હેમંતકુમારે તેમની બંગાળી ગીતોની યાત્રામાં જે ગીતકારોનાં ગીતોને સ્વર આપ્યા તેમાં ગૌરીપ્રસન્ન મજુમદાર અને પુલક બંદોપાધ્યાય દ્વારા લગભગ અડધા જેટલાં ગીતો લખાયાં હતાં. હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગયેલાં ગીતોમાંનાં પણ ૪૦% ગીતો આ બે ગીતકારોએ લખ્યાં હતા. યોગનુયોગ એવો છે કે અહીં પણ આ બન્ને ગીતકારોનો હિસ્સો લગભગ અડધો અડધો જ રહ્યો. હેમંત કુમારની બંગાળી ફિલ્મ જગતની કારકિર્દીનો આપણે હજુ સુધી જે બહુ જ મર્યાદિત ઇતિહાસ જોયો છે તેમાં પણ આ બે ગીતકારોનાં ગીતોની વધારે હાજરી આ બાબતની દ્યોતક છે. તે ઉપરાંત હેમંત કુમારે રવિન્દ્રનાથ ઠાકુરે લખેલાં ગીતો પણ મોટી સંખ્યાં ગાયાં હતાં. આ સિવાય મુકુલ દત્તાનું નામ પણ આટલા જ મહત્ત્વના ગીતકાર તરીકે ગણી શકાય. રવિન્દ્ર સંગીત અને મુકુલ દત્તનાં મળીને હેમંત કુમારે બીજાં ૨૦% જેટલાં ગીતો ગાયાં હશે.
હેમંત કુમારની કારકિર્દીના પૂર્વાર્ધ - ૧૯૪૭થી ૧૯૭૦ સુધીમાં ગૌરીપ્રસન્ન મજુમદાર (૧૯૨૪-૧૯૮૬) મુખ્ય ગીતકાર હતા. આ બન્ને એ સાથે સૌ પહેલી વાર ૧૯૪૭ની ફિલ્મ 'પુરબરાગ'માં કામ કર્યું. 'પુરબરાગ' ગૌરીપ્રસન્નની પહેલી અને હેમંત કુમારની બીજી ફિલ્મ હતી.
એઇ દખિન હવા - પુરબરાગ (૧૯૪૬) - બેલા મુખર્જી સાથે
તે પછી તેમનો સહયોગ વધારે ઘનિષ્ઠ
બન્યો ૧૯૫૬ની ફિલ્મ 'સૂર્યમુખી' થી.
ઓ બંશિતે ડાકે સે (વાંસળીના સૂરે તે બોલાવે છે)-
સૂર્યમુખી (૧૯૫૬)
આડવાત
આ ધુન હેમંત કુમારે ફરીથી હિંદી ફિલ્મ 'ચંપાકલી'માં પ્રયોજી -
છુપ ગયા કોઈ રે દૂર સે પુકાર કે - ચંપાકલી (૧૯૫૭)- લતા મંગેશકર - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
પુલક બંદોપાધ્યાય (૧૯૩૧- ૧૯૯૯) હેમંત કુમારના બંગાળી સર્જન કાળના ઉત્તરાર્ધના મુખ્ય ગીતકાર રહ્યા. આ બન્ને સર્જકોએ સૌ પહેલી વાર ૧૯૬૬ની ફિલ્મ 'મોનીહાર'માં સાથે કામ કર્યું.
કે જેનો ગો દેખેચ અમાય - મોનીહાર (૧૯૬૬)
+ + +
હેમંત કુમારે બંગાળી ફિલ્મોમાં ૯૦થી વધારે સંગીતકારો સાથે કામ કર્યું. તેમાંથી
નચિકેતા ઘોષ અને રોબિન ચટ્ટોપાધ્યાય ખાસ ઉલ્લેખ માગી લે છે. હેમંત કુમારે અન્ય
સંગીતકારો માટે ગાયેલાં ગીતોમાં ૨૦થી ૨૨% ગીતો આ બે સંગીતકારો સ્વરબધ્ધ કર્યાં છે.
રોબિન ચટ્ટોપાધ્યાય માટે હેમંત કુમારે સૌ પ્રથમ વાર ૧૯૪૬ની ફિલ્મ 'સાત નંબર બારી' માટે ગાયું.
ફેલે આસા દિન્ગુલી મોર મોનપરે ગો (મને મારા પાછળના દિવસો યાદ છે) - સાત નંબર બારી (૧૯૪૬) – ગીતકાર: પ્રણોબ રોય
ભાલો બશર પારસમણિ કોથે - સહજાત્રી
(૧૯૬૧) – ગીતકાર: શૈલેન રે
બહુખ્યાત હાલરડું હોવા ઉપરાંત એક બહુ જ શ્રેષ્ઠ રચના તરીકે આ ગીત જાણીતું છે.L
ઘુમ જાય ઓઈ ચાંદ મેઘ કોરીદર સાથી - માયાર સંગસાર (૧૯૬૨) - ગીતકાર: પ્રણોબ રોય
બીજા સંગીતકાર નચિકેતા ઘોષ એક નીવડેલ તબીબ હતા, પરંતુ સંગીત માટેની તેમની અદમ્ય ચાહે તેમને ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં લાવી મુક્યા. બંગાળી ફિલ્મોમાં તેમનું પદાર્પણ બંગાળી સિનેમાનાં નવોત્થાન સ્વરૂપ નીવડ્યું. તેમની સૌ પ્રથમ બંગાળી ફિલ્મ 'બૌદિર બોન' (બૌદીની બહેન, ૧૯૫૩) હતી. બંગાળી સિનેમાના સુવર્ણકાળના ખુબ નીવડેલા સંગીતકારોમાં નચિકેતા ઘોષનું સ્થાન આગવું છે. તેમણે ૬૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું. ૫૧ વર્ષની ઉમરે, ૧૯૭૬માં થયેલાં તેમનાં અવસાને તેમની કારકિર્દી ટુંકવી નાખી. હેમંત કુમાર સાથે સૌ પ્રથમવાર તેમણે અસંપત્ત (અધૂરૂં, ૧૯૫૬)માટે ગીત રચ્યાં
કાંદો કેને મોન રે - અસંપત્ત (૧૯૫૬) - સંગીરકાર ગૌરી પ્રસન્ન મજુમદાર
કા તવા કાંટા કાસ્તે પુત્રહા - સન્યાસી રાજા (૧૯૭૫) - ગીત આદિ શંકરાચાર્ય
સંગીત નચિકેત અઘોષ
આદિ શંકરાચાર્ય રચિત 'ભજ ગોવિંદમ'નું આ બહુ જ પ્રચલિત સ્તવન છે.
મૂળ ગીત @૩.૧૦ પર શરૂ થાય છે.
પરદા પર તેને ઉત્તમ કુમારે અભિનિત કરેલ છે.
હવે પછી હેમંત કુમાર અને તેમના દિગ્દર્શકો તેમ જ લતા મંગેશકર સાથેના તેમના બંગાળી સંગીતના સંદર્ભના સંબંધની વાત કરીશું.
1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015
4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008
5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta
સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/
No comments:
Post a Comment