Monday, February 28, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ફેબ્રુઆરી, ૨૦૨૨

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

Lata Mangeshkar (1929-2022): Nightingale has fallen silent - ભારતે તેનાં સૌથી વધારે ગીતો આપનાર અને મહત્ત્વનાં એવાં કળાકારને ગુમાવ્યાં. તેઓ પાછળ પોતાનાં ગીતોનો વિશાળ વારસો મુકી ગયાં છે, જે લોકો લોકો વચ્ચેના ભેદભાવને મીટાવી બધાંને તેની અનોખી ઉન્નતાના એક સુરમાં બાંધી રાખી રહેલ છે.

Till the end, Lata Mangeshkar remained her own personMrinal Pande - તેમની કારકિર્દી કોઈ એક સ્રીએ કઈ રીતે ગાવું એવી માન્યતાઓનો બોજ ઉઠાવવાની કરૂણ કહાની. ન બની રહી. તેઓ ખરા ર્થમાં અનેક સુર પર પ્રભુત્વ ધરવાતાં કલાકાર હતાં જેમણે ત્રણ પેઢીની અભિનેત્રીઓને પોતાનો સ્વર આપ્યાની અનોખી સંપત્તિના માલિક હતાં…..તેમ છતાં તેમને સંગીતનાં સામ્રાજ્ઞીની, લાલ કોરની સફેદ સાડીની, અને આધ્યાત્મિક  અને  ધ્યાનસ્થ ચપકીદીની  એક જ ઓળખ પુરતાં મર્યાદિત ન કરી શકાય …. તેઓ પોતાના રાગનાં એક અનોખું વ્યક્તિત્ત્વ હતાં.

Lata Mangeshkar was India’s inner voice - Pratap Bhanu Mehta - લતા મંગેશકર તેમનાં ગીતોના બોલને ભારતની બોલીઓનાં અનેક સ્વરૂપોના, અનેક  ભાષાઓ, સાંસ્કૃતિ લઢણોમાં કે તેના વિરોધાભાસાઓના રૂપમાં રજૂ કરતાં રહીને ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યાં . એ ભારતના કોઇ એક સ્વરૂપનું આદર્શ નિરૂપણ નહીં પણ તેનાં વૈવિધ્યની વ્યાપક વિશાળતાનું ગાયન હતું.

How Lata Mangeshkar learnt to read and write (despite having gone to school for only a day) નસરીન મુન્ની કબીરનાં વાર્તાલાપ પુસ્તક, Lata Mangeshkar: In Her Own Voice, માં લતા મંગેશકર તેમનાં ઘડતરનાં વર્ષોને યાદ કરે છે

‘Close to the sublime’: Why no book on Hindi film music is complete without Lata Mangeshkarમાં ગણેશ અનંતરામન તેમનાં પુસ્તક, Bollywood Melodies, ના સાંદર્ભિક અંશો રજૂ કરે છે.

લતા મંગેશકરની અંતિમ સફરનાં લાઈવ બ્રોડકાસ્ટ સાથે હરીશ ભિમાણી તેમની લતા મંગેશકર સાથેની યાદોને તાજી કરી રહ્યા હતા. એમણે યાદ કર્યું કે એક વખતે મેં તેમને પુછ્યું કે તમને તમારૂં સૌથી વધુ ગમતું ગીત યાદ કરવાનું કહે તો કયું ગીત આપોઆપ તમારી યાદમાં આવે -

લતા મંગેશકરે જવાબમાં આ ગીત જણાવ્યું

બૈરન નીંદ ન આયે - ચાચા ઝિંદાબાદ (૧૯૫૯) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકાર મદન મોહન


લતા મંગેશકરે એ જ સવાલ જ્યારે હરીશ ભિમાણીને કર્યો ત્યારે હરીશ ભિમાણીએ યાદ કર્યું

મન મોહના બડે જ઼ૂઠે - સીમા (૧૯૫૫) - ગીતકાર શૈલેબ્દ્ર - સંગીતકાર શંકર જયકિશન



હું પણ જો એ જ રીતે આપોઆપ યાદ આવી ઉઠતાં બે ગુજરાતી ગીતો યાદ કરૂં છૂં તો મને આ બે ગીતો યાદ આવે છે -

હવે સખી નહીં બોલું નહીં બોલું રે - ભક્ત કવિ દયારામ  - સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય


એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે - હરીન્દ્ર દવે – સંગીત :દિલીપ ધોળકિયા


લતા મંગેશકરની યાદોનાં અનેક પાસંઓને યાદ કરતી અંજલિઓનાં ફૂલોની ચાદરો બિછાતી જ રહે  એ તો સ્વાભાવિક જ છે. એટલે, આપણે જે કેટલાક બૉલ્ગ્સની આ બ્લૉગોત્સ્વમાં નિયમિત મુલાકાત લઈએ છીએ તેના પર પ્રકાશિત લેખોનો જ અહીં ઉલ્લેખ કરીશું.

આ મહિને આપણે સંધ્યા મુખર્જીને પણ ખોયાં

Though He Actually Never Met Her… - જેમને પદ્મ જેવાં કોઈ માનઅકરામની જરૂર જ નહોતી એવાં 'ગીતાશ્રી' સંધ્યા મુખર્જીને ગુલઝાર કદિ પણ મળ્યા નહોતા, પણ સંધ્યા મુખર્જૉ માટેનો તેમનો આદર આ લેખમાં અછતો નથી રહેતો. રત્નોત્તમ સેનગુપ્તા ગુલઝાર અને સંધ્યા મુકરજીનાં સંધાનને બંગાળી સિનેમાની ચતુર્દિશાઓ ઉત્તમ કુમાર, સુચિત્રા સેન હેમંત કુમાર અને ખુદ સંધા મુખર્જીના સંદર્ભમાં રજૂ કરે છે.

નવી પેઢીના અગ્રેસર સંગીતકાર બપ્પિ લાહિરીની ચિર વિદાયની પણ આપણે સખેદ નોંધ લઇએ છીએ.


હવે જોઇએ આ આ મહિના સાથે સંકળાયેલા અન્ય તિથિઓ અને યાદોના લેખો   –

Remembering Zohrabai Ambalewali, '૪૦ના દાયકાનાં ભારી અવાજનાં ગાયિકાઓમાં, ઝોહરાબાઈ અંબાલેવાલીને પોતાના અવાજની બુલંદીની કર્ણપ્રિયતાને કારણે અગેસર સ્થાન મળી રહેલ.

When ‘villain of the millennium’ Pran shocked the audience as he played a noble soul in Manoj Kumar’s Upkar – 'ઉપકાર' પછી પ્રાણે અનેક યાદગાર ચરિત્રોનાં પાત્રોને પરદે સજીવ કર્યાં પણ તેમને આપણે યાદ નખશીખ વિલન તરીકે જ કરીએ છીએ.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

From Rangeela to Pinjar, Urmila Matondkar’s effortless evolution on screen -  'રંગીલા'ની મિલી થી 'પિંજરા'ની પારો સુધીને અનેક રંગની ભૂમિકાઓને ઉર્મિલા માતોંડકરે બહુ સહજતાથી ભજવી.

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ૧૮ ફિલ્મોનો સંગાથ : એસ ડી બર્મન સાથેની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

ફેબ્રુઆરી, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  તલત મહમૂદનાં યુગલ ગીતો  શમશાદ બેગમ સાથે યાદ કરવામાં આવેલ છે તલત મહમૂદના જન્મદિવસના મહિનામાં, વિસારે પડી ગયેલાં તલત મહમૂદનાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ, એટલે જ આપણે પ્રયોજ્યો છે.. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨, અને

૨૦૨૧માં તલત મહમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭

સાંભળ્યાં છે.

BollywooDirect: પર, સ્મૃતિઓને તાજી કરતી માં ગત વર્ષે પ્રકાશિત થયેલ તસ્વીર, Madhubala on the 53rd anniversary of her death (23rd February) અહીં રજુ કરી છે –


 હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The Other Songs of Kavi Pradeep,  મૂળ નામ રામંચંદ્ર નારાયણજી દ્વિવેદી (૬-૨-૧૯૧૫ - ૧૧-૧૨-૧૯૯૮) નાં દેશપ્રેમ અને પ્રેરણાદાયી ભાવ સિવાયનાં ગીતો પણ એટલાં જ યાદ કરવા લાયક છે..

Manna Dey: A Story of Amazing Versatility છ દાયકાની સક્રિય કારકિર્દીમાં મન્ના ડે ફિલ્મ સંગીત, ગઝલ, ભજન, શાસ્ત્રીય રાગ પર આધારિત તેમ જ પાશ્ચાત્ય ધુનો પર આધારિત ગીતો જેવા અનેક પ્રકારમાં અનોખું સ્થાન ધરાવતા રહ્યા. તેમનાં રોમેન્ટિક યુગલ ગીતો, હાસ્યરસનાં ગીતો, રૉક અને રૉલ ગીતો, કવ્વાલીઓ અને અઘરા રાગોને સહજ સ્વરૂપે રજુ કરતાં ગીતોની મજા શ્રોતાઓની અનેક પેઢીઓએ માણી.  Part 1 માં બિપિન ગુપ્તા મન્નાડેનાં ગાયન અને ગીતોનાં વિશ્લેષ્ણ દ્વારા તેમના સંગીત અને કારકિર્દીની છણાવટ કરે છે. Part 2 માં મન્ના ડેનાં ૧૯૫ સંગીતકારો સાથેનાં સહકાર્ય અને ૯૩૨ ફિલ્મોમાં છવાયેલ ૧૩૬૩ ગીતોનું વિષ્લેષણ રજૂ કરેલ છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૨ના લેખો:

અભિષેક અભિનીત દસ દર્શનીય ભૂમિકાઓ

કોકીલકંઠીના કઠેથી વહેતી થયેલી કરૂણતાની સરિતા

અભિનય અમીરસ સંમિશ્રિત સ્વરસરિતા  સુભગ સમન્વય

ગેબી ગીતોની ગાયકીમાં કોકીલકંઠીની ગરિમા

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૨ના લેખો.

વો ઝિંદગી જો થી અબ તક તેરી પનાહોં મેં

રહે ના રહે હમ મહકા કરેંગે 

અય દિલ-એ-નાદાન .. …. આરઝૂ ક્યા હૈ

મંઝિલે અપની જગહ હૈ, રાસ્તે અપની અપની જગહ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ફેબ્રુઆરી, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

રજત જયંતી ઊજવનારી ફિલ્મ સફરનાં ગીત સંગીતે રસિકોને મુગ્ધ કર્યા

સચ્ચા જૂઠાના સંગીતે ધમધમાટી બોલાવી દીધી, રજત જયંતી ઊજવી

હિટ ફિલ્મ સંગીત અને ચેરિટી શો દ્વારા સમાજસેવા ઉપરાંત ધર્મક્ષેત્રે કામ કર્યું

કલ્યાણજી આણંદજીએ આપેલાં યાદગાર ભક્તિગીતો પણ માણવા જેવાં રહ્યાં....

ફેબ્રુઆરી, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

જોડે જોડે આવતા શબ્દો -(૧} – ये रात भीगी भीगी

બંદિશ એક રૂપ અનેક (૮૪): ૨ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – “જમુના કે તીર”

જોડે જોડે આવતા શબ્દો – (૨} : दिल मेरा नाचे थिरक थिरक

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના ફેબ્રુઆરી, ૨૦૨૨માં અનારકલી (૧૯૫૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર જે યુગલ ગીત ગાયું હોય તેને યાદ કરીશું..

ચલો હો ગઈ તૈયાર, જ઼રા ઠહરો જી - શાદી સે પહલે (૧૯૪૭) – ગીતકાર:  મુખરામ શર્મા – સંગીતકાર: પૈગાંવકર- કર્નાડ


યું તો આપસમેં ઝઘડતેં હૈં ખફા હોતે હૈં  - અંદાઝ (૧૯૪૯)= ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી - સંગીતકાર: નૌશાદ અલી



અપની નઝર સે દૂર વો, ઉનકી નઝર સે દૂર હમ - બાઝાર (૧૯૪૯) - ગીતકાર:  ક઼મર જલાલાબાદી - સંગીતકાર: શ્યામ સુંદર


અબ હાલ-એ-દિલ ઔર હાલ-એ-જિગર કુછ ન પુછીયે - એક થી લડકી (૧૯૩૪) - ગીતકાર:  અઝીઝ કશ્મીરી - સંગીતકાર: વિનોદ



ઝરા તુમને દેખા તો પ્યાર હો ગયા- જલ તરંગ (૧૯૪૯) - ગીતકાર:  કૈફ ઈર્ફાની - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Sunday, February 20, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ફેબ્રુઆરી ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ફેબ્રુઆરી ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી સત્યપ્રિયનંદના લેખ જીવનના ડિજિટલ પ્રવાહમાં સમાલતપણે જીવવું /Living safely in the digital પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

સુખી, સંતોષી આધ્યાત્મિક જીવન જીવવાની ચાવી તમારી સામે દેખાતી બધી જ ઍપ્સના શોખના મોહમાં પડ્યા સિવાય જે આવશ્યક જ છે તે જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં છે. ડિજિટલ પધ્ધતિનાં જીવનની પરિભાષામાં આનો અર્થ છે 'મફત' મળતી જણાતી ઍપ્સને આડેધડ ડાઉનલોડ કરવાને બદલે તેમને કામમાં મદદરૂપ થાય એટલી અને એવી જ ઍપ્સ વાપરો. જોકે આમ કરવા માટે જીવનની ડિજિટલ પધ્ધતિને. તેના સલામત અને અસરકારક ઉપયોગ કરવાના સંદર્ભમાં,  સારી રીતે સમજી લેવી વધારે જરૂરી છે.

આમ કરવા માટે, પ્રસ્તુત લેખ જીવનની ડિજિટલ પધ્ધતિનાં કેટલાંક પાસાંઓની મૂળભૂત બાબતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે:

ડિજિટલ દુનિયા:  વધારેમાં વધારે 'માહિતીસામગ્રી' પર કામ કરીને તેમાંથી જરૂરી ડિજિટલ 'માહિતી' ચાળી લાવી અને અનેકવિધ વિકલ્પ દ્વારા વધારેમાં વધારે ઝડપથી ઉપલબ્ધ કરવી અને અન્ય લોકો સાથે, વધારે ઝડપથી, ત્વરિત નિર્ણયો લઈ શકાય એ માટે, અને એ રીતે, વહેંચવી એ ડિજિટલ દુનિયાની લાક્ષણિકતા છે. જોકે ,ડિજિટલ દુનિયામાં, બહારની દુનિયા સાથે, એટલાં સહેલાઈથી અને ઝડપથી આપણે સંકળાવાં લાગી ગયાં છીએ કે આપણી બાજુમાં જ બેઠેલાં કુટુંબના સભ્ય સાથેના આપણા સંપર્કો જાળવવામાં  ડિજીટલ સાધનોનો આ અતિવ્યાપક વપરાશ જ અવરોધ બનવા લાગેલ છે. 

ડિજિટલ વિશ્વના તાણાવાણાની તંત્રવ્યવસ્થા:  ડિજિટલ વિશ્વની તંત્રવ્યવસ્થાનાં ઘડતરની ઈંટોની ભુમિકામાં પહેલી નજરે પડે છે જેના દ્વારા આપણે ડિજિટલ દુનિયાની જોડાઈએ છીએ તે ઉપકરણો (હાર્ડવેર), તેમાં પરદા પાછળ રહીને કામ કરતાં સોફ્ટવેર (ઍપ્સ), જેના દ્વારા જોડાઈએ છીએ તે માધ્યમ- ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગનાં ડેટા પ્રોસેસ સેન્ટરો, કેમેરા જેવાં અનેકવિધ સાધનો, અલગ અલગ ઉપકરણો અને સાધનોને જોડવા માટેનાં એકયુએટર્સ, સેન્સર, ડ્રોન જેવાં સ્વયંસંચાલિત પરિવહન સાધનો, રૉબોટ્સ અને  એ બધાંને જીવંત થવાનો આભાસ કરતા કૃત્રિમ પ્રજ્ઞા (AI) સોફ્ટવેર વગેરે. આજના સમયમાં મોટા ભાગનાં ઉપકરણોમાં સાહજિક અંતર્જ્ઞાન વ્યાપક બની ગયેલ છે જે આ ઉપકરણોના ઉપયોગને ભ્રામક સ્તરે સરળ બનાવી રહે છે. પરંતુ એમ કરવા માટે જે એપ્સ કામ કરે છે તેમની ડિઝાઇનનું ઘડતર એટલું જ સંકુલ હોય છે. આજની જીંદગીનું પણ એવું જ છે ને, તેને સાધનોની મદદથી જેટલી સરળ દેખાતી કરી મુકી છે એટલી આ જ ઉપકરણોની ડગલે અને પગલે, વધારે પડતી, હાજરીની અનિવાર્યતાથી જીવનમાં નવી નવી  મુશ્કેલીઓ ઉમેરાતી જ જાય છે.

કૃત્રિમ પ્રજ્ઞા : AI સોફ્ટવેરને કારણે બધાં ઉપકરણો વધારે 'સ્માર્ટ' બનવા લાગ્યાં છે, કેમકે માનવ મન કેમ વિચારે છે  / વિચારશે તેનું તે અદ્દલ અનુકરણ કરી શકે છે. જોકે દરેક સોફ્ટવેરની જેમ  AI અલ્ગોરિધમ પણ તેના સર્જકના મનના ભાવો, માન્યતાઓ અને પૂર્વગ્રહોની અસરમાં કંઈક અંશે તો રંગાયેલ હોય જ છે, તે તેની સાહજિક મર્યાદા છે.

ડિજિટલ જીવન પધ્ધતિનાં અન્ય પાસાંઓની સામાન્ય ચર્ચા પણ ખાસ્સી તકનીકી બાજુએ વળી જઈ શકે તેમ છે, એટલે અહીં તેની રજૂઆત અપ્રસ્તુત બની રહે છે. 

તે સાથે એ હકીકતની પણ નોંધ લેવી જ જોઈએ કે આ બધી સગવડો અને શોધોને કારણે, ઈ-શાસન વ્યવસ્થા, ઈ-બેન્કિંગ, ઈ-આરોગ્યસેવાઓ, ઈ-શિક્ષણ, ઈ-મનોરંજન અને ઈ-પ્રત્યાયનો કે ઈ-ફોટોગ્રાફી જેવી  જીવનની લગભગ દરેક પ્રવૃતિઓ હવે એટલી હદે ડિજિટલ સ્વરૂપે થવા લાગી છે કે એ પહેલાં આપણે આ બધાં કામ શી રીતે કરતાં હતાં તે પણ યાદ નથી રહ્યું.

આ બધી સેવાઓ વાપરવા માટેનું સૌથી મોહક છટકું છે તેમનું વિના કિંમતે ઉપલબ્ધ હોવું. જોકે એમ કરવા માટે જે ખર્ચ ભોગવવું પડે છે તેની કિંમત વસુલ કરવા વપરાશકારોની અંગત માહિતીસામગ્રીને નિશ્ચિત પ્રકારની જાહેરાતો માટે, રાજકીય / ધાર્મિક કે સામાજિક વિચારધારાઓના પ્રચાર અર્થે ઠોકી બેસાડવું કે પછી ખોટા સમાચારો અને અફવાઓ ફેલાવવા કે પછી અવનવી રીતોથી છેતરપીંડીઓ કરવાના દુરુપયોગ સુધીની કિંમત વપરાશકારે જાણ્યેઅજાણ્યે ચુકવવી પડે છે.

આ ઉપકરણો અને ઍપ્સનો ઉપયોગ કરવો એ વાઘની ઉપર સવારી કરવા બરાબર છે. ક્યાંક નાની ચુક થઈ કે ગાફેલ રહેવાયું તો તેમારી મહત્ત્વની માહિતીસામગ્રી તો ચોરાઈ જ જાય, પણ ક્યારેક બહુ મોટાં આર્થિક નુકસાનના ખાડામાં પણ ભરવાઈ જવાના વારા આવી શકે છે. અને આવું કદાચ ન થાય તેની પુરેપુરી તકેદારી પણ રાખો તો વધારે પડતા  વપરાશથી આંખો કે સ્નાયુઓનાં દર્દથી લઈને ડિપ્રેશન જેવાં દર્દોના શિકાર થવાની શક્યતા તો તોળાયેલી જ રહે છે.

આજના વિશ્વની ડિજીટલ પદ્ધતિમય જીવનશૈલીમાં સલામત રહેવા માટે જે કેટલાક સોનેરી નિયમો છે તેમાંના પાયાના નિયમો આ મુજબ કહી શકાય :

·        ડિજિટલ ઍપ્સમાં સાવ જ જરૂરી હોય તો જ, અને તેટલી જ , અંગત માહિતી મુકો

·        લોભામણી લાલચોમાં બિલકુલ લેવાઈ ન જાઓ

·        તમારા સમય અને તમારા કામના અમલના આયોજનની લગામ, દરેક સંજોગોમાં, તમારા હાથમાં જ રાખો.

·        સ્વયંસંચાલિત- નોટીફિકેશન તો બંધ જ કરી દો. જમતી વખતે અને ઊંઘી જતી વખતે તમારો ફોન તમારાથી દૂર જ રાખો.

·        ઍપ્સમાં સલામતી અને સુરક્ષા માટે જે સુચનાઓ આપેલ હોય છે તે ધ્યાનથી સમજો અને તેનો બરાબર અમલ કરો.

હવે પછીથી એક કટુ સત્ય આપણે યાદ રાખવાનું રહેશે કે જેમ માનવી બહારનાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેમ જ ડિજિટલ ઉપકરણો તેમાં બેસાડેલાં એસથી જ દોરવાય છે. ફર્ક માત્ર એટલો છે કે માનવી પાસે સ્વતંત્રપણે કામ કરતું તેનું પોતાનું મગજ છે જ્યારે ઉપકરણો તો નિર્જીવ મશીનો છે. (ઝડપથી બદલતાં જતાં વિશ્વમાં) કહેવાતા વિકાસ સાથે કદમ મીલાવતા રહેવાના ધખારામાં આપણે આપણી પાસે રહેલ અમર્યાદિત શક્તિઓને આ નિર્જીવ મશીનોના હવાલે ન કરી બેસીએ.

દરેક વ્યક્તિએ પોતાનાં જીવનના દરેક તબક્કાનાં લક્ષ્યો સ્પષ્ટપણે નિશ્ચિત કરતાં રહેવું જોઇએ અને તેની સિદ્ધિ માટે જ કાર્યરત રહેવું તે જીવનમંત્ર બનાવી લેવો જોઈએ. ડિજિટલ જીવન પદ્ધતિનો ઉપયોગ આ કાર્યમાં જો અને જેટલી મદદરૂપ હોય એટલો જ મર્યાદિત રાખીએ. યાદ રહે આ ખેલ ચાલાક ઉપકરણો અને ચતુર માનવી વચ્ચેની સર્વોપરિતાનો છે. કોનો વિજય થવા દેવો એ તો તમારા, અને માત્ર તમારા જ,, હાથની વાત છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આપણાં જીવનમાં સલામત અને શાંતિથી રહેવા માટે ડિજિટલ પધ્ધતિનાં વિવિધ પાસાંઓથી સજ્જ સ્માર્ટ ઉપકરણોની ચાલાકીઓનો ઉપયોગ કરીએ પણ તેનાં ગુલામ ન બની બેસીએ.

ડિજિટલ પદ્ધતિમય જીવનમાં સલામત રહેવા બાબતે સાંપ્રત શાહિત્યની શોધ કરીશું તો પોતાને ડિજિટલ વિશ્વમાં સલામત કેમ રાખવી, અને તેની સાથે સંલગ્ન સાયબરગુનાઓથી કેમ બચવું, કે ઓનલાઈન વ્યવહારોમાં સલામત કેમ રહેવું જેવા વિષયો પર બહુ જ અર્થપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપતાં સાહિત્યની મદદ મળી રહેશે. TED.com જેવાં માધ્યમો પર પણ આવી આવી વ્યાવહારિક માર્ગદર્શક ચર્ચાઓ પણ મળી રહેશે –

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Changing World, Adapting Improvement Models (Lean and Six Sigma) -  QPSના સ્થાપક, મુખ્ય સંચાલક અને પ્રેસિડેન્ટ જય પટેલ લીન અને સિક્ષ સિગ્મા કાર્યપધ્ધતિઓનાં મૂળભૂત અંગોની ચર્ચા કરવાની સાથે તમારાં કામમાં કે પ્રોજેક્ટમાં બેમાંથી વધારે ઉપયોગી શું નીવડી શકે તે નક્કી કરવા વિશે સમજાવે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Focus on What's Important -.   બધુ બરાબર થાય એટલી રાહ જોઇએ તો એ દિઅવસ કદાચ ક્યારેય નહીં આવે. એટલે આપણી પાસે જે છે, ભલે તે ગમે તેટલું ખામીયુક્ત કે અધુરું હોય,તો પણ ઘણા મોટા સુધારાઓની તરફ આપણે આગળ ધપવા લાગીશું. … આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરવાની છે અને પછી જે કંઈ કરવું જ જોઈએ તે પુરા ખંતથી, વણથંભ્યે ચાલુ રાખવાનું છે.'જેટલું શક્ય છે તેટલું જ બધું કરી શકાશે, પણ જેટલું થઈ શકે તે બધું જ કરવું જ પુરતું છે.'આપણે જાતે જ ઊભી કરેલી સીમાઓના વાડા એક વાર ઓળંગી જઈશું તો પછી આપણી પ્રગતિની કોઈ સીમા નહીં હોય.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Indecision: From Aristotle and Buridan to Metastability and Digital Circuits - પૃથ્વી ગોળાકાર છે એટલે તેની પર લાગુ પડતાં બધાં દબાણો એક સરખાં લાગે છે. પરિણામે તે ગતિમાં ન આવી શકવાથી સ્થિર જ છે. આવાં વિધાન માટે એરિસ્ટોટલે કટાક્ષમાં કહેલું કે ' આ તો એટલું જ વાહિયાત છે જેટલું કોઈ ભુખ્યા અને તરસ્યા માણસને ખોરાક અને પાણીથી સરખા અંતરે ઊભો રાખો તો શું પહેલું લેવું એ અનિર્ણયાત્મક સ્થિતિમાં એ ભુખ્યો મરે.'

તે જ પ્રમાણે, બુરીદીઆન વિરોધાભાસનો ગધેડો પણ સરખે અંતરે રાખેલી ઘાસની ગંજીમાંથી પહેલાં કઈ ખાવી તે નક્કી ન કરી શકવાથી ભુખ્યો જ મરે છે.

યુનિવર્સિટી ઑફ એક્ષ્ટર્ના ફિલૉસોફીના એસોશિએટ પ્રોફેસર મીકૈલ હૌસકેલર અનેક ઉદાહરણો દ્વારા સમજાવે છે કે આપણે જે નિર્ણયો કરી છીએ (કે નથી કરી શકતાં) તે  માટે આપણા અનુભવો, લાગણીઓ અને પસંદ-નાપસંદ પર આધારિત કારણો હોય છે જે આપણે જાણ હોય પણ કે ન પણ હોય. આ તરફનો કે પેલી તરફનો, નિર્ણય લેવાની ફરજ પડવાનું સૌથી મોટું કારણ વાસ્તવિકતા, અને સમયનો તકાજો, છે.

રોજબરોજના નિર્ણયો લેવામાં મદદરૂપ થવા માટે બીલ ટેન્ડલર સૂચવે છે કે આપણે GD&T, Grim, Depressing & Troublesome - સુષ્ક, નિરાશાજનક અને તકલીફદાયક ને  Grand, Delightful & Tantalizing -ભવ્ય, આનંદદાયક અને , ઉત્સાહવર્ધક ટળવળાટપૂર્ણમાં ફેરવી નાખવું જોઈએ.”

[સંકલનકારની નોંધ

આપણે જ્યારે ઉપકરણોની ચાલાકી કરતાં ચતુરાઈમાં એક ડગલું આગળ રહીએ છીએ ત્યારે ડિજિટલ પધ્ધતિમય જીવન પણ GD&T, Grim, Depressing & Troublesome - સુષ્ક, નિરાશાજનક અને તકલીફદાયક ને  બદલે Grand, Delightful & Tantalizing -ભવ્ય, આનંદદાયક અને , ઉત્સાહવર્ધક ટળવળાટપૂર્ણ બની રહે છે..]


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.