ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001નાં ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે
- ડીસેમ્બર ૨૦૧૫ માં ISO 9001:2008 ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય
- જાન્યુઆરી, ૨૦૧૬માં આપણે 'ISO 9001:2015માં પ્રક્રિયા અભિગમ'
- ફેબ્રુઆરી, ૨૦૧૬ માં આપણે 'ISO 9001:2015માં જોખમ આધારિત વિચારસરણી'
- માર્ચ, ૨૦૧૬માં આપણે જોખમ આધારિત વિચારસરણીની સમજ માટે વ્યાપક દૃષ્ટિકોણનું ફલક, અને,
- એપ્રિલ ૨૦૧૬માં સંસ્થાના સંદર્ભ
આ મહિનાના આપણા અંકમાં આપણે સંસ્થાના સંદર્ભનાં એક મહત્ત્વનાં ઘટક - સંબંધિત હિતધારકો - વિષે વાત કરીશું.
કેમ્બ્રીજ બીઝનેસ ઈંગ્લીશ ડિક્શનરી 'હિતધારકો (Interested Parties)"ની વ્યાખ્યા આ મુજબ કરે છે - સંજોગો પ્રમાણે જેમને અસર થાય કે આ સંજોગોનો આર્થિક લાભ ઉઠાવવા માગતી હોય તેવી કોઈ પણ વ્યક્તિઓ કે સંસ્થાઓ'.
ISO સંચાલન તંત્ર સ્ટાન્ડર્ડ્સના સંદર્ભમાં, હિતધારક (interested party) એ કોઈ પણ છે જે કોઈ પણ નિર્ણય કે પ્રવૃત્તિ પર અસર કરી શકે, કે નિર્ણય (કે પ્રવૃત્તિ)થી અસર પામે, કે પછી જેને એવું લાગે કે એ નિર્ણય (કે પ્રવૃત્તિ)થી તેને અસર થશે.
ISO 9001:2015 – Interested Parties - Sara Gulo - આ સ્ટાન્ડર્ડ આટલાં વર્ષોથી ગ્રાહકોભુમુખી જ રહ્યું છે. પુરવઠાકારો, કર્મચારીઓ કે પછી નિયમનકારોને, કે સંસ્થાનાં માલિક કે વરિષ્ઠ સંચાલન મંડળ સુદ્ધાંને, ગ્રાહકની મુખ્ય આવશ્યકતાઓના વાહક તરીકે જરૂર જોવામાં આવતાં રહ્યાં છે. જે પરિણામો સિદ્ધ થાય તેના પર સીધી અસર કરી શકનાર પરિબળ તરીકે તેમની ભૂમિકા અત્યાર સુધી જોવામાં નહોતી આવી. સ્ટાન્ડર્ડનું નવું સંસ્કરણ જોખમ આધારિત વિચારસરણીનાં નવાં નવાં પડ ઉખેળીને ગ્રાહકને અસર કરી શકે તેવાં કોઈ પણ પરિબળ (જોખમ)ને હવે ચિત્રમાં લાવે છે. આમ, ગ્રાહકોને અસર કરી શકે તેવાં જોખમ તરીકે હવે, હિતધારકોને સ્ટાન્ડર્ડનાં અમલીકરણનાં ફલકમાં આવરી લેવાયાં છે. તેમની આવશ્યકતાઓને ગણતરીમાં લેવાનું હવે જરૂરી બની ગયું છે.
હિતધારકોને ત્રણ અલગ અલગ જૂથમાં વહેંચી શકાય :
– સામાન્યપણે ફરજિયાત ગણવાં પડે તેવાં હિતધારકો: પરિણામો તેમ જ ગ્રાહક સંતોષ પરની વ્યાપક અને સીધી અસરને કારણે આ જૂથમાંનાં હિતધારકોને તો કદાપિ પણ ગણતરીમાંથી બહાર ન જ રાખી શકાય. જેમ કે, કોઈપણ સ્વરૂપ કે અંશમાં, (સ્વાભાવિકપણે) ગ્રાહકો, કે અંતિમ વપરાશકારો, કર્મચારીઓ, પુરવઠાકારો કે માલિકો કે નિયમનકારોHow to determine interested parties and their requirements according to ISO 9001:2015 - Mark Hammar - ISO 9001 સ્ટાન્ડર્ડનાં ૨૦૧૫નાં સંસ્કરણમાં હવે એવી ઘણી આવશ્યકતાઓ છે જે સંબંધિત હિતધારકો અને તેમની આવશ્યકતાઓ નક્કી કરતી વખતે જે જાણકારી મળે છે તેને આવરી લે છે
– શકય હિતધારકો: આ એવું જૂથ છે જે પરિણામો કે ગ્રાહકના સંતોષ પર અસર કરે, કે ન પણ કરે. જેમ કે, કર્મચારી સંગઠનો કે બેંન્ક્સ (રોકાણકારો) કે પડોશીઓ.
– સીધાં જ સ્વીકૃત હિતધારકો: કોઈ પણ કારણસર, પરિણામો કે ગ્રાહક સંતોષનાં પ્રતિતીકરણ માટે સંસ્થા જેનું મહત્ત્વ સ્વીકારે છે એવું જૂથ, ભલે ને પછી એ સંબંધ પહેલી દૃષ્ટિએ નજરે ન પણ ચડતો હોય.
- ગુણવત્તા સંચાલન તંત્રના વ્યાપને નક્કી કરતી વખતે સંબંધિત હિતધારકોની આવશ્યકતાઓને આવરી લેવાનું રહે છે (કલમ ૪.૩).
- જ્યારે પણ ઉચિત હોય જણાય ત્યારે ગુણવત્તા નીતિ હિતધારકોને ઉપલબ્ધ રહેવી જોઈએ (કલમ ૫.૨.૨).
- જ્યારે પગેરૂપરખક્ષમતા (traceability) એ સંબંધિત હિતધારકોની આવશ્યકતા હોય ત્યારે તેના અભિલેખ (Records) જાળવવા જોઈએ (કલમ ૭.૧.૬).
- ઉત્પાદનો કે સેવાઓ માટેની આવશ્યકતાઓમાં સંબંધિત હિતધારકોની લાગતી વળગતી આવશ્યકતાઓ પણ આવરી લેવાવી જોઈએ (કલમ ૮.૨.૩).
- આલેખન અને વિકાસ (Design and development) પ્રવૃત્તિઓમાં આલેખન અને વિકાસ પર કેટલું નિયમન આવશ્યક છે જેવી બાબતો અને સંબંધિત હિતધારકોની અન્ય સ્પષ્ટ આવશ્યકતાઓ ગણતરીમાં લેવાવાં જોઈએ (કલમ ૮.૩).
- સંચાલન સમીક્ષામાં સંબંધિત હિતધારકોના દૃષ્ટિકોણને આવરી લેવા જોઈએ. (કલમ ૯.૩)
આવશ્યકતાઓ નક્કી કરી લીધા પછી તેમનું બે પરિમાણોના સંદર્ભમાં વિશ્લેષ્ણ કરવું જોઈએ (સ્ટાન્ડર્ડની આ આવશ્યકતા નથી, પરંતુ આમ કરવાથી હિતધારકો અને તેમની અસરોને વધારે સારી રીતે સમજી શકાય છે).
- પ્રભાવ
- હિત
દરેક હિતધારક ની આવશ્યકતાઓનું ગુણવત્તા સંચાલન તંત્રના આલેખન અને અમલમાં મહત્ત્વ નક્કી કરવા માટે યોગ્ય અભિગમ આ બંને પરિણામોની સંયુક્ત અસરને અનુરૂપ નક્કી કરી શકાય. જેમ કે પ્રોજેક્ટ સંચાલનમાં ઘણી વાર હિતધારક વિશ્લેષણ (Stakeholder analysis )નો ઉપયોગ કરવામાં આવે છે.
આજના વિષયને લગતી કેટલીક વિડીયો ક્લિપ્સ પણ જોઈએ -
ISO 9001:2015ને સમજતાં: હિતધારકો \ Understanding ISO 9001:2015: Interested parties -
:::: ઍલૅર સિસ્ટૉક \ Alar Sistok
હિતધારકોનું વિશ્લેષ્ણ શી રીતે કરવું? \ How to make an analysis of interested parties?
સંચાલન તંત્રને લગતાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનાં નવાં સંસ્કરણો હવે સંસ્થાનાં વરિષ્ઠ સંચાલન મંડળપાસેથી વધારે સક્રિયાત્મક અને વિગતોની વધારે ઊંડાણમાં જનારી ભૂમિકા સૂચવે છે. એટલે આપણા બ્લૉગોત્સવના જુન ૨૦૧૬ના અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થામાં વરિષ્ઠ સંચાલન મંડળનું નેતૃત્ત્વ વિષે વાત કરીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં મિલ્વૌકી, અમેરિકામાં ૧૬-૧૮ મે, ૨૦૧૬ના યોજાયેલ ગુણવત્તા અને સુધારણા પરનાં વૈશ્વિક અધિવેશન \ World Conference on Quality and Improvementનો પરિચય કરાવે છે. આ અધિવેશનની વધારે વિગતો પણ આપણને જૂન ૨૦૧૬ના અંકમાં જાણવા મળશે.
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
- The Voice of the Customer - પ્રસ્તુત અંકમાં 'ગ્રાહકના અવાજ \the voice of the customer (VOC)નો ઉપયોગ ગુણવત્તા માટે મહત્ત્વની લાક્ષણિકતાઓ ખોળી કાઢવા માટે શી રીતે કરવો તે કૉફીનો ઉત્કૃષ્ટ કપ કેમ બનાવવાનાં દૃષ્ટાંત વડે સમજાવાયું છે. તે ઉપરાંત સામાજિક માધ્યમો પણ ગ્રાહકના અવાજ(VOC)ને વિસ્તારવામાં શી ભૂમિકા ભજવે છે તેમ જ ગ્રાહકવિષે જે માહિતી ઑન-લાઈન મળે છે તેનો વિશાળ-માહિતીઆધાર સામગ્રીનાં વિશ્લેષણ (big-data analysis)વડે કેમ મહત્તમ લાભ ઉઠાવવો તેની પણ વાત કરવામાં આવી છે.
- Quality Professionals Should Lead the Parade - સંસ્થામાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તેના માટે વરિષ્ઠ સંચાલકોને દોષ દેવામાં આવતો હોય એ બહુ અસામાન્ય વાત ન કહેવાય. પણ હવે એ અભિગમ બદલવા માટેનો સમય પાકી ચૂક્યો છે ! મુદ્દાનો સવાલ એ છે કે, શું તમે ગુણવત્તાની મૂળ તકનિકોની શક્તિને દાખલા દલીલોથી સમજાવવા માટે જે સમય અને શક્તિ જોઈએ તે કામે લગાડવા તૈયાર છો ખરાં? આ કવાયતની આગેવાની લેવા તમે તૈયાર છો કે પછી ફરિયાદો કરીને બેસી રહેવાનું પસંદ કરશો?
- Remain Determined - 'કંઈક મહત્ત્વનું' કરવા માટેના પહેલા જ પ્રયાસની નિષ્ફળતાથી જો તમને નિરાશા થતી હોય એ પ્રયાસો છોડી દેવા માટે પૂરતું કારણ નથી. જેમ્સ વ્હીટ્કૉમ્બ રીલૅનું કહેવું છે કે, 'સહુથી જરૂરી પરિબળ છે ખંત - હતોત્સાહ કરતાં કોઈ પણ પરિબળો કે સંજોગોથી આપણી શક્તિ કે ઉત્સાહને ક્યારે પણ મોળાં ન પડવા દેવાં'.
- Give Your Best - જે કોઈ પણ કામ કરવાનું આવે તે કરવા ખાતર કરવા કરતાં કંઈક વધારે કરવું. બાસ્કેટબૉલના મહાન કૉચ જોહ્ન વુડૅનનું કથન યાદ કરો - તમારાથી જે શ્રેષ્ઠ બને તે કરી છૂટો. તેનાથી વધારે તો કોઈ પણ ક્યાં કરી શકવાનું છે.'[i]
No comments:
Post a Comment