Friday, May 23, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

હાલમાં આપણે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે બિન સંવદિતા વિષે અને એપ્રિલ ૨૦૧૪ના અંકમાં બિન અનુપાલન વિષે વાત કરી હતી.

 આજનાં,અને હવે પછીનાં જૂન ૨૦૧૪નાં આ સંસ્કરણમાં, આપણે અનુક્રમે 'સંવાદિતા'ની અને 'અનુપાલન'ની વાત કરીશું.

સહુથી પહેલાં, 'સંવાદિતા'ના સમાનાર્થી શબ્દો અને તેનાં અંગ્રેજી સ્વરૂપો તરફ નજર કરીશું તો અર્થઘટનની વિપુલ શક્યતાઓ જોઇ શકાશે :
સંવાદિતા consistency, consonancy, harness, Conformity
એકરાગ harness, rapport, chime, concord, Conformity, Congruence
મેળ adjustment, link, tune, Coherence, Conformity, Correspondence
સરખાપણું parity, sameness, similarity, similitude, Conformity, Equality
સુસંગતતા relevance, relevancy, consistency, Coherence, Conformity\
તે ઉપરાંત અંગ્રેજી ભાષામાં જોવા મળતી વ્યાખ્યાની તરફ નજર કરીશું તો શબ્દના ભાવાર્થને સમજવામાં મદદ થશે (નોંધ : અહીં મૂળ અંગ્રેજીનો અનુવાદ રજૂ કરેલ છે.):

 Conformity @ Merriam-Webster Dictionary
: એવી વર્તણૂક જે સમાજ કે સમુદાયનાં અન્ય લોકો વગેરેની વર્તણૂક-સમાણી હોય
: કોઇ સાથે સહમતિ કે આધીનતા દર્શાવતી હકીકત કે સ્થિતિ
Conformity @ Dictionary.com
૧. પ્રવર્તમાન સામાજીક માપદંડો કે અભિગમ કે પ્રણાલિઓને અનુરૂપ કાર્યવાહી, જેમ કે દેશના કાયદાને અનુરૂપ વ્યવહાર.
૨. સ્વરૂપ કે નૈસર્ગીક લાક્ષણિકતાઓ કે ગુણધર્મોની સાથે એકરાગ; સહમતિ,સંગતિ કે સુમેળ.
૩. પાલન કે મૂક સંમતિ; આજ્ઞાંકિતતા.
૪. (મોટે ભાગે, અંગ્રેજીમાં, શરૂઆતના મોટા અક્ષરમાં) દેવળના, ખાસ કરીને ચર્ચ ઑફ ઈંગ્લેંડના, પ્રસ્થાપિત રિવાજનું પાલન.
5. ભૂસ્તરશાસ્ત્રમાં - મળતાં આવતાં થરો વચ્ચેનો સંબંધ
હવે આપણે 'સંવાદિતા"ની મૂળભૂત ચર્ચા કરતા કેટલાક લેખ પર નજર કરીશું :

Conformity @ Wikipedia વિષયને મહદ્‍ અંશે વ્યાપક અર્થમાં જૂએ છે.
સંવાદિતા એટલે સમુદાયના અભિગમો, માન્યતાઓ અને વર્તણૂકોનાં ધારાધોરણો સાથે તાલ બેસાડવો. એકબીજાં સાથેના વ્યવહારોને દોરતાં ધારાધોરણો અભિપ્રેત, વણકહ્યા નિયમો છે જે વ્યક્તિઓના સમુદાયમાં વહેંચાયેલ રહે છે. સંવાદિતાનું આ વલણ નાના સમુદાયો કે/ અને સમગ્ર સમાજમાં જોવા મળે છે. તે ક્યાં તો અજાણ પ્રભાવો કે સીધાં કે દેખીતાં સામાજીક દબાણને કારણે પરિણમે છે. સંવાદિતા બીજાંઓની હાજરીમાં કે પછી જ્યારે વ્યક્તિ એકલી હોય ત્યારે પણ પેદા થતી હોય છે.
બરાબરીયાંઓનાં દબાણ નકારાત્મક સ્વરૂપે દેખા દે, પણ પરિસ્થિતિ અનુસાર,સંવાદિતાની અસરો સવળી કે અવળી હોઇ શકે.માર્ગની સાચી બાજૂએ જ વાહન ચલાવવું એ ફાયદાકારક સંવાદિતા કે સુસંગતતા ગણી શકાય.યોગ્ય વાતાવરણમાં, બાળપણમાં સંવાદિતાને કારણે માણસમાટે શીખવાનું શકય બને છે, અને એ રીતે વ્યક્તિ પોતાના સમાજમાં બીજાં સાથે વ્યવહાર કરવા માટે કે યોગ્ય રીતે વિકસવા માટે જરૂરી વર્તણૂક અપનાવે છે. સંવાદિતા સામાજીક ધારાધોરણોનાં ઘડતર અને સંભાળમાં પણ ભાગ ભજવે છે, અને તે રીતે વણકહેલા નિયમોની વિરૂધ્ધની વર્તણૂકોને આપમેળે જ ટાળીને સમાજને સરળતાથી અને ધારણાયુક્તતા મુજબ કાર્યરત રહેવામાં મદદ કરે છે. એ દૃષ્ટિએ તેને સમજી શકાય તેવી વિધ્વંસક કે જોખમી પ્રવૃતિઓને અટકવતાં સકારાત્મક બળનાં સ્વરૂપે પણ જોઇ શકાય.
સંવાદિતા એ સમુદાયમાં થતી ઘટના છે એટલે સમુદાયનું માપ, સર્વસંમતિ, સંલગ્નતા, દરજ્જો, પૂર્વ-વચનબદ્ધતા અને જાહેર મત વ્યક્તિ જે સંવાદિતા પ્રદર્શીત કરે તેનાં સ્તરને નક્કી કરે છે.
A, B, or Cમાંથી કઇ રેખા ડાબી બાજૂની મૂળ રેખાની સાથે મેળ ખાય છે? ઍસ્ચ્ના સુસંગતતા પ્રયોગોમાં જોવામાં આવ્યું છે કે લોકો મોટે ભાગે બહુમતિને અનુસરે છે, ભલેને બહુમતિ અભિપ્રાય ખોટો હોય.


WhatIs Conformity?@ About.Com – Psychology માં કેન્ડ્ર ચૅરી દૌત્સ્ચ અને ગેરાર્ડ (૧૯૫૫)નો ઉલ્લેખ કરીને જણાવે છે કે તેઓએ તારવ્યું છે કે લોકો માહિતી-વિષયક પ્રભાવ [જેને કારણે લોકો ઉચિત રહેવા માટે કરીને પોતાની વર્તણૂક બદલે છે] અને આદર્શમૂલક પ્રભાવ [જેને કારણે સહમત ન થતાં હોવા છતાં સમુદાયના નિયમોને શિક્ષાના ભયને કારણે અનુસરવું અને ચોક્કસ રીતે લોકોને પસંદ પડે તેમ કરીને પુરસ્કારની અપેક્ષા]નાં બે મુખ્ય કારણોસર અનુરૂપ થાય છે.
સંવાદિતાના પ્રકારો :
• આદર્શમૂલક સંવાદિતા - જેને કારણે લોકો સમુદાયમાં બંધ બેસતાં થવા માટે પોતાની વર્તણૂક બદલે છે.
• માહિતી-વિષયક સંવાદિતા - જ્યારે લોકો માહિતીના અભાવના કારણે માહિતી અને દોરવણી માટે કરીને સમુદાય તરફ મીટ માંડે છે.
• ઓળખ - જ્યારે લોકો તેમની સામાજીક ભૂમિકા અનુસાર અનુકૂળ થાય છે. ઝીમ્બાર્ડોનો પ્રખ્યાત સ્ટેનફોર્ડ જેલનો પ્રયોગ એ અપેક્ષિત ભૂમિકા પ્રમાણે લોકો પોતાની વર્તણૂક બદલે છે તેનું બહુ સરસ ઉદાહરણ છે.
• અનુપાલન - જ્યારે અંદરખાને સહમત ન હોવા છતાં લોકો પોતાની વર્ત્ણૂક બદલે છે.
• આંતરીકીકરણ - જ્યારે આપણે બીજાં જેવાં થવા માટે પોતાની વર્તણૂક બદલીએ છીએ.
Deadly conformity is killing our creativity. Let's mess about more’ @ the guardian | The Observerમાં હેન્રી પોર્ટરનું કહેવું છે કે જો લોકોને કામના સમયે વધારે મોકળાશ મળે તો જીવન પણ વધારે અર્થપૂર્ણ બની રહે....સર્જનાત્મકતા માટેની જાણીતી શરતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આપણે એ પણ સમજવું જોઇશે કે નિર્ણય લેવા, કે આગળ વધતાં રહેવા, માટે જે માળખું જરૂરી છે તે જ નવીનીકરણ માટે તેમ જ આપણી બુદ્ધિના વણવપરાયેલા ૮૫% હિસ્સાનો મહત્તમ ફાયદો ઉઠાવવા માટે ઉપયુક્ત ન પણ હોય. સત્તા અને અધિક્રમ સર્જનાત્મકતાનાં દુશ્મન છે.
હવે સંવાદિતા વિષેની ચર્ચાને આપણે કામને લગતા વિષયો પર કેન્દ્રીત કરીશું:
સુસંગતતા પૃથ્થકરણ \ Conformity Analysis - પરિવહન આયોજન અને કાર્યક્રમ નિર્માણ પ્રક્રિયાના ભાગ રૂપે ધ શિકાગો મેટ્રોપોલીટન એજન્સી ફૉર પ્લાનીંગ (CMAP)નાં કર્મચારીઓ સૂચિત પરિવહન કાર્યક્રમની એ ક્ષેત્રની હવાની ગુણવત્તા પરની અસરનું મૂલ્યાંકન કરતાં રહે છે.
ઉત્પાદનની સુસંગતતા \ Conformity of Production- ઉત્પાદનની સુસંગતતા \ Conformity of Production (COP)વિસ્તૃત વિગતવર્ણન, કામગીરી અને અનુમોદન દસ્તાવેજમાં જણાવેલ ચિહ્નિત જરૂરીયાતોને બરાબર બંધબેસતાં થાય તેવાં શ્રેણીબદ્ધ ઉત્પાદનો બનાવી શકવાની ક્ષમતાનો પૂરાવો આપે છે. 

COP વિષે વધારે વિગતમાં સમજવા માટે નીચે જણાવેલ દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવો જોઇએ:
સુસંગતતા આકારણી શું છે ? \ What is conformity assessment?
સુસંગતતા આકારણી એ કોઇપણ ઉત્પાદન કે સેવા કે તંત્ર વ્યવસ્થા નિર્દિષ્ટ જરૂરિયાતો પૂરી કરે છે તે માટેની પ્રક્રિયા છે……. સંસંગતતા આકારણી મુખ્યત્વે પ્રમાણીકરણ, નિરીક્ષણ અને પરીક્ષણ વડે કરવામાં આવે છે. પરીક્ષણનો ઉપયોગ બહુ બહોળા પ્રમાણમાં થતો રહ્યો છે, પણ સહુથી વધારે જાણીતી પદ્ધતિ પ્રમાણીકરણની છે.
ISO પાસે સુસંગતતા આકારણી માટે ઘણાં માનકો તેમજ અન્ય પ્રકાશનો અને સંસાધનો છે, જે resources for conformity assessment પર જોવા મળી શકે છે.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ ફરીએ. આ માસનાં બ્લૉગોત્સવ સંસ્કરણમાં ગુણવત્તાનાં ક્ષેત્રે કાર્યરત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા Abu Dhabi Quality and Conformity Council ની મુલાકાત લઇશું.
QCC એ અબુધાબી સરકારની નિયમનકર્તાઓની વૈશ્વિક માપદંડને સુસંગત ગુણવત્તા માળખું પૂરૂં પાડવુવાના,નિયમનકર્તાઓ અને સરકારી એજન્સીઓને ગુણવત્તા અને સુસંગતતાને લગતી સુવિધાઓ, નિષ્ણાત જાણકારી અને સંસાધનો વડે ટેકો કરતા રહેવાના અને, વપરાશમાં ગુણવત્તા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના અધિકૃત આદેશ ધરાવતી પરિષદ છે.
તે પછીથી હવે આપણે ASQ TV વૃતાંત - Lean with a Touch of Six Sigma જોઇએ.– આપણે 'લીન' અને 'સીક્ષ સિગ્મા' તેમ જ 'લીન સીક્ષ સિગ્મા' વિષે બહુ બધું સાંભળતાં રહીએ છીએ. એ બંનેમાં કંઇ તફાવત છે ખરો ? પ્રસ્તુત વિડિયોમાં 'લીન' અને 'સીક્ષ સિગ્મા'ને શી રીતે સાથે રહીને કામે લગાડી શકાય અને આ બધાં સાધનો અંગે ભૂલો ન કરી બેસવાની વાત કહેવાઇ છે.
આ તબક્કે આપણે આ વિષય સાથે સંકળાયેલા અન્ય વિડિયો પણ જોઇ લેવાની તક ઝડપી લઇએ :
  • Uncover the differences between Lean, Six Sigma and Lean Six Sigma – “લીન સીક્ષ સિગ્મા વિષયના નિષ્ણાત અને પ્રશિક્ષકો ચૅડ સ્મિથ અને ક્રિસ હૈસ લીન અને સીક્ષ સિગ્મા વચ્ચેના મૂળભૂત તફાવતને સમજાવે છે.”
  • Waste Analysis – “લીનનો સહુથી સરળ ઉપયોગ છે સંસ્થામાં કાર્યરત પ્રક્રિયાઓમાંના વ્યયને ખોળી કાઢવામાં અને પછીથી તેમને દૂર કરવામાં. શરૂઆત વ્યય વિશ્લેષણથી કરવી જોઇએ. સામાન્યતઃ આઠ પ્રકારના વ્યય જોવા મળે છે.” [Identifying wasteની પણ મુલાકાત જરૂર કરશો.]
  • Is Lean (and Six Sigma) the way to go – “લીન નિષ્ણાત ડેવીડ બેહલીંગ અને સીક્ષ સિગ્મા નિષ્ણાત મારીઆ પૅમ્મેટ લીન અને સીક્ષ સિગ્માની ઉપયોગીતા, તેના અમલમાં આવતા પડકારો અને સંચાલકોની મદદ કેમ મેળવવી તે અંગેની ચર્ચા કરે છે.” [David Behling's lean insights ની પણ મુલાકાત જરૂર કરશો.]
  • થોડી હળવી ક્ષણો - Lucy Hates Waste - બહુ જ જાણીતી એવી આ હળવી ક્લિપમાં વધારે પડતાં ઉત્પાદન - આઠમાંનો એક વ્યય - નાં ઉદાહરણનો સચોટ ખ્યાલ મેળવીશું. કેવી કમનસીબી છે કે વધારે પડતું ખાવું એ હંમેશાં સ્વાદિષ્ટ વિકલ્પ નથી પરવડતો !
  • Lean Improves Response Time and Increases Revenue for Global Lender - એક વૈશ્વિક નાણાંની ધીરધાર કરનાર લેટિન અમેરિકામાં વાહનની લોનના ૪૦% જેટલી અરજીઓ ગૂમાવી રહેલ. સંસ્થાએ સીક્ષ સિગ્મા અને લીન સાધનોના ઉપયોગ વડે અરજી પ્રતિસાદ સમયમાં ઘટાડો કર્યો, અને તે સાથે વકરામાં પણ વધારો કર્યો.[Case studyની પણ મુલાકાત જરૂર કરશો.]
આ માસના આપણા ASQ’s Influential Voice છે ડૉ. લોટ્ટો લાઇ.
હોંગ કોંગ, ચીન, સ્થિત ડૉ. લોટ્ટૉ લાઇ વૈજ્ઞાનિક સંશોધન, ગુણવત્તા પ્રતિતીકરણ અને સંચાલનના નિષ્ણાત છે. વાણિજ્યિક પ્રયોગશાળા, વિશ્વવિદ્યાલય પરીક્ષણ કેન્દ્ર, પ્રમાણીકરણ સંસ્થા અને કન્સલટન્ટ કંપનીઓ સાથે કામ કરવાનો તેમને પંદર વર્ષથી વધારે અનુભવ છે. તેઓ HKSQ સાથે અધ્યક્ષ અને ફૅલો તરીકે તેમ જ MHKIE, SrMASQ, CMQOE જેવી સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે અને IRCA QMS Lead Auditor પણ છે. તેઓ Quality Alchemist નામક બ્લૉગ ચલાવે છે. અહીં વર્ષ ૨૦૧૪માં જ અત્યાર સુધી ૫૨ જેટલી પૉસ્ટ જોવા મળે છે. HKSQ પર થતી પ્રવૃત્તિઓના અહેવાલોથી માંડીને ગુણવત્તાને લગતા બહુ વિશાળ ફલક પર વિષયો આવરી લેવાતા રહે છે.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnival વિભાગમાં કોઇ લેખ નથી.
તેથી આપણે Interview on PDSA, Deming, Strategy and More ની વાત કરીશું.બીલ ફોક્ષે જોહ્ન હંટરનો ઇન્ટરવ્યુ Predicting Results in the Planning Stage. પ્રકાશીત કરેલ છે.

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....

No comments: