Sunday, August 22, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના  ઓગસ્ટ, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે ગુણવત્તા - સંચાલન - વ્યવસાયનું ભવિષ્ય વિશે ટુંકમાં વાત કરીશું.-

ભૂતકાળ વાહનોનો રીઅર-વ્યૂ મિરર છે, તો વર્તમાન વાહનનું ડેશબોર્ડ અને ભવિષ્ય વિન્ડશિલ્ડ. સલામત અને અસરકારક રીતે વાહન ચલાવવા માટે આ ત્રણેયની પોતપોતાની આગવી ભૂમિકાઓ છે.

ધ ચાર્ટર્ડ ક્વોલિટી  ઇન્સ્ટિટ્યુટ (CQI) દ્વારા પ્રકાશિત વિદ્વતાસભર દીર્ઘનિબંધ, Quality: past, present and future,માં ગુણવત્તા વ્યવસાય જે રીતે કામ કરે છે અને તેની વિચારસરણીને જે પ્રેરણા આપે છે તેમજ અત્યારના પ્રવાહોની ચર્ચા કરે છે અને એવાં ભવિષ્ય પર નજર કરે છે જ્યાં માનવી અને ટેક્નોલોજિ સાથે સાથે કામ કરી રહ્યાં હોય.ગુણવત્તાનું ધ્યાન ક્ષેત્ર હવે વિસ્તરીને જિંદગીની ગુણવત્તાને આવરી લેશે. આ પાસાંનું પ્રતિબિંબ એડવર્ડ દ બૉનોનાં કથન 'આપણી વિચારસરણીની ગુણવત્તા આપણાં ભવિષ્યની ગુણવત્તા નિશ્ચિત કરશે'માં જોવા મળે છે.

[ દીર્ઘનિબંધનું સંક્ષિપ્ત ગુજરાતી સંસ્કરણ ગુણવત્તા: ગઈકાલ, આજ અને આવતીકાલ પર વાંચી શકાય છે.]


'ગુણવત્તા'ની વિભાવના ઉત્પાદિત પેદાશની સંપૂર્ણતા પુરતી મર્યાદિત ન રહીને હવે આગળ નીકળી ગઈ છે. હવે ગુણવત્તા એક ફિલોસોફી, પધ્ધતિઓની અને પ્રણાલિકાઓની તંત્રવ્યવસ્થા અને વ્યાપારનાં બધાં જ પાસાંઓને સ્પર્શતી, વ્યાપારમાં શ્રેષ્ઠતા પ્રત્યેની કટિબધ્ધતાનાં સ્તરે પહોંચી ગઈ છે- અને સંસ્થામાંની દરેક વ્યક્તિને આવરી લે છે.…..ગુણવતા સંચાલકો માટે ભવિષ્ય માટેનો મુખ્ય પડકાર જે ક્ષેત્રનો પાયો અવિચલતા પર છે તેમાં થઈ રહેલ પરિવર્તનો બાબતે છે. આજે જ્યારે નફાતોટાની અંતિમ પંક્તિ પર ધ્યાન વધી રહ્યું છે ત્યારે ગ્રાહકની જરૂરિયાતો સમજી અને તેના વિષે આગાહી કરીને ગ્રાહકના સંતોષ અને વફાદારીમાં વૃધ્ધિ કરીને ગુણવત્તા હવે સંસ્થાની આવકની શીર્ષ પંક્તિમાં પણ વધારો કરવા લાગી છે. આજથી ૬૦ વર્ષો પહેલાંથી ગુણવત્તા ગુરુઓ અને અગ્રણીઓએ પણ ગુણવત્તાનો પાયો આ પાસાં પર જ રચાયેલો જણાવતા રહ્યા છે. [1]


ગુણવતા ૨૦૩૦ કાર્યસુચિનાં સંશોધન માટેના પાંચ મુખ્ય સુર અને ગુણવત્તા સંચાલનનું નિર્વિવાદ હાર્દ[2]

ગુણવતાનું ધ્યાન હવે ગુણવત્તા સાધનો પરથી ખસેડીને સંસ્થાની સમગ્રતયા સફળતા પર કેન્દ્રીત કરવું જોઈશે.….જે સંસ્થા માટેનાં આવશ્યક પરિવર્તનોની દોરવણી બૃહત સ્તરે કરે…તે માટે તેની પાસે ભવિષ્યનાં સંભવિત જોખમોની અસરોથી મુક્ત એવાં વ્યવસાય મોડેલો અને દરેક સ્તરે સંસ્થાની શ્રેષ્ઠતા માટેની કટિબધ્ધતા ઉપલબ્ધ  છે. [3]

વધારાનું વાંચન

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Making Cost of Quality Work for You (and Your Executives) - ડીસી વુડ કન્સલ્ટિંગના પ્રેસીડેન્ટ ડગ વુડ ગુણવતાની કિંમતને ગુણવતા સાધન તરીકે કેમ સફળ કરી શકાય અને તે માટે સંસ્થાનાં નેતૃત્વને પણ શી રીતે સાથે લઈ શકાય તે સમજાવે છે. સિક્ષ સિગ્મા ફોરમ ગુણવતા કિંમતની ગણતરી કરવાનું ગણકયંત્ર પુરું પાડે છે.

આ વૃતાંતમાં જેમનો ઉલ્લેખ છે –

Principles of the Quality of Cost

Executive Guide to Applying Cost of Quality

SSF Cost of Quality Calculator

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

The Career Path to Success May Not be Linear -  વ્યવસાયને લગતી બાબતોને આપણે જે માનસિક મોડેલ વડે સમજીએ છીએ તે આપણે કેમ વિચારીશું અને શું શક્ય છે તેને ઘડે છે. જોકે હવે ઊભી કોર્પોરેટ સીડી તો સંગ્રહસ્થાનની વસ્તુ બનીને રહી ગઈ છે. કેથી બેન્કો અને મોલી એન્ડરસનનાં પુસ્તક “The Corporate Lattice: Achieving High Performance in the Changing World of Work,”માં લેખકોએ કાર્યવિશ્વમાં થઈ રહેલાં પરિવર્તનોની રૂપરેખા દોરી છે અને તેઓ જેને કોર્પોરેટ જાળ (corporate lattice)કહે છે તેનો પરિચય કરાવે છે. સીધી સટ સીડીને બદલે બહુઆયામી કોર્પોરેટ જાળ વધારે અનુકૂલનક્ષમ છે અને એક-દિશી, ઊભાં મોડેલની જગ્યા લે છે. જાળનાં આ મોડેલને વાંકાચુંકા કે બહુઆયમી કારકિર્દી માર્ગ તરીકે વર્ણવી શકાય.….આવી જાળ ધરાવતી પ્રબુધ્ધ સંસ્થાઓ વ્યાવસાયિક અનુભવોને મદદ કરવાની અને પુરસ્કૃત પણ કરવાની સાથે કર્મચારીની કારકિર્દી અને જીવનશૈલી સાથે વધારે બંધ બેસે છે અને વધારે ચપળતા અને સ્ફુર્તિમાં પરિણમે છે.….આને પરિણામે તાત્કાલિક નાણાંકીય લાભો કદાચ ન મળે પણ, ઉચ્ચ સામર્થ્ય ધરાવતા જ નહીં પણ, દરેક કર્મચારીઓ માટે સમૃદ્ધ અનુભવોનું ભાથું બાંધી આપીને એવી સ્થિતિમાં ગોઠવી આપે છે કે જ્યાં તક મળ્યે તે કર્મચારી ઝડપથી આગળ વધી શકે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ Ego or Progress? - ત્રણ અમેરિકન કરોડાધિપતિઓએ તાજેતરમાં કરેલ બાહ્યાવકાશની સફર મોટા ભાગે તો તેમની અંદર અંદરની સ્પર્ધા અને તેમના મસમોટા અહંને પોસનારી જ ગણાવાય છે. … જોકે,  એવું જોવા મળે છે કે જે ટેક્નોલોજિ એક ઉદ્યોગ કે ક્ષેત્રને ફાયદાકારક નીવડે છે તે લાંબા ગાળે અને વ્યાપક સ્તરે બીજા ઉદ્યોગો કે ક્ષેત્રને, કે ગુણવતાનાં ક્ષેત્રને, પણ એક યા બીજી રીતે લાભદાયી નીવડતી હોય છે.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: