Saturday, February 29, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૨_૨૦૨૦


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિને પહેલી પૉસ્ટ, ગયે મહિને ભારતના ગણતંત્ર દિવસના સંદર્ભમાં એન વેંકટરામને સોંગ્સ ઑફ યોર પર રજૂ કરેલ  Vandya Vande Mataram’: The story of a Song Perennial છે.
તેના જ સંદર્ભમાં Madhavi Pothukuchiએ યાદ કરેલ Anand Math is the anti-establishment  પણ ફરી જોવાલાયક અને આજના સંદર્ભમાં પ્રસ્તુત શીખ લેતા રહેવા લાયક ફિલ્મ હતી. ફિલ્મની તેમજ પુસ્તકનાં વાર્તાવસ્તુમાં બળવાનાં મૂળમાં હિંદુઓએ શરૂ કરેલ વિરોધની સાથે સામાજ્યવાદની સામેની બગાવતપણ ભળી હોવાની વાત છે. આ બાબતે જાણકારોમાં વિવાદ છે. કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે  તે માત્ર હિંદુઓએ ઊઠાવેલ વિરોધ, તો બીજા કેટલાકનું કહેવું છે કે તે સામાજ્યવાદ વિરોધની બગાવત હતી, અને તે ઉપરાંત અન્ય કેટલાક ફિલ્મની વાર્તાનાં મૂળની સચ્ચાઈ વિશે સહમત નથી.
Happy Valentine’s Day! માં વિષય સંબંધી ૨૦૦૦ની સાલ પછીનાં ગીતો  દ્વારા હિંદી ફિલ્મોનાં આપણાં બ્લૉગ વિશ્વએ પણ વેલેન્ટાઈન દિવસને ઉજવ્યો.
Returning to “Hum Dekhenge” (and a Happy Upcoming Birthday to Faiz Ahmed Faiz!) નૂર જહાંએ પાકિસ્તાનના તે સમયના શાસક મુહમ્મદ અય્યુબ ખાને ફૈઝ પર લવાએલ નિષેધનની સામે પડીને મુઝ સે પહેલી મુહબ્બત ગાયું હતું. તે જ રીતે વર્ષો બાદ પાકિસ્તાનના બીજા કુખ્યાત શાસક મોહમ્મદ - ઝિઆ-ઉલ-હક઼ દ્વારા લગાવેલ ફૈઝ-બંધી છતાં ીક઼બાલ બાનોએ હમ દેખેંગે ગાયું હતું.
Mehfil celebrates ‘C Ramchandra’ Month! ની શરૂઆત સી રામચંદ્રએ ચિતળકર નામ હેઠળ પોતે ગાયેલાં ગીતોથી કર્યા બાદ ગયે મહિને યાદ કરેલ, C Ramchandra – The 1940s ,  C Ramchandra – The 50s (Part I) અને C Ramchandra – The 50s (Part II)   પછીથી C Ramchandra – 60s & 70s અને Marathi songs by C Ramchandra વડે સી રામચંદ્રનાં ગીતોની યાદ આગળ ધપી છે.

The Masters: OP Nayyar માં યાદ કરાયેલાં ગીતો પૈકી ઓછું સાંભળવા મળતાં ગીત દેખો જાદૂ ભરે મોરે નૈન (આસમાન, ૧૯૫૨- ગાયિકા ગીતા દત્ત - ગીતકાર પ્રેમ ધવન)નો ઉલ્લેખ અહીં કરીએ.
OP Nayyar’s music turned Howrah Bridge from a movie to a whole mood - Madhavi Pothukuchi - 'હાવરા બ્રિજ'્માં ગીતકાર ક઼મર જલાલાબાદી પણ પૂરબહારમાં ખીલે છે. તેમણે લખેલ ગીતો એકદમ રમતિયાળ, મજજેદાર, મસ્તીપ્રેરક હતાં અને ઓ પી નય્યરે તેમની ધુનોમાં જે મુડ સર્જયો તેને નિખારતાં હતાં.
Savere Ka Suraj – An Invaluable Art Piece અલગ અલગ સ્વરબાંધણીને એક સુરમાં પરોવીને રચેલ આ ગીત માધુર્યમાં પણ આગવી ભાત પાડે છે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
Madhubala and K Asif’s grandeur is what makes Mughal-e-Azam an epic - Madhavi Pothukuchi - એ સમયની સૌથી વધારે મોંઘી અને સફળ ફિલ્મ મુઘલ-એ-આઝમની સફળતા આમ તો મધુબાલાનાં સૌંદર્યનાં માર્દવને જ આપી શકાય.
ફેબ્રુઆરી, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં તલત મહમૂદનાં ગીતા (રોય) દત્ત સાથેનાં યુગલ ગીતો યાદ કર્યાં હતાં. અત્યાર સુધી, આપણે 

આવરી લીધેલ છે.
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
How Sridevi gave Yash Chopra's career a fresh lease of life with Chandni -  લેખક અને ચિત્રપટની કથાના રચનારા સ્ત્યાર્થ નાયકનાં પુસ્તક Sridevi - The Eternal Screen Goddess માં સ્રી દેવીની પાંચ દાયકાની ફિલ્મ કારકીર્દીને આલેખીને તેમની બાળ કળાકારથી ભારતનાં પહેલાં સ્ત્રી સુપરસ્ટાર સુધીની મંઝિલ તાદૃશ કરેલ છે.

Film Songs Based on Classical Ragas (13) – An afternoon with ragas: Bhimpalasi and her Sisters સુબોધ અગ્રવાલની શાસ્ત્રીય રાગો પરની શ્રેણીનાં પુનઃસંધાન સમા આ લેખમાં રાગ ભિમપલાસી પર રજૂ કરાયેલાં ગીતો પૈકી ઓછાં જાણીતાં ગીતોની અહીં નોંધ લઈએ છીએ -

FFSI Initiates Campaign to Save the Ancestral Houses of Ray, Ghatak and Sen - રાજસાહી, ઢાકા અને ટોરન્ટોમાં માનવ સાંકળો વડે મહાન સંગીતકારો સત્યજિત રે, રિત્વિક ઘટક અને મૃણાલ સેનનાં ખખડતાં જઈ રહેલાં પૈતૃક ઘરોની જાળવણી માટેની માગણી કરતાં પ્રદર્શનોથી ઉત્સાહિત થઈને એફએફએસઆઈએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને પ્રસારવાનું નક્કી કરેલ છે.
Dinesh Shailendra Narrates Story Behind The Anari Song - નીચે અવિરત વાગી રહેલાં કારનાં હૉર્નને કારણે ઘરનાંઓએ શૈલેન્દ્રને જગાડ્યા. તેમને જોતાં વેંત રાજ કપૂર કારમાંથી કુદી પડીને શૈલેન્દ્રને ભેટી પડ્યા.. અને બબડ્યા ' મૈને અભી અભી 'અનાડી'કા ગાના સુના... જિયો મેરે પુશ્કિન...' વર્ષો બાદની ઘટનાઓ જણાવવાની હતી કે શેલેન્દ્રએ જીવનની તરાહનું ભવિષ્ય ભાખ્યું હતું. આ એક એવું ગીત છે જેને ભારતની સંસદમાં અટલ બિહારી બાજપેયી, અને અલગ સમયે પાકિસ્તાનની સંસદમાં નવાઝ શરીફે પણ ઉલ્લેખેલ છે.
Cinemaazi: Chronicling Indian Film Heritage and Its Unscripted Stories  - ૩૧ જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ભારતીય સિનેમાના અનેક વૈવિધ્ય ધરાવતા વારસાને ડિજિટલ સ્વરૂપમાં જાળવવા માટેની એમ મહાત્વાકાંક્ષી પહેલ, સિનેમાઝી, ની શરૂઆત થઈ હતી.
On Nandita Das’s Manto & I  - Manto & I માં નંદિતા દાસનો વાચક, લેખક અને દિગ્દર્શક તરીકેનો સઆદત હસન મન્ટો વિશેના ઊંડા રસનો ધ્વનિ પડઘાય છે. તેમણે ફિલ્મને પણ દિગ્દર્શિત કરીને તેમની દિલની ઈચ્છા પૂરી કરી. ફિલ્મની સમીક્ષાને લગતો પહેલાંનો લેખ અહીં વાંચી શકાશે.

Film Songs From Firmamentમાં એવાં ગીતોની નોંધ લેવાઈ છે જે કોઈ પાત્ર પર  ફિલ્માવાયેલ ન હોવા છતાં ફિલ્મમાં પાત્રને અગત્યનો સંદેશ આપવા માટેનું કે પ્રસંગને સહેલાઈથી સમજાવવા માટેનું મહત્ત્વનું સ્થાન ધરાવતાં હોય.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૦ ના લેખો:

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૦ ના લેખો.:
રાહી મતવાલે












'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ફેબ્રુઆરી, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

ફેબ્રુઆરી, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  ફેબ્રુઆરી, ૨૦૨૦ માં (૨૭) રફ્તાર (૧૯૭૫) અને (૨૮) – સરગમ (૧૯૫૦)ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણીના છેલ્લા બે બે મણકા ૨૩ – ફરી એક વાર મદનમોહન અને એમનું પહાડી-વિશ્વ અને ૨૪ – અન્ય નામી-અનામી પરંતુ ગુણી સંગીતકારોની જાણી-અજાણી પહાડી બંદિશો સાથે આ શ્રેણી સમાપ્ત થઈ છે. હુસ્ન પહાડીકા શ્રેણીના બધા મણકા એક જ સાંકળમાં સાથે વાંચવા / ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો..
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
ના તાજશાહી ના બાદશાહી - શિરિન ફરહાદ (૧૯૫૬) - સંગીતકાર એસ મઓહિન્દર - ગીતકાર તન્વીર નક઼્વી


દુનિયા ક્યા હૈ - સરહદ (૧૯૬૦)- સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી 

પાની હોતા તો ડૂબ હી જાતે  મિયાં બીબી રાજી (૧૯૬૦) - કમલા સીસ્ટ સાથે -  સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર શૈલેન્દ્ર


વાહ વાહ રે તેરી ચાલ - દો દિલોંકી દાસ્તાન (૧૯૬૭) - સંગીતકાર ઓ પી નય્યર - ગીતકાર રાજા મહેંદી અલી ખાન


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: