ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના મે ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.
પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી,
૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી જ્ઞાનીશાનંદના
લેખ, ડિજિટલ દેવતાઓ અને આધ્યાત્મિક (ઉત્)ક્રાંતિ /
Digital Gods and Spiritual ®evolution,
આ મહિને પસંદ કરેલ છે.
અહીં પ્રસ્તુત છે એ લેખનો
સંક્ષિપ્ત અંશ:
AI ભૌતિક વિશ્વના આ રીતે અનુભવમાં વૃદ્ધિ કરે છે –
i. જૈવિક સીમાઓ વિસ્તારીને જે કામો કરી શકવા આપણે સજ્જ નથી તે કરવા સક્ષમ બનાવે
છે, જેથી આપણે આપણા જીવનનાં અન્ય ક્ષેત્રોમાં વધારે મૂલ્યવાન અને અસરકારક બની શકીએ
ii. મન ઉપર, સકારાત્મક (અને નકારાત્મક પણ) અસરો કરીને
iii. વિકલાંગો કે સમાજનાં ઓછાં સંસાધનપ્રાપ્ત લોકોને પણ સમાન તક ઉપલબ્ધ કરી આપીને
iv. બહેતર સંયોજકતા (કનેક્ટિવિટી) વડે ભૌતિક મર્યાદાઓ અતિક્રમીને અને માનવ માનવ વચ્ચેની અને માનવ અને ભૌતિક
વિશ્વને અલગ કરતી ભૌતિક આડશો દૂર કરીને
v. ઓનલાઈન (માહિતી) સ્ત્રોતો માટેની પહોંચ સાથે વધારે વ્યાપક બનાવીને
vi. વધારે આધુનિક મશીન લર્નિંગ તકનીકોની મદદથી, AIની વિશ્લેષણાત્મક
અને તાર્કિક ક્ષમતાઓ વધારીને તેને વધારે સુશિક્ષિત બનાવીને, આપણે માનવીય
પ્રજ્ઞાને માનવીય ઉત્કૃષ્ટતાનાં ઘણાં વધારે પાસાંઓની દરેક ક્ષેત્રમાં વધારે
બારીકાઈથી ચકાસણી કરી શકવા કાબેલ કરી શકીશું. અંતમાં, વિવેકપૂર્ણ વિદ્વતાએ બુદ્ધિ પર વર્ચસ્વ મેળવવું જોઈએ.
જોકે મૂળતઃ સવાલ એ છે કે માનવતાને
સાચવવા અંગે AIનું કોઈ નૈતિક ઉત્તરદાયિત્વ છે કે નહીં. AIનો કોઈ નૈતિક પાયો નથી. તે તો એવી પણ
સંભાવનાઓ ધરાવે છે કે જે લક્ષ્યો માટે સમાજે ખરેખર પ્રયાસો કરવા જોઈએ એ લક્ષ્યોને
જ તે બદલી શકે છે. જોકે,
AI કે ડિજિટલ દુનિયા તરફથી એટલું જોખમ નથી જેટલું પરિપૂર્ણતા
સિદ્ધ કરવા માટે આપણી જ બહારની તરફ શોધ કરવાનું
આપણું વલણ છે.
AI માં intelligence (પ્રજ્ઞા) શબ્દપ્રયોગ
શબ્દકોશની વ્યાખ્યા - જ્ઞાન અને કૌશલ્યો મેળવવાની અને કામે લઈ શકવાની ક્ષમતા -
મુજબ બંધ તો બેસે છે પણ તે સાથે માનવી જે કંઈ કરી શકવા શક્તિમાન છે તે સંભાવનાઓને સીમિત
કરી દે છે. તેની સામે વૈદિક સંસ્કૃતિ દ્વારા પ્રસ્થાપિત થયેલ વ્યાખ્યા મુજબ આ
વર્ણન પ્રજ્ઞાનાં એક જ પાસાં – બુદ્ધિ - પુરતું જ સીમિત છે.[1] આમ, ટેક્નોલોજિની આ શાખાને વર્ણવવા માટે
વધારે ઉપયુક્ત શબ્દપ્રયોગ Artificial Intellect (કૃત્રિમ બુદ્ધિ) કહી શકાય.
આપણે જો 'જ્ઞાન'ની શોધખોળ કરીશું તો જણાશે કે જ્ઞાનનું સૌથી નીચેનું ઉપકરણ 'સહજ વૃત્તિ' છે. તે પછી આવે છે તર્ક. પરંતુ તર્ક આપણને આપણાં ખુદનાં કે આપણાં આ વિશ્વનાં
અસ્તિત્વ વિશેના સવાલની બાબતે બહુ આગળ લઈ જઈ શકે તેમ નથી. સ્વામી વિવિકાનંદનાં
કહેવા મુજબ (એક તબક્કા પછી) તર્ક 'વર્તુળમાં ઘુમરાતી દલીલ' બની રહે છે. આ વર્તુળમાં ઘુમતી દલીલની
બહાર આપણને 'અંતરસ્ફુરણા' કાઢી શકે છે. બુદ્ધિનાં ક્ષેત્રની પેલે પાર, પ્રજ્ઞાના ખરા અર્થનાં સ્વરૂપનો અંતરસ્ફુરણાનો પ્રદેશ ફેલાયેલો છે.
શરીર અને મનને અંતરસ્ફુરણા જો
અતિચેતનાના પ્રદેશમાંથી મળે તો આત્માનૂભૂતિનું લક્ષ્ય પાર પડી શકે. એટલે, AI અને અન્ય 'ડિજિટલ દેવો'નો ઉપયોગ આપણી બે અતિમૂલ્યવાન સાધનસંપત્તિ - સમય અને શક્તિ -ની બચત કરવામાં
કરવો જોઈએ કે જેથી તર્કથી અંતરસ્ફુરણા અને
ચેતનાથી અતિચેતના સુધીની સફર આપણે સડસડાટ પાર કરી શકીએ.…….
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- The Elements and Challenges of a 'We' Culture - The We Culture (ASQ Quality Press)નાં લેખિકા, લુસિઆના પૌલીસ ઉત્કૃષ્ટતા સંસ્કૃતિનાં CARE modelની ચર્ચા કરતાં કરતાં 'We' ('આપણે') સંસ્કૃતિમાં પરિવર્તીત થવા માટે સંસ્થાએ સામનો કરવાના પડકારોની ચર્ચા કરે છે.
Jim L. Smithની Jim’s Gems નો લેખ—
- Quality
Professionals Must Lead
– ગુણવત્તા માટેનો આર્થિક પક્ષ રજૂ
કરો - ગુણવત્તા
વ્યાવસાયિકો જ્યારે કોઈ પણ નવી ટેકનિકના અમલના ટેકનિકલ મુદ્દાઓ ચર્ચતાં હોય છે ત્યારે તેમની સંસ્થાની એક ઊંડે રહેલી બાબત છુપાવતાં હોય છે. સામાન્યપણે, એ સમસ્યા એ હોય છે કે જે કંઈ નવી પ્રવૃત્તિ કે સમય કે ખર્ચ કે સંસ્થાના વ્યવહારો વધારે તેને લગતા સવાલો પુછવાની વરિષ્ઠ સંચાલનમંડળની જવાબદારી હોય છે. … ગુણવત્તા વ્યાવસાયિકોએ આ ચર્ચા કરતી વખતે સૌ પહેલાં આ સવાલો જ ઉઠાવવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ગુણવત્તા વ્યાવસાયિકોએ ડૉ. આર્મડ ફાઈજેનબાઉમ અને ફિલિપ બી ક્રોસ્બીની ની શીખ - સંચાલન મંડળની ભાષા નાણાંકીય આંકડાઓથી પરિભાષિત થાય છે અને વ્યવસાયની જરૂરિયાતો સાથે સીધી સંકળાયેલી હોય છે.. વળી, પ્રવર્તમાન સંજોગોમાં તો એ હજુ વધારે મહત્ત્વનું બની રહે છે……..
Quality Magazineના સંપાદક,
ડેર્રીલ સીલૅન્ડ,
ની કૉલમ ‘From
the Editor'
નો લેખ –
- Sixty Years in the Making - ભવિષ્ય, ટેક્નોલોજિ અને યાંત્રિક સ્વયંસંચાલન વિશે કલ્પના - જે વૃતાંતો
[1] Intelligence and Intellect: What's The Difference - Shekhar Kapur with Sadhguru
'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને
અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment