અલગ અલગ મનોભાવની રજૂઆત કરતાં ગીતો
ગીતનાં વિવિધ સ્વરૂપોનો
ઉપયોગ માત્ર આનંદ અને કરૂણ ભાવને રજૂ કરવા પૂરતો મર્યાદિત નથી રહ્યો. જેમ જીવનમાં
બનતું હોય છે તેમ ફિલ્મોમાં પણ એવા સંજોગો બનતા રહે છે જેમાં મૂળભૂત રીતે
વ્યક્તિનો મૂળભૂત પ્રતિભાવ કદાચ એક સરખો રહે પણ તેને અનુભવતી વખતે વ્યક્તિની
મનોસ્થિતિ અલગ હોય, અને એટલે તેની અભિવ્યક્તિ પણ અલગ રીતે થાય.
આજે આપણે એવા અલગ અલગ મનોભાવ
રજૂ કરતાં પુરૂષ સૉલો ગીતોનાં વિવિધ સ્વરૂપોને યાદ કરીશું.
આ તેરી તસ્વીર બના
લું - નાદાન (૧૯૫૧)- મોહમ્મદ રફી - ચિક ચૉકલૅટ
પહેલી વાર પોતાની પ્રેમિકાને
સામે બેસાડીને ચિત્રકાર નાયક તેની તસ્વીર બનાવતાં બનાવતાં પોતાના મનોભાવને વ્યક્ત
કરે છે.
પરંતુ હવે તેની પ્રેમિકા
સ્થૂળ રૂપે ભલે સામે નથી, પણ નાયકનાં મનમાં તેની મૂર્તિ તાદૃશ્ય તો છે જ.... તો શું પ્રેમિકા તેની
તસ્વીર ઉપરાંત હાજરાહજૂર સ્વરૂપે પણ ક્યાંક આસપાસ હશે ? શોધની આવી ઉત્કંઠા અને
વિરહના ઉચાટને ગીતનાં બીજાં સ્વરૂપમાં ઝીલવામાં આવેલ છે.
આડવાતઃબીજાં વર્ઝનની વિડીયો ક્લિપમાં આ ગીતની રચના સી. રામચંદ્રને ફાળે અંકિત કરવામાં આવી છે. ચિક ચૉકલેટનાં તખલ્લુસથી આ ફિલ્મનું સંગીત આપનાર, એમના સમયનાં બહુ જ લોકપ્રિય વાદ્યવૃંદના ઑરકેસ્ટ્રા કન્ડકટર, ઘણી ફિલ્મોમાં સી. રામચંદ્રના પૂર્ણ સમયના મદદનીશ હતા. આ ફિલ્મમાં તેમને સ્વતંત્રપણે સંગીત નિદર્શન કરવાની તક મળી હતી. એ સમયનાં હિંદી ફિલ્મ સંગીત જગતના મોટા ભાગના સંગીતકારોની વાદ્ય સજ્જા (મ્યુઝિક ઍરેંજમેન્ટ) સામાન્યતઃ કોઈ ગોવાનીઝ કલાકારના હસ્તક જ રહેતી. મોટા ભાગના આ કલાકારોનાં કામની ફિલ્મનાં ટાઈટલ્સમાં સંગીતકારનાં 'મદદનીશ'માં જોવા મળતાં નામથી વધારે નોંધ કદાચ લેવાઈ નથી !
કૌન આયા મેરે મનકે
દ્વારે પાયલકી ઝંકાર લિયે - દેખ કબીરા રોયા (૧૯૫૭) - મન્ના ડે - મદન મોહન
સંગીતના રિયાઝ માટે આસન તો
જમાવવું પડ્યું છે પણ નાયકના મનમાં તો ઑફિસમાં કામ કરતી વખતે પ્રિયતમાને મળવાનો
સમય થતો જાય છે તેમ તેમ કામમાં ચિત્ત ચોંટતું નથી, મનનો ઉચાટ નાયક ઑફિસમાં આંટા
ફેરામાં વ્યકત કરી રહે છે.
આગમનની અપેક્ષાના જાળાંઓ
ગુંથાયા કરે છે. ગીતની વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે બીજાં ગીત વખતે પ્રેમિકાનું
પાત્ર બદલાઈ ગયું છે, પણ તેથી પ્રતિક્ષાના મનોભાવોમાં મૂળભૂતતઃ થોડો કંઈ ફેર પડે!
બંને સ્વરૂપોના શબ્દો અને એ
શબ્દોની રજૂઆત કરતી ગાયકી શૈલીમાં પણ ગીતના
મનોભાવને અનુરૂપ સુક્ષ્મ ફેરફારો કરાયા છે !
આડવાતઃઆ ગીતના જન્મની પાછળ એક બહુ રસપ્રદ વાત કહેવાતી રહી છે. એક વાર મદન મોહને મન્નાડેને ફોન કરીને કહ્યું કે આજે તેમણે મન્નાદાને જરૂરથી દાઢે વળગી જાય તેવી વાનગી તેમણે પોતાના હાથે બનાવી છે, એટલે સાથે તેઓ સાથે જમવા આવે. સરસ સજાવેલાં ટેબલ પર પેલી વાનગી સાથેનું ભોજન તૈયાર હતું. મદન મોહને મન્નાડે સામે એક નાની શરત મૂકી. જો આ વાનગી તેમને ભાવે તો તે પછી પોતે બનાવેલી એક ધૂન પણ તેમણે સાંભળવી પડશે અને જો ધૂન પસંદ પડે તો એને ફિલ્મમાં ગાવી પણ પડશે. આટલી વાત પછી હવે મન્ના ડે એ વાનગી અને ધૂન પસંદ પડ્યાં જ હશે તે તો આપણને સમજાઈ જ જાય. એ વાનગી હતી ભીંડી મીટ !
મેરે મહેબુબ ક઼્યામત
હોગી આજ રૂસવા તેરી ગલિયોંમેં મહોબ્બત હોગી - મિ. એક્ષ ઈન બોમ્બે -
કિશોર કુમાર - લક્ષ્મીકાંત પ્યારેલાલ
ગીતના શબ્દોથી એટલું તો
સ્પષ્ટ જ છે કે પ્રેમિકા સાથેની જુદાઈ નાયકનાં મનમાં શિકાયતોનાં સ્વરૂપે ગુંજી રહી
છે.
ગીતનાં એક સ્વરૂપમાં નાયક
(પ્રેમિકાની) ગલીઓના માર્ગ પર એકલો એકલો પોતાના ભાવ ગાતો ફરે છે,
બંને સ્વરુપમાં સીચ્યુએશનના
સંદર્ભને અનુરુપ શબ્દોમાં તે સાથે અંતરાનાં સંગીતમાં પણ ફેરફારો કરાયા છે.
દિલ થામ ચલે હમ આજ કિધર - લવ ઈન સિમલા (૧૯૬૦) - મોહમ્મદ રફી - ઈક઼બાલ ક઼ુરેશી
ગીતનાં પહેલાં સ્વરૂપમાં નાયક પોતાના પ્રેમ અને એ પ્રેમને મૂર્ત કરનારી ભાવિ પ્રેમિકાની ખોજમાં સિમલા ભણી ટ્રેનની સફરે નીકળ્યો છે. મનમાં ફૂટતી ઉત્કંઠા અને આનંદની ધાણી તેની આકૂળવ્યાકૂળતામાં ડબ્બાની આ સીટથી પેલી સીટ પર ફૂટતી અને અફળાતી જાય છે ! તેણે હાથમાં થામેલ તેની ભાવિ પ્રેમિકાની તસ્વીરમાં તેનું દિલ ધડકે છે. વિડિયો ક્લિપ આ ગીતને બીજું સ્વરૂપ કહ્યૂં છે તે ફિલ્મના સંદર્ભની દૃષ્ટિએ બંધ નથી બેસતું, પણ આમ પણ ફિલ્મોમાં ઘણીવાર ટેકનીકલ બાબતોનાં પિષ્ટપેષણ કરવાને બદલે જે દર્શાવાઈ રહ્યું છે તેનો ભાવ સમજવામાં જ ખરી મજા હોય છે !
બીજાં સ્વરૂપમાં નાયક તેનાં 'લવ ઈન સિમલા'નાં મિશનની સફળતાને પોતાને અંકે (અહીં વસ્તુતઃ 'સાથે' - 'અંક'માંનો શ્લેષ અભિપ્રેત છે-) લઈને એ જ ટ્રેનના એ જ ડબ્બામાં પાછો ફરી રહ્યો છે. હા, પાત્ર બદલાઈ ગયું છે, પણ આપણને તો ટપટપથી ક્યાં મતલબ છે , ધાર્યો રોટલો (અહીં જો કે 'રોટલી[!]) મળે તે જ ખરૂં મહત્ત્વનું છે ને !
આને સે ઉસકે આયે બહાર, જાને સે ઉસકે જાયે બહાર, બડી મસ્તાની હૈ મેરી મહેબુબા - જીનેકી રાહ (૧૯૬૯) - મોહમ્મદ રફી - લક્ષ્મીકાંત પ્યારેલાલ
પહેલાં સ્વરૂપમાં નાયક પોતાની પ્રેમિકાના રૂપગુણની પ્રશસ્તિ ગાય છે. સ્વાભાવિક જ છે કે મનમાં ફૂટી રહેલ આનંદના આવેગ ગીતની રજૂઆતમાં છલકતા જોવા / સાંભળવા મળે !
બીજાં ગીત વખતે પરિસ્થિતિ બદલી ચૂકી છે. કોઇ બીમારીને કારણે પ્રેમિકા પોતાના પગની શક્તિ ગુમાવી બેઠેલ છે. આજે યોજાયેલ (નાયિકાના જન્મ દિવસ [!])ની પાર્ટીના અવસરનાં વાતાવરણનો લાભ લ ઈને પ્રેમિકાની પ્રશસ્તિનાં એ જ ગીતને આજના સંદર્ભમાં રજૂ કરવાની તક નાયકે ઝડપી લીધી છે. નાયિકાના દિલની ભાવનાઓને એ હદે ઢંઢોળવા માગે છે કે એ સ્પંદનો નાયિકાના પગના સ્નાયુઓમાં શક્તિ સીંચી દે.... અને જેમ જેમ ગીત આગળ વધતું જાય છે તેમ તેમ નાયક પોતાના શુભ (તબીબી [!]) પ્રયોગમાં કામયાબ પણ થતો જાય છે !
હા વળી, આપણી ફિલ્મોમાં તો કુછ ભી હો સકતા હૈ !
આડવાત : આ ફિલ્મ તેલુગુમાં બનેલી ફિલ્મનું હિંદી સ્વરૂપ છે. હિંદીમાંથી દક્ષિણ ભારતની ભાષાઓમાં બનાવાયેલ ફિલ્મોમાં મૂળ ફિલ્મમાંની સીચ્યુએશનમાં મુકાયેલ ગીત (કે ક્યારેક તો સફળ હિંદી ગીતોની કોઈ પણ અન્ય ફિલ્મમાં)નાં માત્ર ભાષાના અનુવાદ સાથેનાં બેઠ્ઠાં સ્વરૂપના પ્રયોગ પણ બહુ જ વ્યાપક પ્રમાણમાં થતા રહ્યા છે. આ વિષય એક અલગ ચર્ચા માગી લે છે, એટલે તેની વાત (પણ) ફરી ક્યારેક કરીશું.
ફિલ્મની અલગ અલગ સીચ્યુએશનમાં ફિલ્મનાં 'ટાઈટલ ગીત'નાં વિવિધ સ્વરૂપની રચના વડે નાટકીય અસર ઊભી કરવાની રાજ કપુર - શંકર જયકિશનની આગવી શૈલી
જો કે આ વિષય પણ એક અલગ અભ્યાસ અને ચર્ચાનો જ વિષય કહી શકાય, પરંતુ જ્યારે અલગ અલગ મનોભાવને વ્યકત કરતાં વિવિધ સ્વરૂપોની વાત માડી જ છે, રસનાં કૂડાંની લહેજત માણવાની રાહ જોવાને બદલે એક ઉદાહરણ-સ્વરૂપ એક ઘુંટનો આસ્વાદ તો લઈ લેવાનો આ મોકો તો ન જ જતો કરાયને !
હોઠોંપે સચ્ચાઈ રહેતી હૈ,જહાં દિલમેં સફાઈ રહેતી હૈ, કમ ઉસ દેશકે વાસી હૈ જિસ દેશમેં ગંગા બહેતી હૈ - જિસ દેશમેં ગંગા બહેતી હૈ (૧૯૬૦) - મુકેશ - શંકર જયકિશન
રાજ કપુર તેમની ફિલ્મોનાં ટાઈટલને એકાદ ગીતમાં તો અદૂભુતપણે વણાવી જ લેતા...મોટા ભાગના કિસ્સાઓમાં આ ગીતો ખૂબ જ લોકપ્રિય પણ થતાં.
સામાન્યતઃ ફિલ્મના અંતમાં આ ગીતનાં સ્વરાકન, લય અને વાદ્યસજ્જામાં જરુરી ફેરફાર કરીને તેની રજૂઆત કરાતી, જેની નાટકીય રજૂઆત અચૂકપણે ધારી અસર છોડી જ જતી.
એક ગીતનાં એ જ ફિલ્મમાં બેથી વધારે સ્વરૂપ
હિંદી ફિલ્મોમાં એક ગીતનાં બે સ્વરૂપનો પ્રયોગ જેટલો
પ્રચલિત છે તેટલાં પ્રમાણમાં નહીં, પણ બે થી વધારે સ્વરૂપોનો એ જ ફિલ્મમાં પ્રયોગ પણ ઘણી વાર
બહુ જ અસરકારક રીતે ફિલ્મની એક ઘટનાને ફરી ફરીને બીજા સંદર્ભમાં રજૂ કરવા માટે યોજાતા રહ્યા છે. એક પૂર્ણ
ચર્ચાનાં સ્વરૂપે આ વિષયની વાત પણ આપણે ફરી ક્યારેક તો કરીશું જ !
તુમ બિન જાઉં કહાં - પ્યાર કા મૌસમ (૧૯૬૯) - કિશોર કુમાર/અને/ મોહમ્મદ રફી -
રાહુલ દેવ બર્મન
ફિલ્મમાં કિશોર કુમારના સ્વરમાં પ્રયોજાયેલ બે સ્વરૂપ એક
પાત્રનાં જીવનનાં જુદા જુદા સમય કાળના સંદર્ભમાં પ્રયોજાયેલ બે સ્વરૂપમાં સ્વર
કિશોર કુમારનો છે, પણ બંને ગીતની બાંધણી
અને રજૂઆતમાં સીયુએશનના સંદર્ભ અનુસાર ફેરફાર કરાયા છે.
ગીતનું ત્રીજું સ્વરૂપ મોહમ્મદ રફીના સ્વરમાં પ્રયોજાયું
છે. પહેલાં બે સ્વરૂપમાંના પાત્રના પુત્રના મનમાં ઘુંટાતી યાદને આ સ્વરૂપ વાચા આપે
છે.
આડવાતઃ
હિંદી ફિલ્મોમાં ભારતની અન્ય ભાષાઓનાં ગીતના ભાવાનુવાદ એક
અલગ જ સ્વરૂપે રજૂ કરવાની પણ એક બહુ જ રસપ્રદ પ્રથા કંડારાતી રહી છે. હિંદી
ફિલ્મોમાંના બંગાળી સંગીતકારો તો પોતાનાં બંગાળીમાં રચાયેલાં ગીતોનો બહુ જ મોટો
ફાલ હિંદી ફિલ્મોમાં,બહુધા બહુ જ સફળતાપૂર્વક, ઉતારતા રહ્યા છે. ઘણીવાર
ગીતની બાંધણીમાં જરૂરી ફેરફારો તો કરી જ લેવાતા હોય છે. એક ભાષામાં રચાયેલ ગીતની
ધુન અનુસાર હિંદી ભાષાના શબ્દોની પૂર્ણપણે કાવ્યમય ગુંથણી કરવા માટે નું સૌથી વધારે શ્રેય તો આપણા ગીતકારોને જ આપવું જોઈએ.
આ ગીતનું
બંગાળી સ્વરૂપ
આ વિષય પણ
એક અલગ પૂર્ણપણે સ્વતંત્ર ચર્ચા માટેનો જ વિષય છે, એટલે સમય આવ્યે તેની પણ વાત
જરૂર કરીશું.
No comments:
Post a Comment