Sunday, June 23, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - જૂન ૨૦૨૪

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના મે ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.

૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વલણોની ટુંક ચર્ચા કરી હતી. આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાના વિવિધ મંચ અને ઘટકો વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..

નિર્ણય વિવેકપ્રજ્ઞાના વિવિધ મંચ [Decision intelligence platforms (DIPs)] માહિતીસામગ્રી પ્રેરીત નિર્ણય પ્રક્રિયાના મોરચાને અગ્રસ્થાને છે. તે માહિતી સામગ્રી અને સમજી વિચારીને લેવાયેલા નિર્ણયો અને પસંદગીઓ વચેના સેતુની ગરજ સારે છે.

નિર્ણય ્વિવેકપ્રજ્ઞા મચ (Decision intelligence platforms) નિર્ણયકારોને સશક્ત વિશ્લેષણ ક્ષમતા બક્ષે છે જેને કારણે ચોક્કસ, સમયસરનાં અને અસરકારક નિર્ણયોનો માર્ગ મોકળૉ બને છે. આ મંચોની રૂપાંતરણ ક્ષમતા માહિતીસામગ્રી વિશ્લેષકો માટે એક સાધનમાંથી સંચાલક માટે નિર્ણયકારક કાર્યસાધક બની રહેવાની ભૂમિકાના ઉઘાડમાં રહેલ છે. [1]

DIPs ના મૂળભૂત ઘટકોમાં સામાન્યપણે માહિતીસામગ્રી એકત્રીકરણ, આધુનિક વિશ્લેષક તકનીકો, ઇનટરએક્ટીવ ડેશબૉર્ડ, આકૃતિઓ, આલેખો જેવા કલ્પનાતાદૃશકો (visualizers) અને નિર્ણય લેવામાં મદદરૂપ સાધનોનો સમાવેશ થતો હોય છે. [2]

¾    માહિતી એકત્રીકરણ દ્વારા સીઆરએમ તંત્રવ્યવસ્થાઓ, સામાજિક માધ્યમો, વિચાણ મંચો અને ગ્રાહક પ્રતિભાવ સાધનોમાં વિહરાયેલી પડેલૉ માહિતી સામગ્રીને સંગઠિત માહિતી પારિસ્થિતિ વાતાવરણમાં એકત્ર કરી લેવામાં આવે છે. આ ઘટકનું મહત્ત્વ એ છે કે તેને કારણે અલગ અલગ નિર્ણય સમૂહોને બદલે ગ્રાહક અને બજારના પ્રવાહોના સર્વગ્રાહી દૃષ્ટિકોણ શક્ય બને છે. [3]

નિર્ણય વિવેકપ્રજ્ઞા મચ અરસપરસ સંબધ ન ધરાવતી માહિતીસામગ્રીઓને  આપોઆપ જ બહુવિધ-સ્ત્રોત એકમોમાં રૂપાંતરિત કરે છે અને તેમની વચેના સંબંધોને સંરેખિત કરે છે. [4]

વધારાનું વાંચન:

What is Data Integration? Core Concepts, Best Practices, Common Terminology

https://youtu.be/OIpkcxc-CVM?si=JSNr5GSoOWExdvkB

¾    વિશ્લેષકો (Analytics) અને મોડેલિંગ સાંખ્યિકી પદ્ધતિઓ અને મશીન લલર્નિંગ અલ્ગોરિધમો વડે સંકલિત માહિતીસામગ્રીનું વિશ્લેષણ કરે છે. જેને પરિણામે સમજી વિચારીને કરી શકાય એવાં વ્યવસાય સંબંધી નિર્ણયો માટે અતિઆવશ્ય્ક એવાં આંતરપ્રવાહોની પરખ, પરિણામોની આગાહી અને સૂક્ષ્મસમજની ઉત્પતિને મદદ મળે છે.  

વધારાનું વાંચન:

The Difference Between Data Analysis and Data Modeling Concepts



¾    માહિતીસામગ્રી તાદૃશીકરણ (Data Visualization) સંકુલ માહિતીસામગગ્રી વિશ્લેષાણને આકૃતિઓ, આલેખો, નકશાઓ જેવાં સચિત્ર રજૂઆત માધય્મોમાં પરિવર્તિત કરે છે. આવાં સચિત્ર માધ્યમો સંચાલકોને માટે માહિતી સામગ્રીઓનું અર્થઘટન, આંતરપ્રવાહોની પરખ અને તારણોને સમગ્ર સંસ્થાને સરળ રીતે જાણ કરવામાં મદદરૂપ બને છે, માહિતી સામગ્રીનું અસરકારક તાદૃશીકરણ સંબંધિત હિતધારકોને નિર્ણય પ્રક્રિયાનાં પરિબળોને ઝડપથી સમજવામાં અને તેને લગતી સૂક્ષ્મ સમજને રજૂ કરી શકવામાં મહત્વનું યોગદાન કરે છે. 

વધારાનું વાંચન:

The science of data visualization



Data Visualization



Descriptive statistics and data visualisation. An introduction to statistics and working with data




¾    નિર્ણય વ્યવસ્થાપન (Decision management) નિયમો અને તર્કને લાગુ કરીને, વિશ્લેષકોમાં ઉપજેલી સૂક્ષ્મસમજ આધારિત નિર્ણય પ્રક્રિયાને સ્વયંસચાલિત કરવાની પ્રક્રિયા છે. તે સુનિશ્ચિત કરે છે કે નિર્ણયો સાતત્યપૂર્ણ હોય અને વ્યવસાયના ઉદ્દેશ્યો સાથે સુસંકલિત હોય.

વધારાનું વાંચન:

Management Decision Making Model for business Owners and Managers



Decision Management: Business Rules and MachineLearning


¾    નિર્ણય અમલ (Decision execution) પસંદ કરાયેલ વ્યુહરચાનાઓ અને નિર્ણયોને અસરકારક રીતે અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંબંધિત વ્યવસાય કાર્યક્ષેત્રો સાથે નિર્ણયોનાં પરિણામોને સકલિત કરી આપતાં સાધનો અને મચોને એ રીતે આવરી લે છે કે જેથી નિર્ણયોની સૂક્ષ્મસમજને અમલક્ષમ પરિવર્તતોમાં રૂપાંતરિત કરી શકાય.

વધારાનું વાંચન:

Execution vs Temporary Feelings




Why Upstream Work is Crucial For Better Decision Making and Execution




On GREATNESS - Precise Execution of Consistent Masterful Decision Making




Perception, decision, execution in the 21st century


હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય પ્રક્રિયા મંચના વિવિધ ઘટકો અને નિર્ણય વિવેકપ્રજ્ઞાનાં સાધનો વિશે વાત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

 Quality Mag ના લેખો:

·       Organizations Need to Include Quality as a Core Business Strategy -  Jim L. Smithસલામતી અને ગુણવત્તા પ્રક્રિયાના અમલમાં મોટા ભાગનાં લોકોની ચૂક રહી જવામાં સામન્યપણે આ પરિબળો સિવાયનાં અન્ય પરિબળોને મહત્ત્વ આપતી સંચાલન તંત્રની પ્રત્ય્ક્ષ કે પરોક્ષ પ્રેરણા કારણભૂત હોય છે. વાસ્તવિકતા એ છે કે કેટલીક સંસ્થાઓમાં ગુણવત્તા અને સલામતીને અન્ય પરિબળો જેટલું મહત્ત્વ નથી મળતું હોતું.

ગુણવત્તા અને સલામતીને પાયાનાં મૂલ્યો તરીકે મહત્ત્વ કેમં નથી મળતું એ સમજવો બહુ મોટો પડકાર છે, પણ બે કારણો વધારે ધ્યાન ખેંચે  છે. એક, મોટા ભાગની સંસ્થાઓનો અભિગમ ટુંકા ગાળાલક્ષી હોય છે. બીજું, ગુણવત્તા કે સલામતીના મુદ્દે જાણ્યેઅજાણ્યે રહી જતી ક્ષતિઓ માટેનાં મૂળભૂત કારણોની જવાબદારીઓ સ્વીકારવામાં સંસ્થાનાં સંચાલન તંત્રો ખચકાતાં હોય છે.

સંચાલક તંત્ર ગુણવત્તા અને સમાલતી તંત્રવ્યવસ્થાને સુધારવા સતત સજાગ પ્રયત્નશીલ રહેશે તો જ યોગ્ય બાબતો માટે ઉચિત કારણોસર જવાબદારી લેવા માટે સંસ્થાના દરેક કક્ષાનાં લોકોને પ્રેરણા મળતી રહી શકે છે. મૂળભૂત કારણોની તલસ્પર્શી તપાસ સંસ્થાગત કચાશોને પારખી શકે એ સ્તરની હશે તો જ પ્રક્રિયાઓની, તેમ જ તેના અમલની, ત્રુટીઓ સુધારી શકાશે, કે ચલાવી નહીં લેવાય.

જો આ મુજબ થાય તો સ્પર્ધા સામે સંપોશિત સરસાઈ મેળવી શકાશે, જે સંસ્થાની નફાકારકતા પર નાટકીય અસરો લાવવામાં અને દરેક હિતધારકો માટે વિજયોલ્લસની પ્રેરણા લાવવામાં ચાલકબળ નીવડશે !

·       Miracles and Expectations - From the Editor | Darryl Seland – આપણે કેવાં ચમત્કારની સામે જોતાં રહીને તે હંમેશા આમ જ બનતા રહેશે એમ માની બેસીએ છે ! કહે છે કે આપણ જે વસ્તુ થશે જ એમ માની લીધું હોય એ ન થાય તો આપણે ગકરાવે ચડી જઈ શકીએ છીએ.

આપણે શું, શા માટે, ખોયું અને તેને પાછું કેમ મેળવવું એ વિશે આપણી તેમ જ બીજાંઓની સમજ પણ કેળવીએ એ મહત્ત્વનું છે.

માટે જ મિશેલનો લેખ  “Continuously Learning,” અને જોસેફ સોરેંટીનોનો લેખ “The Importance of Quality Assurance and Safety” વાંચવાનું ચૂકીએ નહીં.

No comments: