Tuesday, March 29, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ, ૨૦૧૬સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં વર્ષના અંતિમ સંસ્કરણમાં આપણે સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રકાશિત થયેલ ISO 9001:2008 ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય કર્યો હતો. તે પછી આપણે ISO 9001:2015માં કરાયેલા ફેરફારોની એક એક કરીને ચર્ચા કરવાની સાથે આપણે અન્ય બ્લૉગ્સની પણ મુલાકાત કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપક્રમમાં, જાન્યુઆરી, ૨૦૧૬માં આપણે 'ISO 9001:2015માં પ્રક્રિયા અભિગમ' વિષે વાત કરી હતી. તે પછીથી, ફેબ્રુઆરી, ૨૦૧૬ માં આપણે 'ISO 9001:2015માં જોખમ આધારિત વિચારસરણી' વિષે વાત કરી હતી.
હવે આ મહિને આપણે જોખમ આધારિત વિચારસરણી વિષેના વ્યાપક દૃષ્ટિકોણ  વિષે વાત કરીને જોખમ આધારિત વિચારસરણી બાબતે ISO 9001:2015ની બહાર શું શું વિચારાતું રહ્યું છે તેનાથી ટુંકમાં પરિચિત થઈશું.
જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાનું ISO 31000નું મૉડેલ
Managing Risks: A New Framework  - રોબર્ટ કપ્લાન અને એનૅટ્ટ માઈક્સ અહીં જોખમોનું એક નવી ઢબે કરાતું વર્ગીકરણ રજૂ કરે છે, જેને કારણે કયાં જોખમોની સાથે કોઈને કોઈ નિયમાનુસાર કામ લઈ શકાશે અને ક્યાં જોખમો માટે અલગ પ્રકારના અભિગમની જરૂર રહેશે તે સમજી શકાય છે.

પહેલા પ્રકારનાં જોખમો - ટાળી શકાય તેવાં જોખમો અંદરથી જ ઊભાં થતાં જોખમો - કામગીરીને લગતી પ્રક્રિયાઓ પર નિયમિત સમીક્ષાની મદદથી નજર રાખતાં રહીને, તેમ જ લોકોનાં વર્તન અને નિર્ણયોને અપેક્ષિત ધોરણની કક્ષાએ લઈ જવા માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડતાં રહીને, શક્ય બનતાં સક્રિય નિવારણ પગલાંઓ આ પ્રકારનાં જોખમો સામે શ્રેષ્ઠ ઉપાય નીવડે.
બીજા પ્રકારનાં જોખમો - વ્યૂહરચનાને લગતાં જોખમો - કંઈક વધારે સારાં પરિણામ જોઈતાં હોય તો ગણતરી કરીને પણ અમુક જોખમ તો ઉઠાવવાં જ પડતાં હોય છે.મોટા ભાગે જે વ્યૂહરચના વધારે સારાં પરિણામ આપશે એમ લાગતું હોય તેમાં જોખમ પણ વધારે હોવાની પૂરેપૂરી સંભાવનાઓ હોય છે. એ જોખમો સાથે જેટલું સારી રીતે કામ લઈ શકાય, અપેક્ષિત પરિણામો સિદ્ધ કરવાની તકો પણ તેટલી જ ઉજળી....સામાન્યપણે વ્યૂહરચનાઓનાં જોખમની સાથે નિયમોનાં ચોકઠાંઓમાં રહીને કામ પાર પાડવું શક્ય નથી બનતું. એ માટે સુનિશ્ચિત જોખમ  વ્યવસ્થાપન તંત્રવ્યવસ્થા ગોઠવવી હિતાવહ છે, જે વ્યૂહરચનાના અમલમાં અપેક્ષિત જોખમનોની સંભાવનાઓ ઘટાડવામાં મદદરૂપ તો બને જ, પણ સાથે સાથે જો જોખમ આવી જ પડે તો તેની સાથે ઓછામાં ઓછાં નુકસાનથી કામ પાર પાડી શકવાની કે તે સમયે નવો રસ્તો શોધી કાઢવાની ક્ષમતા પણ વિકસાવે.
ત્રીજા પ્રકારનાં જોખમો - બહારનાં વાતાવરણનાં જોખમો - કેટલાંક જોખમો સંસ્થાનાં પ્રભાવ ક્ષેત્રની બહારનાં વાતવરણમાં થતી ઘટનાઓ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારનાં જોખમો કુદરતી (દુ)ર્ઘટનાઓ કે રાજકીય કે આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં થતી ઉથલપુથલનાં પરિણામો સ્વરુપ હોય છે. બાહ્ય જોખમોની સાથે કામ લેવા માટે તો સાવ જૂદા પ્રકારના જ અભિગમ અપનાવવા પડે. આ પ્રકારની ઘટનાઓ ક્યારે અને કેમ બનશે તે સંસ્થાના હાથની વાત ન હોવાથી સંસ્થાનું ધ્યાન આવાં પરિબળોને પારખવાની ક્ષમતા વિકસાવવા પર રહેવું જોઈએ, જેથી ઘટના થઇ ગયા પછી પ્રતિભાવાત્મક ખેલાડીની જ ભૂમિકા ભજવતાં ન રહેવું પડે. જો જોખમને આવતું જોઈ શકાશે તો તેનાં પરિણામોની અસર ઓછામાં ઓછી થાય તેમ કરવા માટેની તૈયારીઓ પણ વધારે અસરકારક રહેવાની સંભાવનાઓ વધારે ઉજળી બની શકે છે.

જોખમોના આખાં યુરોપમાં ફેલાયેલા દસ નિષ્ણાતોના અભિપ્રાયોની મોજણીની મદદથી, The Changing Role of Risk Manager  જોખમ વ્યવસ્થાપકોની ભૂમિકાને સમજવાનો પ્રયાસ કરે છે તેમ જ આવતી કાલના જોખમ સંચાલકોએ કેવું કૌશલ્ય અને વર્તન કેળવવું પડશે તે અંગેનાં શક્ય વલણોને પારખવાની કોશિશ પણ કરે છે.
જોખમ અને સંભાવનાઓની સંયુકત અસરોને દર્શાવતો આલેખ
Risk Based Thinking Handbookમાં વિલિયમ એ લેવિન્સન લીન (LEAN )ના દૃષ્ટિકોણથી જેને વ્યય તરીકે ઓળખવામાં આવે છે તે પરિબળોને પારખવામાં, કે તે અંગે વિચારવામાં, થતી નિષ્ફળતામાંથી પેદા થતાં જોખમોની ચર્ચા કરે છે. આ પુસ્તકમાં કહેવાયેલી બહુ જ મહત્ત્વની વાત એ છે કે જોખમ, કે તક, ઘણી વાર બહુ જ સામાન્ય જણાતી ઘટનામાં ઢંકાઈ જાય છે, અને એટલે તેને પારખવામાં થાપ ખાઇ જવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. આ પુસ્તકનું બીજું મહત્ત્વનું યોગદાન આંતરિકપણે જ આપસમાં જ મદદરૂપ થતી તંત્રવ્યવસ્થા તરીકે ISO 9001ને વાચકને કોઠે ("grok") પાડવાનું છે. "Grok"નો  શબ્દપ્રયોગ રોબર્ટ એ. હૈનલૈનનાં પુસ્તક - Stranger in a Strange Land-માં થયો, જેનો અર્થ 'સહજપણે સમજવું' કે  પૂરેપૂરું આત્મસાત કરવું' એવો કરી શકાય, જેને આપણે 'કોઠે પડી જવું' જેવા રૂઢપ્રયોગથી પણ સમજી શકીએ.
What is Risk-Based Thinking? : જોખમ આધારિત વિચારસરણીના સફળ અમલ માટે આટલા નુસ્ખા પર જરૂર ધ્યાન આપવા જેવું છે:
          જોખમોનું વિશ્લેષણ કરીને તેની અગ્રિમતા નક્કી કરવી - જેમ કે કોઈ પણ પરિણામ હોય તો પણ કયાં કયાં જોખમ સહન થઇ શકશે અને પરિણામ બહુ મોટું કે કદાચ દેખીતી રીતે ભલે નાનું દેખાતું હોય પણ કયાં કયાં જોખમોને તો ટાળવાં જ રહ્યાં ?
          જોખમ સાથે કામ પાડવા માટેનું આયોજન હાથવગું રાખવું - જે જોખમોને ટાળવાં જ છે તેવાં જોખમોને ટાળી શકવામાં સફળ થવા માટે શું શું કરી શકાય ? જોખમની અસરોને કેમ કરીને ઓછામાં ઓછી કરી શકાય ?
          અસરકારકતા ચકાસતાં રહેવું - યોજના જેવી અમલમાં મૂકાય તેમ તેમ આવતી જતી પરિસ્થિતોનું પૂનર્મૂલ્યાંકાંન કરતાં જવું અને જે કંઇ પગલાંઓ લીધાં તેની અસરકારતા, વારંવાર ચકાસતા જવું, તેમ જ બંનેમાંથી શીખવા મળતા પદાર્થપાઠોને યોગ્ય રીતે સાંકળી લેતા જવું.
          અનુભવોમાંથી શીખીને વધારે ને વધારે અસરકારક અભિગમ ઘડતા / અમલ કરતા જવું -  જોખમનાં મૂલ્યાંકન, કે શમનનાં, આયોજન કે અમલનાં પરિણામ કંઈ પણ આવ્યાં હોય, તેમાંથી નિષ્કર્ષ પામતી માહિતી હવે પછી સુધારણામાં તો પરિણમવી જ જોઈએ.
How People Can Get Better At Risk-Based Thinking and Improve Their Organization’s RBMલૉટરીની ટિકિટ ખરીદવી કે નાનાં ભૂલકાંઓને સ્વિમિંગ પૂલમાં તરવા મૂકવાં જેવાં ઉદાહરણોની મદદથી બૅન લૉક્વિન ભારપૂર્વક જણાવે છે કે મોટા ભાગે આપણ ભૂતકાળની ઘટનાઓને ભવિષ્યમાં થનારી ઘટનાઓ માટેનાં સૂચક નિશાનો માની લેવાની ભૂલ કરી બેસતાં હોઈએ છીએ.... કમનસીબી તો એ વાતની છે કે  જેનું મહત્ત્વ જરા પણ ઓછું ન આંકવું જોઈએ એવી આ હકીકત સ્વરૂપ માન્યતા, એ એક ક્લાસિક અલ્પોક્તિ છે !
આ બધાં ઉપરાંત, Q9C Quality Consultingના બ્લૉગ પર Risk Management ટૅગ હેઠળ ઘણા  -રસ લેખો અને માહિતીપ્રદ વાંચવા મળે છે.
અને હવે આજના વિષયને અનુરૂપ કેટલીક વિડીયો ક્લિપ્સ જોઈએ:
Risk Management 101: What is Risk Management?
Introduction to Risk Management
A New Look at Risk Management is an ASQ video.
Understanding ISO 9001:2015: Risk and Opportunities
ISO 9000:2015ના સંદર્ભમાં જોખમ આધારિત વિચારણીના અમલ માટેનું હજૂ પહેલું વર્ષ જ છે. હવે પછીનાં બે વર્ષોમાં જેમ જેમ વધારે ને વધારે લોકો નવાં સંસ્કરણનો અમલ કરશે તેમ તેમ જોખમ આધારિત વિચારસરણી અંગેના, જૂદી જૂદી કક્ષાના, જૂદા જૂદા દેશોના તેમ જ જૂદાં જૂદાં ક્ષેત્રના વ્યાપાર તેમ જ ઉદ્યોગોના દૃષ્ટિકોણ અને અભિગમ પણ આપણી સમક્ષ આવશે. હવે પછી આ અંગે જે કંઈ નોંધપાત્ર સાહિત્ય ઉપલ્બધ થશે તેની આપણે હવે પછીનાં બંને વર્ષોમાં સમીક્ષા કરતાં રહીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં Careers in Quality વિષેના અન્ય Influential Bloggerના અનુભવો અને વિચારો આપણી સમક્ષ મૂકી આપે છે.
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
  • Creating and Sustaining a Culture of Qualityમાં સંસ્થાની સંસ્કૃતિને ગુણવત્તા અભિમુખ બનાવવા માટે ઊંડાણમાં ઉતરવા મળશે. આ કામમાં મદદરૂપ થાય તેવાં પ્રત્યાયનનાં સરળ સાધનોની પણ વાત આવરી લેવાઈ છે.
  • Quality and FDA - U.S. Food and Drug Administration જેવાં નિયમન હેઠળના ઉદ્યોગોમાં ગુણવત્તા બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. FDAનાં એક પ્રતિનિધિ ASQ સાથેની ચર્ચામાં આ ભૂમિકા વિષે જણાવવાની સાથે ગ્રાહકોને અસર કરનારાં ભાવિ નિયમનોની પણ વાત કરે છે. ફ્લૉચાર્ટીંગ જેવાં સાધનને સમજાવવાની સાથે તેનું નિદર્શન પણ સામેલ કરાયું છે.
Jim L. Smithનાં ફેબ્રુઆરી, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.
  •  How to Doom a Great Ideaગુણવત્તા વ્યાવસાયિકો ઘણી વાર સંચાલન ટીમને રૂસણાં લેવડાવી દે છે, અને જેને પરિણામે, તેઓપોતાના જ બહુ સારા આઈડિયાઓને આગળ વધારવાની તકોને નુકશાન કરી બેસે છે. 
  • Expect the Best from Yourself - ઘણી વાર આપણી સૌથી મોટી મર્યાદા આપણે જ આપણા પર ખેંચી નાખેલી સીમા હોય છે. 
  •  Meaning of Life - જીવનનો અર્થ હંમેશ ઉભરતી રહેતી પ્રક્રિયાઓ જ છે.
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....

No comments: