Thursday, August 20, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૬) : અન્ય ગાયિકાઓ : રાજ કુમારીનાં યાદગાર ગીતો ‘



Best songs of 1950: And the winners are? દ્વારા આપણે વર્ષ ૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પા ર્શ્વગાયિકાઓનાં યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં  સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય ગાયિકાઓમાં સુરૈયા અને શમશાદ બેગમનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરાનાં સ્ત્રી-પાર્શ્વગાયિકાઓમાં રાજ કુમારી (દુબે)ગાયકીની એક આગવી શૈલીનાં ગાયિકા રહ્યાં છે. ૧૯૫૦માં તેમનાં ગીતોનો ફાળો પણ નોંધપાત્ર તો રહ્યો જ છે, તે સાથે 'બાવરે નૈન'જેવી ફિલ્મમાં તો રોશન જેવા બીજી જ ફિલ્મમાં સંગીત આપી રહેલ સંગીતકારે તેમને મુખ્ય ગાયિકાની ભૂમિકા પણ આપી. તેમનું 'સુન બૈરી બલમ કુછ બોલ' તો દાયકાઓ પછી ઝી ટીવીના 'સા રે ગ મ' કાર્યક્રમમાં ફરીથી છવાઈ ગયું હતું.
આજે આપણે રાજકુમારીનાં ગીતો સાંભળીશું.
સુન બૈરી બલમ કુછ બોલ ઈબ ક્યા હોગા - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન

 અહીં મૂકેલી ક્લિપમાં મૂળ ગીત સાથે 'સા રે ગ મ'વાળો ટુકડો પણ સાંભળવા મળશે.

ઘિર ઘિર કે આસમાન પર છાને લગી ઘટાયેં  - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન
ક્યું મેરે દિલ મેં દર્દ જગાયા જવાબ દો - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન 
મેરે રૂઠે હુયે બલમા - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન 
ચલે જૈહો બેદર્દા મૈં રોયે મરૂંગી - બેક઼સુર - અનિલ બિશ્વાસ - અહીં રાજ કુમારી એક દમ અદાથી મુજરાને પણ ન્યાય આપે છે.

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૭) : અન્ય ગાયિકાઓ : ગીતા રોય(દત્ત)નાં તેમ જ અન્ય કેટલાંક ગાયિકાઓનાં યાદગાર ગીતો

Saturday, August 15, 2015

સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા

'સારે જહાં સે અચ્છા હિન્દોસ્રિતાં હમારા' જે આજે ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા' તરીકે કદાચ વધારે પ્રચલિત છે તે ગ઼ઝલ મુહમ્મદ ઈકબાલે ૧૬ ઓગસ્ટ, ૧૯૦૪માં પ્રકાશિત કરી હતી. જોત જોતામાં તો તે તે સમયની બ્રિટિશ સરકાર સામેની લડતનું મુખ્ય ગીત બની રહી.૧૯૨૪માં પ્રકાશિત થયેલ તેમનાં પદ્ય સંગ્રહ, 'બાંગ-ઈ-દારા' (કૂચનાં ઘંટનાદની પુકાર)માં આ રચના 'તરાના-એ-હિંદ'નાં શીર્ષક હેઠળ આવરી લેવાઈ.
सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा
हम बुलबुलें हैं इसकी यह गुलसिताँ हमारा

ग़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा

परबत वह सबसे ऊँचा, हम्साया आसमाँ का
वह संतरी हमारा, वह पासबाँ हमारा

गोदी में खेलती हैं इसकी हज़ारों नदियाँ
गुल्शन है जिनके दम से रश्क-ए-जनाँ हमारा

ऐ आब-ए-रूद-ए-गंगा! वह दिन हैं याद तुझको?
उतरा तिरे किनारे जब कारवाँ हमारा

मज़्हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम, वतन है हिन्दोसिताँ हमारा

यूनान-ओ-मिस्र-ओ-रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा

कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा

इक़्बाल! कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा!
આ ગીત ઉર્દુ ગઝલ સ્વરૂપે લખ્યું ત્યારે ઇકબાલની ઉમર 27 વરસની હતી. એક અખંડ હિન્દુસ્તાનની અને હિન્દુ મુસ્લીમ ભાઈચારા અને પ્રેમ અને શાંતિથી ભેગી રહેતી એક સંસ્કારી સહઅસ્તિત્વ ધરાવતા દેશની ભાવના હતી

આ ઐતિહાસિક રજૂઆત પછીના સમયમાં શ્રી મહમદ ઇકબાલ ત્રણ વરસ માટે યુરોપ જાય છે. અહીનાં રહેઠાણ દરમ્યાન તેમની ઇસ્લામ ધર્મ માટેની ધાર્મિક ભાવના વધુ સતેજ થાય છે, પોતાને ઇસ્લામના ફિલસૂફ અને અનુયાયી માનતા થાય છે

સને ૧૯૧૦માં આ જ રચનાને હવે તરાના -એ-મિલ્લી (સાંપ્રદાયક સમૂહનું સ્તુતિ ગીત)નાં સ્વરૂપે, છઠ્ઠી કડી
મઝહબ નહિ સીખતા આપસમેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હિન્દોસ્તાં હમારા
         ને રદબાતલ કરી ઈક્બાલ હિન્દુસ્તાનને ભવિષ્યમાં એક મુસ્લિમ રાષ્ટ્ર તરીખે કલ્પે છે અને લખે છે
સીનો અરબ હમારા, હિન્દોસ્તાં હમારા,
મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા,

એકવાર બૃહદ હિન્દની કલ્પના કરનાર મહમદ ઇકબાલના વિચારો બદલાય છે. સમગ્ર ભારતને પોતાનું વતન માનવાને સ્થાને ૧૯૩૦માં અલ્લાહાબાદની મુસ્લિમ લીગની સભામાં મુસ્લિમો માટે એક અલગ રાજ્યની કલ્પના કરેછે.

++++++++++++

આપણે આજે તેને જે ગેય સ્વરૂપમાં યાદ કરીએ છીએ તે ધુનમાં તેને સ્વરબધ્ધ કરવાનું શ્રેય પંડિત રવિશંકરને નામે છે. ૧૯૫૦ના અરસામાં જ્યારે તેઓ ઈન્ડિયન પીપલ્સ થીયેટર એસાઓશીયએશન (ઈપ્ટા) સાથે સંકળાયેલા હતા ત્યારે તેમણે આ ધુન બનાવી હોવાનું નોંધાયેલ છે.

(નોંધઃ આ રચનાનું કોઈ પ્રમાણભૂત વર્ઝન મળ્યું નથી. અહીં નીચે રજૂ કરેલ વર્ઝન આ આખી રચનાને સમાવી લે છે તે દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.)


દેશપ્રેમથી ઉભરાતી, આટલી લોકપ્રિય રચના હોય, એટલે તેનો હિંદી ફિલ્મોમાં ઉપયોગ થવો એ અપેક્ષિત બાબત છે.

સહુથી પહેલો ઉલ્લેખ ૧૯૫૦માં રજૂ થયેલી ફિલ્મ "હિંદોસ્તાં હમારા'માં જોવા મળે છે. ગીતના ગાયક ગુલ રાજ હતા અને સંગીત વસંત દેસાઈએ આપ્યું હતું. આ ગીતની પણ કોઈ ક્લિપ ઇન્ટરનેટ પરથી મળી શકી નથી.

ફિલ્મ 'ભાઈ-બહેન (૧૯૫૯)'માં સંગીતકાર એન. દત્તા આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં કરેલી રચનામાં તેમણે મૂળ ધુન સાથે બહુ જ કળાત્મક ફેરફારો કર્યા. ગીતના શબ્દોમાં રાજા મહેંદી અલી ખાં સાહેબે કરેલા ફેરફારો ગીતને વધારે પ્રસ્તુત બનાવી રહે છે.

ફિલ્મ 'ધર્મપુત્ર' (૧૯૬૧)માં સંગીતકાર એન. દત્તાએ આ ગીતને ફરી એક વાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરોમાં નવાં સ્વરૂપે રજૂ કર્યું. આ વર્ઝનમાં કેટલાક શેર લેવાયા નથી, પણ જે લેવાયા છે મૂળ સ્વરૂપે જ લેવાયા છે.


૧૯૬૪માં રજૂ થયેલ 'હમારા ઘર'માં સંગીતકાર જગ ફૂલ કૌશિકે વિજયા મઝમુદારના સ્વરમાં આ ગીતનાં એક સ-રસ વર્ઝન રજૂ કર્યું.


૧૯૭૪ની 'યે ગુલિસ્તાં હમારા’માં એસ ડી બર્મને આ ધુનને કૂચની લયમાં સંગીતબધ્ધ કરી અને ગીતને ફિલ્મનાં ટાઈટલ્સ માટે ઉપયોગમાં લેવાયું. બેકગ્રાઉન્ડમાં ૧૯૭૦ના દાયકામાં થતી ગણતંત્ર દિવસની પરેડનાં દૃશ્યો ઝીલી લેવામાં આવેલ છે.

આ જ ફિલ્મનાં બીજાં એક દૃશ્યમાં પણ આ ગીતનો ઉપયોગ કરાયો છે.


ફિલ્મ 'આજકી આવાઝ' (૧૯૮૪)નાં આ ગીતના મુખડામાં આ ગીતના પહેલા શેરનો વિલંબિત લયમાં ઉપયોગ કર્યો છે. ગાયક મહેન્દ્ર કપુર છે.


હવે સાંભળીએ ફિલ્મો સિવાયની આ ગીતની કેટલીક અન્ય ધુન :


'રૉક ઑન હિન્દુસ્તાન' આલ્બમ માટે મધુશ્રી 




લિટલ એન્જ્લ્સ ઑફ કોરિયા' નામક ફૉલ્ક બેલૅ ટ્રૂપ 


કર્ણાટકના પ્રખ્યાત વૃંદાવન ગાર્ડ્ન્સમાં સંગીતમય ફુવારાના રંગારંગ કાર્યક્રમને ભરી દેતું ગીત

ફ્રિન્જ ફેસ્ટિવલ, એડિનબરૉ ૨૦૦૮માં રજૂ થયેલી ધૂન 

ઈન્ડિયા ગેટ પર આર્મી બેન્ડની ધૂન. 

ગણતંત્ર દિવસની ઉજવણીની અંતિમ વિધિ - બીટીંગ ધ રિટ્રીટ - (૨૦૧૩)માં 


સાભાર નોંધઃ

'આજકી આવાઝ'ની ઑડીયો ક્લિપ શિકાગો (અમેરિકા)થી શ્રી સુમન્તભાઈ (દાદુ)એ મોકલી છે, પરંતુ આ બ્લૉગ પ્લેટફોર્મની મર્યાદાને કારણે એ ક્લિપને બદલે યુટ્યુબ પરની ક્લિપ વાપરવી પડી છે.. લેખની સ્ક્રિપ્ટમાં શ્રી નીતિનભાઈ વ્યાસે પણ મહત્ત્વની પૂરક માહિતી પૂરી પાડી છે.

Tuesday, August 11, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૫) : અન્ય ગાયિકાઓ : શમશાદ બેગમનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are? દ્વારા આપણે વર્ષ ૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પાર્શ્વગાયિકાઓ યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં  સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય ગાયિકાઓમાં સુરૈયાનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
આજે આપણે શમશાદ બેગમનાં ગીતો સાંભળીશું.
શમશાદ બેગમ વીન્ટેજ એરાનાં એવાં ગાયિકા હતાં જે તે પછીના લતા મંગેશકરના આધિપત્યના સમયમાં ઘણા લાંબા સમય સુધી લોકપ્રિય ગીતો આપતાં રહ્યાં હતાં. ૧૯૫૦નાં વર્ષમાં ગીતોની કે ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ કે પછી કેટલા સંગીતકારો સાથે તેમણે કામ કર્યું એવા કોઈ પણ માપદંડથી જોઈએ, શમશાદ બેગમ કશે પણ પાછળ રહી જતાં હોય તેમ જણાતું નથી.
કિસ્મતને હમેં મજબૂર કિયા - આંખેં - સરસ્વતી કુમાર દીપક - મદન મોહન
મહોબ્બત કરનેવાલોંકા યહી અંજામ હોતા હૈ - આંખેં - રાજા મહેંદી અલી ખાન - મદન મોહન
ધડકે મેરા દિલ મુઝકો જવાની રામ ક઼સમ ના ભાયે - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)
ન સોચા થા યે દિલ લગાને સે પહલે - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
જાદુ ભરે નૈનોંમેં ડો..લે જિયા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)
છોડ બાબુલ કા ઘર મોહે પી કે નગ઼ર આજ જાના પડા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)- ફિલ્મમાં આ ગીત અલગ અલગ સમયે અલગ અલગ મૂડમાં રજૂ થતું રહ્યું છે. 
ઠંડી હવાકે ઝ઼ોંકે - ભાઇ બહેન - ઈશ્વર ચંદ્ર કપુર - શ્યામ સુંદર
મૈં તો મારુંગી નૈનોંકે બાણ ઝરા બચકે રહના - બીજલી - ભરત વ્યાસ - વસંત દેસાઈ

 આ ગીતની વિડીયો ક્લિપ મળી શકી નથી.

ચૂડી ધીરે પહના ચૂડીવાલી હો - દહે - શમ્સ લખનવી - વસંત દેસાઈ
અય કાલે બાદલ બોલ તુ ક્યું ઈતરારા હૈ - દહેજ - શમ્સ લખનવી - વસંત દેસાઈ
છોડ ચલે રાજાજી લી જાયે કૈસે રહું અકેલી - હંસતે આંસૂ - મજરૂહ સુલ્તાનપુરી - ગુલામ મોહમ્મદ
કાહે નૈનોંમેં નૈના ડાલે રે ઓ પરદેસીયા - જોગન - બુટા રામ - બુલો સી રાની
જિન આંખોંકી નીંદ હરામ હૈ - જોગન - બુટા રામ - બુલો સી રાની
થોડા થોડા પ્યાર થોડી થોડી તક઼રાર હો - કમલ કે ફૂલ - રાજેન્દ્ર કૃષ્ણ - શ્યામ સુંદર 

 આ ગીતની વિડીયો ક્લિપ મળી શકી નથી.

મોહબ્બત મેરી રંગ લાને લગી હૈ - નિરાલા - પી એલ સંતોષી - સી. રામચંદ્ર
કતીલે તોરે નૈના રસીલે - નિશાના - નક઼શાબ - ખુર્શીદ અન્વર
મેરે ઘુંઘરવાલે બાલ - પરદેસ - શકીલ બદાયુની - ગુલામ મોહમ્મદ
હુસ્નવાલોં કી ગલિયોં મેં આના નહીં - શીશ મહલ - શમ્સ લખનવી - વસંત દેસાઈ
 

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૬) : અન્ય ગાયિકાઓ : રાજ કુમારીનાં યાદગાર ગીતો