હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -' ૫
/૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણમાં
આપનું સ્વાગત છે.
આ મહિને
આપણે જેમનો નિયમમિતપણે ઉલ્લેખ કરીએ છીએ તેવા કેટલાક બ્લૉગ પર ફિલ્મ સમીક્ષાઓનું
પ્રાધાન્ય જણાય છે. એટલે, આપણને
અન્ય બ્લૉગ્સ / સાઈટ્સની મુલાકાત લેવાનો એક સરસ અવસર મળી ગયો છે.
હુસ્નલાલ
ભગતરામ - 'પ્રથમ' સંગીત જોડી - Husnlal-Bhagatram
- The ‘First’ Composer Duo - માં
હુસ્નલાલ-ભગતરામનાં મૂળિયાં અને ચડતીની વાત કરવામાં આવી છે. ઢોલક અને મટકાં કે
ઘુંઘરૂં જેવાં અતાન તાલવાદ્યોવડે સર્જાતી ઝડપી લયના તેઓ ચાહક રહેલ છે.… તેમની સંગીત
બાંધણીની શૈલિની બીજી ખાસ વાત ગીતની દરેક પંક્તિમાં ઉતરતા અને પુનરાવર્તીત તાનના
વાળા ઢાળા છે, જેને
કારણે સ્વર પૂર્ણ થતો જણાય છે અને યાદ રાખવું બહુ સહેલું બની જાય છે, વળી એ
પંક્તિઓમાં બહુ ઓછા સ્વરનો પ્રયોગ થતો જોવા મળે છે.
બહુ જ ટુંકી સ્વર પંક્તિઓ અને વાજિંત્રોની ચિત્તાકર્ષક સંગત જે શબ્દો કે પંક્તિનાં પુનરાવર્તનની છડી પોકારે છે કે મુખડા કે અંતરાના છેવાડે એક નાનો શો પણ મહત્વનો વિરામ હુસ્નલાલ-ભગતરામની ઝડપી લયવાળાં ગીતો દિલકશ અને તરત જ ગમી જાય તેમ થવામાં ભાગ ભજવે છે. આ માટે ઘણાં સચોટ ઉદાહરણો મળી શકશે, જેના પરથી આપણને એ ગીત હુસ્નલાલ-ભગતરામનું જ છે તેમ સાંભળતાં વેંત જ જણાઇ આવે. અહી આપણે એવાં બે ઉદાહરણો જોઇશુ..
પહેલું છે સુરૈયાનું ખૂબ જ લોકપ્રિય થયેલ, ફિલ્મ 'પ્યારકી જીત (૧૯૪૮)નું ગીત - તેરે નૈનોંને ચોરી કિયા, મેરા નન્હાસા જીયા..તેરે નૈનોંને પછી મૂકાયેલો વાંસળીનો નાનકડો એવો એક ટૂકડો આખાં ગીતમાં એવો ભળી ગયો છે કે એ ગીતની ગણગણાવી ત્યારે વાંસળીનો એ ટુકડો પણ સાથે ગણગણાઇ જ જાય છે.
બીજું ઉદાહરણ છે ફિલ્મ 'ફર્માઇશ'નું લતા મંગેશકરનું ગીત - તુમ દિલ કો તોડ દોગે.ગીતનાં ઉપાડનાં સંગીતથી જ એ તેમની જ રચના છે તો તો સમજાઇ જ જાય છે, પણ તેમ છતાં બાકીનાં આખાં ગીત પર નજર કરો.પહેલી પંક્તિ બરાબર મધ્યમાં જ તોડી કાઢી છે અને તેમાં વાજીંત્રનો એક ટૂકડો બેસાડી દીધો છે, પંક્તિ બરાબર એજ રીતે પુનરાવર્તન થાય તે પહેલાં, પંક્તિના અંતમાં હજી બીજો સંગીતનો ટુકડો સાંભળવા મળશે. અંતરાઓમાં પણ આ જ અભિગમ પુનરાવર્તન પામ્યો છે, ફેર એટલો જ દરેક પંક્તિના અંતમાં સંગીતના નાના નાના ટુકડા મૂકી દીધા છે, અને પક્તિ પાર કરતી વખતે એક સરસ વિરામ વપરાયો છે.
આ સાથે
ફિલ્મ 'સનમ' (૧૯૫૧)માં મોહમ્મદ રફી અને
સુરૈયાના કંઠમાં ગવાયેલાં આ હુસ્નલાલ ભગતરામનાં આ ગીત - મૈં કહે દું તુમ કો ચોર-ને પણ માણીએ.
ખુર્શીદ
બાનો - બરસો રે... - તાનસેન - ખુર્શીદ અને સુરૈયા એ બંને મુંબઇની એવી
ગાયિકા-અભિનેત્રીઓ હતી જેમણે કે. એલ. સાયગલ સાથે કામ કર્યું હોય. ૧૯૩૦ અને ૪૦ના
દાયકાની આ પ્રતિભાશાળી અને લોકપ્રિય ગાયીકાએ કરાચીમાં ૨૦૦૧માં ૧૮મી
એપ્રિલના રોજ આખરી સોડ ઓઢી લીધી હતી.
ગત
વર્ષોના મધુર સંગીત સ્રજકોનાં અવિસ્મરણીય ગીતો ના ભાગ
૧ માં લેખિકા ઉષા
મનોહર ચિત્રગુપ્ત, સરદાર
મલ્લિક અને નારાયણ દત્તાને યાદ કરે છે. આ સહુ એવા સંગીતકારો હતા કે જેમને બિમલ રોય, નાસીર હુસૈન, ગુરૂ દત્ત, રાજ કપૂર કે
મહેબૂબ ખાન જેવા પ્રથમ હરોળના નિર્માતાઓ સાથે કામ કરવાની કોઇ તક ન સાંપડી. પણ તેમ
છતાં, તેમનાં
ગીતો એક અમીટ છાપ તો મૂકી જ ગયાં છે. લેખના બીજા
ભાગમાં દત્તારામ, જી એસ
કોહલી અને સપન જગમોહન અને ત્રીજા
ભાગમાં અજીત મર્ચંટ, ઇકબાલ
કુરેશી અને બિપિન બાબુલને યાદ કરેલ છે.
રમૂજી
હિંદી ગીતો - ૨૦ ઉત્તમ હાસ્યપ્રધાન હિંદી ગીતો - “એક દિવસ ટાઇમ્સ
નાઉના સપ્તાહાંત કાર્યક્રમમાં ગત વર્ષોનાં કેટલાંક ઉત્કૃષ્ટ હાસ્યપ્રધાન ગીતો
સાંભળવા મળ્યાં. સમયની મર્યાદાને કારણે કાર્યક્રમા ૯-૧૧ ગીતોની ઝલક સાંભળવા મળી
હતી. બસ, તેના
પરથી આ લેખનો વિચાર જન્મ્યો.અહીં ઇન્ટરનેટ પર તો સમયની એવી કોઇ મર્યાદા નડે નહીં, એટલે મેં વીસ
હાસ્યપ્રધાન ગીતોની યાદી બનાવી કાઢી. ખૂબી વાત એ છે કે આ દરેક ગીત બહુ જ સરસ રીતે
લખાયેલ પણ છે, એટલે
કોઇ ને કોઇ રીતે, શબ્દોથી
હાસ્ય ન ફૂટે તો વિડિયો જોઇએને પણ, ગીત સાંભળતાં મજા તો પડે જ."
હવે, નવી દિશાઓની
સફરમાંથી ફરી આપણા જાણીતા બ્લૉગનાં ક્ષેત્રમાં પાછા ફરીએ.
- આયી સાવન ઋત આયી - મુકેશ , શમશાદ બેગમ, નૌશાદ, મેલા (૧૯૪૮)
- નાચે રે ધરતી કે પ્યારે - હેમંત કુમાર, લતા મંગેશકર, સાથૉ, સલીલ ચૌધરી - હીરા મોતી (૧૯૫૯) - આ ફિલ્મમાં માત્ર આ ગીત જ સલીલ ચૌધરીનું છે, બાકીનાં ગીતો રોશનનાં છે.)
- આજ મેરે મનમેં સખી – લતા મંગેશકર અને સાથીઓ, નૌશાદ, આન (૧૯૫૨)
આવાં
બીજાં કોઇ ગીતો ધ્યાનમાં હોય, તો
જરૂરથી જણાવશો.
મહેમાન
લેખક તરીકે એન વેન્કટરામન Multiple
Version Songs (16): Rabindra Sangeet and Pankaj Mullickમાં
ગુરૂદેવ રવિન્દ્રનાથ ઠાકુર (૭ મે ૧૮૬૧ - ૭ ઑગસ્ટ ૧૯૪૧) અને પંકજ મલ્લિક (૧૦ મે
૧૯૦૫ - ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૮)માં અનોખી અંજલી આપી છે.
પર ગીતોનાં
વિવિધ સ્વરૂપોની શ્રેણીમાં આપના આ લેખકનો મહેમાન લેખ, Multiple
Versions Songs (17): Haunting Melodies in Different Moods And Settings,પણ
રજૂ થયેલ છે.
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારીય સાપ્તાહિક પૂર્તિ "મધુવન"માં શ્રીકાન્ત ગૌતમે
તારીખ ૪-૫-૨૦૧૪ અને તારીખ ૧૧-૫-૨૦૧૪ના રોજ પ્રકાશીત થયેલા બે
ભાગના લેખ - સીને
સંગીતમાં અપવાદરૂપ સમન્વય -માં સંગીતકારો અને
ગીતકારોના બહુ જ જવલ્લે થતા સહયોગમાંથી નીપજેલાં ગીતોને યાદ કર્યાં છે. બધાં
ગીતોની વિડિયો ક્લિપ્સ અહીં રજૂ કરવાથી આખો લેખ જ અહીં ઉતારવો પડે તેવું થાય, તેથી અહીં સંક્ષિપ્ત
સ્વરૂપે તેની નોંધ લઇશું:
હેમંત
કુમાર સાહિર
લુધ્યાનવી ગર્લ
ફ્રેન્ડ ૧૯૬૦
હેમંત
કુમાર મજરૂહ
સુલ્તાનપુરી એક હી
રાસ્તા ૧૯૫૬
હેમંત
કુમાર ગુલઝાર ખામોશી ૧૯૬૯
સચીન
દેવ બર્મન ગુલઝાર બંદીની ૧૯૬૩ (માત્ર એક જ
ગીત - મોરા ગોરા અંગ લૈ લે-જેના દ્વારા
ગુલઝારની ગીત લેખક તરીકેની લાંબી કારકીર્દીની પણ શરૂઆત થઇ.)
મદન
મોહન ગુલઝાર મૌસમ ૧૯૭૫
મદનમોહન સાહિર
લુધ્યાનવી રેલ્વે
પ્લેટફોર્મ ૧૯૫૫
ગઝલ ૧૯૬૪
(જયદેવ સાથે) લૈલા મજનુ ૧૯૭૬
મદન
મોહન મજરૂહ
સુલ્તાનપુરી આખરી
દાવ ૧૯૫૮
નૌશાદ મજરૂહ
સુલ્તાનપુરી શાહજહાં ૧૯૪૬
અંદાઝ ૧૯૪૯
સાથી ૧૯૬૮
રોશન નીરજ નઇ
ઉમ્રકી નઇ ફસલ ૧૯૬૫
લક્ષ્મીકાંત
પ્યારેલાલ હસરત
જયપુરી છૈલા
બાબુ ૧૯૬૭
કલ્યાણજી આણંદજી
સાહીર
લુધ્યાનવી નન્હા
ફરિશ્તા ૧૯૬૭
ગુલઝાર પૂર્ણિમા ૧૯૬૫
મજરૂહ સુલ્તાનપુરી ઇશારા ૧૯૬૪
હસરત જયપુરી ઘર ઘર
કી કહાની ૧૯૭૦
આ લેખ
વાંચીને મારી પાસે શૈલેન્દ્રની કારકીર્દીનો એક લેખ મને યાદ આવી ગયો. શૈલેન્દ્રએ
મોટાભાગનાં ગીતો શંકર-જયકિશન, સચીન
દેવ બર્મન, સલીલ
ચૌધરી કે રોશન માટે જરૂર લખ્યાં છે, પણ તેમની આ
પ્રકારની અપવાદરૂપ ભાગીદારીઓની યાદી પણ બહુ લાંબી છેઃ
બસંત
પ્રકાશ બદનામ ૧૯૫૨
સપન
જગમોહન બેગાના ૧૯૬૩
નીનુ
મજુમદાર ભાઇ
સાહેબ ૧૯૫૪
શૈલેશ
મુખર્જી સવેરા ૧૯૫૮
શીવરામ
નારાયણ નયા
કદમ ૧૯૫૮
ચિત્રગુપ્ત કલ
હમારા હૈ ૧૯૫૯
આર ડી
બર્મન છોટે
નવાબ ૧૯૬૧
મનોહર ચીનગારી ૧૯૫૫
સુધીર
કાર કાંચકી
ગુડીયા ૧૯૬૧
શાર્દુલ ક્વાત્રા પીપ્લી
સાહેબ ૧૯૫૪
તીસ માર
ખાં ૧૯૫૫
કલ્યાણજી
આણંદજી સટ્ટા
બાઝાર ૧૯૫૯
કિશોર કુમાર દૂર
ગગનકી છાંવમેં ૧૯૬૪
હમ દો
ડાકૂ ૧૯૬૭
દૂરકા
રાહી ૧૯૭૧
અનિલ બિશ્વાસ સૌતેલા
ભાઇ ૧૯૬૨
છોટી
છોટી બાતેં ૧૯૬૫
સી. રામચંદ્ર છત્રપતિ
શિવાજી ૧૯૫૨
અનારકલી ૧૯૫૩
રવી દિલ્લીકા
ઠગ ૧૯૫૮
જવાનીકી
હવા ૧૯૫૯
નઈ
રાહેં ૧૯૫૯
મુકુલ રૉય
શૈલાબ ૧૯૫૬
ડીટેક્ટીવ ૧૯૫૮
પંડિત
રવિ શંકર અનુરાધા ૧૯૬૦
આપણા
મિત્ર ભગવાન
થવરાનીએ તુમ ન આયે શમા જલતી રહી -
ભૂતનાથ (૧૯૬૩), લતા
મંગેશ કર, વેદપાલ-ને
તેના આ શબ્દો - મેરી આવાઝ કો જાને ક્યા હો ગયા. મૈં બહારોંમેં ગાતી રહી જોગિયા-
માટે યાદ કરેલ છે.
અને
આજના આ સંસ્કરણના અંતમાં આપણે,
હંમેશની જેમ, મોહમ્મદ રફીની યાદ તાજી કરીએ :
- મોહમ્મદ રફીનાં જીવન અને ગીતો પરની એક લઘુ ફિલ્મના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩માં જેમની જીવનકથા - મેરી આવાઝ સૂનો -ના લેખક વિનોદ વિપ્લવની મદદ લેવાઇ છે.
- મોહમ્મદ રફીનાં કેટલાંક, બહાર ન પડેલાં ગીતો - જે મદન મોહને સ્વરબદ્ધ કરેલ છે.
- મેરી આવાઝ સુનો - ભાગ ૧ માં મદન મોહનની યાદને મોહમ્મદ રફીના સ્વરમા ગવાયેલ સમયાતીય ગીતો દ્વારા તાજી કરાઇ છે.આ ભાગમાં મદન મોહન દ્વારા પરિચયાત્મક રજૂઆતની સાથે તેમની યાદોને તાજી કરતી ટીપ્પણીઓ અને માલા સિંહા, ખય્યામ અને જગજીત સિંહની અંજલિઓ આવરી લેવાઇ છે. તેની સાથે આખરી દાવ (૧૯૫૮), ગઝલ (૧૯૬૪), સુહાગન (૧૯૬૪), શરાબી )૧૯૬૪). હકીકત (૧૯૬૪) અને મેરા સાયા (૧૯૬૬)નાં ગીતોના ટૂકડા પણ સાંભળવા મળે છે. ભાગ ૨ માં લતા મંગેશકર, પંડિત શિવકુમાર શર્મા, જયદેવ, મજરૂહ સુલ્તાનપુરી અને જતીન-લલિતની અંજલિઓ આવરી લેવાઇ છે. તે સાથે આપકી પરછાઈયાં (૧૯૬૪), દુલ્હન એક રાતકી (૧૯૬૬), હીર રાંઝા (૧૯૭૦), નૌનિહાલ (૧૯૬૭), ચિરાગ (૧૯૬૯), હંસતે ઝખ્મ (૧૯૭૩), લૈલા મજનુ (૧૯૭૬) અને તેરે બગૈર (૨૦૦૯)નાં ગીતોના ટૂકડા પણ સાંભળવા મળશે.
No comments:
Post a Comment