Sunday, April 22, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૮ના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકમાં ચર્ચાને કેન્દ્ર સ્થાને આપણે ISO 45001:2018ને રાખીશું.
ઠીક ઠીક લાંબા ઈંતઝાર પછીથી  ૧૨ માર્ચ, ૨૦૧૮ના રોજ ISO 45001 is now published.
ISO 45001:2018ની ખાસીયતોને સમજવા માટે આપણે કેટલાક વિડીયો જોઈએ:
ISO 45001:2018 Occupational Health and Safety Management System (OH&SMS)
ISO 45001 Simplified
ISO 45001:2018 Overview - Safety Management System
OHSAS 18001:2007ની સરખામણીમાં ISO 45001: 2018માં શું શું નવી / સંવર્ધિત આવશ્યકતાઓ મુકાઈ છે તે પણ આ તબ્બકે જાણવું સ્વાભાવિકપણે રસપ્રદ બની રહે. આ વિષયમાં અલગ અલગ જગ્યાએ રજૂ થયેલા વિચારોને એક જગ્યાએ સંકલિત કરીને ISO 45001_2018ની OHSAS 18001_2007 સાથે સરખામણી અને ફેરફારોની સમજ-માર્ગદર્શન નોંધમાં રજૂ કરેલ છે. 
Making the migration from BS OHSAS 18001 to ISO/DIS 45001 માં જાણાવાયું છે કે ISO 45001માં મુખ્યત્વે ત્રણ વિષય-વસ્તુને આવરી લેવાયેલ છે:

૧. વરિષ્ઠ સંચાલન મંડળની પ્રતિબધ્ધતા -  ભયસ્થાનોની ઓળખને સલામતી સંચાલન સાથે સંકળાયેલ લોકોને સોંપી દેવામાં 18001માં પ્રતિક્રિયાત્મક અભિગમ દેખાતો હતો.45001માં હવે 'નેતૃત્ત્વ' - કે વરિષ્ઠ સંચાલન મંડળની - પ્રતિબધ્ધતાની સાથે કારીગરોની પણ સહભાગીતાને સામેલ કરીને ઊપરથી નીચે સુધીનો દૃષ્ટિકોણ અપનાવાયો છે.
૨. કારીગરોનો સમાવેશ - સ્ટાન્ડર્ડનાં દરેક મહત્ત્વનાં ઘટકમાં કારીગરોની સહભાગીતા અને પરામર્શને ચોક્કસ સ્થાન અપાયું છે. કારીગરોની સહભાગીતામાંની અડચણોને દૂર કરવાના આશયથી તેમ જ એ પ્રક્રિયામાં વધારે પારદર્શીતા લાવવાના આશયથી આંતરિક ઓડીટનાં પરિણામોની તેમ જ ઘટનાની શોધ-તપાસનાં લાગતાંવળગતાં પરિણામોની માહિતી કારીગરોને મળે તેવી જોગવાઈઓ કરવામાં આવેલ છે.
૩. જોખમો અને ભયસ્થાનો – ISO 45001માં ભયસ્થાનોને ઓળખી લેવા માટે અને તેને લગતાં જોખમોનાં નિયમન પગલાં લેવા અંગે બહુ પહેલે આયોજન કરવાનું સૂચવાયું છે. આંતરિક ઓડીટ, JSAs અને SWMS જેમ જેવાં સાધનોની મદદથી કામ પહેલાં જ જોખમ મૂલ્યાંકન અને કાર્યસ્થળની વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીની દૃષ્ટિએ દેખરેખ જેવી પ્રવૃત્તિઓમાં નવા માપદંડો પ્રસ્થાપિત થશે.

હાલમાં OHSAS 18001 સ્ટાન્ડર્ડ અનુવર્તીત સંસ્થાઓ ISO 45001 પ્રકાશિત થયાના ૩ વર્ષમાં - ૧૨ માર્ચ, ૨૦૨૧ સુધીમાં - નવાં સ્ટાન્ડર્ડ અનુસાર પ્રમાણિત થવાનું રહે છે. –
Migration from OHSAS 18001 to ISO 45001
PECBએ સ્ટાન્ડર્ડના અમલ માટે ISO 45001 Key Implementation Steps  
અને તેના વડે સંસ્થાની સમગ્ર કામગીરીનું સ્તર ઉત્કૃષ્ટ કઈ રીતે બની શકે તે માટે Using ISO 45001 to Achieve Excellence in OH&S Management and Performance જેવા બહુ માહિતીપ્રદ વિડીયો રજૂ કરેલ છે.
નવાં સ્ટાન્ડર્ડને લગતી વધારાની માહિતી માટે અધિકૃત સ્રોત તરીકે


સૂચવવામાં આવેલ છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Measurement-Driven Management માં Paul Nivenના  The First Law of Creating OKRs ને ધ્યાન પર લઈશું. તત્ત્વતઃ, ગમે તેટલું આપણે ઈચ્છીએ કે મથીએ, હેતુઓ અને ખાસ જવાબદારીઓ (OKRs)કર્મચારીઓની વ્યૂહાત્મક સમજના અભાવ અતિક્રમી ન શકે. ખરેખર, તો તેનાથી ઉલટું સાચું ગણી શકાય, જે આ લેખનું શીર્ષક સૂચવી જાય છે.   .
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત :

  • Living the Tiny House Lifestyle - કારેન ચૌડેર અને તેમના પતિ ટચુકડું ઘર કેમ બાંધતાં રહ્યાં છે જેના વડે તેઓ સાવ જ નવી જીવનશૈલી તરફ સંક્રમણ કરી રહ્યાં છે તે જીવન માટે ગુણવત્તા (Quality for Life) શ્રેણીના આ વૃતાંતમાં સમજાવે છે.
  • New Competencies for the Quality Professional - પૅટ લા લોન્ડે અને લીઝ કીમ ગુણવત્તા વ્યાવસાયિકોનાં ભવિષ્ય વિષેનાં સંશોધનની દેખરેખ કરતાં હતાં. આજના વૃતાંતમાં નિયોક્તા અને ગ્રાહકો માટે અગ્રણી તરીકે સુસંગત રહેવા માટે ગુણવત્તા વ્યાવસાયિકોએ કઈ કઈ નવી ક્ષમતાઓ મેળવવી જોઈશે તેની તેઓ ચર્ચા કરે છે.

Jim L. Smithનાં માર્ચ, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Focus: આપણે કોઈ પણ વાતાવરણમાં રહેતાં હોઇએ, પરંતુ આજના સમયમાં આપણી સામે પસંદગીઓના અનેક વિધ વિકલ્પો ખડકાયેલા રહે છે. પસંદગીના આટલા બધા વિકલ્પો મુંઝવી
    નાખનારા તો છે પણ તે સાથે ક્યારેક એટલા અભિભૂત કરનાર પણ પરવડે છે કે આપણે આપણી શાનભાન પણ કદાચ ભૂલી બેસીએ
    હા, એક વાર જો ધ્યાન કેન્દ્રીત કરતાં આવડે તો, બહુવિધ પસંદગીઓની ભૂલભુલામણી અદૃશ્ય થઈ જાય છે. એ અર્થમાં ધ્યાન કેન્દ્રીત કરવું એટલે સ્પષ્ટતા રાખવી.કોઈ ઘટના કે સમસ્યા કે વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી આપણે આપણામાંની બધી ઉર્જાને એ વિષે કેન્દ્રીત કરીએ છીએ; અને તેથી કરીને બધી આલતુફાલતુ કે અસંગત બાબતો એક બાજૂ હડસેલાઈ જાય છે. જ્યારે આપણું ધ્યાન અનેક મોરચે જરૂરી હોય એવી સમસ્યા વચ્ચે આપણે ઘેરાયેલ હોઈએ ત્યારે પણ આ તકનીક એટલી જ કામ આવી શકે છે. જીવનનું એક સત્ય યાદ
    રાખવું જોઈએ - જેમ સામે દેખાતી ઘણી બધી બાબતોમાંથી કેમેરાને ક્યાં  ફોકસ કરવો અને કઈ બાબતો તસ્વીરની ફ્રેમની બહાર રાખી દેવી એ એક ફોટોગ્રાફર નક્કી કરે છે તેમ આપણે ક્યાં અને શેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએ તેના પરથી આપણા જીવનનો અનુભવ ઘડાય છે. ફોટો પાડતી વખતે કેમેરા હલી જાય અને તસ્વીર ધુંધળી અને અસ્પષ્ટ આવે છે જેમ આપણે પણ જો આપણાં ધ્યાનને ભટકી જવા દેશું તો આપણે ગુંચવાયેલાં અને દિશાવિહિન બની જશું.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: