Sunday, June 16, 2024

મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૩ ] : ૧૯૬૮ થી ૧૯૮૦

 ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો :  વર્ષ ૧૯૫૭ - ૧૯૬૭થી આગળ

શિવનંદમ પાલમડાઈ



૧૯૬૮ - લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં હજારો રંગ કે નઝારે બન ગયે - કન્યાદાન - શંકર જયકિશન - નીરજ - શશી કપૂર

શૈલેન્દ્રના નિધન પછીના વર્ષોનાં આ ગીતમાં હવે નીરજ ગીતકાર તરીકે આવી ગયા છે.

જોકે શંકર જયકિશનની હવે 'લાઉડ' થતી જણાતી શૈલીની સાથે મોહમ્મદ રફીની ઊંચા સ્વરમાં અદાયગી હજુ પણ મહદ અંશે કર્ણપ્રિય રહી છે.



૧૯૬૯ - તેરી આંખોંકે સિવા ઈસ દુનિયામેં રખા ક્યા હૈ - ચિરાગ - મદન મોહન - મજરૂહ સુલ્તાનપુરી - સુનીલ દત્ત

મદન મોહનની ધુનને મોહમ્મદ રફીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. 'ઈનમેં મેરે આનેવાલે' કે 'આંખોં કે' સમયે અલગ જ લહેકો 'ર..ખ્ખા' અને 'ક્યા હૈ ' વચ્ચે થોડું અંતર જેવી હરક્તો રફીની આગવી પહેચાન બની ચુક્યાં હતાં.

 
૧૯૭૦ - તુમ સે કહું એક બાત પરોંસે હલકી હલકી - દસ્તક - મદન મોહન - મજરૂહ સુલ્તાનપુરી - સંજીવ કુમાર

પ્રેમીકાના છેક હોઠ પાસે લાવીને બોલાતા ગીતના શબ્દો બહાર વરસાદની ઝરમરની અસરને વધારે આત્મીય અને માદક બનાવી રહે છે.

આવો જ યાદગાર પ્રયોગ મદન મોહને 'હીર રાંઝા' (૧૯૭૦)નાં રફી - લતાનાં યુગલ ગીત મેરી દુનિયામેં તુમ આયે' (ગીતકારઃ કૈફી આઝમી) માં પણ કર્યો છે.


૧૯૭૧ - યે જો ચિલમન હૈ દુશ્મન હૈ હમારી - મેહબુબ કી મેંહદી - લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - આનંદ બક્ષી - રાજેશ ખન્ના

'આરાધના' પછી પણ રાજેશ ખન્ના માટે રફીએ ગાયેલાં આ ગીતમાં રફીએ જે કુમાશથી ગીતની રજૂઆત કરી છે તે રફીના જ નહીં પણ રાજેશ ખન્નાના ચાહકોને પણ એટલી જ પસંદ પડી હતી.

જોકે સંગીતકારોએ એક ગીત - મેરે દીવાનેપન કી દવા નહીં - કિશોર કુમાર પાસે, તેમને અનુરૂપ શૈલીમાં, પણ ગવડાવવું પડ્યું છે.


૧૯૭૨ - એક ના એક દિન કહાની બનેગી તુ મેરે સપનોંકી રાની બનેગી - લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - આનંદ બક્ષી - રાજેન્દ્ર કુમાર

જયકિશનનાં અવસાન પછી રાજેન્દ્ર કુમાર માટે ગવાયેલાં ગીતોની શંકર જયકિશનની આગવી હથોટીનો વારસો જાણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલ જાળવી રહ્યા છે !

 
૧૯૭૩ - તુમ જો મિલ ગયે હો તો યે યે લગતા હૈ કે જહાં મિલ ગયા હૈ - મદન મોહન - કૈફી આઝમી - નવીન નિશ્ચલ

બદલતી જતી લય, દરેક લયમાં પરદા પરની સીચ્યુએશનને જીવંત કરતી ગાયકી જેવા મદન મોહને કરેલા અદ્‍ભૂત પ્રયોગોને મોહમ્મદ રફીએ એટલા જ અનોખા અંદાજમાં રજુ કરેલ છે.

https://www.youtube.com/watch?v=7cQaLY4sUDo

૧૯૭૪ - તેરી ગલીયોંમેં ન રખેંગે કદમ - હવસ - ઉષા ખન્ના - સાવન કુમાર - અનિલ ધવન

ઉષા ખન્ના તેમની કારકિર્દીની ૧૯૫૯ થી કરેલી શરૂઆતથી મોહમ્મદ રફી પાસે ઘણાં યાદગાર ગીતો ગવડાવ્યાં છે. મહેમઉદ જેમાં હીરો છે એવી ફિલ્મ, લગભગ 'બી' ક્લાસની ફિલ્મ શબનમ (૧૯૬૪)માં પણ તેમણે રફીના સ્વરમાં મૈને રખા હૈ મોહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેરા બાંકપન જેવાં યાદગાર ગીતો આપ્યાં છે.

 
૧૯૭૫ - દૂર રહે કર ન કરો બાત કરીબ આ જાઓ - અમાનત - રવિ - સાહિર લુધિયાનવી - મનોજ કુમાર

મનોજ કુમાર જ્યારે મહેન્દ્ર કપૂર કે મુકેશના જ સ્વરોમાં ગીત ગાતા એવા બદલી ગયેલા સમયમાં પણ રવિ, તેમના સાહિર લુધિયાનવી સાથેના સુવર્ણ કાળને છાજે એવી રચના મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ કરે છે.

૧૯૭૬ - બરબાદ - એ - મોહબ્બત કી દુઆ સાથ લે જા, ટૂટા હુઆ ઈકરાર - એ - વફા સાથ લે જા - લૈના મજ઼નુ - મદન મોહન - સાહિર લુધિયાનવી - ઋષિ કપૂર

મદન મોહન (૧૯૨૪), સાહિર લુધિયાનવી (૧૯ર૧) અને મોહમ્મદ રફી (૧૯૨૪) ઋષિ કપૂરથી ખ્ખાસી એક આખી પેઢી આગળના છે. પણ તેમનાં સંગીતને ઉમરની આવી દિવાલો નડતી નથી !

 ૧૯૭૭ - કહીં એક માસુમ નાજ઼ુક સી લડકી બહુત ખુબસુરત મગર સાંવલી સી ... મુઝે આપને ખ્વાબોં કી બાહોંમેં પાકર કભી નિંદમેં તો મુસ્કરાતી તો હોગી - શંકર હુસ્સૈન - ખય્યામ - કમાલ અમરોહી - કંવલજીત

ઉમદા શરાબ જેમ જૂનો થાય તેમ વધુ મુલાયમ બને અને વધુ અસરકારક બને એમ જ ખય્યામ તેમની બીજી ઇનિંગ્સમાં એમની જ ઉમરના શ્રોતાઓને પણ પોતાની ઉમર ભુલાવી દે એવી રચના સર્જે છે !


૧૯૭૮ - હમમેં હૈ ક્યા કે હમેં કોઈ હસીના ચાહે ... સિર્ફ જજ઼બાત હૈ જજ઼બાતમેં ક્યા રખા હૈ - નવાબ શૈખ - સી અર્જુન - સાહિર લુધિયાનવી - પરિક્ષિત સાહની

આ આખી શ્રેણીમાં આ એક ગીત એવું છે જેની ફિલ્મ અને ગીત કદાચ સાવ અજાણ્યાં કહી શકાય. જોકે સંગીતકાર, ગીતકાર, ગાયક અને અબિનેતા બહુ જાણીતા છે. સી અર્જુન જેવા પ્રતિભાશાળી સંગીતકાર અને સાહિર જેવા શાયરની રચના હોવાને કારણે આ ગીત હવે લુપ્ત થતાં જતાં માધુર્યમાં મીઠી વીરડી સમાન લાગે છે.

મોહમ્મદ રફીનો સ્વર કેટલો યુવાન લાગે છે !


૧૯૭૯ - ખુશ્બુ હું મૈં ફૂલ નહીં હું જો મુર્જાઉંગા...જબ જબ મૌસમ લહેરાયેગા મૈં આ જાઉંગા - શાયદ - માનસ મુખર્જી - નિદા ફાઝલી - નસીરૂદ્દીન શાહ

આ ગીતના સંગીતકાર ખરા અર્થમાં નવી પેઢીના કહી શકાય. જોકે માનસ મુખર્જીની પ્રતિભાની પુરી ઓળખ થાય તે પહેલાંતો, ૪૩ વર્ષની વયે, તેઓ આ દુનિયા છોડી ગયા. તેમનાં સંતાનો, શાન અને સાગરિકાને શ્રોતાઓની નવી પેઢીએ ગાયકો તરીકે બહુ નવાજ્યાં.

આ ગીતના બીજા જૉડીયા ભાગમાં મોહમ્મદ રફીની સાથે સાગરિકા પણ સાથ આપે છે.

અહીં મુકેલ લિંક વડે બન્ને ભાગને ઑડીયો સ્વરૂપે સાંભળી શકાય છે.

 
૧૯૮૦ - મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ મેરે યાર સા હસીન, ચાંદને કહા ચાંદનીકી કસમ નહીં નહીં નહીં - અબ્દુલ્લાહ - આર ડી બર્મન - આનંદ બક્ષી - સંજય ખાન

મોહમ્મદ રફી સાથે આર ડી બર્મનનું આ છેલ્લું ગીત કહી શકાય. આર ડી અને રફીના વ્યવસાયિક સંબંધો વિશે જે પણ કંઇ કહેવાતું રહ્યું છે તે દરેક વાતને આ બન્નેએ જે ગીતો આપ્યાં છે તે સાવ તથ્યવિહિન સાબિત કરતાં હોય તેવું લાગે.

 
પાદનોંધ :

મોહમ્મદ રફીના ગીતોની યાદીમાં ૧૯૯૭ સુધીનાં ગીતો જોવા મળે છે. આવાં ગીતોની સંખ્યા પાછી ૧૮૮ જેટલી છે. બધાં ગીતો એવાં હશે કે જે રેકોર્ડ પહેલાં થયાં હશે, પણ એ ફિલ્મો મોડેથી રજૂ થઈ હશે.

આ લેખનો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ખરેખર સક્રિય વર્ષોમાંથી કેટલાં ગીતોને પસંદ કરવાનો માત્ર છે. એટલે જે અને જેટલાં ગીતો અહીં મુક્યાં છે તેના કરતાં આ દરેક વર્ષે અનેક ગીતોને અહીં મુકી શકાય તેમ છે.

આશા કરીએ કે મોહમ્મદ રફીના બીજા ચાહકો પાસેથી આવા રસથાળનો લાભ આપણને મળતો રહેશે.

મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ

મોહમ્મદ રફી - ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો પર ક્લિક કરવાથી મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980) ના ત્રણ ટુકડે રજૂ થયેલા આ અનુવાદને એક જ લેખ તરીકે વાંચી શકાય છે.


No comments: