હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૬_૨૦૨૪માં આપનું સ્વાગત છે.
૨૦૨૪નું વર્ષ મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને
ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી
ઉજવણીઓને રજુ કરીશું.
મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ જૂન, ૨૦૨૪ના રોજના, છઠ્ઠા કાર્યક્રમમાં આજના વિવિધ ગાયકો Rafi
Ek Kalakar Anek રજૂ કરે છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
Songs of Yore completes 14
years - આ પ્રસંગે આ વર્ષ દરમ્યાન રામલલ્લાની
અયોધ્યામાં થયેલી પ્રાણપ્રતિષ્ઠાની યાદમાં મોહમ્મદ ર્ફઈએ ગાયેલું રામનું એક અનોખું
ભજન મેરે મનમેં રામ મેરે તમને રામ - પવનપુત્ર હનુમાન (૧૯૫૭) - ગીતકારઃ
સરસ્વતી કુમાર દીપક - સંગીતઃ ચિત્રગુપ્ત
Nazir Hussain, the INA and
the Long March of Kadam Kadam - નઝીર હુસ્સૈનના INA ના અનુભવો તેમના કેટલાય મિત્રો માટે
પ્રેરણારૂપ હતા — નબેંદુ ઘોષની અંતિમ નવલ, કદમ કદમ, પણ તેના પર જ આધારિત હતી. Ratnottama Sengupta ભારત અને સિનેમાની નઝીર હુસ્સૈનના
સિંગાપોરમાં INAમાં જોડાવાથી શરૂ થયેલ ઐતિહાસિક સફરને
લાલ કિલ્લો, ન્યુ થિયેટર્સ, મોમ્બે ટૉકિઝ માંથી થઈને ક્દમ કદમ સુધી યાદ કરે છે.
Remembering Bhola Shreshtha - '૫૦ અને '૬૦ના દાયકાના સંગીતકારની રચનાઓની યાદ
અહીં તાજી કરાઈ છે.
Rafi’s best songs by Kalyanji-Anandji – કલ્યાણજી - આણંદજીની જોડીના કલ્યાણજી વીરજી શાહની ૯૬મી જન્મતિથિના ઉપલક્ષ્યમાં મોહમ્મદ રફી જન્મશતાબ્દી શૃંખલાની અંજલિ.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના જૂન
૨૦૨૪ના અંકમાં મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતો દ્વારા બેવડી જન્મ શતાબ્દી ઉજવણીમાં વર્ષ ૧૯૫૦ થી
૧૯૫૬નાં સૉલો ગીતો સાંભળ્યાં છે.
તસ્વીરો દ્વારા Celebrating
cinema:
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Kasme vaade pyar wafa sab ની પ્રેરણા લોકસભા ૨૦૨૪ની સામાન્ય
ચુંટલી પ્રચાર દરમ્યાન થયેલ વચનોની લ્હાણી છે.
Ten of my favourite
title songs, પરંતુ આ ગીતોમા બીજી ફિલ્મનાં શીર્ષક
પરથી લેવાયેલ બોલવાળાં ગીતો નથી આવરી લેવાયાં, જેમકે મહલ (૧૯૪૯)નાં ગીત યે રાત ફિર ન આયેગી પરથી બનેલી બિશ્વજિત અને શર્મિલા
ટાગોરની ૧૯૬૬ની ફિલ્મ
ए
ज़िंदगी ! – માં ઝિંદગીને સીધાં જ સંબોધતાં ગીતો યાદ
કર્યાં છે.
Zindagi Ka Safar: Songs on
Life and Its Journeys - Yeh Jeevan Hai: Songs on Life અને
Its Myriad Hues પછી આપણા ગીતકારોએ ઝિંદગી અને તેની બહુમુખી
સફરને કેટકેટલી રીતે ફિલ્મોનાં ગીતોમાં યાદ કરી છે તેની નોંધ એન એસ રાજન અહીં લે
છે.
Hindi Film Songs with
Non-lexical Vocables – વિના શબ્દોના બોલ (non-lexical vocables)નો એક સરળ અર્થ કલબલાટ થાય છે. આવા બોલ
ગીતોની યાદને વધારે સચોટ બનાવવામાં મદદ કરે છે. અહીં એ નોંધવું જોઈએ કે રવાનુકારી શબ્દરચના (Onomatopoeia)i થી વિના-શબ્દ બોલ (non-lexical vocables)થી અલગ પડે છે. રવાનુકારી શબ્દરચના એવા
ધ્વનિપ્રધાન બોલ છે જેના ઉચ્ચારથી જ તેમના અર્થનૉ ભાવ સમજી શકાય છે. - જેમ કે ઝિર ઝિર વરસાદનાં છાંટણાંને, સન સન વહેતા પવનના નાદને, ટિક ટિક ઘડીયાળની સમયચાલને તાદૃશ કરે છે. આમ, સ્વાનુકારી શબ્દરચના અમુક ધ્વનિની સાથે
સંબંધ ધરાવે છે તો વિના શબોના બોલને એવો કોઈ સંદર્ભ નથી હોતો.
Ten of my favourite
cosmetics songs માં આખોમાં કાજલ, હાથો પર મેંહદી, સેંથામાં સિંદુર જેવાં શૃગાર પ્રસાધનો
પ્રયોજતાં ગીતોની યાદી છે.
Saga of Love માં પ્રેમની સંપૂર્ણ પ્રક્રિયાની
વ્યાખ્યા આવરી લેવાતી રહી છે.
પહેલાં મુલાકાત ન કરાયેલા બ્લૉગના
બેએક લેખોની પણ મુલાકાત લઈએ -
The Eternal Title Song from
Hindi Movies - લગભગ ત્રીસેક વર્ષ સુધી ટાઈટલ ગીતોનું
હિંદો ફિલ્મોમાં બહુ આગવું સ્થાન રહ્યું. જોકે આ બધાંથી પણ સાવ અલગ રીતે યાદ રહી
જાય એવાં ટાઈટલ ગીત તરીકેનું માન આ સદીના કલ હો ન હો (કલ હો ન હો (૨૦૧૫) - સોનુ નિગમ -
ગીતકારઃ જાવેદ અખ્તર - સંગીતકારઃ શંકર એહસાન લોય)ને ફાળે જાય. જર્મનીની ભારત
ખાતેની એલચી કચેરીએ આ ગીત પરથી આઠ મિનિટની વિડીયો ક્લિપ Lebe
Jetzt (જર્મન ભાષામાં કલ હો ન હો) બનાવી હતી.
Hindi Songs dedicated to
Nature - હિંદી ફિલ્મોમાં કુદરત અને તેનાં
સૌંદર્યને ખાસ સ્થાન મળતું રહ્યું છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
જૂન ૨૦૨૪માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
બાળકોએ ગાયેલા ગીતો – बचपन के दिन भुला ना देना
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં શાન (૧૯૮૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાર શરણાઈ
ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને ખાવર ઝમાન, પંડિત ગાફિલ,વહીદ કુરેશી અને અનજાનની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય
લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..
Mahendra
Kapoor talks about Mohammad Rafi
xહિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment