતો. એ પછી વિવિધ વિષયો અને શૈલીઓને સ્પર્શતી ના, એક દો, મુન્ની, ફ્રીડમ ઈઝ અ થીન લાઈન, મેહમાન, કહાની હર ઝમાનેકી અને બીઝનેસ ઈઝ પીપલ બીઝનેસ  જેવી અનેક ફિલ્મો તેમણે કરી. આ ફિલ્મોમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા 'એક અનેક ઔર એકતા' (૧૯૭૪) ખુબ જાણીતી અને પસંદ કરાયેલ છે. આ ફિલ્મ બાળકો માટેની ફિલ્મ હતી. તેમણે ઘરોંદા (૧૯૭૬) પછી દૂરીયાં (૧૯૭૯) પણ નિર્દેશીત કરી.  ભીમસૈને તે પછી ઘણા ટીવી શૉ પણ કર્યા છે.
B R CHOPRA - One Of The Architect of Golden Era Of bollywood. - બી આર ચોપરાનું સૌથી પહેલું નિર્માણ નિષ્ફળ રહ્યું હતું. તે પછી તેમણે ૧૯૫૧માં અશોકકુમારને મુખ્ય ભૂમિકામાં લઈને અફસાના નિર્દેશીત કરી. ૧૯૫૫માં તેમણે બી આર ફિલ્મ્સની સ્થાપના કરી અને પહેલી ફિલ્મ 'એક હી રાસ્તા'નું નિર્માણ કર્યું.
Black Sounds Beautiful  સીધા અર્થમાં, ક્લેરીનેટના સર્વોત્તમ જાઝ કલાકાર બેની ગુડમેનને અંજલિ છે. તેમની અસર આપણા સી રામચંદ્ર અને તેમના અરેંજર જોહ્ની ગોમ્સ પર કેટલી ગહરી પડી હતી તે ક્લેરીનેટના પ્રયોગ કરેલ રચનાઓમાંથી વો હમસે ચુપ  હૈ હમ ઉનસે ચુપ હૈ (સરગમ, ૧૯૫૦); તુમ ક્યા જાનો તુમ્હાતી યાદમેં હમ કીતના રોયે (સીન સીનાકી બુબલાબુ, ૧૯૫૨) જેવાં અનેક ગીતોમાં જોવા મળે છે. ...અહીંથી પૉસ્ટ હવે ક્લેરીનેટની ખૂબીઓનાં વર્ણનમાં વહે છે અને ક્લેરીનેટને અંજલી આપી શીર્ષક સાર્થક કરે છે.
Shakeel Badayuni - The Creator of Immortal Love,Romance and Dejection Songs - શકીલ બદાયુનીએ સામાજિક વિષયો પરનાં ગીતો નથી લખ્યાં , તેમ છતાં તેમનું આગવું સ્થાન બની રહ્યું છે.
G S Nepali-The Forgotten Lyricist   - ૧૯૪૪થી ૧૯૬૩ ના બે દાયકા સુધી જી એસ નેપાળીનો હિંદી ફિલ્મ જગત સાથે ગીતો ભર્યો સંબંધ  બન્યો રહ્યો.
People with Books in Hindi Cinema માં વિશ્વ પુસ્તક દિનની ઉજવણી હિંદી ફિલ્મોમાં પાત્ર પુસ્તક સાથે પર્દા પર પેશ થતાં હોય એવાં દસ દૃશ્યો રજૂ કરાયેલ છે.
એપ્રિલ, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાંહસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો - ૧૯૫૩થી ૧૯૫૫માં હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાયના અન્ય સંગીતકારો માટે લખેલ ગીતોની યાદ એપ્રિલ, ૨૦૧૭ના અંકથી આગળ વધે છે.
હસરત જયપુરી પર કેટલીક અન્ય અંજલિઓ Hasrat Jaipuri- The Poet who Defined Romance in Bollywood  અને The Masters: Hasrat Jaipuri પણ નોંધપાત્ર રહી છે. શ્રીકાંત ગૌતમે પણ તેમની નિયમિત કોલમમાં હસરત જયપુરીને અંજલિ આપી છે જે નીચે તેમના અન્ય લેખો સાથે વાંચી શકાશે.
અને હવે અન્ય વિષયો પરની રસપ્રદ પોસ્ટ્સ પર પણ ધ્યાન આપીએ:
Songs that tell a story - હિંદી ફિલ્મોમાં ગીત ખુદ જ એક કહાની સંભળાવતું હોય એવો પ્રકાર પણ નોંધપાત્ર રહેલ છે. પર્દા પર ગાયક બાળકોને વાર્તા કહી સંભળાવે એવા સીધે સીધા પ્રયોગથી લઈને એ પાત્ર પોતાનાં જીવનની કોઈ વાત કહી લેવાની તક ઝડપી લે એવાં ગીતો પણ આ લેખમાં સમાવી લેવાયાં છે.
Ten of my favourite Swimming Pool songs – '૬૦ના દાયકામાં સ્વીમીંગ પુલની આસપાસ ફિલ્મીકરણ કરવાનું ચલણ પ્રચલિત હતું. એ બહાને 'સૌંદર્ય'ને બને એટલું બતાડી શકાતું અને વળી એક સ-રસ ગીત પણ મૂકી શકાતું.
My Favourites: Bathroom Songs માં જાહેરમાં પોતાની ગાયન કળા રજૂ કરતાં શરમાતાં ગાયકોએ ગાયેલાં ગીતો નહીં પણ ફિલ્મના પર્દા પરનાં પાત્રોની નહાવાની મજાને બહુ સુંદર પાર્શ્વ સ્વરથી ભીંજાવતાં ગીતો રજૂ કરાયાં છે.
Amitabh Bachchan isn’t the only one who is unhappy about the 60-year cap on copyright -Archana Nathan - ફિલ્મ નિર્માતાઓ અને તેમનાં કુટુંબો પણ ફિલ્મો પરના તેમના વારસાઈ દાવાને પોતાનૉ હક્ક માને છે.
Mirror Mirror on the Wallમિથ્યાભિમાન અને ગર્વ ઘણી વાર એક બીજાના પર્યાય તરીકે વપારાતાં હોય છે. હિંદી ફિલ્મોમાં આ ભાવનાં ગીતોને પ્રસ્તુત લેખમાં યાદ કરાયાં છે. ગીતની સાથે તેને પરદા પર રજૂ કરનાર કલાકાર, ગીતકાર અને ગર્વિષ્ઠ બોલ પણ રજૂ કરવામાં આવેલ છે.જેમ કે સમ્રાટ ચંદ્રગુપ્ત (૧૯૫૮)માં લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીત - મુઝે દેખ ચાંદ શરમાયે ઘટા થમ જાયે, મૈં નીકલું તો કહે હાયે - ઝમાના કહે હાયે"
Barsat Ki Raat Part 2: The Qawwali Duels - Monica Kar, with additional inputs from Peeyush Sharma, માં બરસાત કી રાત (૧૯૬૦) ની કવ્વાલીઓની મર્મીલી ખૂબીઓને વિગતે વર્ણવવામાં આવી છે. આ લેખન પહેલા ભાગમાં ફિલ્મનાં અન્ય - રોમેન્ટીક - ગીતોની ખૂબીઓ વર્ણવવામાં આવી હતી.
Praised to the Skies માં આકાશને આંબતાં વખાણથી ભરેલાં ગીતોને યાદ કરાયાં છે.
Songs Picturised in a Recording Studio - હિંદી ફિલ્મોમાં આકાશવાણીના સ્ટુડીયોમાં રેકર્ડ થતાં ગીતોનો પ્રકાર પણ રસમય રહ્યો છે. મોટા ભાગે ગીત ફિલ્મની વાર્તાનો ભાગ હોય અને પર્દા પર ફિલ્મનું પાત્ર તે ભજવે.  રેડીયો સંભળતાં અન્ય શ્રોતાઓ ગીત માણે અને જેને માટે એ ગીત ગવાયું હોય તેને સંદેશો પણ મળી જાય [મને આ વિષય પરનું 'આશીક઼'નું ગીત તુમ જો હમારે મીત ન હોતે યાદ આવે છે.]
Never on a Sunday - આપણે ત્યાં કહેવાય છે કે રવિવારે તુલસીને પાણી ન આપવું. જો કે આ લેખમાં તો તુલસીને પાણી પીવરાવતાં પીવરાવતાં ગવાયેલ ગીતોને યાદ કરાયાં છે. ….આ ઉપરાંત લેખનાં શીર્ષકને અનુરૂપ બીજી બે એવી પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી છે જે રવિવારે નથી કરાતી.!!!!!!
We may never watch it but a new book lets us read the script of Satyajit Ray’s unmade sci-fi film - ૧૯૬૭માં સત્યજીત રે એ કોલંબીઆ પિક્ચર્સના નેજા હેઠળ 'એલીયન' ફિલ્મ બનાવવા માટે પટકથા લખી હતી, જો કે કેટલાંક કારણોસર એ ફિલ્મ બની નહોતી.
હાર્પર કૉલીન્સ, ઈન્ડીયા માટે સંદીપ રે દ્વારા સંકલિત
Jaane Kya Dhoondti Rehti Hai: Of a World Where Love Is Incinerated -'શોલા ઔર શબનમ' (૧૯૬૧)ની નઝમ જાને ક્યા ઢૂંઢતી રહેતી હૈ એ હિંદી ફિલ્મોની શ્રેષ્ઠ આંતરમૂખી નઝમ પૈકી એક ગણાય છે.આનંદ દેસાઈ અને અંતરા નંદા મોંડલ ગીતની બારીકીઓને રજૂ કરે છે.
The ‘Bedardi’ Songs માં દુઃખી અને આનંદના ભાવનાં 'બેદર્દી' ગીતોને રજૂ કરાયાં છે.
The Tragedy Queen and the “Nautch Queen of New Jersey” (thoughts after reading two very informative articles) અનુક્રમે The Truth Behind Pakeezah Unveiled અને Nautch Queen of New Jersey  પરથી મીના કુમારી અને તેમનાં 'પાકીઝા'નાં ડુપ્લીકેટ પદ્મા ખન્નાને યાદ કરે છે.
સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ટુંક સમયમાં ચર્ચાની એરણે સાંભળીશું.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ, ૨૦૧૮ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના એપ્રિલ, ૨૦૧૮ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ એપ્રિલ, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. એપ્રિલ, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે એક જ ડાયરેક્ટરની બે ફિલ્મોઃ સંગીત કોનું વધુ સારું હતું ...? માં પ્રીતમનાં રચિત ગીતોને મમળાવે છે..
એપ્રિલ, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ.
મૈં ખો ગયા કહીં - ૧૨ ઓ'ક્લૉક (૧૯૫૮) -  ઓ પી નય્યર - મજરૂહ સુલ્તાનપુરી
અજી હમસે બચ કર કહાં જાઈએગા - આરઝૂ (૧૯૬૬) - શંકર જયકિશન - હસરત જયપુરી 
આ બેદર્દી બાલમા - છોરા છોરી (૧૯૫૫) - લતા મંગેશકર સાથે - રોશન - કેદાર શર્મા


હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

No comments: