Sunday, May 23, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના મે, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આજની ચર્ચા માટે ટીઈડી વ્યક્તવ્યોની વિષય-યાદી 'ભવિષ્યનો ઈતિહાસ' /The history of the futureમાંનાં ડેન્ની હિલ્લીસનાં વ્યક્તવ્ય '(૧૯૯૪)નાં ભવિષ્ય તરફ પાછાં' /Back to the future (1994) નો આધાર લીધો છે. પ્રસ્તુત વ્યક્તવ્યમાં ડેની હિલ્લ ટેક્નોલોજિનાં પરિવર્તનો કેમ અને શા માટે ઝડપથી આવતાં જાય છે તે વિષેની અચરજ પમાડે એવી વિચારધારાને ઉત્ક્રાંતિ સાથે સાંકળીને રજૂ કરે છે. (આ વ્યક્તવ્યનો તત્ત્વાનુવાદ અલગથી, અશોક વૈશ્નવની પસંદના અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદ,  પર ૧૬ જૂન, ૨૦૨૧ના પ્રકાશિત કરવાનું આયોજન છે). રજૂઆતની રીત જરીપુરાણી લાગશે, પરંતુ તેમણે જે વિચાર રજૂ કર્યો છે તે તો સરાસર પ્રસ્તુત છે…. તત્ત્વતઃ,  વધતા પ્રવેગથી થતાં પરિવર્તનો વિષે મુખ્યત્વે તેમનું કહેવું છે કે –

માનવ સભ્યતાનો વિકાસ થવાની સાથે તેણે સારને સંક્ષિપ્ત સ્વરૂપમાં ઝીલવાનું શરૂ કર્યું. બહુ-કોશીય જીવોમાં જે ઉત્ક્રાંતિ સ્વરૂપ રૂપાંતરણ થતું રહ્યું છે તેવી જ પ્રક્રિયામાંથી માનવ સમાજ પણ પસાર થઈ રહ્યો છે - માહિતીનાં દસ્તાવેજીકરણ, રજૂઆત અને પ્રક્રિયાનો સંક્ષિપ્તસાર કરાઈ રહ્યો છે.….તેમ કરવામાં, આપણે આપણી સમય રેખાઓનાં માપક્રમને ઝડપી બનાવી દીધેલ છે. હવે એ પ્રક્રિયા પોતાને જ વેગવંત બનાવે છે અને સ્વયંઉત્પ્રેરક (autocatalytic) બને છે. જેમ જેમ તેમાં બદલાવ આવતો જાય તેમ તેમ બદલાવ ઝડપી બનતો જાય.



આ વિચારધારાથી ઉલટું  વિચારતી એક વિચારધારા પણ છે -

'જો પરિવર્તનનો દર ખરેખર અભૂતપૂર્વ હોય, તો પરંપરાગત ડહાપણ તો એમ જ કહે છે કે ધીરાં પડવું જ સારૂં છે, જેથી કોઈને પણ નુકસાન ન પહોંચે. કેટલાય વિવેચકો તો 'તૈયાર રહેવા'ની જ વાત કહે છે. જેમકે ૧૯૭૦માં ઍલ્વિન ટૉફ્ફ્લરનું કહેવું હતું કે :

‘“એમ કહેવું હવે અતિ રૂઢ થઈ ગયું છે કે આપણે 'બીજી ઔદ્યોગિક ક્રાંતિ'માંથી પસાર થઈ રહ્યાં છીએ. આ શબ્દપ્રયોગ આપણને આપણી આસપાસનાં પરિવર્તનની ઝડપ અને ગૂઢ અગાધતાથી પ્રભાવિત કરવા માટે જણાય છે. પરંતુ, તે બહુ ચવાઈ ગયેલું તો છે પણ તે સાથે ગેરમાર્ગે દોરનારૂં પણ છે, કેમકે અત્યારે જે થઈ રહ્યું છે, તે મોટા ભાગે તો, ઔદ્યોગિક ક્રાંતિ કરતાં ઘણું મોટું, ઘણું ગહન અને વધારે મહત્ત્વનું છે. વધારેને વધારે સંન્નિષ્ઠ મંતવ્યો ભારપૂર્વક કહે છે કે વર્તમાન હિલચાલ માનવ ઈતિહાસમાં બીજાં વિભાજનથી જરાપણ ઓછું નથી, જે જંગલીયાતપણાંથી સભ્યતા તરફના બદલાવનાં પહેલાં વિભાજનની સાથે વિશાળતાની દૃષ્ટિએ તુલનાક્ષમ જ છે.”.

જ્યારે પરિવર્તનના દરની વાત નીકળે છે ત્યારે દરેક સમયનાં લોકો પોતાના સમયનાં પરિવર્તનોને અભૂતપૂર્વ કેમ કહેતાં હશે? બે કારણો હોઈ શકે - પહેલું એ કે જો એમ કહો કે 'પરિવર્તનની ઝડપની બાબતે આજે કંઈ નવું નથી ' તો આજે કોઈ ધ્યાન નહીં આપે. બીજું એ કે, આ તો સહજ માનવ સ્વભાવ છે. આપણામાંનાં મોટા ભાગનાં આપણી આસપાસનાં પરિવર્તનોને બહુ મોટાં ગણીએ છીએ અને તે સિવાયનાં પરિવર્તનોને ક્યાં તો ધીમાં ગણીએ, અથવા કદાચ અવગણીએ પણ.

આ બધું કહેવાનો અર્થ એમ પણ નથી કે ટેક્નોલોજિ-પ્રેરીત પરિવર્તનો નથી થઈ રહ્યાં. તે જરૂર થાય છે, અને આપણાં જીવન પર તેનો ઊંડો પ્રભાવ પણ પડે છે. પરંતુ પરિવર્તનનો દર બીજા સમયખંડો કરતાં વધારે  ઝડપી લાગી રહ્યો છે. પરંતુ એ સમયે પણ અર્થતંત્રો એ આંચકાઓ પચાવી ગયાં, હવે પણ સહન કરી જશે. એટલે એક ઊંડો શ્વાસ ભરીને આપણે કહીએ કે "ટેક્નોલોજિ પ્રેરીત પરિવર્તનો હજુ તો બહુ ઝડપી નથી, પણ થાય તો પણ વાહ ભલા."'[1]

Scott Brinker has formulated Martec’s Law, which states, Technology changes exponentially, organizations change logarithmically…..અંગત અને સંસ્થાગત પરિવર્તનો વિષે થોકબંધ શ્રેષ્ઠ પુસ્તકો લખાયાં છે. અનુભવની દૃષ્ટિએ જોઇએ તો માનવી માટે પરિવર્તનોની સીમા સુરેખ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, સંસ્થાઓ એ પરિવર્તનોની ઝડપે બદલી ન શકે. પણ સંસ્થાઓ ધીરે ધીરે બદલે છે કે ક્યારેક નથી પણ બદલતી એ પણ એટલું જ સાચું છે. સારાં નેતૃત્વના અભાવના કિસ્સાઓમાં, બધું થંભી પડે એવું વધારે પણ જોવા મળે છે. તેમજ વળી, શ્રેષ્ઠ નેતૃત્વ હોવા છતાં પણ સંસ્થા પરિવર્તન સાથેની દરેક હરિફાઈ જીતી ન પણ શકે. એ માટે તેની પાસે સુવ્યવસ્થિત, લવચીક, વ્યૂહરચના હોવી આવશ્યક છે. ….એ જી લૅફલીનાં પુસ્તક Playing to Win: How Strategy Really Works, તેઓ ભારપૂર્વક કહે છે કે વ્યૂહરચના તો પસંદગીનો વિષય છે. અમુક વસ્તુઓ કરવી અને બીજી અમુક વસ્તુઓ ન જ કરવી એ બહુ સ્પષ્ટ પસંદગીઓ હોય છે.….ટેક્નોલોજિ સંચાલનનો આ જ મહત્ત્વનો મુદ્દો છે. બધાં જ ટેક્નોલોજિ પરિવર્તનો આપણે નહીં અપનાવી શકીએ, પણ કયાં કરવાં જોઇએ અને કયાં કરી શકીશું એટલું તો આપણે જરૂર નક્કી કરી શકીએ. ટેક્નોલોજિ સંચાલનના સંદર્ભમાં યથોચિત નેતૃત્વ કયાં પરિવર્તનો પચાવી શકાશે તે નક્કી કરવા સક્ષમ હોવાં જોઈએ. એમાં પણ જે પરિવર્તનો સંસ્થાની સર્વગ્રાહી વ્યૂહરચના સાથે સુસંગત હોય તે પરિવર્તનો પચાવવા તો સક્ષમ થવું જ રહ્યું. ….સાથેના આલેખમાં સમજીને નક્કી કરાય છે કે શેને ગણતરીમાં લેવું (લાલ રંગનો વિસ્તાર) અને શું છોડી દેવું (બ્લ્યુ રંગ).….. સફળ થવા માટે સંચાલન મડળે સ્પષ્ટપણે પોતાને અસર કરતી ટેક્નોલોજિઓ સંસ્થાનાં કામકાજમાં અને સંસ્કૃતિમાં શી રીતે વણી લેવાશે તે અંગે વિચારી લઈને અમલ કરવો જોઇએ.

સફળ tech-enabled transformation માટે જરૂરી છે કે સંસ્થાઓ એકથી વધારે રસ્તાઓ પર પ્રગતિ કરે. … રમતની પદ્ધતિસરની, સર્વગ્રાહી  પુસ્તીકાને અનુસરવાથી જ કંપની તેમની રૂપાંતરણથી પ્રાથમિકતાઓને વ્યૂહરચનામાંથી નક્કર અમલમાં ફેરવી શકે.બે-કદમ પદ્ધતિ અને તેની સાથે સુસંગત હોય એવાં સક્ષમકારકો કંપનીને દિશા, પ્રાથમિકતાઓ અને સંસ્થાગત કાબેલિયત આપી શકે છે જે આ પ્રકારનાં રોકાણોનું મહત્તમ વળતર આપે. જે કંપનીઓએ તેમનાં રૂપાંતરણ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો તેમણે જે સંસ્થાઓએ માત્ર ટેક્નોલોજિ સુધારણાઓ પર જ ધ્યાન આપ્યું હતું તેમના કરતાં બમણું મૂલ્ય રળ્યું. [2]



તેમના લેખ, Change Management: Leading Through Technology Changes,માં ચાર્લી ફેલ્ડનું કહેવું છે કે: બદલતાં રહેતાં પારિસ્થિતિક ચિત્ર પર ખરી પકડ બેસાડવા માટે આઈટી અગ્રણીઓએ ત્રણ મહત્ત્વની કાર્યક્ષમતાઓ પર પ્રાવીણ્ય મેળવવું જોઇએ - બદલાતી ભાતની પરખ, ટેકનોલોજિ સજ્જતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢવાની કોઠાસુઝ.

એકંદરે એવું તારણ કાઢી શકાય કે બદલાતી પરિસ્થિતિઓમાં પણ પોતાની સંસ્થાની સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા માટે પરિવર્તનોની રૂખ સમજવી અને પછી પોતાની સંસ્થાની લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત પગલાંઓ વડે એ પરિવર્તનો સાથે કામ લેવું જોઈએ.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Quality Professional's Changing Workplace - વૈશ્વિક મહામારી અને ડિજિટલ રૂપાંતરણ ગુણવત્તા વ્યાવસાયિકનાં કાર્યસ્થળ પર શું અસર કરી રહેલ છે તેની ચર્ચા કરવામાં આવી છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

  • Commit to Improvement - મોટા ભાગના સતત સુધારણા કાર્યક્રમોને સંચાલન મંડળના નવા નવા
    શોખ તરીકે ગણવામાં આવે છે
    ; એટલે લોકો પણ તેને સંચાલન મડળે ઠોકી બેસાડેલ 'આ મહિનાઓ એક વધારે કાર્યક્રમ' તરીકે જ જોતાં થઈ જાય છે … સંસ્થાઓ પોતાની અન્ય વ્યાપાર પ્રવૃત્તિઓ આ રીતે નથી ચલાવતી હોતી. ઘણી વાર તો એવું પણ જોવા મળે છે કે સતત સુધારણા કાર્યક્રમને વર્તમાન પ્રક્રિયાઓ અને માપકોષ્ટકો સાથે છત્રીસનો આંકડો હોય. પરિણામે આવા કાર્યક્રમો ખોડંગાતી ચાલે નિષ્ફળતા તરફ ધકેલાવાની નિયતિને ખરાબે જ ચડી જાય છે.…. સતત સુધારણા હેતુ પાર પાડવાની પદ્ધતિ નહીં પણ આકરૂં તપ અને કડક અનુશાસન છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

  • Rules: Good or Bad? - અંગ્રેજી અભિનેતા અને લેખક ઍલન બૅન્નેટનું કહેવું છે કે “અમે એક નાના અરાજકતાવાદી સમુહની સ્થાપના કરવાની શરૂઆત કરી, પણ લોકો નિયમો જ નહોતાં પાળતાં.” … આપણે નિયમોને વ્યવસ્થા અને ગેરવ્યવસ્થા વચ્ચે ફરક કરનાર સાધન તરીકે જોઈએ છીએ. ઘણી વાર સાવ જ નકારાત્મક રીતે નિયમોને સફળતા સામેની દિવાલ ગણીએ છીએ.… તમારા દૃષ્ટિકોણ અનુસાર નિયમ તોડનાર ક્યાં તો ખરાબ લોકો છે અથવા તો નવી કેડીઓ કોતરનાર સર્જક હોય છે.…કહેવાનું તાત્પર્ય આ કથનો દ્વારા વધારે સ્પષ્ટ થાય છે - “વ્યાવસાયિકની જેમ નિયમો શીખો અને કળાકારની જેમ તોડો.” (પાબ્લો પિકાસો) કે પછી “નિયમો બરાબર જાણો કે જેથી તેને અસરકારક રીતે તોડી શકો.” (દલાઈ લામા)…. છેલ્લાં વર્ષમાં ભલે ઘણું બદલી ચુક્યું છે અને નજીકનું ભવિષ્ય પણ ઠીક ઠીક પડકારભર્યું જણાય છે, તો પણ ગઈ કાલના નિયમો, આજે શું થઈ રહ્યું છે અને હવે પછી જે કંઈ શક્ય થવાનું છે તેના પર આ બન્નેની શું અસર થશે તે જાણવું અને સમજવું એ ખરેખર મહત્ત્વપૂર્ણ કામ છે.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: