પરંપરાગત રીતે કાવ્યોમાં હોય એવા આનંદ કે રંગ સાહિર
લુધીયાનવીની કવિતાઓમાં
હઝાર બર્ક
ગીરેં લાખ આંધીયાં ઉઠ્ઠેં
વો ફૂલ ખિલકે રહેંગે જો ખિલનેવાલે હૈં
હજાર બરફ વર્ષા થાય, લાખો આંધીઓ આવે
જે ફુલ ખીલવાનું છે તે ખીલીને જ રહેશે.
તેમની
સક્રિય ફિલ્મ સંગીતની કારકિર્દીમાં સાહિર લુધીયાનવીએ ૩૧ જેટલા સંગીતકારો સાથે, ૧૨૨ ફિલ્મોમાં, કામ કર્યું. પરિણામસ્વરૂપ, સાહિરની કાવ્યપ્રતિભાને પણ જેટલી કળાએ ખીલવાનું હતું એ મુજબ
ખીલવાનો પુરો અવકાશ મળ્યો.
આજના
મણકામાં આપણે સાહિર લુધીયાનવીએ જે સંગીતકારો સાથે બે
ફિલ્મોમાં સાથે કામ કર્યું હોય એવી ફિલ્મોના પ્રેમાનુરાગનાં ગીતો સાંભળીશુ. સાહિર
અને સંગીતકારની પહેલી ફિલ્મ પ્રકાશિત થઈ એ વર્ષના ક્રમમાં આ
સંગીતકારો છે -- ઉષા ખન્ના, રશિદ અત્રે, ચિત્રગુપ્ત, કલ્યાણજી
આણંદજી અને સપન ચક્રવર્તી
ઉષા ખન્ના (જન્મ ૧૯૪૨) હિંદી ફિલ્મોમાં નારી સંગીતકારોની વિરલ
ક્લબનાં સહુથી વધારે સમય સક્રિય રહેલાં સભ્ય છે. 'દિલ દેકે દેખો (૧૯૪૯) માં તેમણે માત્ર સત્તર વર્ષની
ઉમરે પહેલવહેલી વાર સંગીત રચ્યું. સાહિર લુધીયાનવી સાથે તેમણે 'હમ હિંદુસ્તાની' (૧૯૬૦)માં કામ કર્યા બાદ પછી છેક ૨૨ વર્ષે બીજી ફિલ્મ 'લક્ષ્મી'માં બન્નેનો મેળાપ થયો.
હમ જબ ચલે તો યે
જહાં ઝૂમે, આરઝૂ હમારી આસમાં
કો ચુમે - હમ હિંદુસ્તાની ((૧૯૬૦) - મોહમ્મદ રફી – સંગીત: ઉષા ખન્ના
ફિલ્મમાં સાહિરે
લખેલું આ એક માત્ર ગીત છે !
હમસે હૈ ફિઝાઓંમેં રગ-ઓ-બુ
હમ હૈ ઈસ જમીંકી આરઝૂ
નદીયોંકી રાગિની હમસે હૈ
હર તરફ યે તાજ઼ગી હમસે હૈ
હમ ચેલે તો ચલ પડે જ઼િદગી
હાલત સે લડના મુશ્કીલ થા, હાલતસે રિશ્તા કર લિયા - લક્ષ્મી (૧૯૮૨) - આશા ભોસલે – સંગીત: ઉષા ખન્ના
મુઝરાના ઢાળમાં
રચાયેલાં આ ગીતના બોલમાં પરિસ્થિતિઓ સામે ન લડી શકવાના રંજ઼નો ખટકો છે. એ દૃષ્ટિએ
ગીતમાં પ્રેમાનુરાગનો શુદ્ધ આનંદ વ્યકત કરતો ભાવ તો નથી,
તે માટે કરીને આપણે સ્વીકારેલા મપદંડ
અનુસાર આ ગીતને અહીં ન સમાવવું જોઇએ.
પરંતુ આ લેખની
શરૂઆતમાં જોયું તેમ સાહિરનાં ગીતોમાં કડવી વાસ્તવિકતાને પણ ગજબ કાવ્યમય રીતે રજૂ
થતી જોવા મળે છે, તેનું આ
એક ઉદાહરણ હોઈ અપવાદરૂપ અહીં સમાવેલ છે.
ચુનરી રંગાલી મૈને, બિંદિયા સજાલી મૈને
….. …. … ….. …
જ઼ુમરકી માંગ પટ્ટી દિલસે સજા દી મૈને
…. …. ….. …..
કર લિયે સોલહા
કર લિયે સોલહા સિંગાર સિંગાર સિંગાર
નજરોંકી પ્યાસ બુજ઼ા દો જમાનેવાલોં
જલવોંસે દિલ બહલા લો જમાનેવાલોં
રશિદ અત્રે (મૂળ નામ અબ્દુલ રશીદ અત્ર, જન્મ: ૧૫ ફેબ્રુઆરી ૧૯૧૯ – અવસાન: ૧૮ ડિસેમ્બર ૧૯૬૭) બહુમુખી સંગીત પ્રતિભાના ધણી હતા. હિદી ફિલ્મોમાં તેમનું પદાર્પણ ૧૯૪૨માં કલકત્તામાં થયું હતું. ૧૯૪૩માં (તેઓ એ સમયે તરીકે ઓળખાતાં) બોમ્બેમાં સ્થિર થયા. ૧૯૪૭ સુધી તેમણે અહીં સફળતાપૂર્વક કામ કર્યું. પાકિસ્તાન સ્થળાંતર કરતાં પહેલાં બોમ્બેની ધરતી પરની તેમની છેલ્લી ફિલ્મ 'શિકાયત' હતી. પાકિસ્તાની ફિલ્મોમાં તેમણે ૮૦ જેટલી ફિલ્મોમાં સગીત આપ્યું. રશિદ અત્રે અને સાહિર લુધીયાનવીએ 'સોલહ આને' (૧૯૬૦) અને 'ફરંગી' (૧૯૬૪) એમ બે ફિલ્મો સાથે કરી. આ ફિલ્મોનાં ગીતો વિશે સત્તાવાર માહિતી નથી મળી શકી એટલે ગીતોને નથી મુકી શકાયાં.
ચિત્રગુપ્ત (મૂળ નામ ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ
– જન્મ:
૧૬ નવેમ્વર ૧૯૧૭ – અવસાન: ૧૪ જાન્યુઆરી ૧૯૯૧) ૧૯૪૬થી ૧૯૮૮
સુધીની તેમની સક્રિય કારકિર્દીમાં ૧૫૦ જેટલી ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો રચવા
છતાં પણ તેમનૂં સ્થાન સફળ સંગીત દિગ્દર્શકોની હરોળમાં નથી લેવાતું એ હિંદી
ફિલ્મોની વિચિત્રતાનો નમુનો છે. ચિત્રગુપ્ત અને સાહિર લુધિયાનવી સાથે કરેલ બે ફિલ્મો
છે 'વાસના'
(૧૯૬૮) અને 'સંસાર' (૧૯૭૧).
દરેક ગીતમાં પ્રેમાનુરાગના અલગ ભાવનો નિખાર જોવા મળતો હોવાને કારણે અહીં બન્ને
ફિલ્મોનાં બબ્બે ગીતો સમાવ્યાં છે.
યે પર્બતોંકે દાયરે, યે શામકા ધુંઆ, ઐસેમેં ક્યોં ન છેડ દે દિલોકી દાસતાં - વાસના (૧૯૬૮) - મોહમ્મદ રફી, લતા મંગેશકર – સંગીત: ચિત્રગુપ્ત
જ઼રાસી ઝુલ્ફ ખોલ દો. ફિઝાંમેં ઇત્ર ઘોલ દો
નજ઼ર જો બાત કહ ચુકી વો બાત મુંહસે બોલ દો
કી જ઼ુમ ઉઠે નિગાહમેં બહાર કા સમા
યે ચુપ ભી એક ખયાલ હૈ, અજીબ દિલકા હાલ હૈ
બસ એક ખયાલ ખો ગયા, બસ અબ યહી ખયાલ હૈ
કી ફાસલા ન રહે હમારે દરમિયાં
યે રૂપ રંગ યે પવન ચમકતે ચાંદ સા બદન
બુરા ન માનો તુમ અગર તો ચુમ લું કિરન કિરન
કી આજ હૌસલોંમેં હૈ બલાકી ગર્મિયાં
ઈતની નાજ઼ુક ન બનો… હદસે અંદર નજ઼ાક્ત એક અદા હોતી હૈ…. હદ સે બઢ્ જાયે તો અપની સઝા હોતી હૈ - વાસના (૧૯૬૮) - મોહમ્મદ રફી – સંગીત: ચિત્રગુપ્ત
જિસમકા બોજ઼ ઉઠાયે નહીં ઉઠતા તુમસે
ઝિંદગાનીકા કડા બોજ઼ ઉઠાઓગે કૈસે
તુમ જો હલકી સી હવાઓંમેં લચક જાતી હો
તેઝ જ઼ોકોંમે થપેડોમેં રહોગી કૈસે
કોઈ રુકતા નહીં ઠહરે હુએ રાહી કે લિયે
જો ભી દેખેગા વો કતરાકે ગુઝર જાયેગા
હમ અગર વક્તકે હમરાહ ન ચલને પાયે
વક્ત હમ દોનોંકો ઠુકરાકે ગુઝર જાયેગા
મિલે જિતની શરાબ મૈં તો પીતા હું, રખ્ખે કૌન યે હિસાબ મૈં તો પીતા હુ - સંસાર (૧૯૭૦) - કિશોર કુમાર – સંગીત: ચિત્રગુપ્ત
કોઈ અપના ગર હો તો ટોકે મુજ઼ે
મૈં ગલત કર રહા હું તો રોકે મુજ઼ે
કિસે દેના હૈ જવાબ ….
મૈં તો પીતા હું
રાજા જાની રાજા જાની ન મારો નયનવા કે બાન - સંસાર (૧૯૭૦) - કૃષ્ણા કલ્લે – સંગીત: ચિત્રગુપ્ત
અભી નાદાં હું મેં નાજ઼ુક જાન હું
મુજ઼ે ઐસે ન મારો યું હલકન હું
મુજ઼ે ઐસે ન મારો ઐસે ન મારો
તીખી તીખી નઝરોં સે દેખો ન સાંવરીયા
… ….. …. …
સહ ન સકુંગી અભી કચ્ચી હૈ ઉમરીયા….
મારો ન કટારી દો ધારી ઉઠે તીર રે
રાજા જાની દિલબર જાની
કલ્યાણજી આણંદજીની હિંદી ફિલ્મ સંગીત સફર એ સમયના દિગ્ગજ સંગીતકારોના ધસમસતા પ્રવાહની સામે શરૂ થઈ. પણ પછી તેઓ પોતાની જગ્યા બનાવી લીધી અને ૨૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું. સાહિર લુધીયાનવી સાથે તેમણે 'નન્હા ફરિશ્તા' (૧૯૬૯)અને શંકર શંભુ (૧૯૭૬) એમ બે ફિલ્મો કરી.
ઓ રે શરાબી તુજ઼મેં એક ખરાબી ….સીખા ન તુને કિસીસે પ્યાર કરના...તુજ઼ે આ મૈં પ્યાર કરના સીખા
દું - નન્હા ફરિશ્તા (૧૯૬૯) - આશા ભોસલે – સંગીત: કલ્યાણજી આણંદજી
હો સકે તો સમજ઼ લે રાત ક્યા કહ રહી હૈ
…. ….. …..
યે ધડકતી ખામોશી ક્યા કહ રહી હૈ
… ..... ….
થોડા સા ઇશારા હો તો પલભરમેં
અભી લાખો રંગ લુટા દું
આ મૈં પ્યાર સીખા દું
ભીગે હુએ જલવોં પર ઐસે ન નજ઼ર ડાલો, દિલ ચાહે ઈધર રખ્ખો પર આંખેં ઉધર રખ્ખો - શંકર શંભુ (૧૯૭૬) - લતા મંગેશકર, મોહમ્મદ રફી – સંગીત: કલ્યાણજી આણંદજી
ઇન ગરમ નિગાહોં સે જજ઼બાત ભડકતે હૈ
અહસાસ સુલગતા હૈ અરમાન ધડકતે હૈ
રૂક જાઓ રૂક જાઓ
રૂક જાઓ અભી દિલ પર ઈતના ન અસર ડાલો
સોયી હુઈ ધડકનકો ખુદ તુમને જગાયા હૈ
સાંસો સે પુકારા હૈ નજ઼રોંસે બુલાયા હૈ
મત અપની ખતાઓ કો
મત અપની ખતાઓકો અબ ઔર કે સર ડાલો
કબ હમને કહા તુમસે હમ તુમપે નહી મરતે
તુમ કુછ ભી કહો તુમ પર ઈલ્ઝામ નહીં ધરતે
બેરહમ હો બેરહમ હો
બેરહમ હો કાતિલ હો યે કતલ ભી કર ડાલો
સપન ચક્રવર્તી (બંગાળી નામ: સ્વપ્ન ચક્રોબોર્તી), ની પ્રચલિત ઓળખ તો આર ડી બર્મનના સહાયક તરીકેની વધારે ગણી શકાય. ફિલ્મ સંગીતના ચાહકોને તેમણે ગાયેલાં કેટલાંક પૈકી મેરે સાથ ચલે ના સાયા (કિતાબ, ૧૯૭૭ ) અને પ્રીતમ આન મિલો (અંગુર, ૧૯૮૨) પણ યાદ આવી રહે. હકીકત એ છે કે સપન ચક્રવર્તીએ ૫ હિંદી અને ૧૫ બંગાળી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે॰
જાને આજ ક્યા
હુઆ એસા કભી હુઆ ના થા, સાંસોં મેં ઘુલે
નશા જૈસા કભી ઘુલા ન થા, તુંમ્હી બોલો ક્યા કરેં ઐસા હોગા પતા ન થા – ૩૬ ઘંટે –
કિશોર કુમાર – સંગીત: સપન ચક્રવર્તી
છાયા છાયા દૂર તક
રંગોકા ગુબ્બાર હે
ઐસા તો ન થા જહાં
હો ન હો યે પ્યાર હૈ i
ખ્વાબોં કા સમા સજા
જૈસા કભી સજા ન થા
તુમ ભી ચાલો હમ ભી ચલેં, ચાલતી રહે જિંદગી, ના જમીં ના આસમાં જિંદગી હૈ જિંદગી – ઝમીર (૧૯૭૫) – કિશોર કુમાર, આશા ભોસલે - સંગીત: સપન ચક્રવર્તી
બહતે ચલે હમ મસ્તીકે ધારોમેં
ગુંજે યહી ધુન સદા દિલકે તારોંમેં
અબ રૂકે ના કહીં પ્યાર કા કારવાં
નીત નયી રૂતકે રંગમેં ઢલતી રહે જિંદગી
આજના મણકાનો દેખીતી રીતે તો અહીં અંત આવવો જોઈએ. પરંતુ સાહિર લુધીયાનવી જેમની સાથે કરી છે તો સાત ફિલ્મો, પરંતુ તે પૈકી બે ફિલ્મો હિંદી ફિલ્મોના સુવર્ણ કાળના સમયની છે અને બાકીની પાચ એ સમયકાળ પછીની છે એ સંગીતકાર છે ખય્યામ અને ફિલ્મો છે 'ફિર સુબહ હોગી'(૧૯૫૮) અને 'શગુન' (૧૯૬૪). આ બે ફિલ્મોની વાત કર્યા વગર આજનો મણકો પુરો જ ન કરી શકાય.
ફિર ન કીજે
મેરી ગુસ્તાખ નીગાહી કા ગીલા
દેખિયે આપને ફિર પ્યાર સે દેખા
મુજ઼કો
મૈં કહાં તક નીગાહોંકો પલટને ન દેતી
આપને કઈ બાર પુકારા મુજ઼કો - ફિર
સુબહ હોગી (૧૯૫૮) - મુકેશ, આશા ભોસલે –
સંગીત: ખય્યામ
ઇસ કદર પ્યારસે ન દેખો હમારી જાનિબ
દિલ અગર ઔર મચલ જાયે તો મુશ્કિલ હોગી
તુમ જહાં મેરી તરફ દેખ કે રૂક જાઓગે
વહી મંઝિલ મેરી તક઼દીરકી મંઝિલ હોગી
એક યુંહી નઝર દિલકો જો છુ લેતી હૈ
કિતને અરમાન જગાતી હૈ તુમ્હે ક્યા માલુમ
રૂહ બેચૈન હૈ લિપટનેકે લિયે
તુમકો હર સાંસ બુલાતી હૈ તુમ્હે ક્યા માલુમ
હર નઝર આપકી જઝબાતકો ઉકસાતી હૈ
મૈં અગર હાથ પકડ લું તો ખફા મત હોના
મેરી દુનીયા-એ-મોહબ્બત તુમ્હારે દમ સે
મેરી દુનીયા-એ-મોહબ્બત સે જુદા મત હોના
ઇતને કરીબ આ કે ક્યા જાને કિસલિએ
કુછ અજનબીસે આપ હૈ કુછ અજનબીસે હમ
વો એક બાત થી
જો ફકત આપકે લિયે
વો એક બાત કહ ન સકે આપહીસે હમ – શગુન
(૧૯૬૪) – તલત
મહમૂદ, મુબારક બેગમ – સંગીત : ખય્યામ
એસી તો કોઈ કેદ નહીં દિલકી બાત પર
આપસકી બાત હે તો ડરે ક્યોં કિસીસે હમ
તુમ દૂર હો તો આયે ન હમેં રાસ
તુમ પાસ હો તો જાન ભી દેદેં ખુશી સે હમ
મૌત એક વહમ, ઔર હકીકત હે જિંદગી
એક દૂસરેકો માંગેગેં ઈસ જિંદગીસે હમ
‘શગુન’નાં અન્ય બે રોમેન્ટીક ગીતો – પર્બતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ (મોહમ્મદ રફી, લતા મંગેશકર) અને તુમ ચલી જાઓગી પરછાઇયાં રહ જાએગી (મોહમ્મદ રફી) - પણ ગીત, સંગીત અને ગાયકી જેવી દરેક બાબતોમાં સર્વકાલીન ગીતોની પ્રથમ હરોળમાં સ્થાન પામતાં રહ્યાં છે
સમગ્રત: જોઈએ તો, માત્ર પાંચ (વત્તા એક) સંગીતકારો સાથેના
સાહિર લુધીયાનવીના બબ્બે ફીલ્મોના જ સંગાથમાં પણ આપણને તેમનો સમગ્ર સક્રિય કાળ
દૃષ્ટિગોચર થાય છે, ’૭૦ના દાયકાની શ્રોતાવર્ગની રૂચિઓ અનુસાર તેમના
શબ્દપ્રયોગો વધારે લોકભોગ્ય થતાં જણાય, પરંતુ સાહિરની પદ્ર્યરચનાઓમાં સાહિર લુધીયાનવીની અનોખી જ કવિપ્રતિભાનો
સ્પર્શ ની:શંકપણે પણે અનુભવાય જ છે.
No comments:
Post a Comment