Sunday, August 18, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - ઓગસ્ટ ૨૦૨૪

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.

આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાનાં સાધનો વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..

નિર્ણય વિવેકપ્રજ્ઞાનાં સાધનોમાં એવાં પ્રોગ્રામ આવરી લેવાયા હોય છે જે તમારી માહિતી એકઠી કરી અને સુવ્યવસ્થિત ગોઠવી આપે છે.  તેનાં વધારે આધુનિક સ્વરૂપોમાં કૃત્રિમ પ્રજ્ઞા સામેલ થાય છે, જેને કારણે આ પ્રોગ્રાંમો આગાહીઓ કરી શકે છે અને પોતની મેળે ભલામણો પણ કરી શકે છે. [1]

સ્વાભાવિક છે કે આપણા હેતુ માટેનાં નિર્ણય વિવેકપ્રજ્ઞા સાધનની પસંદગી નિર્ણયના પ્રકાર પર નિર્ભર કરે છે.  આ નિર્ણયો બારીક નિર્ણયો  કે પછી એક વખત લેવાતા નિર્ણયો હોઈ શકે છે. બારીક નિર્ણયો પ્રથમ હરોળના કર્મચારીઓ દ્વારા, ઓછાં મહત્ત્વના પણ ખુબ વિશાળ માત્રામાં, લેવાતા નિર્ણયો છે. તેને સામે છેડે નવાં બજારમાં દાખલ થવું કે ઓનલઈન સ્ટોરને ભૌતિક સ્ટોરનાં સ્વરૂપે વિકસાવવા જેવા એકાદ વાર જ લેવાતા પણ ખુબ મહત્ત્વના નિર્ણયો છે. આવા નિર્ણયો લેવા માટે જે સવાલ જવાબ કરવા પડે તે બધા એટલા અલગલગ પ્રકારના હોય છે કે તેમને સ્વયંસંચાલિત સ્વરૂપમાં નથી મુકી શકાતા.

નિર્ણયના પ્રકાર અને કોણ નિર્ણય લે છે તેને ML મૉડેલ દ્વારા કે પછી  શોધક વિશ્લેષકો (exploratory analytics) શક્ય થતી નિર્ણયની સ્વયંસંચાલનની કક્ષા સાથે સાંકળી શકાય છે. Smart Enough Systems માં, લેખકો નીલ રૅડન અને જેમ્સ ટેલર નિર્ણયોનાં મહત્ત્વ અને માત્રાના સંદર્ભમાં એક વિચારણીય મોડેલ રજૂ કરે છે. [2]



 ગાર્ટનરે બજારમાં નિર્ણય વિવેકપ્રજ્ઞાને લગતાં વિવિધ ઉત્પાદનોની એક સર્વગ્રાહી યાદી અને તેમની સમીક્ષા રજૂ કરી છે. સરળતા માટે, આ યાદીને કંપનીનું કદ, ઉદ્યોગનો પ્રકાર અને પ્રદેશ જેવા વર્ગોમાં વહેંચી કાઢવામાં આવેલ છે. [3]

તે ઉપરાંત વધારે વિગતમાં શોધખોળ કરવામાં આવે તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા, બજારમાં ઉપલબ્ધ DIP સાધનોની અલગ અલગ પરિમાણો મુજબ કરેલ સમીક્ષાઓ પણ ઉપલબ્ધ બની રહે છે. તેથી એ વિશે અહીં વધારે ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.

હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા મંચના વિવિધ ઘટકો વિશે વાત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

Quality Mag ના સંપાદક Darryl Seland ની નિયમિત કોલમ, From the Editor, નો લેખ The Singularity – The Promise of Technology? - વિલક્ષણતા - ખાસ તો પ્રૌદ્યોગિક વિલક્ષણતા - 'ભવિષ્યના સ્મયનું એક એવું બિંદુ છે જ્યારે પ્રૌદ્યોગિક વિકાસ બેકાબૂ, પાછા ન ફરી શકાય તેવો, અને માનવ સંસ્કૃતિમાટે અણધાર્યા અને ન કલ્પેલાં પરિણામો પેદા કરતો બની રહે છે.' આમ તો પ્રૌદ્યોગિક વિકાસની વેગીલી થતી જતી હરણફાળ અને તેના પ્રત્યાઘાતોની આ પરિસ્થિતિ, કમસે કમ, ગઈ સદીના મધ્યથી જ અનુભવાય છે.

સ્ટીફન હૉકિંગ અને AIના ખુદ ધર્મ પિતા, જ્યોફ્રી હિલ્ટન, સહિતના અને વૈજ્ઞાનિકોએ કૃત્રિમ પ્રજ્ઞા બાબતે પોતાની ચિંતા વ્યકત કરી છે, પણ માનવી અને મશીન વચ્ચે થઈ રહેલ, તેમ જ શક્ય, સહકાર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લેખિકાઓ એલિઝાબેથ એ. કડની અને રેબેક્કા રેનઝેન્બાક લખે છે કેઃ 'માણસ જે કંઈ કરી શકતો હતો તેમાં બહુ ઘણું મશી કરી શકે છે. માનવ સહજ આગવી લાક્ષણિકતાઓનો મહત્તમ ફાયદો લઈ શકા તે રીતે ટેક્નોલોજિને કામે લગાડવાનો સમય પાકી ગયો છે.'

એલિઝાબેથ એ. કડની અને રેબેક્કા રેનઝેન્બાકનો લેખ  The Evolving Role of Quality Professionals in the Quality 4.0 Era: Merging Human Expertise with Technological Advancements,” જરૂર વાંચજો.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


No comments: