Thursday, March 31, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૩_૨૦૧૬



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણા આ મહિનાના અંકની શરૂઆત હંમેશની જેમ અંજલિઓ અને યાદો સાથે સંકળાયેલી પોસ્ટ્સથી કરીશું.
સાહિર લુધ્યાનવીની ૯૫મી જન્મજયંતિ નિમિત્તે અક્ષય મનવાણી, 'I have lit fires with songs of rebellion': Memories of Sahir Ludhianvi's college years…..માં કવિના ફિતૂરી યુવાકાળને ઉખેળે છે.
અક્ષય મનવાણીનાં પુસ્તક Sahir Ludhianvi: The People’s Poet (હાર્પર કૉલ્લિન્સ, ISBN 978-93-5029-733-9, કિંમત - રૂ. ૩૯૯, પૃષ્ઠ ૩૨૦) પર તેમનો આખો ઇન્ટરવ્યૂ અહીં વાંચી શકાશે.
આ પ્રસંગે પુસ્તકની એક વધારે રસપ્રદ સમીક્ષા- Book Review: Akshay Manwani’s ‘Sahir Ludhianvi: The People’s Poet’ - વાંચવાની તક પણ ચૂકવા જેવી નથી.
સાહિર લુધ્યાનવીને પોતાની અંજલિ આપતાં અંતરા નંદા મોંડલ તેમના લેખ Jinhe Naaz Hai Hind Par Voh Kahaan Hain: Songs of Sahirમાં નોંધે છે કે સાહિરનું હિંદી ફિલ્મો માટેનું પહેલવહેલું ગીત બદલ રહી હૈ ઝિંદગી હતું. 'આઝાદી કી રાહ પર' (૧૯૪૯) માટે તેમણે ત્રણ બીજાં ગીતો પણ લખ્યાં હતાં.
સાહિર લુધ્યાનવી પરનું અન્ય વિશેષ વાંચન :
§  Sahir Ludhianvi: The Rebel, The Lover સાહિરનાં અસ્તિત્ત્વવાદી ગીતોની શોધખોળ - વિજય કુમાર
§  Khayyam: Making Poetry Come Alive With Melody સાહિરનાં સૌથી મધુર ગીતો પૈકી કેટલાંક ગીતો
§  Tere Mere Sapne Ab Ek Rang Hain – Eternal Melodies of SD Burman-Rafi – એસ ડી બર્મન, સાહિર લુધ્યાનવી અને મોહમ્મદ રફીના સંગાથે કેટલાંક શ્રેષ્ઠ ગીતો આપ્યાં છે
§  Pyaasa: Pristine Poetry On Celluloid – સાહિરની સૌથી વધુ જાણીતી ફિલ્મો પૈકી એક
Best duets of the not-so-unloved Mahendra Kapoor - મહેન્દ્ર કપૂર તેમનં લતા મંગેશકર સાથેનાં કે રવિ અને ઓ પી નય્યરનાં રચેલાં આશા ભોસલેનાં યુગલ ગીતો ઉપરાંત બીજા કેટલાય પરિચિત-અપરિચિત સંગીતકારો માટે અન્ય ગાયિકાઓ સાથે ગાયેલાં યુગલ ગીતો માટે પણ યાદ કરાતા રહેશે. પ્રસ્તુત લેખમાં યાદ કરાયેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીતો ની આપણે ફરી એક વાર નોંધ લઈશું:
§  આજ મધુવાતાસ ડોલે - સ્ત્રી (૧૯૬૧) - લતા મંગેશકર સાથે - સી રામચંદ્ર - ભરત વ્યાસ
§  અપની ઝુલ્ફોં કો સુંઘા કર મુઝે બેહોશ કરો - તીન સરદાર (૧૯૬૫) - આશા ભોસલે સાથે હંસરાજ બહલ - પ્રેમ વાર્બુતાણી 
§  મોહબ્બત ન કરના ઝમાના બુરા હૈ - બ્લૅક મેલર (૧૯૫૯) - સુમન કલ્યાણપુર સાથે - ઈક઼બાલ - બહાર અઝમેરી
§  તેરી ઝુલ્ફ મેં ચુનકે ચમ્પે કી કલિયાં - જાન બચી લાખોં પાયે ('૬૦ની અપ્રદર્શિત ફિલ્મ)- શારદા સાથે - અજય-વિશ્વનાથ - અનજાન
‘Chalte Chalte Yunhi Koi Mil Gaya Thha': The Music of Ghulam Mohammad - ગુલામ મોહમ્મદની ૪૮મી મૃત્યુ સંવત્સરી નિમિત્તે પીયૂશ શર્મા તેમને અંજલિ આપતાં નોંધે છે કે ૧૯૪૦ના દાયકાની શરુઆતમાં જ ગુલામ મોહમ્મદે ફિલ્મો માટે સંગીત આપવાનું શરૂ કર્યું હતું, પણ તેમનાં નોંધે ચડેલાં ગીતો ૧૯૪૮ પછીનાં જ રહ્યા. જો કે ગુલામ મોહમ્મદને યાદ તો તેમનાં 'શમા'. કે 'મિર્ઝા ગ઼ાલિબ' કે 'પાકીઝા'નાં ગીતો માટે જ કરાય છે. તેમનાં સંગીતમાં રાજસ્થાનનાં લોકગીતોની મિઠાશ છલકતી . પ્રસ્તુત લેખમાં તેમનાં સંગીતમાં રજૂ થયેલી અનેકાનેક ફિલ્મો અને ગીતોને યાદ કરાયાં છે. લેખમાં જે ગીતો ઉલ્લેખ છે પણ સૉફ્ટ લિંક નથી પૂરી પાડવામાં આવી તેવાં કેટલાંક ગીતોની આપણે અહીં નોંધ લઈશું:
§  તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ - ગૃહસ્થી (૧૯૪૮)મુકેશ, શમશાદ બેગમ
§  ઉનસે હમ કુછ કહતે રહ ગયે - દિલકી બસ્તી (૧૯૪૯)- લતા મંગેશકર 
§  આંસૂથી મેરી ઝિંદગી, આંખોંને જો બહા દિયા - બિખરે મોતી (૧૯૫૧) - મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી
આપણે હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સની મુલાકાત લઈશું  -
Tonga in the Tinsel World માં ઘોડા સાથે સંકળાયેલાં હિંદી ફિલ્મ ગીતો પછી ઘોડાગાડી જેમાં મુખ્ય કળાકાર છે તેવાં ગીતોને ડી પી રંગને યાદ કર્યાં છે. હવે ભૂલાવે ચડેલાં કેટલાંક ગીતો આપણે પણ ફરીથી યાદ કરી લઈએ:
§  ઝિંદગી ઝિંદગી કોઈ સપના - ડૉ. કોટનીસકી અમર કહાની (૧૯૪૬) - ખાન મસ્તાના અને સાથીઓ - વસંત દેસાઈ - દીવાન શરાર
§  ઘિર ઘિર કે આસમાન પર - બાંવરે નૈન (૧૯૫૦) - આશા ભોસલે અને રાજ કુમારી - રોશન - કિદાર શર્મા 
§  એક નઝર એક અદા - રાત કે રાહી (૧૯૫૯)- મોહમ્મદ રફી - બિપીન બાબુલ - વિશ્વામિત્ર આદિલ 
§  ઓ મતવાલે સાજના - ફૌલાદ (૧૯૬૩) - આશા ભોસલે - જી એસ કોહલી - અનજાન
§  રૂત લબેલી મસ્ત સમા - શ્રીમાન સત્યવાદી (૧૯૬૦) - મુકેશ - દત્તારામ વાડકર-  હસરત જયપુરી
§  ઘોડા પિશોરી મેરા ટાંગા લાહોરી - પ્યાર કા બંધન (૧૯૬૩)- મોહમ્મ્દ રફી - રવિ - સાહિર લુધ્યાનવી
Hum Ko Bhula Diya To Kyaમાં સુધીર કપૂર ફિલ્મ ઈન્ડિયા (૧૯૪૩)નો લેખ Do Music Directors direct the music?યાદ કરે છે. એ લેખનું હાર્દ એ હતું કે તેમનું ગીત કોણ ગાશે, કેમ ગવાશે, શું ગીત હશે અને ગીત ફિલ્મમાં ક્યાં મૂકવામાં આવશે જેવી બાબતો ઘણા સંગીતકારોના હાથમાં નથી હોતી.... તેમને પણ એવું જ એક ગીત યાદ આવે છે જે તેમને બીજાં ગીતની યાદ અપાવ્યા કરે છે. એ ગીત છે હમકો ભૂલા દિયા તો ક્યા, યાદ મેરી ભૂલાઓ તો જાનું (ચંદાકી ચાંદની - ૧૯૪૮ - ગીતા દત્ત, જ્ઞાન દત્ત) અને જે ગીત યાદ આવે છે તે છે "Jeene Ke Dhang Sikhaaye Jaa". આ ગીત ૧૯૪૭ની ફિલ્મ 'પરવાના' માટે કે એલ સાયગલે ગાયું હતું. મજાની વાત એ છે કે બંને ગીતો ડી એન મધોકે જ લખ્યાં છે..
૧૯૫૦ના દાયકાની પ્રદીપ કુમારની ફિલ્મનાં ગીતો પછી હવે Pradeep Kumar Songs from 1960 to 1963નાં આગવાં યુગલ ગીતોને યાદ કરાયાં છે, જે પૈકી કેટલાંક ગીતોને અહીં યાદ કર્યાં છે :
§  હૈ ઝિંદગી કિતની હસીન - અપ્સરા (૧૯૬૧) - તલત મહમૂદ, આશા ભોસલે - હુસ્નલાલ ભગતરામ
§  સાઝ-એ-દિલ છેડ દે, ક્યા હસીં રાત હૈ - પાસપોર્ટ (૧૯૬૧)- મોહમ્મદ રફી, લતા મંગેશકર - કલ્યાણજી આણંદજી
§  મિલતે હી નઝર ઇનસે હમ હો ગયે દિવાને - ઉસ્તાદોં કે ઉસ્તાદ - મન્ના ડે, મોહમ્મદ રફી, આશા ભોસલે – રવિ
“Dil Ko Lakh Sambhala Ji” – Shakila એ જેમનું મૂળ નામ બાદશાહ જેહાન હતું તેમનાં જીવનની ઝાંખી કરાવતો ઈન્ટરવ્યૂ છે. તેમના પર ફિલ્માવાયેલાં કેટલાંક ગીતો SHAKILA HITS પર સાંભળવા મળશે. હરિશ રઘુવંશીનાં પુસ્તક "ઈન્હે ના ભૂલાના' પરની વેબ ગુર્જરીની શ્રેણીમાં પણ આપણે બાબુજી ધીરે ચલના: શકીલા માં પણ શકીલા વિષે જાણ્યું હતું અને તેમના પર ફિલ્માવાયેલાં આગવાં ગીતોની મજા માણી હતી.
પુરુષ પાત્ર ગાય અને તેના પર સ્ત્રી પાત્ર નૃત્ય કરે એવાં ગીતોની હિંદી ફિલ્મોમાં એક આગવી ઓળખ રહી છે. Ten of my favourite “Man Sings and Woman Dances’ songs અને તેના વાચકોએ આવાં ગીતોને રજૂ કર્યાં છે. અહીં ધ્યાન એ રાખવાનું છે કે ગીતનાં ચિત્રાંકનમાં પુરૂષ પાત્ર સાથે નૃત્ય ન કરતું હોવું જોઈએ.  આ કારણે તૂ હૈ મેરા પ્રેમ દેવતા કે જા તો સે નહીં બોલું કન્હૈયા કે ઝનન ઝનન બાજે બીછૂઆ જેવાં ગીતો બાદ થઇ જાય છે.
Five Excellent Dances with Krishna Kumar - વિન્ટેજ સમયમાં કૃષ્ણ કુમાર અને સૂર્ય કુમારે બહુ ઘણાં નૃત્ય ગીતોનું નિદર્શન કર્યું હતું તેમ જ એ ગીતોમાં અભિનય પણ કર્યો હતો. કૃષ્ણ કુમારનું કોઈ અકળ કારણસર ખૂન થઈ ગયું એટલે આવારા (૧૯૫૧)નાં ફિલ્માંકન દરમ્યાન જ તેમની  કારકીર્દીનો અકાળ અંત થઈ ગયો. લેખમાં તેમના અભિનય સાથેનાં જે પાંચ નૃત્ય ગીતોને રજૂ કરાયાં છે તે ગીતો છે -


The Fascinating Tale of  So Many Anarkalis  - અનારકલીના વિષય પર હિંદી ફિલ્મમાં જૂદા જૂદા સમયે ફિલ્મો બને તે તો બહુ જ સ્વાભાવિક જ છે. ૧૯૨૮માં રજૂ થયેલી સીતા દેવીની અનારકલીની ભૂમિકા વાળી Loves of a Mughal Prince  અને સુલોચનાની ભૂમિકાવાળી 'અનારકલી' આ વિષય પરની સૌથી પહેલી,મૂક ફિલ્મો, હતી . એ પછી ૧૯૩૫માં મૂળ મૂક ફિલ્મ પરથી બનેલ બોલપટમાં પણ સુલોચના એ જ અનારકલીની ભૂમિકા ભજવી, ૧૯૫૩ની 'અનારકલી'માં તે હવે જોધાબાઈનાં પાત્રમાં હતી ! ૧૯૫૫માં તેલુગુમાં પણ 'અનારકલી' બની, જેમાં અનારકલી અંજલિ દેવી હતાં. આ ફિલ્મ તમિળ ભાષામાં પણ ડબ થઈ. ૧૯૫૮માં પાકિસ્તાનમાં બનેલી ફિલ્મમાં નૂરજહાન અનારકલીની ભૂમિકામાં - જલતે હૈ અરમાં – હતાં.  અનારકલીના ફિલ્મ જગતના ઇતિહાસમાં સૌથી વધારે ભવ્ય, અને સફળ પણ, તો કે આસિફની મુગ઼લ-એ-આઝમની અનારકલી (મધુબાલા) જ રહી. ફિલ્મો સિવાય, માત્ર ગીતો કે મજાકીયા રજૂઆતોમાં પણ તમિળ ફિલ્મ ઈલાર જ્યોતિ (૧૯૫૪), ચશ્મએ બદ્દૂર (૧૯૮૧), ચમેલી કી શાદી ((૧૯૮૬), માન ગયે મુગ઼લ-એ-આઝમ (૨૦૦૮) અને રેડી (૨૦૧૧)માં પણ અનારકલીનું સ્થાન બની રહ્યૂં છે. આમ શાહજાદા અને બાંદીની કથા ભલે અસફળ રહી, પણ પર્દા પર તેમની પ્રેમકહાની સદાબહાર બની રહી છે.
How Chand Usmani Got Film Chance?  -  આ ઈન્ટરવ્યૂમાં ચાંદ ઉસ્માની પોતાના ફિલ્મોમાં પ્રવેશની વાત યાદ કરતાં કરતાં અદાકારાઓમાં નરગીસ અને ગીતા બાલી અને ગાયિકામાં ગીતા રોય (દત્ત) તેમનાં ચહિતાં છે તેમ જણાવે છે. ગીતા રોય તો તેમનાં મિત્ર પણ હતાં.
More Geeta Dutt માં ગીતા દત્તનાં અનોખાં ગીતો યાદ કરાયાં છેઃ


(વેબ ગુર્જરી પર ભાઈશ્રી ભગવાન થાવરાણીએ આ ગીતનો બહુ જ રસાળ રસાસ્વાદ કરાવ્યો છે.)



નરગીસ આહની એક સિક્વન્સનાં રીહર્સલ હરી રહ્યાં છે. રાજ કપૂર અને (બારી પાસે ખુરશી પર બેઠેલા) ફિલ્મના દિગ્દર્શક રાજા નવાથે તેમ જ યુનિટના અન્ય કર્મચારીઓ એક રસ થઈને તેના પ્રેક્ષક બની રહ્યાં છે.
શિક્ષણથી સૉફ્ટવેર એન્જિનીયર્સ અને વ્યવસાયે આઈટી કન્સલટન્ટ્સ એવા, અનિરૂદ્ધ ભટ્ટાચારજી અને બાલાજી વિટ્ટલ,ને શમ્મી કપૂરની જીવનકથા પાને પાનું વાંચી જવા જેવી લાગી છે. શમ્મી કપૂરની મસાલા ફિલ્મો કદાચ બીજી વાર ન જોઈએ તો ચાલે, પણ પ્રસંગો અને નાની વાતોથી ભપૂર એવું આ પુસ્તક એકથી વધારે વાર વાંચવું જરૂર ગમશે.પુસ્તકમાં બહુ જ મજાના ફોટોગ્રાફ્સ પણ છે....
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના માર્ચ, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના માર્ચ, ૨૦૧૬ના લેખોમાં માં પણ હજૂ ખય્યામનાં ગીતોની સફર ચાલુ રહી છે:
દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં સંગીતકાર ઈસ્માઈલ દરબારની ચર્ચા આગળ આ મહિને પ્રસિદ્ધ નથી થઈ શકી..
આ ઉપરાંત ૧૧-૦૩-૨૦૧૬નાં 'ગુજરાત સમાચાર' નો 'હિન્દી ફિલ્મોના પાર્શ્વસંગીતમાં ચીલો ચાતરનારા સંગીતકારો' લેખ પણ બહુ રસપ્રદ દૃષ્ટિકોણ રજૂ કરે છે.
માર્ચ, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે રુલા કે ગયા સપના મેરા જ્વેલ થિફ નો રસાસ્વાદ કરાવ્યો છે. રજનીકુમાર પંડ્યાની નિયમિત શ્રેણી 'લ્યો આ ચીંધી આંગળી'માં આ વખતે સર્વોત્તમ છતાં સરળ કવિ શૈલેન્દ્રમાં કવિ શૈલેન્દ્રની યાદોને તાજી કરાઈ છે. અને તાદાત્મ્ય વૈષ્ણવે મૉર ધૅન બૉલીવુડ સ્ટડીઝ્‍ ઈન ઈન્ડિયન પૉપ્યુલર મ્યુઝિક નો પરિચય કરાવેલ છે.
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી આજના અંકના સમાપન કરીશું
Rafi vs Talat vs Mukesh vs Kishore: the big rivalries of the Hindi film music world - ધીરેન્દ્ર જૈન અને રાજુ કોર્ટીનાં પુસ્તક Mohammed Rafi: God’s Own Voice - નિયોગી બુક્સ -માંથી લીધેલ આ રજૂઆતમાં મોહમ્મદ રફીની આસપાસ સંગીતકારોના ગમાઅણગમાની ચટાકેદાર વાતો આવરી લેવાયેલ છે. જો કે આજે હવે કોણે શું કર્યું કે શા માટે કર્યૂં તેની સાથે આપણને ક્યાં કોઈ લેવા દેવા છે ! આપણા માટે તો એમાં રજૂ થયેલાં ગીતોનાં સર્જનની કથા જ રસપ્રદ છે....
નિલય મજુમદાર બહુ જ ચાવથી કહે છે કે મારા પર રફીની સૌથી મહત્ત્વની અસર એ રહી કે સંગીત સાંભળવાની મરી રીત જ બદલી ગઈ. જેમ જેમ વર્ષો થતાં ગયાં, તેમ મને શબ્દો સ્પષ્ટ થતા ગયા, તેના અર્થ, ઉચ્ચારો સમજવા લાગ્યા. અને બધાંથી મહત્ત્વનું એ કે ગીતમાંનું કાવ્ય હવે મારે માટે મહત્ત્વનું બની રહ્યું.
હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........

No comments: