હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - ૨_૨૦૨૨માં આપનું સ્વાગત છે.
Lata Mangeshkar (1929-2022):
Nightingale has fallen silent - ભારતે તેનાં સૌથી વધારે ગીતો આપનાર અને મહત્ત્વનાં
એવાં કળાકારને ગુમાવ્યાં. તેઓ પાછળ પોતાનાં ગીતોનો વિશાળ વારસો મુકી ગયાં છે, જે લોકો લોકો વચ્ચેના ભેદભાવને મીટાવી બધાંને તેની
અનોખી ઉન્નતાના એક સુરમાં બાંધી રાખી રહેલ છે.
Till the end, Lata Mangeshkar remained her own person – Mrinal Pande - તેમની કારકિર્દી કોઈ એક સ્રીએ કઈ રીતે ગાવું એવી માન્યતાઓનો બોજ ઉઠાવવાની કરૂણ કહાની. ન બની રહી. તેઓ ખરા અર્થમાં અનેક સુર પર પ્રભુત્વ ધરવાતાં કલાકાર હતાં જેમણે ત્રણ પેઢીની અભિનેત્રીઓને પોતાનો સ્વર આપ્યાની અનોખી સંપત્તિના માલિક હતાં…..તેમ છતાં તેમને સંગીતનાં સામ્રાજ્ઞીની, લાલ કોરની સફેદ સાડીની, અને આધ્યાત્મિક અને ધ્યાનસ્થ ચપકીદીની એક જ ઓળખ પુરતાં મર્યાદિત ન કરી શકાય …. તેઓ પોતાના રાગનાં એક અનોખું વ્યક્તિત્ત્વ હતાં.
Lata Mangeshkar was India’s inner
voice - Pratap Bhanu Mehta - લતા મંગેશકર તેમનાં
ગીતોના બોલને ભારતની બોલીઓનાં અનેક સ્વરૂપોના, અનેક ભાષાઓ, સાંસ્કૃતિ લઢણોમાં કે
તેના વિરોધાભાસાઓના રૂપમાં રજૂ કરતાં રહીને ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યાં . એ
ભારતના કોઇ એક સ્વરૂપનું આદર્શ નિરૂપણ નહીં પણ તેનાં વૈવિધ્યની વ્યાપક વિશાળતાનું
ગાયન હતું.
How Lata Mangeshkar learnt to read and write (despite having gone to school for only a day) – નસરીન મુન્ની કબીરનાં વાર્તાલાપ પુસ્તક, Lata Mangeshkar: In Her Own Voice, માં લતા મંગેશકર તેમનાં ઘડતરનાં વર્ષોને યાદ કરે છે
‘Close to the sublime’: Why no book on
Hindi film music is complete without Lata Mangeshkar – માં ગણેશ
અનંતરામન તેમનાં પુસ્તક,
Bollywood Melodies, ના સાંદર્ભિક અંશો રજૂ કરે છે.
લતા મંગેશકરની અંતિમ સફરનાં લાઈવ બ્રોડકાસ્ટ સાથે હરીશ ભિમાણી તેમની લતા
મંગેશકર સાથેની યાદોને તાજી કરી રહ્યા હતા. એમણે યાદ કર્યું કે એક વખતે મેં તેમને
પુછ્યું કે તમને તમારૂં સૌથી વધુ ગમતું ગીત યાદ કરવાનું કહે તો કયું ગીત આપોઆપ
તમારી યાદમાં આવે -
લતા મંગેશકરે જવાબમાં આ ગીત જણાવ્યું
બૈરન નીંદ ન આયે - ચાચા ઝિંદાબાદ (૧૯૫૯) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકાર
મદન મોહન
લતા મંગેશકરે એ જ સવાલ જ્યારે હરીશ ભિમાણીને કર્યો ત્યારે હરીશ ભિમાણીએ યાદ કર્યું
મન મોહના બડે જ઼ૂઠે - સીમા (૧૯૫૫) - ગીતકાર શૈલેબ્દ્ર - સંગીતકાર શંકર જયકિશન
હું પણ જો એ જ રીતે આપોઆપ યાદ આવી ઉઠતાં બે ગુજરાતી ગીતો યાદ કરૂં છૂં તો મને આ બે ગીતો યાદ આવે છે -
હવે સખી નહીં બોલું નહીં બોલું રે - ભક્ત કવિ દયારામ - સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય
એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે - હરીન્દ્ર દવે – સંગીત :દિલીપ ધોળકિયા
લતા મંગેશકરની યાદોનાં અનેક પાસંઓને યાદ કરતી અંજલિઓનાં ફૂલોની ચાદરો બિછાતી જ રહે એ તો સ્વાભાવિક જ છે. એટલે, આપણે જે કેટલાક બૉલ્ગ્સની આ બ્લૉગોત્સ્વમાં નિયમિત મુલાકાત લઈએ છીએ તેના પર પ્રકાશિત લેખોનો જ અહીં ઉલ્લેખ કરીશું.
- Lata Mangeshkar Lives Forever માં પોતાની જીવન ગાથા સાથે વણાયેલી લતા મંગેશકરનાં ગીતોની યાદો છે.
- The Music Stills... કે જેથી ગીતો્ના પ્રવાહ The Many Moods of Love In the voice of Lata Mangeshkar, Dance Songs – Lata Mangeshkar, Club Songs – Lata Mangeshkar…………….. નાં ઝરણાંઓના સ્વરૂપે વહી નીકળે.
- In Memoriam: Lata Mangeshkar – My Favourite Solos with Ten Composers અને Part II Lata Mangeshkar: Ten Solos, Ten Composers સ્વરૂપે
- Seven Songs from Lata Mangeshkar That Have Really Stood Out for Me (from 1949 to 1983)
- ‘Saaz’, the Sai Paranjpye movie that isn’t about the supposed Lata-Asha rivalry - જોકે દિગદર્શિકા, સાઈ પરાંજપે તો ફિલ્મને શબાના અઝમી અને અરૂણા ઈરાનીએ ભજવેલાં બે બહેનોના ગાયક તરીકેનાં પાત્રો વચ્ચેની વ્યાવસાયિક હરિફાઈની કલ્પના જ કહે છે.
- And the Voice Lives On… - Ratnottama Sengupta પોતાનાં જીવનનાં દરેક સીમાચિહ્ન સાથે સંકળાયેલાં લતા મંગેશકરનાં ગીતોની હૃદયંગમ અંજલિ રજૂ કરે છે.
આ મહિને આપણે સંધ્યા મુખર્જીને પણ ખોયાં
Though He Actually Never Met Her… - જેમને પદ્મ જેવાં કોઈ માનઅકરામની જરૂર જ નહોતી એવાં 'ગીતાશ્રી' સંધ્યા મુખર્જીને ગુલઝાર કદિ પણ મળ્યા નહોતા, પણ સંધ્યા મુખર્જૉ માટેનો તેમનો આદર આ લેખમાં અછતો નથી રહેતો.
રત્નોત્તમ સેનગુપ્તા ગુલઝાર અને સંધ્યા મુકરજીનાં સંધાનને બંગાળી સિનેમાની ચતુર્દિશાઓ
ઉત્તમ કુમાર, સુચિત્રા સેન હેમંત કુમાર અને ખુદ સંધા મુખર્જીના સંદર્ભમાં
રજૂ કરે છે.
નવી પેઢીના અગ્રેસર સંગીતકાર
બપ્પિ લાહિરીની ચિર વિદાયની પણ આપણે સખેદ નોંધ લઇએ છીએ.
હવે જોઇએ આ આ મહિના સાથે સંકળાયેલા અન્ય તિથિઓ અને યાદોના લેખો –
Remembering Zohrabai Ambalewali, '૪૦ના દાયકાનાં ભારી અવાજનાં ગાયિકાઓમાં, ઝોહરાબાઈ અંબાલેવાલીને પોતાના અવાજની બુલંદીની કર્ણપ્રિયતાને
કારણે અગેસર સ્થાન મળી રહેલ.
When
‘villain of the millennium’ Pran shocked the audience as he played a noble soul
in Manoj Kumar’s Upkar – 'ઉપકાર' પછી પ્રાણે અનેક યાદગાર ચરિત્રોનાં પાત્રોને પરદે સજીવ કર્યાં
પણ તેમને આપણે યાદ નખશીખ વિલન તરીકે જ કરીએ છીએ.
Golden Era of
Bollywood પર
શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:
- 50
Years of Piya Ka Ghar (Released on 23 Feb 1972)
- Chalte
Chalte Mere Yeh Geet Yaad Rakhna- BAPPI LAHIRI
- Pran
- Noorjahan was his Heroine in his First Hind...
- 50
Years of Pakeezah
- 50
Years of Amar Prem
From
Rangeela to Pinjar, Urmila Matondkar’s effortless evolution on screen - 'રંગીલા'ની મિલી થી 'પિંજરા'ની પારો સુધીને અનેક રંગની
ભૂમિકાઓને ઉર્મિલા માતોંડકરે બહુ સહજતાથી ભજવી.
સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ૧૮ ફિલ્મોનો સંગાથ : એસ ડી બર્મન સાથેની પ્રેમાનુરાગની રચનાઓની
યાદ તાજી કરેલ છે.
ફેબ્રુઆરી, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં તલત મહમૂદનાં યુગલ ગીતો શમશાદ બેગમ સાથે યાદ કરવામાં આવેલ છે તલત મહમૂદના જન્મદિવસના મહિનામાં, વિસારે પડી ગયેલાં તલત મહમૂદનાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ, એટલે જ આપણે પ્રયોજ્યો છે.. તે અનુસાર, આપણે
૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં
કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત
મહમૂદ: ઓછો
સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને
મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો -
ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી
૧૯૫૨, અને
૨૦૨૧માં તલત
મહમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે - ૧૯૫૪
થી ૧૯૫૭
સાંભળ્યાં
છે.
BollywooDirect: પર, સ્મૃતિઓને
તાજી કરતી
માં
ગત વર્ષે પ્રકાશિત થયેલ તસ્વીર, Madhubala on the 53rd anniversary of
her death (23rd February) અહીં
રજુ કરી છે –
હવે નજર કરીએ
અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
The
Other Songs of Kavi Pradeep, મૂળ નામ રામંચંદ્ર નારાયણજી દ્વિવેદી (૬-૨-૧૯૧૫ - ૧૧-૧૨-૧૯૯૮) નાં દેશપ્રેમ અને
પ્રેરણાદાયી ભાવ સિવાયનાં ગીતો પણ એટલાં જ યાદ કરવા લાયક છે..
Manna Dey: A Story of Amazing Versatility – છ દાયકાની સક્રિય કારકિર્દીમાં મન્ના ડે ફિલ્મ સંગીત, ગઝલ, ભજન, શાસ્ત્રીય રાગ પર આધારિત તેમ જ પાશ્ચાત્ય ધુનો પર આધારિત ગીતો જેવા અનેક પ્રકારમાં
અનોખું સ્થાન ધરાવતા રહ્યા. તેમનાં રોમેન્ટિક યુગલ ગીતો, હાસ્યરસનાં ગીતો, રૉક અને રૉલ ગીતો, કવ્વાલીઓ અને અઘરા રાગોને સહજ સ્વરૂપે રજુ કરતાં ગીતોની મજા શ્રોતાઓની અનેક પેઢીઓએ
માણી. Part 1 માં બિપિન ગુપ્તા મન્નાડેનાં ગાયન અને ગીતોનાં વિશ્લેષ્ણ દ્વારા તેમના સંગીત અને
કારકિર્દીની છણાવટ કરે છે. Part 2 માં મન્ના ડેનાં ૧૯૫ સંગીતકારો સાથેનાં સહકાર્ય અને ૯૩૨ ફિલ્મોમાં છવાયેલ ૧૩૬૩
ગીતોનું વિષ્લેષણ રજૂ કરેલ છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood
Rewind, ના લેખો –
- Shashi Kapoor’s Jab Jab Phool Khile was an extremely judgemental film - વાર્તાકાર આગ્રહપૂર્વક કહેતા રહે છે કે શ્રીમંત વર્ગને પોતાની મોટાઈ બતાવા સિવાય નાનાં વર્ગનાં લોકોની આવડત અને લાગણીઓની કોઈ જ પડી નથી હોતી.
- Not just the ‘king of romance’, Yash Chopra was the founder of Bollywood’s ‘lost and found’ formula with Waqt - 'ખોવાયેલાં અને મળી ગયેલાં' કથાવસ્તુના ખેલની રજૂઆતે યશ ચોપરાનાં 'વકત'ને જ નહીં પણ તે પછીનાં બધાં કથાનકોને અલગ પરિમાણ બક્ષ્યું.
અને
હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૨ના લેખો:
અભિષેક અભિનીત દસ દર્શનીય ભૂમિકાઓ
કોકીલકંઠીના કઠેથી વહેતી થયેલી કરૂણતાની સરિતા
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ફેબ્રુઆરી, ૨૦૨૨ના લેખો.
વો ઝિંદગી જો થી અબ તક તેરી પનાહોં મેં
અય દિલ-એ-નાદાન .. …. આરઝૂ ક્યા હૈ
મંઝિલે અપની જગહ હૈ, રાસ્તે અપની અપની જગહ
શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ફેબ્રુઆરી, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .
રજત જયંતી ઊજવનારી ફિલ્મ ‘સફર’નાં ગીત સંગીતે રસિકોને મુગ્ધ કર્યા
‘સચ્ચા જૂઠા’ના સંગીતે ધમધમાટી બોલાવી દીધી, રજત જયંતી ઊજવી
હિટ ફિલ્મ સંગીત અને ચેરિટી શો દ્વારા સમાજસેવા ઉપરાંત ધર્મક્ષેત્રે કામ કર્યું
કલ્યાણજી આણંદજીએ આપેલાં યાદગાર ભક્તિગીતો પણ માણવા જેવાં રહ્યાં....
ફેબ્રુઆરી, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
જોડે જોડે આવતા શબ્દો -(૧} – ये रात भीगी भीगी
બંદિશ એક રૂપ અનેક (૮૪): ૨ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – “જમુના કે તીર”
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના ફેબ્રુઆરી, ૨૦૨૨માં અનારકલી (૧૯૫૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ
દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર જે
યુગલ ગીત ગાયું હોય તેને યાદ કરીશું..
ચલો હો ગઈ તૈયાર, જ઼રા ઠહરો જી - શાદી સે પહલે (૧૯૪૭) – ગીતકાર: મુખરામ
શર્મા – સંગીતકાર: પૈગાંવકર- કર્નાડ
યું તો આપસમેં ઝઘડતેં
હૈં ખફા હોતે હૈં - અંદાઝ (૧૯૪૯)= ગીતકાર: મજરૂહ
સુલ્તાનપુરી - સંગીતકાર: નૌશાદ અલી
અપની નઝર સે દૂર વો, ઉનકી નઝર સે દૂર હમ - બાઝાર (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: શ્યામ સુંદર
અબ હાલ-એ-દિલ ઔર હાલ-એ-જિગર
કુછ ન પુછીયે - એક થી લડકી (૧૯૩૪) - ગીતકાર: અઝીઝ કશ્મીરી - સંગીતકાર:
વિનોદ
ઝરા તુમને દેખા તો પ્યાર હો ગયા- જલ તરંગ (૧૯૪૯) - ગીતકાર: કૈફ ઈર્ફાની - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના
પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment