Thursday, May 29, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક



Songs of Yore દર વર્ષે એક એક વર્ષનાં ગીતોને વિગતે જૂએ છે. મૂળ લેખની રજૂઆત પછીથી શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક, શ્રેષ્ઠ યુગલ ગીત અને શ્રેષ્ઠ સંગીતકાર એવી શ્રેણીઓમાં તે વર્ષનાં ગીતોની બહુ જ રસપ્રદ છણાવટ સાથે સમીક્ષા પણ કરવામાં આવે છે.
Songs of Yoreનાં વાચકો પણ આ ચર્ચામાં પૂરાં જોશ અને લગનથી જોડાતાં રહ્યાં છે.
આ પહેલાં વર્ષ ૧૯પ૩ અને ૧૯૫૫નાં ગીતો વિષેના લેખો અને તેના પરની ચર્ચાઓમાં મેં પણ ભાગ લીધો હતો.

આ વર્ષે "૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો"ને ચર્ચાને એરણે લેવાયાં છે. મૂળ ચર્ચામાં તો મારા વિચારો ટૂંકમાં રજૂ કરી શકાય, તેથી ચર્ચાના દરેક તબક્કા માટે મેં જે કંઇ બાબતોના આધારે વિચાર કર્યો તેને આ માધ્યમથી વિગતે રજૂ કરીશ.
૧૯૫૧માં લગભગ ૯૦ થી ૧૦૦ ફિલ્મોનાં હજારેક ગીત રેકોર્ડ થયાં છે. આ ગીતો પૈકી શ્રેષ્ઠ ગીત, અને એના દ્વારા શ્રેષ્ઠ ગાયક,ને પસંદ કરવાની ચર્ચામાં સહુથી પહેલી શ્રેણી છે :
શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક
મૂળ લેખ પરની ચર્ચામાં શ્રી એન. વેન્કટરામન જણાવે છે તે પ્રમાણે પુરુષ-એકલ ગીતો માત્ર ૧૦% જેટલાં જ છે. તે પૈકી મોહમ્મદ રફીનો હિસ્સો ૨૭% જેટલો, તલત મુહમ્મદ નો હિસ્સો ૧૮ % જેટલો અને મુકેશનો હિસ્સો ૧૫ % જેટલો છે. આમ લગભગ ૬૦% જેટલાં એકલ ગીતો આ ત્રણ ગાયકોને ફાળે રહ્યાં છે. બીજા સાત ગાયકો - જી એમ દુર્રાની, મન્ના ડે, કિશોર કુમાર, સી એચ આત્મા, કે પી સેન અને ચીતળકર (સી. રામચંદ્ર)-ને ફાળે ૩૦% જેટલાં ગીતો જોવા મળે છે, જ્યારે બાકીના ૧૦% હિસ્સામાં અન્ય ૧૦ ગાયકો છે.
આપણે અહીં ચર્ચાને મુકેશ, તલત મહેમુદ, મોહમ્મદ રફી અને અન્ય એમ ચાર વિભાગમાં વહેંચી નાખીશું. એ દરેક શ્રેણીમાં નોંધપાત્ર ગીતો  અહીં રજૂ કર્યાં છેઃ
મુકેશઃ
      આરામ -       અનિલ બિશ્વાસ -   અય જાને જિગર દિલમેં સમાને આ જા
આવારા -      શંકર જયકિશન -    આવારા હૂં
બેદર્દી -         રોશન -           દિલને તો દિયા ઘોકા, મોહબ્બતને સજા દી
હમ લોગ -   રોશન -              અપની નઝર સે ઉનકી નઝર તક
મલ્હાર -       રોશન -            હોતા રહા યૂંહી અગર અંઝામ વફા કા
તલત મહમૂદ:
અદા  -         મદન મોહન -         જિસે દિલમેં બસાના ચાહા  થા
મદહોશ -      મદન મોહન -          મેરી યાદમેં તૂમ ન આંસુ બહાના
નાદાન -       ચિક ચોકલેટ -         આ તેરી તસ્વીર બના લૂં (ઝડપી લય અને ધીમી લય)
તરાના -        અનિલ બિશ્વાસ -      એક મૈં હૂં એક મેરી બેકસીકી શામ હૈ
મોહમ્મદ રફી:
મોહમ્મદ રફીનાં નોંધપાત્ર ગીતોની નોંધ લેતાં પહેલાં તેમનાં બે એવાં (સમૂહ સાથે ગવાયેલાં) ગીતોની નોંધ લઇએ, જેમાં તેમના સ્વરનાં વૈવિધ્ય અને સૂરપરનાં અંકુશની એવી ઝલક જોવા મળે છે, જેને કારણે ફિલ્મમાં મુખ્ય ધારાનાં ગીત ન હોવા છતાં ગીત એક ચોક્કસ અસર ઊભી કરવામાં સફળ રહે છે. જતે દહાડે આવાં  પશ્ચાદભૂમાં વાગતાં ગીતો તેમની આગવી ઓળખ બની રહ્યાં હતાં. આ બંને ગીત ફિલ્મ 'આવારા'નાં છેઃ
અફસાના -   હુસ્નલાલ ભગતરામ -   દુનિયા એક કહાની રે ભૈયા દુનિયા એક કહાની
[પહેલું સ્વરૂપ અને બીજું સ્વરૂપ]
દીદાર -        નૌશાદ –              હૂએ હમ જિનકે લિયે બરબાદ
                                        નસીબ દર પે તેરે આજમાને આયા હૂં
                                        મેરી કહાની ભૂલનેવાલે તેરા જહાં આબાદ રહે
જાદુ -            નૌશાદ -             ઇક ઝૂઠ હૈ જિસકા દુનિયાને રખા હૈ
જૌહરી -        પંડિત હરબન્સ લાલ - કિસીકો ઈસકા પતા ન હો
સૈયાં -            સજ્જાદ હુસૈન -     ઉસ પાર ઇસ દિવારકે જો રહતે હૈં
અન્યઃ
ઘાયલ - જ્ઞાન દત્ત - જી એમ દુર્રાની - હજારોં ખ્વાહીશેં ઐસીકી હર હર ખ્વાહીશ પે દમ નિકલે
                                       - અય મુકદ્દર મુઝપે ઇતની કિસલિયે નારાઝીયાં
નગીના - શંકર જયકિશન – સી એચ આત્મા     - રો ઉં મૈં સાગર કે કિનારે
                                                     - એક સિતારા હૈ આકાશમેં
                                                     - દિલ બેકરાર હૈ મેરા દિલ બેકરાર હૈ
આમ ૧૯૫૧નાં વર્ષમાં સંખ્યાની દૃષ્ટિએ તેમ જ અલગ અલગ સંગીતકારો સાથે કામ કરવાની બાબતમાં મોહમ્મદ રફી તેમનાં ભવિષ્યની રાજવટનો માર્ગ પકડી ચૂક્યા જણાય છે, પણ ગીતોની ગુણવત્તા અને લોકપ્રિયતામાં મુકેશ અને તલત મહેમૂદ લગભગ સાથે સાથે ચાલી રહ્યા જણાય છે.
૧૯૫૧નાં વર્ષ માટે મારૂં સહુથી પ્રિય ગીત અય જાને જીગર દિલમે સમાને આ જા (આરામ - મુકેશ - અનિલ બિશ્વાસ) છે.
તમે કયા ગીત (ગાયક)ના પક્ષમાં છો?

No comments: