Thursday, January 31, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧/૨૦૧૩


[મારી (વ્યસ્ત!?!?) પહેલી ઈન્નિંગ્સ દરમ્યાન પણ મને ગઇ સદીના ૫૦ થી ૭૦ના મધ્ય સુધીના દાયકાનાં (હિંદી ચિત્રપટનાં) ગીતો સાંભળવાનો મારો શોખ સક્રિયપણે જળવાયેલો રહ્યો હતો. ૨૦૦૯-૧૦ દરમ્યાન (અને પછીથી) ઇન્ટરનૅટ પરથી ડાઉનલૉડ કરીને મારા સંગ્રહમાં પણ ઘણો વધારો થતો રહ્યો છે. અત્યાર સુધીનાં અન્ય કોઇ પણ સાધનો - રેડીયો, રેકર્ડ્સ, કૅસૅટ્ટ્સ કે સી.ડી.- કરતાં આ સ્રોત દ્વારા બહુ જ અપ્રાપ્ય અને બહુ જ ઓછાં સાંભળવા મળતાં ગીતો સાથેનો સંબંધ ફરીથી જોડાતો ગયો છે.
જો કે, આ સમય સુધી પણ આ શોખ "સાંભળવા" ( અને કોઇ કોઇ વાર સમાન રસ ધરાવતાં લોકો સાથે અનૌપચારિક વાતચીત) સુધી  જ મર્યાદીત રહ્યો હતો. મારી "બીજી ઇનિંગ્સ"ની શરૂઆતથી જ આ ક્ષેત્રમાં કાર્યરત બ્લૉગ્સ અને વૅબ્સાઈટ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સહમી સહમી ટીપ્પણીઓનાં માધ્યમથી અર્ધ-સક્રિયતાની  પણ શરૂઆત થઇ. ધીમે ધીમે મારી ટીપ્પણીઓ વધારે વિગત અને વધારે અંગત અભિપ્રાયોને પણ આવરતી થતી ગઇ. આમ, ૨૦૧૨ના મધ્ય સુધીમાં, હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગને 'સાંભળવા"થી આગળ વધીને તે વિષે 'લખવા'નું પણ નિયમિત થયું, તેમ જ કોઇ ચોક્કસ ઉદ્દેશ્યપૂર્ણ પણ બનવા લાગ્યું.
૨૦૧૨ના અંત સુધીમાં તો પોતાની ખુબ જ આગવી શૈલિ અને પસંદથી  રજૂઆત કરતા, અને સક્રિયપણે કાર્યરત હોય એવા છ સાત બ્લૉગ્સ/સાઈટ્સનો હું નિયમિત મુલાકાતી બની ગયો. એ બ્લૉગ્સ કે સાઈટ્સ પરની મારી ટીપ્પણીઓ હવે વધારે વાચાળ અને નિયમીત પણ બની રહી.
આમ, હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગના વિષયના સંદર્ભમાં કાર્યરત બ્લૉગ્સ/સાઈટ્સ પરના લેખોને, બ્લૉગૉત્સવનાં સ્વરૂપે , એક જગ્યાએ લાવવાનો આ પ્રયાસ આ સફરનો એક સ્વાભાવિક પડાવ જ છે.
સામાન્ય રીતે, હું જે જે બ્લૉગ્સ/સાઈટ્સની મુલાકાત લઉં છું તે બધે જ, હિંદી ચિત્રપટના સુવર્ણ યુગનાં ગીતોને બહુ જ રસપૂર્વક પસંદ કરેલાં અને ખુબ જ અભિનવરીતે રજૂ કરેલાં જોવા, અને માણવા, મળે છે. તે ઉપરાંત, એ દરેક બ્લૉગ/સાઈટના નિયમિત વાચકો, તે દરેક લેખ પર પોતાના અભિપ્રાયો, માહિતિઓ અને દ્રષ્ટિકોણ વડે સક્રિય ગોષ્ઠીથી,  "ટીપ્પણી \Comments  હેઠળની રેખાને વધારે રસપ્રદ અને સમૃધ્ધ પણ કરે છે. એટલે મારી વિનંતિ છે કે આપ જ્યારે પણ અહીં રજૂ કરાયેલા બ્લૉગ કે સાઈટની મુલાકાત લો, ત્યારે માત્ર તે લેખ જ નહીં પણ "ટીપ્પણી\ Comments " માણવા માટે પૂરતો સમય ફાળવજો. આપના એ સમયનું વળતર તો આપને ખોબલે ભરીને મળશે તે ખાત્રી હું આપને જરૂરથી આપીશ.]
મારી આ સફરની શરૂઆત સોંગ્સ ઑફ યૉર\Songs of Yore (SoY)થી થઇ છે, એટલે આ બ્લૉગૉત્સવની શરૂઆત આપણે સ્વાભાવિક રીતે, SoYપરની ૨૦૧૩ની પહેલી પૉસ્ટ - 'મુબારક બેગમની સાથે એક સાંજ\An evening with Mubarak Begumથી  કરીએ. SoYએ મુબારક બેગમ પરના આ લેખ દ્વારા વહી જતી પેઢીને તો તેમનાં યાદગાર ગીતોથી એ સમયની એક અદ્‍ભૂત સફર કરાવી જ છે, પણ સાથે સાથે નવી પેઢીને પણ એ કાળ શા માટે હિંદી ચિત્રપટ સંગીતનો સુવર્ણ યુગ કહેવાયો હતો તે પણ સુમધુરપણે સમજાવ્યું છે.   SoYએ આ જ પ્રકારે, એ સમયે મળવું જોઇએ તેટલું માન કે પ્રસિધ્ધિ ન મળી હોય, અને આજે [લગભગ] ભુલાઇ ચુકેલાં અન્ય કેટલાક ગાયકો, જેવા કે
- સુમન કલ્યાણપુર - http://www.songsofyore.com/category/singers/suman-kalyanpur/    
- સુબીર સેન -  http://www.songsofyore.com/category/singers/subir-sen/        
- વિષેના લેખો વડે હિંદી ચિત્રપટ સંગીતની એવી જ અમૂલ્ય સેવા કરી છે.
SoY પર આ મહિને આપના આ લેખકનો લેખ - Multiple Version Songs (2): Both versions by male playback singers – Happy and A Sad Song - પણ જોવા મળે છે. હીદી ચિત્રપટ સંગીતમાં જેનો બહુ જ અસરકારકતા અને વૈવિધ્યતાપ્રચુર ઉપયોગ થયો છે તેવાં "એક ગીત- અનેક ગાયકો" શ્રેણીનો આ બીજો લેખ છે.
આ મહિને, આપણે જે બીજા બ્લૉગ્સને માણીશું, ત્યાં પણ હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગનાં તેટલાં જ રસપ્રદ અને માહિતિસભર પરિમાણને ઉજાગર થતાં જોઇ શકીશું.
Dusted Off એ આ વર્ષની શરૂઆત, એ કાળની, કોઇ અદમ્ય કારણોસર પ્રથમ હરોળમાં કાયમી સ્થાન ન જાળવી શકેલ, એક ખુબ જ પ્રતિભાવાન કલાકાર શકીલાને, તેમની જ ભાણેજ તસનીન ખાનના મહેમાન લેખ - Happy birthday, Shakila! - વડે  જન્મ દિવસની મુબારકબાદ પાઠવીને કરી છે. તસનીન ખાન, શકીલાનાં બહેન નુર અને એ સમયના સહુના ખુબ જ લાડલા જ્હૉની વૉકરનાં પુત્રી છે. આટલેથી જ ન અટકીને,   આપણને પોતાની પસંદનાં શકીલાના હોઠોથી ચિત્રપટને પરદે ગવાયેલાં દસ ગીતોની મિજલસ - Ten of my favourite Shakila songs - પણ કરાવી, શકીલાના ૭૮મા જન્મદિવસને ચાર ચાંદ લગાવી આપ્યા છે. એ ગીતો પૈકી   Hoon abhi main jawaan એ શકીલાની યાદનું, અને એ સમયનાં આ બધાં જ બેનમુન ગીતોનું, ચીરયૌવનનું કર્ણપ્રિય નઝરાણું કહીએ, તો જરા પણ અતિશયોક્તિ થઇ નહીં ગણાય.
 સામાન્યતઃ, Dusted Off ખુબ જ રસાળ અને વિગતપ્રચુર શૈલીમાં અંગ્રેજી અને હિંદી ફિલ્મોની સમીક્ષા  લખે છે. જાન્યુઆરી ૨૦૧૩ના અહીં પ્રકાશીત થયેલ સમીક્ષાઓ પૈકી Kohraa (1964)  પણ છે. આપણે અહીં તેનો ઉલ્લેખ એટલે સમાવ્યો છે કે તેમાં આપણે જે સમયનાં ગીતોની વાત કરી રહ્યાં છીએ, એવાં ગીતોની વાત પણ એ સમીક્ષામાં ખાસ નોંધ લઇને કરાઇ છે.  આ બે ગીતો,  Yeh nayan dare-dare અને Jhoom-jhoom dhalti raat,ને પહેલી પસંદ અને આ બે ગીતો, O beqaraar dil ho chuka hai  અને  Raah bani khud manzil.,ને તેના પછી પસંદની મહોર દ્વારા તે સમયનાં ચિત્રપટોમાં સંગીત, ખાસ કરીને ગીતો,ના પ્રભાવની આપણને જાણ થાય છે.
Harveypam's Blog પણ તે સમયની, બાલ્યાવસ્થાથી ફિલ્મ જગતમાં પ્રવેશી ચુકેલ અને નાયિકાથી માંડીને રૂપેરી પરદાની 'આદર્શ બહેન'ના યાદગાર પાઠ ભજવનાર અદાકારા, નંદા,નો જન્મદિવસ અનોખી રીતે યાદ કરે છે. તે સમયની અભિનેત્રીઓમાટે લતા મંગેશકર કે આશા ભોસલે સિવાય અન્ય પાર્શ્વગાયિકાઓનો કંઠ મળે તે બહુ જવલ્લે જ બનતું, ત્યારે નંદાને આવા આઠ કંઠમાં ગાવાનું થયું છે. આ લેખ પહેલાં Harveypam's Blog, In Remembrance, Nalini Jaywant  લેખમાં "નલીની જયવંત વડે ગવાયેલાં મનપસંદ ગીતો"ને રજૂ કરીને એક એવી અન્ય અદાકારાને યાદ કરી છે, જે તેના સમયે લોકપ્રિયતાની ટોચે પહોંચીને અચાનક જ ગુમનામીની ગર્તામાં ખોવાઇ ગયેલ હોય. [આ બધાં જ ગીતો ને એક સાથે આ લીસ્ટ પર માણી શકાશે.]. એ જ લેખની ટીપ્પણીઓમાં શ્રી સુબોધ અગ્રવાલ,"લાઇફ\LIFE " સામયિકના તે સમયના ખ્યાતનામ તસવીરકાર જૅમ્સ બર્ક દ્વારા અંકિત કરાયેલ, 'સિને પરદાની રાણીઓ' શ્રેણી હેઠળ અંકિત, નલીની જયવંતના 'અનોખા' તસવીર પરિચયને  યાદ કર્યો છે. જૅમ્સ બર્કે મધુબાલાની પણ આવી જ તસવીર ગાથા બનાવી હતી. આટલી તસવીરગાથાને આગળ ધપાવવા લેખકે વળી "૧૮૫૦થી શરૂ થતી તસવીરો\ pics dating from the 1850s" ની નોંધ પણ અહીં કરેલ છે.
અ ઉત્સવમાં આપણે હવે સામાન્યતં અંગ્રેજી, હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મોની સમીક્ષા કરતા બ્લોગ "ચા પીતાં પીતાંની વાતચીત\Converstaion Over Chai પર ગીતોમાં ગ્રામ્ય દર્શન જોવા મળતું હોય તેવા નિયમને અધાર રાખીને પસંદ કરાયેલાં ગીતોના લેખ, My Favourites: Village Songs ને જોઇએ. આ લેખ - My Favourites: Village Songs-માં જ Harveypam's Blog પરપેસિફીસ્ટએ  કરેલ આ જ પ્રકારના લેખ - એક ગામની વાત \Pacifist’s Ek Gaon Ki Kahani (A village story) ના ઉલ્લેખને કારણે આપણને બેવડી મજાનો લાભ પણ માણવા મળશે. [આ ગીતોને આ લિસ્ટ પર એક સાથે માણી શકાશે.] બન્ને લેખ આપણને ગામડાનાં "ખેતરો, મેળાઓ, ફસલ-લણણીઓ,ઉત્સવ ઉજવણીઓ, ગામડાનાં બાળકો અને 'રસિયાઓ' અને ગામડાંની ગોરીઓ, ઘાસની ગંજીઓ, હળ-દાતરડાં અને એવાં કેટલાંય પાસાંઓ'નો ચિતાર આપે છે.
'શંકર-જયકીશન"ની યાદની શમાને જલતી રાખતી સાઈટ, Shankar- Jaikishan,પર, તેમની સાથે ગીતા દત્તે ગાયેલાં ગીતો, GEETA DUTT SINGS FOR SHANKAR JAIKISHAN, જોવા/સાંભળવા મળશે. ગીતા દત્ત અને શંકર-જયકીશનના સંયુક્ત ઉપક્રમનાં આ ગીતો, તે સમયનાં ગીતા દત્તનાં અન્ય સંગીતકારો સાથેનાં કે શંકર-જયકીશનના રફી, મુકેશ કે લતા સાથેનાં 'પ્રખર' ગીતોની ટક્કરમાં ખરાં ઉતરે છે.
'પગડંડી પરનાં નૃત્યો\Dances on the Footpath અને અતુલનું બોલીવુડનું રોજનું એક ગીત- ગીતના શબ્દદેહ સાથે\ atul's bollywood song a day- with full lyricsએ બન્ને સાઈટ્સની મુલાકાત તો ઘણી વિગતે જ શક્ય છે, તેથી અહીં કરવું પડતું વિહંગાવલોકન કદાચ અપૂરતું જણાશે.
Dances on the Footpathપર આ મહિને બે વિશિષ્ટ પૉસ્ટ જોવા મળે છેઃ
- '"મારાં (૧૯૪૮ની એક પસંદા ફિલ્મનાં) મનપસંદ 'તૂટે હુએ દિલ' ગીતો\My Favorite Broken-Heart Song of All (from a favorite film from 1948)એક એવું ગીત જ્યાં "દિલ તોડના" શબ્દના પ્રયોગ વિના જ દિલ તૂટે છે, અને
- લલિતા પવારને તેમનાં યુવાનીની 'કમનીય' નાયિકાની અદામાં રજૂ કરતી "૧૯૩૦ના દાયકાની મોહક લલિતા પવારનાં દ્રષ્યો અને ધ્વનિ\ Sights and sounds of a glamorous Lalita Pawar from the 1930s
atul's bollywood song a day- with full lyrics,નાં શિર્ષક પરથી જ કલ્પી શકાય કે આ સાઈટ પર તો બહુ વિશાળ સંખ્યામાં ગીતો રજૂ થતાં હશે. વધારે ખૂબીની વાત એ છે કે દરેક ગીત ખરેખર અનુઠું "છૂપું રત્ન\hidden gem  ' હોય છે. આ લેખ પ્રસિધ્ધ થતાં સુધીમાં એ સાઈટ પર, જાન્યુઆરી,૨૦૧૩માં  ૧૨૮ ગીતો પ્રસિધ્ધ થઇ ચૂક્યાં છે.
જેના પર એ મહિને મેં પહેલી જ વાર મુલાકાત લીધી હોય તેવા આ શ્રેણીના બ્લૉગ કે સાઈટનો પણ આપણે દરેક મહિને પરિચય કરીશું.
આ મહિને ની આવી મુલાકાત દરમ્યાન એક સ-રસ પૉસ્ટ -Bizarre stage shows in Bollywood - જોવા મળી. જો કે તેમાં દર્શાવેલાં ગીતો આ શ્રેણીના વ્યાપના પ્રમાણમાં "નવાં ગીતો'ની કક્ષામાં આવે, પણ આ વિષયની 'અનોખી અદા" ની મારકતા માણવાની મજા પડી ગઇ. એ ગીતોમાં  મંચ પર અવનવા અને અસામાન્ય નાચગાન કરતાં ગાયક/ નૃત્યકારનાં લટકાં મટકાં અને મચસજ્જા જોવા મળે છે.
[જેઓ એ એક એકથી ચડીયાતાં 'છુપાં રત્નોને વીડીયો કે નાં સ્વરૂપે ઈન્ટરનૅટ જગતમાં લાવીને જેમણે સદા-જીવંત કર્યાં છે તે સૌ નિસ્વાર્થ લોકોનો હું, આ તબક્કે, મારા વતી તેમજ હિંદી ફિલ્મ સંગીતના બધા જ ચાહકો વતી ખુબ આભાર માનું છું. તેમના અમૂલ્ય યોગદાનને કારણે આજે અનેક, ભાગ્યેજ સાંભળવા મળતાં, ગીતો, તેમનાં મુળ સ્વરૂપે, પ્રાપ્ત થઇ શક્યાં છે. એમને કારણે જૂની પેઢી તેમના એ સમયનાં સંભારણાંઓને વાગોળવાના અવસર મળી રહે છે, તો બીજે પક્ષે, નવી પેઢીને આ અમૂલ્ય વારસો, કોઇ પણ ભૌતિક સીમાઓમાં ન બંધાઇ રહીને, હાથવગો થઇ શક્યો છે.]
Post a Comment