૧૯૪૮માં જેનું બીજ વવાયું હતું તેવી સાહિર લુધિયાનવીની કારકિર્દીને હવે અંકુરિત થવા માટે જે પોષણ જોતું હતું, અને પાંચ વર્ષથી હિંદી ફિલ્મ સંગીતના મહાસાગરમાં તરતી થયેલી એસ ડી બર્મનની કારકિર્દીની નાવના સઢને જે પવનનાં બળની જરૂર હતી તે એક જ ગીત ઠંડી હવાયેં લહરા કે આયે (નૌજવાન, ૧૯૫૧ - લતા મંગેશકર) દ્વારા જ મળી ગયું. જોકે એ જ વર્ષમાં આવેલાં તદબીર દે બીગડી હુઈ તક઼્દીર બના લે અને સુનો ગજર ક્યા ગાયે, સમય ગુજરતા જાયે (બાઝી, ૧૯૫૧ - ગીતા રોય) અને તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે (સઝા, ૧૯૫૧,લતા મંગેશકર) આ બન્નેના સંગાથનાં મૂળીયાં એવાં જમાવી દીધાં કે એકની ગીતનાં માધુર્ય માટે તેનાં કાવ્યતત્ત્વની અને બીજાની માધુર્ય માટે સુરાવલીને પ્રાધાન્ય આપતી એવી આગવી પણ મુળતઃ ભિન્ન પ્રકૃતિના આ બે અદ્ભુત કલાકારોના સંગાથનું એ વૃક્ષ બધું મળીને ૧૮ ફિલ્મોનાં ગીતોનાં સુમધુર ફળોથી લચી પડ્યું.
એસ ડી બર્મન (૧૦ ઓક્ટોબર, ૧૯૦૧ । ૩૧ ઓક્ટોબર, ૧૯૭૫) પાસે જો કોઈ નિર્માતા 'હિટ' ધુનની માગણી મુકતા તો 'હું માત્ર સારાં ગીત જ સર્જું છું' એમ કહીને એ ફિલ્મ તે છોડી દેવા માટે જાણીતા હતા. એટલે જ એમને લોકપ્રિયતાના માપદંડ મનાતા પુરસ્કારો ભલે બહુ ન મળ્યા, પણ તેમણે ચૂંટીને તૈયાર કરેલી એક એક રચનાઓ આજે પણ એટલી જ તાજી લાગે છે તે તો નિર્વિવાદ હકીકત છે. જે સમયે ગીતના બોલને સંગીતકાર ધુનમાં વણી લેતા એ સમયે એસ ડી બર્મન તૈયાર થયેલી ધુન પર અનુકુળ બોલનો આગ્રહ રાખતા. આમ ગીતના બોલને પ્રાધાન્ય આપતા સાહિર લુધિયાનવી અને ધુન પહેલાંનો આગ્રહ સેવતા એસ ડી બર્મનનો સંગાથ અઢાર અઢાર ફિલ્મો સુધી, આટઆટલી સફળતાથી કેમ ફાલ્યો હશે એ તો એક ગૂઢ રહસ્ય જ કહી શકાય, પણ એ સંગાથ હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ છે એ તો સ્પષ્ટ જ છે.
એસ ડી બર્મનની સાથે સૌ પ્રથમ ફિલ્મ નૌજવાન (૧૯૫૧)થી
શરૂ કરીને ૧૯૫૭ની અઢારમી ફિલ્મ 'પ્યાસા' સુધીના સમયમાં સાહિર લુધિયાનવીએ અન્ય સંગીતકારો સાથે
૧૬ ફિલ્મો કરી. તેની સરખામણીમાં એસ ડી બર્મને બીજા પાંચ ગીતકારો સાથે કામ ૯
ફિલ્મોમાં કર્યું.
સાહિર લુધિયાનવીના ૧૮ ફિલ્મોના એસ ડી બર્મન સાથેના
સંગાથમાં રચાયેલાં પ્રેમાનુરાગના ગીતોના આજના મણકામાં આપણે તેમનાં ઑછાં સાંભળવા
મળતાં ગીતોને પ્રાધાન્ય આપ્યું છે. પરિણામે રાધાકૃષ્ણ (૧૯૫૪), પૂર્ણતઃ ભક્તિરસની ફિલ્મ હોવાથી, અને ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪), દેવદાસ (૧૯૫૫), હાઉસ નં. ૪૪ (૧૯૫૫), મુનિમજી (૧૯૫૫), ફન્ટુશ (૧૯૫૬) અને પ્યાસા
(૧૯૫૭), જેમનં બધાં જ ગીતો બહુ જ
પ્રખ્યાત રહ્યાં છે,ને કોઈ સ્થાન નથી આપી
શકાયું.
દેખ કે અકેલી મોહે બરખા સતાયે, ગાલો કો ચુમે કબી છીટેં ઉડાએ રે, ટિપ ટિપ
ટિપ . .
. . - બાઝી (૧૯૫૧)- ગીતા દત્ત
ચલી ન જાએ, ચલ લચકું જૈસે ડાલ
સાડી ભીગી, ચોલી ભીગી ભીગે ગોરે ગાલ
લુટે હર સિંગાર, પાપી જલકી ધાર
ખુલી સડક પે લુટ ગયી
લોગો મૈં સડક પે લુટ ગયી
લોગો મૈં અલબેલી નાર
પાંવ ફિસલતે જાયે તન હિચકોલે ખાયે
ઐસે મેં જો હાથ પક્ડ લે મન ઉસકા હો જાયે
બસ હો જાયે
અરે કહાં લૈ કે જૈહો રામ…..ઓ ઝુલ્મી નૈના….દેખો અર્રે દેખોજી કુછ ભી કર લો જીત હમારી હૈ -નૌજવાન (૧૯૫૧) - લતા મંગેશકર, કિશોર કુમાર
ઓ ઝુલ્મી નૈના વાલોં
તુમ દામન લાખ બચા લો
હમસે બચના હૈ મુશ્ક઼િલ
યે નૈનોંકો સમજ઼ા લો
જહાં ચલેંગે સંગ ચલેંગે
બન કર તુમ્હારી છાયા
તુમ ઐસી ક઼િસ્મત લાયે
કે હમ જૈસોંકો પાયા
ઔર હમ વો ક઼િસ્મતવાલે
કે તુમને ખુદ બુલવાયા
અર્રે ક્યા દાતાકી દેન હૈ
દેખો
રાહમેં હીરા પાયા
ઓ નૈનોંકે મતવાલે
ધીરે ધીરે યે મન
હુઆ તેરા સાજન
દિન આયે મિલનવાલે
….
…… ….. …
….
….. …. ….. ….
જીત કહાં કી હાર કહાં કી
દિલ ખોયા દિલ પાયા
ચોરી ચોરી મેરી ગલી આના હૌ બુરા,, આયેજા, આ કે બીના બાત કિયે જાના હૈ બુરા, આયેજા - જાલ (૧૯૫૨) - લતા મંગેશકર
અચ્છે નહી યે ઈશારે, પેડોં
તલે છુપ છુપકે
આઓ ના દો બાતેં કર લો, મજ઼રોંસે
નજરેં મિલાકે
દિન હૈ પ્યાર કે, મૌજ-એ-
બહાર કે
દેખો
ભોલે ભાલે, જી
કો તરસાના હૈ બુરા
દેલ સે ગયા હૈ તો પ્યારેબદનામ
હોનેકા ક્યા ડર
ઈશ્ક઼ ઔર વફાકી ગલી મેં, દુનિયાકે
ગમ કા ગુજર ક્યા
દિન હૈ પ્યાર કે, મૌજ-એ-
બહાર કે
દેખો ભોલે ભાલે, જી
કો તરસાના હૈ બુરા
પ્રીત સતાયે તેરી યાદ ના જાયે …. .. દિલ દે કે ગમ લે લિયા - લાલ કુંવર (૧૯૫૨) - સુરૈયા
જહર ભરી કૈસી બજી
યે શહનાઈ
ઠેસ જિયા પે લગી
આંખ ભર આયી
આ રે બાલમ તે ગમ કી
દુહાઈ
રૂઠે નસીબોંકો કૈસે
મનાયેં
છોટા સા દિલ ઔર
લાખો બલાયેં
ઘુટ કે ગમ સે કહીં
મર જી ના જાયેં
મૈં પંખ લગાકે ઉડ જાઉં, ઔર ફિર ના પલટ કે આઉં - અરમાન (૧૯૫૩) - આશા ભોસલે
લેહરોં મેં જુલું, તારોં કો છુ લું, લેહરોંમેં જુલું
અંબરકી છાતી સે લગ કર સપનોંમેં ખો જાઉં
અનજાની રાહોં મેં
છુપ કર અનજાની હો જાઉં
ઔર ખુદ ભી ખોજ ના પાઉં
લેહરોં મેં જુલું, તારોં કો છુ લું, લેહરોંમેં જુલું
બદલી બન કર બન બન ઘુમું, બીજલી બન મુસ્કાઉં
જ઼રનોંકી જાલર મેં બૈઠી ગીત સુહાને ગાઉં
દુનિયા કો નજર ના આઉં
હમારે મુંડેર બોલા કાગા સખી રી, બિછડે બાલમ ઘર આયેંગેં - બાબલા (૧૯૫૩) - રાજકુમારી
ઘુંઘટમેં સાંસેં લહકેગી
મોરી સુની રતીયાં મહકેગી
સખી બિરહા કે ગમ સભી ભુલેંગે
હમ સુનકે ઉનકે કદમ કો
જબ વો આંગનમેં આયેંગે
મોરે સપને સચ હો જાયેંગે
લે કે મનકે ઉમંગ મૈં
તો ખેલુંગી પિયા પ્યારે કે સંગ
જબ ઉન બાહોં મેં જ઼ુલુંગી
મૈં જગ કે સુધ બુધ ભુલુંગી
આજ મૈં હું મગન
મેરા મન હૈ મગન
લેકે જિવન કા ઢંગ
લગ ગયી અખિયાં તુમ સે મોરી, ઓ મેરે સાજન, તુમ સે મોરી અખિયાં - જીવન જ્યોતિ (૧૯૫૩) - ગીતા દત્ત , મોહમ્મદ રફી
શર્મ ખો હી ગયી લાજ ખો ગયી
મૈં તો દુનિયાસે હી આજ ખો હી ગયી
આહા હા હા યે કહાની નયી સુન લો
સારી દુનિયા સે હી મૈં તો ખો ગયી
પર કિસલિયે, લગ ગયી તો સે અખિયાં
આજ મેરી નઝર કો ચમક મિલ ગયી
દિલ કો ઈક મિઠી કસક મિલ ગયી
મન કે તારોં મેં લેહરાયી મસ્તી કી ધુન
અનગીનત પાયલિયાં બજ ઉઠી છન છન છનન
ઓ મેરે બાલમ ઓ મેરે સનમ
ઓ સનમ લગ ગયી તો સે અખિયાં
જામ થામ લે, જામ થામ લે,સોચતે હી સોચતે ન બીતે સારી રાત - શહેનશાહ (૧૯૫૩) - શમશાદ બેગમ
સજ કે આયી હૈ શીશે કી પરી
ઢુંઢ કે લાયી હૈ દિલોંકી ખુશી
જન્નત સે કુદરત ને ભેજા તેરે લિયે ઈનામ
,,,, ,,,,, ,,,
,,,, ,,,,, ,,,
દુનિયા કે હર હર દુખકા દારૂ એક સુનહરી જામ
સુબહ દુર હૈ રાત કી ક઼સમ
દિલકી માન લે મેર સનમ
મસ્તી કી ઈ ઘડીયોંમેં ક્યા સોચ સમજ઼કા મામ
,,,, ,,,,, ,,,
,,,, ,,,,, ,,,
ઝુલ્ફોં કે સાયેમેં નાદાં કર ભી લે આરામ
ગોરી કે નૈનોંમેં નિંદીયાં ભરી, આ જા રી સપનોંકી નીલમ પરી …. અર્રે ઓ મેરે જ઼ખ્મોંકી ફિતકરી, આ ભી જા ક્યોં દેર ઈતની કરી - અંગારે (૧૯૫૪) - શમશાદ બેગમ, કિશોર કુમાર
ઓ નીલમ પરી રૂઠ જાઉંગી મૈ, કિયા તો ના આઉંગી મૈં
ખામોશ રહને મેં હૈ
બેહતરી
આતી હુણ, આતી હું, દમ લો ઘડી,
આ ભી જા દેર કિતની કરી
તૂ હુર મૈં લંગુર, તૂ હુર હૈ ઔર મૈં લંગુર
હું
ઉલ્ફત કે હાથોં સે મજબુર હું
ગુસ્સ ના કર, ગુસા ના કર
ઓ મેરી બેસુરી, ઓ મેરી બેસુરી, આ ભી જા ક્યું ઈતની દેર કરી
દિલ નહીં તો ના સહી, આંખ તો મિલાઓ જી સાવનકી રાત હૈ - સોસાયટી (૧૯૫૫) -આશા ભોસલે, કોરસ
ઉસ તરફ ગગન પે કાલે બાદલોંકા શોર હૈ
બાદલોંકા શોર હૈ
ઈસ તરફ દિલોં મેં મસ્ત ધડકનોંકા દૌર હૈ
ધડાકનોંકા દૌર હૈ
રૂઠને કી રૂત ગઈ અબ તો માન જાઓ જી
કચ્ચી કચ્ચી બુંદીયોંકી રસ ભરી ફુહારમેં
રસ ભરી ફુહાર મેં
ઔર હી મજા હૈ દો દિલોંકી જીત હાર મેં
દો દિલો કી જીત હારમેં
જિંદગી કી હર ખુશી દાવ પર લગાઓ જી
ખો ન જાયે સમ ઈસ સમય મેં કામ લો
.. ….. …..
…. …. ….
… …. .
. .
જિસસે મિલ ગયા હો દિલ ઉસકા હાથ થામ લો
.. …
.. .
. . . .
મસ્ત હોકે દો ઘડી ખુદ ભુલ જાઓ જી
સાહિર લુધિયાનવી અને એસ ડી બર્મનના સંગાથની અન્ય નિપજો વિષે ફરી કોઈ પ્રસંગ આવ્યે વાત કરીશું…. ત્યાં સુધી હવે પછીના મણકામાં સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોનાં સંગાથની વાત માંડીશું.
No comments:
Post a Comment