Monday, January 31, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૧_૨૦૨૨

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

આ મહિને આપણે ૭૩મો ગણતંત્ર દિન ઉજવ્યો.

The story of India, told by its cinema: How the hopeful 1950s were braver than the shrill 2020sSamapada Sharma - '૫૦ના દાયકો, ઘણ અર્થમાં, બહાદુરીઓનો સમય હતો, ૨૦૨૦ના દાયકામાં પણ હજુ ભવિષ્યની પેઢી સમક્ષ આપણને રજૂ કરી શકાય એવી ફિલ્મો બનાવવાની હિંમત દેખાયા તો કરે જ છે

આ વર્ષના  બીટીંગ ધ રીટ્રીટ સમારોહમાં ગાંધીજીને પ્રિય એવી ખ્રિસ્તી ભક્તિ રચના અબાઈડ વિથ મીની જગ્યાએ ૧૯૬૨નાં ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમાં કવિ પ્રદીપે રચેલી રચના,અય મેરે વતનકે લોગો, જે હવે કાલાતિત દેશપ્રેમનુ પ્રતિક બની ગઈ છે તેની ધુન રેલાઈ.



આ મહિને આપણે શરૂઆત અન્ય તિથિઓને યાદ કરતા લેખોથી જ કરીશું –

સોંગ્સ ઑફ યોર દ્વારા Romancing the Rogue or Songs of Beiman Balma  વડે નવાં વર્ષનાં આગમનની છડી પોકારાઇ.

Main Kya Janoo Kya Jadoo Hai – Remembering K L Saigal - आप सुन रहे है कार्यक्रम, पुरानी फिल्मों के गीत। पेश है आज का आख़री गीत के एल सैगल की आवाज में।” સવારે ૭.૫૭ થાય એટલે જુનાંગીતોના કાર્યક્રમમાં રેડીયો સિલોન પર ઉદ્‍ઘોષકની આ જાહેરાત સાંભળવા મળે. સતત પચાસ વર્ષ સુધી આ પ્રથા ચાલતી રહી. એ સમયની પેઢીનાં કેટલાંય લોકોના દિવસની શરૂઆત જ ત્યારે થતી.

Chetan Anand’s Neecha Nagar was first Indian film to win at Cannes 75 years ago જે મોટા ભાગનાં લોકોએ તો જોઈ જ નહીં હોય -  ફિલ્મ નિર્માતાના જન્મદિવસે, Sampada Sharma  ફિલ્મની પુનઃમુલાકાત લે છે.

Diya Jalakar Aap Bujhayaમૂળ નામ દત્તા કોરેગાંવકર જે મરાઠી ફિલ્મોમાં ડી પી કોરેગાંવકર તરીકે પણ જાણીતા હતા એવા કે દતા '૩૦ના દાયકાના અંત ભાગ  અને '૪૦ના દશકાના બહુ જાણીતા સંગીતકાર હતા.

Dev Anand-Vyjanthimala’s Jewel Thief remains one of Hindi cinema’s tautest thrillers, even 55 years after it was made -- Sampada Sharma - વિજય આનંદના જન્મ દિવસે તેમની રહસ્યમઢી ફિલ્મ 'જ્વેલ થિફ'ની યાદ આવે છે જે એ સમયે તેમની અન્ય રચના 'ગાઈડ'ના પ્રભાવમાં ઘણાં લોકોને ઑછી આક્રર્ષિત કરતી જણાઈ હતી.

Happy Brithday, Roshan Kumari! કથ્થક નૃત્યાંગના, રોશન કુમારી, ૮૪ વર્ષનાં થયા. મિર્ઝા ગાલિબ ((૧૯૫૪)નું તેમનાં આ નૃત્યમાં જાણે કોઈ ડ્રેસ રિહર્સલ ચાલી રહ્યું હોય એમ જણાય છે.


Bhoola Nahi Dena Jee – Remembering Nashad - કારકિર્દીની શરૂઆત તેમણે શૌકત દહેલવીનાં નામથી કરી, શૌકત હૈદરીનાં નામે પણ તેમણે કેટલીક ફિલ્મો કરી, તો વળી ક્યાંક શૌકત અલી, શૌકત હુસ્સૈન પણ નામો પ્રયોજ્યાં. પણ તેઓ જાણીતા 'નાશાદ'ના નામથી થયા..

‘Mard hoti toh collector hoti’ — Basu Chatterjee’s Apne Paraye is a study in family dynamics - સરત ચંદ્ર અચટ્ટોપાધ્યાયની ૮૪મી પુણ્ય તિથિએ તેમની રચના 'નિષ્કૃતિ' પરથી બાસુ ચેટર્જીએ ૧૯૮૦માં બનાવેલ 'અપને પરાયે'ની યાદ ઉન્નતિ શર્મા વાગોળે છે..

सुमनताईंची मराठी गाणी - હાલ તો માત્ર પાંચ જ ગીતો અહીં સમાવાયાં છે, પણ ભવિશ્યમાં બીજાં ગીતો જરૂર ઉમેરાશે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે આઠ ફિલ્મોનો  સંગાથ કરેલ રોશનની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

જાન્યુઆરી, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૪-૧૯૭૫ નાં 'સમાંતર' ફિલ્મોનાં ગીતો યાદ કરવામાં આવેલ છે. ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને, અને

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને;

આપણે યાદ કરી ચુક્યાં છીએ

BollywooDirect: પ્રકાશિત થયેલ, સ્મૃતિઓને તાજી કરતી તસ્વીર, Dr. Shimram Lagoo on his  birth anniversary (17th December) અહીં રજુ કરી છે –

 હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

. Songs of Gratitude - આભારવશતાના ભાવને મોટા ભાગે ગીતોમાં શુક્રિયા(शुक्रिया) અને મેહરબાની(मेहरबानी)દ્વારા રજુ કરાતો હોય છે.

Double Role films of Dharmendra ધર્મેન્દ્રએ ભજવેલ ૧૪ ડબલ રોલમાં ૧૩ હિંદી ફિલ્મોમાં, ૧ પંજાબી ફિલ્મ અને એક તો ત્રિવિધ ભુમિકા છે..

Umad Ghumad Kar Aayi Re Ghata – Euphoric Celebration of Rains - શિરીષ વાઘમોડે ભરત વ્યાસના બોલ વડે રચાયેલ આ ગીતની વિગતે છણાવટ કરે છે.

Ten of my favourite devotional songs, માં એવી ભક્તિરચનાઓ રજૂ કરાઈ છે જેમાં ભક્ત કોઈ ક્રોધ કે ફરિયાદ વિના પોતાની અરજ કોઈ દેવી દેવતા કે પરમ શક્તિને કરે છે. અહીં ભક્તિનાં દરેક પ્રકારની આવરી લેવાયેલ છે. પરંતુ જેમાં રાધાકૃષ્ણના પ્રેમભાવ જેવો ભાવ હોય તે બાકાત રખાયેલ છે.

Enakshi Rama Rau and Mohan Bhavnani were partners in life and work - Anu Kumar - એનાક્ષી રામા રાઉ અને મોહન ભાવનાનીની જિંદગીઓ સાથે દસ્તાવેજી ફિલ્મો અને સિનેમાનાં શરૂઆતનાં વર્ષો વણાઈ ગયાં હતાં..

એનાક્ષી રામા રાઉ અને મોહન ભાવનાનીની તેમનાં ૬ ફેબ્રુઆરી, ૧૯૩૧ના થયેલ લગ્ન પછી. Courtesy Bhavnani Family Archives.

આ પણ વાંચશો: Restored classic ‘Shiraz’ is as timeless as the Taj Mahal monument that inspired it

Anaari, pardesi, ajanabi, અને beimaan balmas  ને મળી લીધા પછી હવે Romancing the Jaadugar Balma

Yash Chopra tackled Partition and Hindu fundamentalism in Dharmputra, long before Garm HavaUnnati Sharmaસોહામણા શશી કપૂર અને પછીથી પ્રેમાનુરાગન અરાજા ગણાતા યશ ચોપડાએ ૧૯૬૧માં ફળ પામેલાં તેમનાં પહેલવહેલાં સંયોજનમાં હિંદુ મુસ્લિમ સમાજના તફાવતો અને ધર્મ પાખંડોને બહુ જ સંવેદનાત્મક રીતે રજુ કરેલ છે.

Gulzar on Bimal Roy, the director who ‘lived and breathed films’ - બંગાળીમાંથી મહાર્ગ્યા ચક્રોબર્તી દ્વારા અનુવાદિત Actually ... I Met Them: A Memoir by Gulzar (Penguin Random House India) માંથી એક સંક્ષિપ્ત અવતરણ


Book Review: “Majrooh Sultanpuri: The Poet For All Reasons”

Majrooh Sultanpuri: The Poet For All Reasons By Manek Premchand

Majrooh Sultanpuri: The Poet For All Reasons — ‘I Would Rate It As My Best Work,’ Says Manek Premchand - તેમનાં પુસ્તક  વિશે માણેક પ્રેમચંદના  Silhouette Magazine પરના Antara Nanda Mondal સાથેના એક ઈન્ટરવ્યુની ઝલક

Raj Kapoor, passionate filmmaker and obsessive foodie - રાજ કપૂરની ફિલ્મનું કામ ચાલતું હોય ત્યારે સાથે સાથે ખાસ ખાસ વાનગીઓ સાથેનાં ભોજન પણ મળતાં જ રહે ....

Raj Kapoor The Master at Work, Rahul Rawail, Bloomsbury India.

Songs Praising Male Beautyસ્ત્રી પાર્શ્વગાયકોએ પુરુષ પાત્રનાં સૌંદર્યનાં વખાણ કરેલાં હોય એવાં સૉલો અને યુગલ ગીતો.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

Before Amitabh Bachchan, Dilip Kumar was the original ‘angry young man’ in Gunga Jumna -  સમાજે કરેલા અન્યાયો સામે બગાવતે ચડેલા ગંગા (દિલીપ કુમાર)ની આ વાત અમિતાભ બચન પહેલાંના 'ક્રોધિત નવ યુવાન'ની કહાની છે..

If Raj Kapoor’s Sangam was made in 2022, he would be the villain, not the hero. Here’s why - રાજ કપુર નિર્મિત 'સંગમ' ૨૦૨૨માં ફરીથી જોતાં હવે તેમાં પુરુષના હક્કોની વાત પ્રેમાનુરાગના વેશમાં થયેલી રજૂઆત વધારે લાગે છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી, ૨૦૨૨ના લેખો:

અભિનય વિદ્યામાં 'બલવાન' વિદ્યા બાલન

છુપા આશીર્વાદની ફલશ્રુતિ: ગાયક મહેન્દ્ર કપૂરના સંદર્ભે

શૄગારિક સંખ્યા "સોળ"નો ષોડશીસમો શૃંગાર

વિવિધતાને વરેલા વિજય આનંદ

ઓ પી નય્યરની સૂરાવલિથી ઓપી ઉઠેલી ફિલ્મો

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જાન્યુઆરી, ૨૦૨૨ના લેખો.

એક લડકી કો દેખા તો ઐસા લગા

કોઈ  યે બતાયે કે વો તન્હા ક્યોં હૈ


પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાનસે …..

          


મુહબ્બતમેં જો હો ગયા હો કિસીકા…..


શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. જાન્યુઆરી, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

રામાનંદ સાગરની ફિલ્મ ગીતના સંગીતે જબરદસ્ત કામિયાબી મેળવી

ગોપી ફિલ્મથી પહેલીવાર દિલીપ કુમાર અને કલ્યાણજી આણંદજી સાથે થયા

વિજય આનંદની જ્હોની મેરા નામના સંગીતે ધમધમાટી બોલાવી....

ઉપકાર પછી મનોજની બીજી મોટી ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમનું સંગીત હિટ થયું

જાન્યુઆરી, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

મોસમને લગતા ફિલ્મીગીતો : मौसम आया है रंगीन

દિલ મેં સજાયેંગે યે રંગ, યૂં હી ઉમ્રભર… – કિશોર કુમારે ગાયેલાં જયદેવ અને ખય્યામનાં ગીતો

મોસમને લગતા ફિલ્મીગીતો : आज मौसम बड़ा बेईमान है

ધડકન, ધડકને લગતા ફિલ્મીગીતો

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના જાન્યુઆરી, ૨૦૨૨માં લાલ કિલા (૧૯૬૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં   ફિલ્મી ગીતોમાં સફળતા માટે સમાધાન પ્રકરણ રજુ કરે છે..

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા બાસુ ચક્રવર્તી ની પ્રતિભાનો પરિચય કરાવે છે...

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં મોહમ્મદ રફીએ ગાયેલાં દેશપ્રેમનાં હિંદી ફિલ્મ ગીતોમાંથી કેટલાક શ્રેષ્ઠ પ્રતિનિધિ ગીતો યાદ કરીશું.

વતન કી રાહમેં વતન કે નૌજવાં શહીદ હો - શહીદ (૧૯૪૮) - ખાન મસ્તાના અને કોરસ સાથેનું તેમજ સૉલો વર્ઝન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન – સંગીતકાર: ગુલામ હૈદર


અબ કોઈ ગુલશન ન ઉઝડે અબ વતન આઝાદ હૈ - મુઝે જીને દો (૧૯૬૪) -  ગીતકાર: સાહિર લુધિયાનવી - સંગીતકાર: જયદેવ


જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડીયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા - સિકંદર-એ-આઝમ (૧૯૬૫)  - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકાર: -હંસરાજ બહલ


અય વતન અય વતન હમકો તેરી ક઼સમ  - શહીદ (૧૯૬૫) - ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: