Sunday, January 22, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - જાન્યુઆરી ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  જાન્યુઆરી ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક્ત સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

આ શ્રેણીના આજના પહેલાં અંકનો મુખ્ય આશય દસકાના પહેલાં બે વર્ષો દરમ્યાન ગુણવત્તા સંચાલન તેમજ ગુણવત્તા વ્યવસાયિકોનીની કાર્યકારી વિચાસરણીનાં હવે પછીનાં ઘડતર પર પ્રભાવ પાડી શકે તેવા જે મહત્ત્વના પ્રવાહો સક્રિય ચર્ચામાં રહ્યા છે તેમની ટુંક યાદી હવે પછીના મહિનાઓમાં આ દરેક પ્રવાહ વિષે થોડી વધારે વિગતે વાત કરવાનું આયોજન વિચારેલ છે. 

કયાં પરિબળો કયાં વલણથી સક્રિય તે નક્કી કરવા માટે પહેલું કદમ વણણ વિશ્લેષણ / trend analysisનું છે.

વલણ વિશ્લેષણ ભૂતકાળના માહિતી સંગ્રહ પરથી કે ભવિષ્યમાં સંભવિત પરિવર્તનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

ભૂતકાળની માહિતીની આધાર પરથી સુનિશ્ચિત કરાયેલ CAPA[1] કે યથોચિત જોખમ સંચાલન દૃષ્ટિકોણ પરતી નક્કી થયેલ વ્યૂહાત્મક આયોજનના ભાગરૂપે લેવાયેલાં પગલાંને કારણે જે પરિવર્તનો અપેક્ષિત કરાય તેમનાં ખરાં, દૂરગામી અને હકારાત્મક પરિણામો લાવવા માટે સંસ્થાની ગુણવત્તા સંચાલન વિચરધારામાં, અને તેને પરિણામે વલણ વિશ્લેષ્ણમાં પણ, અમુલ ફેરફાર કરવા પડી શકે છે. અ દિશામાં આગળ વધવાની બાબતે આ ત્રણ પ્રશ્નો ઘણો પ્રકાશ પાડી શકે છે –

  • વલણ વિશ્લેષણ માટેનો મુળભૂત આશય શું છે - વલણ વિશ્લેષણ માટેઓ એક મુખ્ય માર્ગદર્સ્ક સિદ્ધાંત એ છે કે વિશ્લેષ્ણના પરિણામે પેદાશોની ગુણવત્તા કે ગ્રાહકોની અપેક્ષાઓ પર થનાર નકારાત્મક અસરોને પારખી, તેમનાં મૂલ્યાંક્ન કરીને એ રીતે દૂર કરવી કે થાય તે પહેલાં નીવારવી કે જેથી સંસ્થાની લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ જળવાતી રહે / સુધરતી રહે કે ટકી રહે.

·        કયી પદ્ધતિ પસંદ કરવી ? – વલણ વિશ્લેષણની પદ્ધતિઓની પસંદગી મૂળતઃ તો વલણ વિશ્લેષણના આશય પર અવલંબિત રહેતી હોય છે.  

·        આકલન કરાઇ રહેલ માહિતી સંગ્રહ સમયસરનો અને પૂરતો છે? - સમયસરતાનો અર્થ  એ છે કે માહિતી સંગ્રહ કાળગ્રસ્ત તેમજ વલણ વિશ્લેષ્ણના આશય અને સમયકાળ સાથે અસુસંગત ન હોવો જોઈએ.

આ દસકનાં પહેલાં બે વર્ષો દરમ્યાન જુદાં માધ્યમો પરની ચર્ચાઓ અને દસ્તાવેજ થયેલ સાહિત્યમાંથી જે સર્વસામાન્ય કહી શકાય એવાં કેટલાંક મુખ્ય વલણોની આપણે પહેલાં નોંધ લઈએ –

૧. પેદાશોની તેમજ તંત્રવયસ્થાની ગુણવતા તેમજ ગ્રહકોની અપેક્ષાઓ વિષેની ધારણાઓની સમય સાથે બદલતી જતી સમજ અને તે વિશેના અભિગમોમાં પરિવર્તનો

૨. સતત બદલતી રહેતી વ્યાપાર કાર્યપદ્ધતિઓને કારણે જોખમ સંચાલનમાં સમય સાથે થતા ફેરફારો

૩. સંસ્થાની અંદર અને બહાર જ્ઞાન સહભાગિતા

૪. નિર્ણય લેવા માટે આવશય્ક બાતમીનું વધતું જતું મહત્ત્વ

૫. પુરવઠા સાંકળની ગુણવતા અને ભરોસાપાત્રતામાં સુધારાઓની આવશ્યકતાઓ

૬. ગુણવતા માપદંડોમાં થતા સુધારાઓ અને તેને પરિણામે વ્યક્તિગત તેમ જ સંસ્થાનાં અલગલગ કાર્ય્ક્ષેત્રોને લગતા સંસ્થાગત તકનીકી અને સંબંધિત કર્મચારીઓની કાર્ય ભૂમિકાઓના ફેરફારો

૭. QEHS નાં સંકલનનું વધતું જતું મહત્ત્વ

૮. સંસ્થાગત વ્યુહાત્મક આયોજનના સંદર્ભમાં ગુણવત્તા સંચાલન માટેના દૃષ્ટિકોણનું વધતું મહત્ત્વ

 લગભગ દરેક ક્ષેત્રને લાગુ પડતાં આ વ્યાપક વલણો ઉપરાંત ચોક્કસ ઉદ્યોગોના સંદર્ભે વધારે સુસંગત વલણોનો સતત અભ્યાસ આ ઉપરાંત બીજાં મહત્ત્વનાં વલણો પણ આપણા ધ્યાન પર લાવી શકે છે. 

તદુપરાંત ગુણવત્તા / પર્યાવરણ અને વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષાનાં માનકો અને ધોરણો; ભુભૌગોલિક્ર-રાજકીય-આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓનાં સમીકરણો તેમ જ વંશિય અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓ અને માન્યતાઓમાં  સૂક્ષ્મ અને વ્યાપક સ્તરની અસરો; વ્યાપર-ઉદ્યોગોમાં થતી કામગીરીઓની નિપજની માપણી વગેરેનાં બદલતાં જતાં વલણો પણ માહિતીસ્રોત તરીકે મહત્વપૂર્ણ બનતા જ્શે.    

ગુણવતાની હવે વ્યાપક બનતી જતી વ્યાખ્યામાં આવરી લેવાતા સંપોષિતા અને વ્યાપાર સાતત્ય તેમજ ઇંડસ્ટ્રી ૪.૦ના સંદર્ભમાં ગુણવત્તા ૪.૦ના વધતા ઉપયોગો જેવાં વિષયોનાં વલણો પણ મહત્ત્વનાં બની રહેશે. 

સંદર્ભમાં લીધેલ કેટલાક માહિતિ સ્રોત:

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Digital Transformation Now and Later - 'ડિજિટલ રૂપાંતરણ'નો સંક્ષિપ્ત ઇતિહાસ અને તે અંગેની સફરમાં વ્યક્તિગત તેમજ સંસ્થાગત સ્તરે ઉપયોગી બની રહે તેવા માહિતી સ્રોતોની ચર્ચા કરવામાં આવી છે. અ વૃતાંતમાં ઉલ્લેખાયેલ Learn About Quality—Quality 4.0 વિશે વધારે માહિતી https://asq.org/quality-resources/quality-4-0ની મુલાકાત લેવાથી મળિશકે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

Motives Are Important in Everything We Doઆપણા પ્રયાસોની સફળતાનો આધાર એ પ્રયાસો માટે આપણો ઉદ્યમ કેવો હતો તેના કરતાં એ પ્રયાસો માટેના આપણો આશય શો હતો તેના પર વધારે રહે છે. ….આપણો ઉદ્યમ કેવો હતો તેના કરતાં એ પ્રાયાસો માટેના આપણો આશય શો હતો તેના પર વધારે રહે છે. …. મહાન લેખકો, ઉત્તમ ગુણવત્તા વ્યાવસાયિકો, શ્રેષ્ઠ કંપનીઓ કે સમાજના કોઇ પણ ક્ષેત્રના સ્ત્રીપુરુષો હોયતેમના માટે શું મહત્ત્વનું છે કે સમાજને શેની જરૂર છે કે પછી એમને પોતાને જે કરવું યોગ્ય લાગ્યું, એ વિશે,કમસે કમ પ્રાંરંભમાં, તેમનું બીજાંઓ કરતાં વધારે સ્વયંપ્રેરિત હોવામાં તેમની સફળતાની ચાવી રહેલ છે. ખરું રહસ્ય જ આ છે.  ... આપણા આત્માના અવાજને જે ખરેખર જ કરવા યોગ્ય લાગ્યું તેના માટે પોતાના બધા જ પ્રયાસો લગાડી દેવાથી જ ખરી સફળતા મળી શકે છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

Knowledge is Power - સુન ત્ઝુ થી ચક મૅકગિલ સુધી  -આપણને ભવિષ્ય નહી પણ ભૂતકાળ કેમ યાદ રહી જાય છે? આ બહુ મુંજવતો સવાલ છે, જેનો કોઈ નક્કર કે જોઈ અનુભવી શકાય તેવો જવાબ મળવો મુશ્કેલ છે. સવાલનો ઉદભવ મોટા ભાગે આલ્બર્ટ આઈનસ્ટાઈનાંકથન  - સમય એક ભ્રમ છે, જે કમનસીબે બહુ જ હઠાગ્રહી છે -માંથી કે પછી તેને અનુસરીને થતો જોવા મળે છે. …. આપણે યાદોને જ્ઞન વડે  બદલવા સુધી પણ જઈએ કેમ કે આખરે તો જ્ઞાન અનુભવ અને શિક્ષણ દ્વારા મેળવાયેલ હકીકત, માહિતી કે કૌશલ્ય, બીજા શબ્દોઆં અનુભવ અને શિક્ષણની યાદો, છે. એટલે હવે સવાલ એ રહે છે કે 'જો આપ્ણને ભવિષ્યનું જ્ઞાન હોય તો શું થાય?' - જવાબ ગમે તે હોય, સવાલ તો એક જૂની કહેવત 'જ્ઞાન જ શક્તિ છે' નાં ખરાપણાં તરફ જ નિર્દેશ કરે છે. ….'આર્ટ ઑફ વૉર'માં સુન ત્ઝુ કહે છે, 'જો તમે શત્રુને, અને ખુદ તમને પણ, બરાબર જાણતા હો હજારો યુદ્ધોનાં પરિણામોનો તમારે ભય રાખવાની જરૂર નથી.' વાસ્તવિક વિશ્વમાં અને સફળ વ્યાપાર ઉદ્યોગનાં, ખાસ તો ગુણવતાની બાબતોનાં, રણક્ષેત્રોમાં જ્ઞાન તાલીમમાંથી નિપજે છે. Genevieve Diesing લખે છે તેમ,અવનવા રોગચાળાઓ અને ટેક્નોલોજીના ધસમસતા વિકાસથી પ્રભાવિત રહેતાં રણક્ષેત્રમાં સિક્ષણ અને તાલીમ જ સર્વોપરી રહે છે - ખાસ તો નવા જોડાનારાંઓ માટે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Management of an Effective CAPA

No comments: