દર મહિને પ્રકાશીત કરવા નિર્ધારેલ આ બ્લૉગૉત્સવના માધ્યમ વડે હું 'જીવનની ગુણવતા" અને "ગુણવત્તાયુકત વ્યવસાય"વિષે ઇન્ટરનૅટ પર લખાયેલા લેખ કે બ્લૉગ્સનાં સંકલિત અંશોને રજૂ કરવા પર ધ્યાન આપવા માગું છું.
છેલ્લાં સીત્તેરેક વર્ષથી વિવિધ સ્તરે બહુચર્ચિત એવા ગુણવત્તાના વિષયની વ્યાખ્યાની ફરી એક વાર થતી ચર્ચાથી આ બ્લૉગૉત્સવની, તે પણ એકવીસમી સદીનાં તેરમાં વર્ષે, શરૂઆત થશે, એવું તો કોઇએ ક્યાંથી કલ્પ્યું પણ હોય?
ઐંમી સિગલર\ Aimee Siegler, તેમની પૉસ્ટ 'પ્રભાવશાળી મંતવ્યોઃ વ્યાખ્યાયિત ગુણવત્તા\Influential Voices: Defining Qualityમાં પૌલ બોરોવ્સ્કી\Paul Borowskiના લેખ 'તમે ગુણવત્તની શું વ્યાખ્યા કરો છો?\How Do You Define Quality? અને રૉબર્ટો સૅકૉ\Roberto Sacoની ગોળગોળ વ્યાખ્યા\circuitous definition વડે ગુણવત્તાનાં આંતરીકરણ\internalization of Quality અને લાંબા ગાળાની સ્થિરતાને\Embracing Sustainability વળગી રહેવા બાબતના વ્યાપને છુટ્ટો દોર આપી દે છે.
તેજ રીતે મૂળભૂત બાબતે,આપણને એક કદમ આગળ વધારવા માટે તો શ્રી વિક્રમ કર્વે\Vikram Karveના લેખ –‘જીવનની ગુણવત્તા’\Quality of Lifeમાં પૂછાયેલ આ સવાલ પણ પૂરતો થઇ પડેઃ “આપણને બધાંને જ પ્રેમ કેમ કરવો તેમ જ કેમ જીવવું અને કેમ શીખવું તે તો આવડે છે, ને આપણે ત્રણે વસ્તુ કરી પણ લઇએ છીએ, પણ આપણામાંના કેટલાંને, આપણે પછીની પેઢીમાટે કેવો વારસો છોડી જવાનાં છીએ તેની ખાસ ચિતા છે?”
કંઇક અંશે સમાંતર કહી શકાય તેવા ‘ધ ડ્રકર ઈન્સ્ટિટ્યુટ’\The Drucker Institute પરના વ્યાવસાયિક લેખ – ‘કૉર્પૉરૅટ મહાનાયક બનવાનાં રહસ્યો’\The Secret of Becoming a Corporate Superheroનું કહેવું છે કેઃ “લાંબા ગાળાનાં મૂલ્યો પ્રસ્થાપિત કરવા માટે મહાનાયક હોવું જરૂરી નથી. તે માટે તો ગ્રાહકને પ્રથમ સ્થાને મુકી, મૂળ મુદ્દે મૂલ્ય પ્રસ્થાપિત કરતાં બળોને સમજવાની અને નવી તકો શી રીતે પેદા કરતાં રહેવું તે વિષે ચિંતન કરતા રહેવું પૂરતું થઇ રહે.”
જો કે આપણે તો આ બ્લૉગૉત્સવમાં થોડા વિશદ વ્યાપને આવરી લેવાના આશયથી દૂરંદેશીત્વ, મૂલ્યો અને વિભાવનાઓ, માપણી નિદર્શન તેમ જ 'સતત નવી ખોજ'\Reinvent Continuouslyને લગતા લેખનાં વિહંગાવલોકન કરતાં રહીશું. દરેક આવૃતિમાં આમાંની પ્રત્યેક શ્રેણીના લેખ આપણે ન પણ આવરી લઇએ તેમ પણ બની શકે.પરંતુ બ્લૉગવિશ્વને આ દિશાઓમાં જ ખોળતાં રહીને, આ વિષયોથી સંકળાયેલા લેખો/ બ્લૉગ્સને આ એક મંચ પર જરૂર લાવતાં રહીશું.
ચાલો, તો શરૂ કરીએ જાન્યુઆરી, ૨૦૧૩ના બ્લૉગૉત્સવની સફરઃ
સિમ્પલ ટૉમ "ઉચ્ચ સ્તરની "ચેતનામાટેની ચાવીઓ\Keys to Higher Consciousness" દ્વારા આપણા સવાલો કરવાના મૂળભૂત સ્વભાવને ઉશ્કેરીને આપણી આસપાસની દુનિયાની અર્થસભર સમજ મેળવવા અને તેની ખરી ક્ષમતાને પામવા માટેનો પડકાર ફેંકે છે. સાથે સાથે, તેમણે એટલો જ પડકારક્ષમ સવાલ પણ આપણી સમક્ષ મૂક્યો છે - "શું તમે દૂરંદેશી ધરાવનાર (અગ્રણી) છો કે પછી છો એક અનુસર માત્ર?" તેમનો જવાબ છેઃ " પહેલા કદમની સાથે બીજો કદમ આગળ વધો અને બસ, ઝંપલાવી દ્યો."
તો વળી, આપણામાંના જેઓ સહભાગી દૂરદર્શીતા તો સિધ્ધ કરી શક્યાં છે, પણ જેમની ભાવિ સફરને (જાણ્યે, અજાણ્યે કે અજ્ઞાનતાથી) બિનસંરેખિત તંત્ર અને પધ્ધતિઓ \unaligned systems and practices માર્ગ ભુલાવીને રવાડે ચડાવી દઇ શકે છે તેવાંઓ માટે જૅસ્સ લીન સ્ટૉનર, "આપણી ટીમનાં ધ્યેયને (સાચી) રાહ પર કેમ રાખવાં\How to Keep Your Team Goals on Track” માં વાસ્તવિક માર્ગદર્શન - એ ગડગડાટની આહટથી સાવચેત રહેવું સારું - પૂરૂં પાડે છે.
ઝેન ટેવો\Zen Habits "ઓછું કામઃ એક ટુંકી માર્ગદર્શિકા\Do less: A Short Guide”માં આપણને ભારપૂરવક પ્રવાહની વિરૂધ્ધ જઇ, થોડું હટકે વિચાર કરવાનું કહે છે. આપણાં દિવસભરનાં કામોને છાંટી છાંટીને અલગ કરીને માણવાં જોઇએ અને તેમ કરીને, બિનમહત્વનાં કામો ઘટાડી વધારે મહત્વના થોડાં કામો કરતા રહેવાના દિવસોનું, અને તેમાંથી નિપજતાં માણવા લાયક જીવનનું, સર્જન કરતા રહેવું જોઇએ.
લગભગ એ જ દિશામાં, સૉક્રેટીઝઑનલાઇન\Socratez Online, તેમના લેખ " ઉત્કૃષ્ટતાવાદીઓને શીખ\Tips For Perfectionists”માં, આપણા આરામદાયક ક્ષેત્રની બહાર કદમ મુકવાનું જોખમ ઉઠાવીને પણ, "આપણી ખામીઓ ઉપરાંત,અને અપૂર્ણ રહી શકવાની હિંમતને કારણે", આપણે જે કંઇ સિધ્ધ કરવા સર્જાયાં છીએ તે સિધ્ધ કરવું જોઇએ, તેમ આપણને પ્રેમથી કહે છે.
આ બધી દાર્શનિક ગુણવતાયુક્ત ભવિષ્યની દુનિયાની કલ્પના કરવાની સાથે સાથે, આપણે વર્તમાન અને ભાવી સંચાલન અને ઉત્પાદન ક્ષેત્રના વ્યાવસાયિકોની જે ચિંતા છે અને જેમાં તેઓને રસ પડે એવી વધારે દુન્યવી ચર્ચાનો વિષય - ઉત્પાદનનું ભવિષ્ય -ની વાત હવે કરીએ.
મૅક્કીનઝી ગ્લૉબલ ઈન્સિટ્યુટ\McKinsey Global Instituteના એક મહત્વના રીપૉર્ટ -"ભવિષ્યનું ઉત્પાદનઃ વૈશ્વિક વિકાસ અને નવોત્થાનનો હવે પછીનો યુગ"\Manufacturing the future: The next era of global growth and innovation-માં ઉત્પાદનનાં વૈશ્વિક અર્થતંત્રમાં વર્તમાન યોગદાન અને આવતા દાયકામાં તેના વિકાસની શક્યતાઓનો ચિતાર જોવા મળે છે. આપણા યુગના સદાબહાર મૅનૅજમૅન્ટ વિચારક, પીટર ડ્રકર,નું "શા માટે પૉસ્ટ ચીનમાં નથી લખાવી\Why This Blog Post Was Not Outsourced to China’ એવાં કટાક્ષસભર શિર્ષકવાળા લેખમાં કહેવું છે કે, "કંપની મૂળ સંયોજનો ઘરમાં જ બનાવીને ગુણવત્તા નિયંત્રણનું સ્તર જાળવી લે છે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પ્રક્રિયાનો 'અંતિમ' ભાગ બહાર કરાવડાવી લે છે.આમ સમગ્ર મૂલ્ય સાંકળની સમીક્ષા કરતાં રહીને કઇ પ્રવૃત્તિ ક્યાં કરવી જોઇએ તે નક્કી કરતાં રહે છે." આમ પણ બહારથી કામ કરાવી લેવાની પ્રક્રિયા ગોળ ફરીને પાછી ફરી રહી હોય તેમ તો જણાઇ જ રહ્યું છે. જે વ્યાવસાયિકોએ આ ચક્રના પહેલા ભાગને સીધે સીધો નથી અનુભવ્યો, તેમના માટે હવે આવનારો આ નવો પ્રવાહ જરૂરથી પડકારજનક બની રહેશે. તો વળી બહાર-કામ-કરાવવાના ફેરફારોની રમતના અનુભવી ખેલાડીઓમાટે પણ આ નવાં જ દ્રશ્યોની ગોઠવણી એટલી જ પડકાર્દાયક બની રહેશે.
આ બૃહદ પરિપ્રેક્ષ્યથી અવગત થયા પછી , આપણે હવે નજર સામેનાં ભવિષ્યની વાસ્તવિકતાઓથી પરિચિત થવા માટે "૨૦૧૩ના અણધાર્યા ફેરફારો અને તકો\ Get Prepared for 2013′s Unpredictable Changes and Chances " તરફ દ્રષ્ટિ દોડાવીએ, જેથી "જ્યારે આપણો વારો આવે ત્યારે શિકાર બની રહેવાને બદલે વિજયી બની શકીએ."
આપણા સગવડ ભર્યાં વાતાવરણની બહાર નીકળવામાં (હંમેશાં!?)"મૃત્યુ કે ઘાયલ થવાનો નહીં , પણ નિષ્ફળતાનો" ડર તો રહેતો જ હોય છે. આ સંદર્ભમાં સ્ટૅસી બાર્ર, તેમના તાજેતરના લેખ ""મોટાં મસ ધ્યેય સિધ્ધ કરવાં એ જ ખરૂં કારણ નથી\The REAL reason for BHAGs is NOT to achieve them!!માં, તેમની હંમેશની સરળ શૈલીમાં કહે છે કે,"ધ્યેય મોટાંમસ હોય કે હાથ થોડો લાંબો કરવાથી પહોંચી જવાય એવાં હોય, કોઇ પણ મોટાં ધ્યેય સિધ્ધ કરવા માટે એ જરૂરી છે કે આપણે નક્કી કરેલાં ધ્યેય પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે એ સિધ્ધ કરવાની સાહસિક મજાને પણ માણીએ."
ઉત્પાદન નવોત્થાન વિનિમય\Manufacturing Innovation eXcahnge (MIX), તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી એક હૅક\Hacks પણ ચલાવે છે, જેમાં જે રીતે સંસ્થાઓએ પરિવર્તન કરવું જોઇએ અને અગ્રણીઓએ તે માટે જે નેતૃત્વ પૂરૂં પાડવું જોઇએ તેને લગતી ચર્ચાઓના સીમાડા વિસ્તરતી અનેક દરખાસ્તો રજૂ થતી રહે છે. આવા જ એક "હૅક'માંથી ફલિત થતા એક સ-રસ રીપૉર્ટમાં સુચવાયું છે કે આપણી છાસવારે થતી એકવીસમી સદીની સંચાલને ને નવપલ્લવિત કરવાની કલ્પના પરની ચર્ચાઓ સાથે કામગીરીની માપણીની હાલની રોજબરોજની (સ્વિકૃત) માન્યતાઓ સુસંગત નથી...અને તેને કારણે તો અહીં મૂળ મુદા પરની હૅકૅથોન થઇ પડી. આ હૅકૅથોનમાં લગભગ ૭૦ વૈશ્વિક અનુભવ ધરાવતા પ્રવર સંચાલકોએ ભાગ લીધો. આ ચર્ચાના રીપૉર્ટ -'કામગીરી વ્યવસ્થાપન વિના જ કામગીરી પાર પાડવી' \“Getting Performance without performance management”-ને કારણે તો આપણે જેને 'કામગીરી વ્યવસ્થા" કહીએ છીએ, કે હવે પછી સંચાલન ૨.૦ તેને જે નામથી ઓળખશે, તે આમૂલ નવી કેડી કંડારશે.
"વ્યવસ્થાપનનાં સાત કપોળકલ્પિત સત્યો\The Seven Myths of Management માં ડૉ.પીઍત્રૉ મિશૅલિ નોંધે છે કે," બહુ વધારે પડતાં દિશાચિહ્નો , તેમ જ વ્યૂહરચના અને માપદંડો વચ્ચે નબળાં જોડાણને કારણે કામગીરી વ્યવસ્થાપન તંત્ર એ ઘણી વાર મોઘુંદાટ રાચરચીલું બની રહે છે." આગળ વધતાં તેઓ એમ પણ કહે છે કે, " અમારૂં સંશોધન બતાવે છે, તેમનો આશય શુભ હોવા છતાં, મોટા ભાગે જે પરિણામો જોવા મળે છે, તે ન તો સંસ્થાએ ઇચ્છ્યાં હોય કે ન તો કલ્પ્યાં હોય, એ પ્રકારનાં બની રહે છે!"
જાહેર છે કે કામગીરી માપવાની કોઇ પણ વ્યવસ્થા અપેક્ષાથી ઓછું (કમસિધ્ધિ)અને અપેક્ષાથી વધારે સિધ્ધ (અતિસિધ્ધ) કરનારાંઓને તો અલગ તારવશે જ. આ વિષય સાથે સુસંગત એવો, સુબ્રતો બાગચીનો વેધક લેખ - અતિસિધ્ધ લોકોએ પોતાના બચાવમાં શું કરવું જોઇએ\What Overachievers Can Do to Save Themselves- હવે જોઇએ. અહીં તેઓ ઘોષણા કરે છે કે (આ પ્રકારનાં લોકોના) "કોઇ બાહ્ય શત્રુ નથી હોતાં. બાહ્ય શત્રુની ગરજ તો સામાન્ય લોકોને પડતી હોય છે. અતિસિધ્ધ લોકો તો જાતે જ પોતાનાં ઉત્તમ મિત્ર અને પોતનાં સહુથી કાતિલ શત્રુ હોય છે." જો કે "જે અતિસિધ્ધ લોકો આખી સફર પૂરી કરી જાય છે તેઓ પોતાની સફળતાથી ( અને તે જ રીતે, ક્વચિત,નિષ્ફળતાઓથી) થોડું અંતર રાખવામાં સભાન જરૂર રહે છે. "કૉપૉરેટ વિશ્વ, અને તેની બહાર પણ, સાતત્યપૂર્ણ અતિસિધ્ધ લોકો તેમની સફળતાને તેમના હક્ક તરીકે નહી પણ એક બોજા , એક જવાબદારીનાં સ્વરૂપે જૂએ છે. અને આ કારણે જ તેઓ "સિતારોં પર નજર, પણ પગ નક્ક્રર જમીન પર" ક્ષમતા કેળવી શકે છે.
સ્ટ્રેટેજી+બીઝનેસ\ strategy+business ના "ત્રણ સંસ્કૃતિના પંથ\The Cult of Three Cultures” માં એમ.આઈ.ટીના વિશેષજ્ઞ ઍડ્ગર શૈન "સૂચવે છે કે દરેક મોટી કંપનીમાં, કમ સે કમ એવા ત્રણ અલગ અલગ વ્યવસાય છે જે પોતપોતની સંસ્કૃતિ જમાવે છે. પ્રૉ.શૈન તેમને 'સંચાલકીય','કાર્યપાલક' અને 'ઈજનેરી' સંસ્કૃતિઓ તરીકે ઓળખાવે છે. એ દરેકને લોકો, કામ, નાણાં, સમય, ટૅક્નૉલૉજી કે સત્તા વિષે આગવો અભિગમ જોવા મળે છે. આ દરેક વ્યાવસાયિક સંસ્કૃતિનાં ચોક્કસ નામાભિધાન કે વર્ણન બાબતે ચર્ચાને સ્થાન હોઇ શકે, પણ દરેક્નાં પાયામાં તો તેમના વચ્ચેનો સહજ સંધર્ષ જ છે.દરેક સંસ્કૃતિનાં સભ્ય, એકબીજાં સાથે કામ કરવાની દિલથી ઇચ્છા રાખતાં હોવા છતાં, હંમેશ એકબીજાં વિષે ગેરસમજ કરતાં જ રહે છે."
ઘણી વાર કેટલાય ગંભીર સંદેશા 'ગુણવત્તા'ના માધ્યમ વડે હળવાશથી કહેવાતા જોઇ શકાય છે. લીનબ્લૉગ\LeanBlogના માર્ક ગ્રૅબૅન\Mark Graban, ડૉ. ડેમિંગના જ્ઞાનને, કેટલીક રમૂજી ક્ષણોને સહારે, એવી જ હળવાશથી રજૂ કરે છે. ડૉ. ઍડ્વર્ડ્સ ડેમિંગનાં કન્નેકટીકટનાં એક વિશ્વવિદ્યાલયમાં કરેલાં બે કલાકનાં પ્રવચનમાંથી, ખાસ્સી મહેનત કરીને આવી ખાસ ક્ષણોને તેમણે અલગ તારવી પણ છે.
આ મહિનાના બ્લૉગૉત્સવની આ અવૃતિના સમાપનમાં કૈહન ક્રિપૅન્ડૉર્ફ\Kaihan Krippendorffના 'વ્યૂહાત્મક પુનઃશોધને ચોંટાડી રાખવાની પાંચ તરકીબો\5 Keys To Making Strategic Reinvention Stick લેખની મુલાકાત લેવી જોઇએ. ફિલ કૂકનાં પુસ્તક "બ્રાંડ અને સામાજીક માધયમોના યુગમાં તમારી કહાણી\Telling Your Story in the Age of Brands and Social Media માં વર્ણવેલ પાંચ મહત્વનાં ઘટકો તરફ ધ્યાન દોરીને, લેખક સ્વ-વિકાસને આડે આવતા અવરોધોને અતિક્રમવાની તરકીબો જણાવે છે.
અને અંતે, ઍમિલિ પૉસ્ટ જેના #૨૦૦થી #૩૦૦ વસૂલી લે, પણ અહિં , વિના મૂલ્યે, તેવા વેપાર શિષ્ટાચાર\Business Etiquettesના કેટલાક રસપ્રદ પાઠ ભણી લઇએઃ
"ઉપલી કક્ષાની વ્યક્તિ વિનયી હશે, પણ ખુશામતખોર નહીં; જ્યારે સામાન્ય વ્યક્તિ ખુશામતખોર હશે પણ વિનયી નહીં હોય" - કન્ફુસીયસ
"પાધડી હાથમાં રાખવાથી કોઇ નુકસાન થયાનું જાણ્યું નથી." - ઈટાલીયન કહેવત.
આ બ્લૉગૉત્સવને હજૂ વધારે સુધારવા અને સમૃધ્ધ કરવા સારૂ સૂચનો આવકાર્ય છે.

No comments:
Post a Comment