Sunday, August 20, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - ઓગસ્ટ ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૩ના અંકમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે ભવિષ્યના સંદર્ભમાં વ્યવસાયનો હેતુ ની ટુંક ચર્ચા કરીશું.

ISO 9001: 2015 માં 'સંસ્થા વિશેની સમજણ અને તેનો સંદર્ભ'ને એક આવશ્યકતા તરીકે દાખલ કરાયેલ. એ માટે સંસ્થાએ તેના હેતુ અને વ્યુહાત્મક દિશા સાથે સુસંગત બાહ્ય તેમજ આંતરિક પરિબળો સુનિશ્ચિત કરવાનાં રહેતાં હતાં. ISO 9001 સ્ટાન્ડર્ડની અપેક્ષા સંસ્થાના વર્તમાન સંદર્ભ વિશે હતી.

હવે આપણે આ જ વિચારબીજને ભવિષ્યના સંદર્ભમાં જોઈશું. 

'વ્યવસાયનો હેતુ શું?' પર  પીટર ડ્રકરના વિચારો આજે પણ પથદર્શક ગણાય છે. તેઓનું કહેવું હતું કે, '…સંસ્થાનો હેતુ ખુદ સંસ્થાની બહાર જ હોવો ઘટે. હકીકતે તો તે સમાજમાં હોવો ઘટે કેમકે કોઈ પણ વ્યાવસાય્ક એકમ એ સમાજનું જ એક અંગ છે.' આગળ જતાં તેઓ કહે છે કે, ' અગ્રણીઓ .... તેમની સંસ્થાની કાર્યસિદ્ધિ માટે જવાબદાર તેમ જ ઉત્તરદાયી છે. એ માટે તેમણે, અને તેમની સંસ્થાઓએ, અનેકવિધ પરિબળોમાંથી જે સૌથી વધારે સુસંગત હોય તેના પર એકાગ્ર અને લક્ષ્યકેંદ્રિત થવું જોઈશે. જોકે, તે સાથે જ તેઓ સમગ્ર સમાજને માટે પણ જવાબદાર છે.'[1]



અહીં રજુ કરેલ માળખાં અને સાથે રજુ કરાયેલ અનુભવસિદ્ધ સિદ્ધાંતોથકી ઔદ્યોગિક સાહસિકને તેઓ જે પરિસ્થિતિઓમાં હોય છે તેનું વિશ્લેષણ કરવામાં, વિવિધ તકોની ઉપલબ્ધીના સંદર્ભમાં પ્રાથમિકતા સુનિશ્ચિત કરવામાં અને ભવિષ્ય અંગે તર્કસંગત નિર્ણયો કરવામાં મદદ રહેશે. .[2]


આ સવાલો વિશે વ્યવસ્થિતપણે વિચાર કરવા માટે એક બીજો વૈકલ્પિક માર્ગ પણ છે ..

"ભવિષ્યનું ચિત્ર " એ કોઈ વ્યુહરચના કે લક્ષ્ય નથી. તે તો ભવિષ્યમાં સંશ્થા, અને ગ્રાહકો,નું ભાવિ 'જીવન' કેવું હશે તેનું 'ચિત્ર' છે. 


ભવિષ્યનાં ચિત્ર'ને આ છ ઘટકો દ્વારા દૃષ્ટિમાન કરી શકાય. [3]


હવે આવે છે ઉપર જણાવેલ ત્રણ પ્રશ્નો વિશે વિચારવાનું પછીનું પગલું:



જોકે, આ સવાલો વિશે વિચારણા કરવા સંસ્થા કટિબદ્ધ થવા લાગે એ તબક્કે ભારપૂર્વક કહેવું જોઈશે કે સંચાલનની જૂની તંત્રવ્યવસ્થામાં, જૂના નિયમો મુજબની થાગડથિગડ હવે બિલકુલ અસરકારક નહીં નીવડે. એ માટેનું મુખ્ય કારણ એ છેકે આ સમય હવે ખરી માહિતી ક્રાન્તિનો છે.[4] એટલે સમજી લેવું જોઈશે કે માપદંડોનાં ધોરણોનાં સ્થાપનનો અને ભવિષ્ય ભાખી શકવાના યુગ પર ચાર મોટા પ્રવાહો ફરી વળી રહ્યા છે :

 જુનાં મોડેલમાં સુધારા વધારાઓ કરવામાં પડ્યા વિના જ કંઈક, સદંતર, નવું કરીને ભવિષ્ય માટે સજ્જ રહેવા ઇચ્છતી સંસ્થાઓએ જે નવ પરિમાણો હેઠળ વિચારણા કરવી અત્યાવશ્યક છે એ આ મુજબ છે – 



આપણે કોણ છીએ? એ સવાલનો જવાબ આપવા માટે ભવિષ્ય માટે સજ્જ સંસ્થાઓએ ઓળખને સશકત બનાવવી જોઈશે. એ માટે એમણે - પોતાના હેતુ; તેઓ ક્યાં મૂલ્ય વર્ધન કરી રહ્યાં છે અને તેઓ કેમ બધાંથી નોખાં છે તે બાબતે સ્પષ્ટ થવું જોઈશે. તેમજ ઉત્તમ લોકોને આક્ર્ષી શકે અને ટકાવી શકે એવું તેઓ એવું સશ્કત અને આગવું વાતવરણ ખડું કરતાં રહેવું પડશે.

આપણી કાર્યપદ્ધતિ કેવી છે? એ સવાલનો જવાબ આપવા માટે ભવિષ્ય માટે સજ્જ સંસ્થાઓએ ઝડપને પ્રાથમિકતા આપવી પડશે. કાર્યપદ્ધતિની શેલીઓને તત્ક્ષણ ઉચિત પ્રતિક્રિયાક્ષમ અને સરળ કરવા માટે ઢાંચાઓને ઝડપી, ચપળ અને ઘર્ષણરહિત બનાવવા પડશે.  તેમણે એવી ગતિશીલ અને સામર્થ્યવાન ટીમોનું જાળ રચવું પડશે જે ગ્રાહકોથી કર્ચારીઓ સાવ અડોઅડ હોય એવી સંસ્થાની સીમાઓની રચનાની સાથે 'મૂલ્યો'નાં છૂપાં સ્થળોને શોધી કાઢતી રહે. 

અને છેલ્લે, આપણે  વૃદ્ધિ કેમ પામી શકીએ? સવાલનો જવાબ આપવા માટે ભવિષ્ય માટે સજ્જ સંસ્થાઓએ પોતાની દરેક પ્રકારની મર્યાદાઓની સીમાઓને ભવિષ્યમાં વિસ્તારી શકાય એ મુજબ ઘડતર કરવું જોઈશે. એ માટે સંસ્થાની પરંપરાગત સીમાઓની બહાર રહેલ વિવિધ ક્ષમતાવાન ભાગીદારોનાં ધબકતાં પારિસ્થિતિતંત્રની સાથે સંવાદિતા સાધવી પડશે, વિકાસ અને નવીનીકરણને મદદરૂપ થાય એવાં માહિતીસામગ્રી- સમૃદ્ધ માધ્યમો ઘડવાં પડશે અને સફળ થવા માટે કરીને આવશ્યક, સંસ્થામાંની દરેક પ્રકારનીપ્રતિભાઓને વેગ મળે એવી પ્રોત્સાહક સંસ્કૃતિનું નિર્માણ કરતાં રહેવું પડશે. [5] 

એ સાથે આપણે હવે પછીના મણકામાં   વિશે moving from ‘why’ to ‘how’ ચર્ચા કરી શકીએ એ મુકામ આવી ગયો છે.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Quality Culture Cultivation - ગુણવત્તા માટેની સંસ્કૃતિ અચાનક જ નજર સામે નથી આવી જતી કે ખાલી અવકાશમાં નથી વિકસતી, કે નથી તો કંપની સંસ્કૃતિની બાજુમાં ખીલતી. ગુણવત્તા સંસ્કૃતિના ઘડતર માટે ગુણવત્તાના સિદ્ધાંતોથી આખી સંસ્થાએ રંગાવું પડે અને કાર્યપદ્ધતિના ઢાંચાને માહિતીસામ્રગીની સમૃદ્ધિનું ખાતર નીરતાં રહેવું પડે. આજના વૃતાંતમાં ગુણવતા સંસ્કૃતિ શું છે, અને શું નથી, તેને ખોળી કાઢવી સંસ્થા માટે કેમ ફાયદાકારક છે તેની ઊંડણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. 

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • The Progression of Artificial Intelligence - ટેક્નોલોજિ કે માયાવી ઈંદ્રજાળ ? - જાદુના સંમોહક ખેલની જેમ આ નવી ટેક્નોલોજિ પણ આપણને ચકિત કરી મૂકે છે. એ આશ્ચર્યમુગ્ધતાનો ભાવ જોતજોતામાં ભયનાં લખલખાંમાં ફેરવાઇ જાય છે. વળી આ ટેક્નોલોજિ તેની ક્ષમતાની એ કક્ષાએ પણ પહોંચી ચુકી છે જ્યાં તેની આપણા સમાજમાં એક ચોક્કસ ભૂમિકા સ્પષ્ટ થતી જોઈ શકાય છે. સવાલ હવે એટલો જ છે કે એ ભૂમિકા આપણી ભૂમિકા સાથે કેટલી હદે અથડામણભરી હશે ?

જ્યારે જ્યારે આ સવાલ ઉભા થાય છે ત્યારે, ટેક્નોલોજિ આપણું સ્થાન નહીં લઈ લે, પણ આપણી ભૂમિકા સરળ બનાવશે, આપણે જે કામો કરવામાં અસમર્થતા અનુભવીએ છીએ ત્યાં આપણી ઉત્પાદકતા વધરશે, અને આપણને ખુશ કરશે એવી, નિષ્ણાતોની હૈયાધારણ જ આશાનું કિરણ બની રહે છે.

આપણી તૈયારી હોય કે ના હોય, પણ સ્પર્ધાત્મક દબાણોને કારણે ટેક્નોલોજિ ક્ષેત્રની વિરાટ કંપનીઓ સમાજને કૃત્રિમ પ્રજ્ઞાનાં ભવિષ્ય તરફ ધકેલ્યે જાય છે. સ્કૉટ પેલ્લી AIનાં વિશ્વની ચર્ચા ગુગલના મુખ્ય સંચાલક સુંદર પિચાઈ સાથે કરે છે. 


 


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: