હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૮_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.
As India celebrated the Independence Day, Anshula
Mondal
તેમણે પસંદ એવાં કેટલાંક દેશપ્રેમનાં ગીતો યાદ કરે છે.
Independence
Day 2023: Hollywood films shot in India - Samriddhi
Patwa વૈવિધ્યની ભૂમિ પર ફિલ્માવાયેલી
હોલીવુડની ફિલ્મોની નોંધ કરે છે.
Anand actor Seema Deo dies at 83 – મરાઠી સિનેમાનાં ખ્યાતનામ અભિનેત્રી સીમા દેવ
આનંદ, કોશિશ, કોરા કાગઝ
જેવી હિંદી ફિલ્મોમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યાં છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
Vyjayanthimala,
‘first female superstar’ of Indian cinema who towered over 3 industries, quit
films at height of fame –
Arushi
Jain – તામિલ
સિનેમાથી શરૂ થયેલ વૈજયંતિમાલાની ફિલ્મ કારકિર્દીની સફર તેમના ૮૭મા જન્મ દિવસે યાદ
કરીએ. જે સમયમાં મીના કુમારી,
મધુબાલા, નરગીસ, કે નુતન જેવી
અભિનેત્રીઓ છવાયેલી હતી ત્યારે પણ હિંદી ફિલ્મોના સુવર્ણ યુગમાં વૈજયંતિમાલાનું
આગવું સ્થાન હતું.
Bharat
Vyas: Hindi Poetry Thrived in His Film Songs – કવિ, દિગ્દર્શક, સંગીતકાર અને ગીતકાર જેવી
અનેકવિધ પ્રતિભાઓ ધરાવતા ભરત વ્યાસે શુદ્ધ હિંદીમાં વણાયેલાં લોકપ્રિય અને
માનભર્યાં અનેક ગીતો
રચ્યાં છે. તે તેમની પ્રતિભા મુજબની તેમની કદર ન થયેલ પાસાંઓની ચર્ચા NS Rajan કરે છે.
લતા મંગેશકર પરની શ્રેણી the
year-wise review of Lata Mangeshkar’s career, આગળ
ચલાવતાં Mehfil
Mein Teri હવે 1959
– Lata Mangeshkar પર દૃષ્ટિ કરે છે.
SN Tripathi Part 2 (post-1950s): His best
songs for Mohammad Rafi – Part 1 માં એસ એન ત્રિપાઠીની બહુમુખી પ્રતિભાનો પરિચય કર્યા પછી
આજે એસ એન ત્રિપાઠીએ રચેલાં મોહમ્મદ રફીનાં ૯૦ ગીતો પૈકી પસંદીદા ગીતોને યાદ કરેલાં
છે
Rafi
sings for Composers from Bengal – part Iમાં મોહમ્મદ રફીનામ અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી અને હેમંત કુમારે રચેલાં ગીતોને આવરી લેવાયાં છે.
This 1971 Bollywood Hit Film Was Lyricist
Gulzar’s Directorial Debut – આપન જાન (૧૯૬૮)ની પુન:કૃતિ મેરે અપને વિનોદ ખન્ના, ડેની ડેંગ્ઝોપાની સૌ પ્રથમ અને મીના
કુમારીની અંતિમ ફિલ્મ હતી.
Gulzar:
Classic Lines from Songs | આંધી| મૌસમ| ઘરોંદા| કિનારા - Anshula Creations.
Saira Banu, among the highest paid stars of
the 60s, who gave it all up to singularly become Mrs Dilip Kumar – Arushi Jain – ‘૬૦ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં સાયરા
બાનુનું સ્થાન હતું. આશાવાદ અને ખુશમિજાજ રંગીન સમયના એ દિવસોમાં સાયરા બાનુની
તેમના ચાહકો પર અનોખો જ પ્રભાવ હતો. દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા બાદ તેમણે આ ચમક
ધમક સદંતર છોડી દીધી.
Saira Banu recalls Dilip Kumar's final
meeting with best friend Raj Kapoor – રાજ કપૂરની અંતિમ પથારી પર દિલીપ કુમાર પોતાના દોસ્તને
સમજાવી રહ્યા હતા: "હું પેશાવરથી પાછો આવ્યોછું અને ત્યાંના ચપલી કબાબની ‘ખુશ્બુ’ની મોહિની તારા
માટે લઈ આવ્યો છું. ચાલ પહેલાં તે જે રીતે એ બાઝારમાં ટહેલતાં ટહેલતાં આપણે જેમ
રોટી અને કબાબની જ્યાફત માણતા એમ માણવા જઈએ. રાજ, જાગ અને આ
અભિનય બંધ કર. મને ખબર છે કે તું બહુ કાબો અભિનેતા છે. પણ પેશાવરમાં આપણાં એ
ઘરોનાં આગણોમાં તારે મને સાથે લઈ જવાનો છે.”
"From Cinema To TV" - Ramesh
Gupta – સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરીને Ramesh Gupta ત્યાગપત્ર (૧૯૭૮) અને મંગલ દાદા (૧૯૮૬) જેવી ફિલ્મોના
દિગ્દર્શક બન્યા. જોકે તેમણે ખ્યાતિ ટીવીની ગુલ ગુલશન ગુલફામ, કથાસાગરના કેટલાક મણકાઓ, અલગ અલગ જેવી સિરિયલોનાં દિગ્દર્શન દ્વારા મળી.
Memorable
moments of India’s cinematic history are captured in ‘Barsaat & Bharat – Vintage Indian Film
Memorabilia’ auction માં deRivaz અને Ives ભારતની સિનેમાના ઈતિહાસની યાદગાર ક્ષણોને રજૂ કરી રહે છે. કળાઓના નમુનાઓ અને
સંગ્રહણીય યાદાંશોના આ પ્રદર્શનની ઊડતી મુલાકાત કરાવે છે.
બરસાતકી રાત (૧૯૬૦) (પ્રથમ રજૂઆત વખતે પ્રદર્શિત થયેલ અર્ધાં માપનું આર્ટ વર્ક:. Image credit: deRivaz & Ives)
‘Mahal’ revisited: A timeless classic about
making up for lost time - Nandini
Ramnath - કમાલ અમરોહીની સર્વ પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ સિનેમાની સંમોહન
શક્તિની અનુભૂતિ કરાવે છે.
The Sculptors of Film Songs (6): S Hazara
Singh – ઘણાં બધા પ્રકારની ગિટારો પર પ્રભુત્વ હોવા છતાં એસ હઝારા
સિંઘની લીડ ગિટાર ને હવાઈયન ગિટાર પરની રચનાઓ ખૂબ લોકપ્રિય રહી. Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai અને Manohari Singh આવરી લેવાયેલ છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૩ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી દ્વારા
સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ યાદ કરેલ છે. ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો
સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો તે પછીથી આપણે
૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન
૨૦૧૯ - શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)
૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર
૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય, અને
૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર
નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Book Review: “Behind the Curtain” -
“Behind The Curtain: Making Music
in Mumbai’s Film Studios” એ
નૃવંશીયસંગીતશાસ્ત્રી દ્વારા વીતી ગયેલા
સમયમાં ફિલ્મોની ગીતરચનાની પ્રક્રિયામાં મારેલી ડૂબકીની વિશેલેષ્ણાત્મક દૃશ્યાવળી
છે. એમાં
સંશોધનકારની મહેનત હોવા છતાં સહેલાઈથી સમજી શકાય એવી શૈલીમાં લખાયેલ છે.
How
millennial women are setting the agenda for Bollywood -
Maithili Rao -
‘સમાંતર સિનેમાનાં
ઊંચાં સ્તર પછી નવી સદીની સ્ત્રીઓનાં પાત્રો હવે મસાલા ફોર્મ્યુલા ફિલ્મોમાં
પણ નવી નવી સીમાઓ સિદ્ધ કરે છે.’ - The Millennial Woman in Bollywood – A New
Brand?, Maithili Rao, Oxford
University Press.
Moods
of Night! –
મુખડાના બોલમાં જ યોગ્ય વિશેષણની મદદથી ગીતમાં રાતની ખાસ
લાક્ષણિકતાનો ભાવ વર્ણવાયો હોવો જોઈએ.
The
Unhappy Bride / Groom Songs
is the list of songs with heartbroken brides. Occasionally, there is a groom માં
તૂટેલાં દિલવાળી કોડભરી કન્યાઓનાં ગીતો આવરી લેવાયાં છે. જોકે કોઈ કોઈ ગીત પોતાની
પ્રેમીકાને બદલે કોઈ બીજી યુવતીને પરણવું પડતું હોય એવા મીંઢળબંધાઓનાં ગીત પણ અહીં
સાંભળવા મળશે.
Kamal
Haasan on Sridevi: ‘A humble student, and a very obedient actor’ -
Kamal Haasan -
Sridevi – The South Years (
Amborish
Roychoudhury, Rupa Publication) એ
શ્રીદેવીની દક્ષિણની ફિલ્મ સફરની યાત્રાની કહાની છે.
ઇન્ડિયન
એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો –
·
When
Raj Kapoor made a film on widow remarriage but ended up mistreating his female
characters –
ફિલ્મોનો
ચાહક વર્ગ રાજ કપૂરની ફિલ્મોના વારસાને યાદ કરે છે. પણ ‘પ્રેમ
રોગ’ એ માનને લાયક ન ગણી શકાય.
·
This
1982 film from Rajshri inspired Sooraj Barjatya’s Hum Aapke Hain Koun as he
updated the family drama space –
નદીયા કે
પાર (૧૯૮૨)ને સૂરજ બડજાત્યાએ હમ આપકે હૈ કૌન (૧૯૮૪) તરીકે ફરીથી બનાવી અને તે સુપર
હિટ નીવડી.
·
Garm
Hava was the antithesis of Gadar 2, where one’s nationality didn’t make them
the villain –
વિભાજન
પછીનાં ભારતમાં પોતાની જ માતૃભૂમિ જેને માની છે એ ધરતી પર પોતાની ઓળખના સ્વીકાર માટે
ઝૂઝતા મુસ્લિમ પરિવારની કહાની છે.
·
Arth
shattered the illusions of ‘Made in Heaven’ weddings 40 years ago; Shabana Azmi
needed no self-love monologue to declare her independence –
મહેશ ભટ્ટની ‘અર્થ’ કદાચ બરાબર સમજે
છે કે પોતાના જ પ્રેમમાં પડવું એ જ શ્રેષ્ઠ પ્રેમકથા છે.
·
What’s
so funny about men dressing up as women? Homophobia, desire to see
hypersexualised women or just plain insensitivity –
હિંદી
ફિલ્મોની ખ્યાતનામ પુરુષ હસ્તીઓને સામયિકોનાં મુખપૃષ્ઠો પર લૈંગિક સમાનતાની વાતો
કરવી અને એ વિષયને કારણે મળતાં માનપાન બહુ ગમે છે. પણ પરદા પર જ્યારે સ્ત્રી વેશની
ભૂમિકા ભજવવાની વાત આવે ત્યારે તેને સામાજિક કથન રૂપે રજૂ કરવાને બદલે મજાકનું
પાત્ર બનાવી દેવામાં આવે છે.
·
Rishi
Kapoor’s Rafoo Chakkar has men in drag getting sexually harassed, as the film
presents its villain as the comedian – રીશી
કપૂર અને પૈન્ટલ રફૂ ચક્કર (૧૯૭૫)માં શરૂઆતથી જ સ્ત્રી પાત્રોનો અભિનય કરે છે, પણ
તે પહેલેથી છેલ્લે સુધી બહુ સસ્તું કથાનક જ નીવડે છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
ઓગસ્ટ ૨૦૨૩માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા ગીતો – ૧૩ – जब तक ना हो लगन सीने में बेकार है ऐसे जीने में
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં હરિશ્ચન્દ્ર
તારામતી (૧૯૬૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને " ગિટાર (૩) "ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે
છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને તેઓ રાજા મેંહદી અલી
ખાન, પ્રેમ ધવન, ન્યાય શર્મા અને કેદાર શર્મા ની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક
અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં
મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં
ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે
એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે.
યે ભીગી ભીગી રાત ગગન પર તારોં કી બારાત - ડોં Z (૧૯૫૯) – ગીતકાર: અખ્તર રોમાની –
સંગીત: મનોહર
ઘર વાલે ઘર નહીં હમેં કિસીકા ડર નહીં – પ્યાર કી રાહેં (૧૯૫૯) = ગીતકાર: પ્રેમ ધવન – સંગીત: કનુ ઘોષ
ચકાલ કી ચકદમ આયા દીવાના દિલ રખ - પ્યાર કી દાસ્તાન (૧૯૬૧) – ગીતકાર: મેહબૂબ સરવર – સંગીત: નાશાદ
કોઈ ગોરી ગુલાબી સી લડકી મુસ્કુરાઈ તો બીજલી કડકી - ક઼િસ્મત પલટ કે દેખ (૧૯૬૧) – ગીતકાર: અખ્તર રોમાની – સંગીત: ગુંજન
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment