Wednesday, August 31, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮_૨૦૧૬



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજના અંકની શરૂઆત આપણે Dances on the Footpath ની નવમી વર્ષગાંઠ બદલ ખુબ ખુબ વધાઈઓ સાથે એક અનોખા વિષય પર આટલા લાંબા સમય સુધી વિવિધ સામગ્રી રજૂ કરતા રહેવા બદલ બ્લૉગના લેખક રીચાર્ડઆપણા સૌના અભિનંદનના હકદાર છે.

અને હવે જન્મમૃત્યુ તિથિને યાદ કરતી કેટલીક પોસ્ટ્સ જોઈએઃ
નુતનના ૮૦મા જન્મ દિવસને યાદ કરતી પૉસ્ટ, The origin of my admiration for Nutan, ની આપણે થોડી મોડી નોંધ લઈએ છીએ -'જુના જમાનાની હિંદી ફિલ્મોમાં એક મૂળભુત પ્રમાણીકતાની જે ખાસ લાક્ષણિકતા જોવા મળતી તે નુતનમાં પણ અનોખી રીતે ઉભરતી જોવા મળે છે. આ લાક્ષણિકતાને નુતને ભજવેલી ભૂમિકાઓ એક અલગ અંગત અને ખાસ સ્પર્શ આપે છે જેને હું 'જીવંત લાવણ્ય' કહેવાનું પસંદ કરૂં છું.

Happy birthday Kishore Kumar: Top 5 things to know about the legendary singer -ખેમચંદ પ્રકાશનાં નિદર્શનમાં 'ઝીદ્દી' (૧૯૪૮) માટે પહેલી વાર દેવ આનંદ માટે મરને કી દુઆએં ક્યોં માગુંમાં પર્દા પાછળ અવાજ આપ્યા પહેલાં છેક ૧૯૪૬માં પર્દા પર 'શિકારી' (સંગીત - સચિન દેવ બર્મન)માં કિશોરકુમાર પદાર્પણ કરી ચૂકેલ. સચિન દેવ બર્મને પણ આ વર્ષમાં જ હિન્દી ફિલ્મોની તેમની કારકીર્દી શરૂ કરી હતી.…૧૯૫૦માં જ્યારે સચિન દા અશોક કુમારની 'મશાલ' પર કામ કરી રહ્યા હતા ત્યાર તેમણે કિશોર કુમારને કે એલ સાયગલની નકલ કરતા સાંભળ્યા. તેમની કિશોર કુમાર સાથેની જોડીની શરૂઆતતો પાયો અહીં પડ્યો જેના પર રાહુલ દેવ બર્મને તો કિશોર કુમારની કારકીર્દીના ઈતિહાસનો એક નવો અધ્યાય જ લખ્યો.

The Unforgotten and Unremembered Genius Jaidev - જયદેવ (૩ જાન્યુઆરી, ૧૯૧૮ - ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની કારકીર્દી રાત સાવ પૂરી ન થી હોય અને સવાર પૂરી ઊગી ન હોય એવા પ્‍હો ખુલવાના દિવસખંડની જેમ ન ક્યારેય ભુલાયા પણ કદી યાદ આવતા રહ્યા એવી કંઇક ઝાંખી તસવીર જેવી બની રહી. જો કે તેઓ કદાચ એક માતે સંગીતકાર છે જેમને રેશમા ઔર શેરા (૧૯૭૧), ગમન(૧૯૭૯) નએ અનકહી (૧૯૮૫) જેવી ત્રણ ત્રણ ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય. અહીં તેમનાં કેટલાંક અનોખાં ગીતોને યાદ કરેલ છે:


જયદેવ વિષે જાન્યુઆરી ૧૯૮૭માં ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયામાં જાણીતા ફિલ્મ વિવેચક અને લેખક મોહન દાંડીકરે જયદેવને અંજલિ રૂપે લખેલ ‘Unsung Genius’…અને Jaidev – Loneliness of Unsung Music જેવા બીજા પણ બે એક લેખ બહુ રસપ્રદ લેખ મળેલ છે જેમાં જયદેવની ખૂબીઓને યાદ કારાયેલ છે.

અને, જયદેવ વિષેની કોઈ પણ ચર્ચામાં જો રાત ભી હૈ કુછ કુછ ભીગી, ચાંદ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ, તુમ આઓ તો આંખેં ખોલે સોઈ હુઈ પાયલકી છમ છમ (મુઝે જીને દો, ૧૯૬૩, લતા મંગેશકર, સાહિર લુધ્યાનવી)ની તબાલાંની થાપ, હાર્મોનિયમના ટુકડાઓની કમાલ અને "તપતે દિલ પર યું ગીરતી હૈ તેરી નઝરસે પ્યારકી શબનમ, જલતે હુએ જંગલ પર જૈસે બરખા બરસે રૂક રૂક છમ છમ" ન આવે તો ભલ ભલી ચર્ચા અધૂરી જ જણાયા કરે....
અન્ય વિષયોને લગતી પૉસ્ટ્સની પણ મુલાકાત લઈએ –
The ‘Biopic’ Teaser - દેબમિત્રા મિત્રા - “જીવનકથા પર બનેલી ફિલ્મો મૂળ પાત્ર વિષે પ્રમાણભૂતતા અંગે વિવાદો અને ચર્ચાઓમાં હંમેશ ઘેરાયેલ રહેલી છે. હોલીવુડની પૌરાણિક માન્યતાઓને પર્દા પર ઉતારવાથી માંડીને ભારતીય ફિલ્મોમાં રમતગમતનાં ક્ષેત્રનાં જાણીતાં પાત્રો પરની જીવનકથાઓ કાયદાની આંટીઘૂંટીમાં કે ઘણીવાર મૂળ પાત્રને ન્યાય આપી શકે એવાં અભિનેતાની શોધમાં પણ અટવાઈ ગયેલી જોવા મળે છે. પણ તેમ છતાં જીવનકથા પરની ફિલ્મોનું વર્તમાન ફિલ્મજગતમાં મહત્ત્વનાં સ્થાન અંગે ખાસ શંકા ન હોઈ શકે.

Rimjhim ke Taraane… The Breezy Rain Songs - અંતરા નંદા મોંડલ અને પીયૂષ શર્મા હિંદી ફિલ્મોનાં કેટલાંક સદાબહાર બરખા ગીતોની યાદ તાજી કરે છે. જ્યારે બારી પર વરસાદનાં ટીપાંઓનો અવાજ આપણ કાનોમાં મીઠું મીઠું સંગીત રણઝણતો હોય ત્યારે આ ગીતોમાંથી ક્યાંક ફુટતું સ્મિત,ક્યાંક મીઠી યાદો કે ક્યાંક દિલને તર કર દેતી લાગણીઓ આપણાં મનને હરિયાળું કરી મૂકે છે. વાચકોએ પણ આ ગીતોની યાદીમાં પોતાનો સૂર પૂરાવેલ છે.

Ten of my favourite songs of waiting - “ઈંતઝારના પ્રકાર ઘણા હોઈ શકે છે , અને રાહ જૂદીજૂદી બાબતોની પણ જોવી પડતી હોય છે.આજે કે કાલે પણ એ આપણી પાસે આવશે જરૂર એમ ધીરજ ધરીને જોવાતી રાહ હોઈ શકે, કે પછી કંઈક કરી નાખવા માટે થતા છટપછાટની સાથે જોડાયેલ હોઈ શકે કે હોય ક્યારે પણ ફળીભૂત ન થવાની ભીતીની નિરાશાની. રાહ કોઈ સમાચાર માટે પણ જોવાતી હોય - મિત્રના સંબંધીના કે કોઈ મહત્ત્વની ઘટના વિષેના.તો વળી હિંદી ફિલ્મોમાં તો પ્રણય જ રાહ જોવાની કૅડી પરથી જ નીકળે....


Kuchh to log kahengeમાં રજૂ કારાયેલાં ગીતોમાં મહત્ત્વ 'કહેવા'નું છે, જેમ કે
Patriotism and cinema are old companions - સંજુક્તા શર્મા - વીસમી સદીના મધય દસકાના દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ દેશપ્રેમની ભાવનાનો ભરપૂર લાભ લીધો છે…. ભારતની જેમ હોલીવૂડમાં પણ દેશપ્રેમને બહુ અસરકારકપણે વાણિજ્યિક સફળતા સાથે વણી લેવામાં આવેલ છે. અરે ઘણાં તો રોમંસના ગીતોમાં પણ દેશપ્રેમને તો ગુંથી જ લીધો હોય...
Santoshi Maa: The celluloid goddess - રૂચિકા શર્મા - ૧૯૭૩ની એક સાવ પાતાળાં બજેટની, અન્યથા જેને સી-ગ્રેડની પૌરાણિક વાર્તા પરની ફિલ્મ કહેવાય તેમાંના પ્રદા પરનાં સંતોષી માના ચિત્રણે દેવીની ખ્યાતિ ચોમેર પ્રસરાવી દીધી....૧૯૧૩માં દાદાસહેબ ફાળકેની 'રાજા હરિશ્ચંદ્ર'થી શરૂ થયેલી પૌરાણિક કથાઓએ દેશનાં સ્વાતંત્ર્ય પહેલાં હિંદી ફિલ્મોમાં સિઅંહ હિસ્સો ધરાવતી. ૧૯૭૦ના દશક સુધીમાં તો તેનું પ્રસારણ પણ બી-સરકીટમાં મર્યાદીત બની ગયું હતું. આવા સમયમાં 'જય સંતોષી મા' એ સમયનાં 'દીવાર' ને 'શોલે'ની લગોલગ કહી શકાય એવી સફળતા મેળવી હતી.

Here, Have Some Chutney! - વીસમી સદીના મધ્યમાં પેદા થયેલ કૅરેબીયન અને ભારતીય સંગીતનાં ફ્યુઝનને ચટની કહેવાયું. Wikipediaમાં ખાસ નોંધ છે કે ચટની સંગીતનાં સર્જકોનાં પૂર્વજો બિહાર અને ઉત્ત્ર પ્રદેશમાંથી આવેલ હતાં. [પ્રસ્તુત પૉસ્ટમાં આ સંગીત પ્રકારનાં ઉદાહરણો માટે ઘણી વિડીયો ક્લિપ્સ જોવા મળશે.]

Faiz & Nayyara Noor - "Jab Teri Samandar AankhoN maiN" - ફૈઝ અહમદ ફૈઝની અન્ય બહુ લોકખ્યાત રચનાઓમાં તેમની જેમ રાજકીય વિચારધારાનું ભારે પ્રભુત્ત્વ જોવા મળે છે તેને બદલે યેહ ધૂપ કિનારેમાં ફૈઝની શાયરીની સૂક્ષ્મ બાજુ વધારે નીખરેલી જોવા મળે છે.

'હાર્મોનિયમ' પર (મને બહુ જ ગમેલી) બે એલપી રેકર્ડ્સને યાદ કરાઈ છે - એક છે તલત મહમુદની In a Blue Mood @ Mixed up Blue: Talat Mahmood અને બીજી છે મોહમ્મદ રફીની In 1976 The Finest Ghazals from Mohd. Rafi @ New and Old Ghazals: Mohammad Rafi

The Power of Holding Handsમાં મિત્ર સાથે હાથમાં હાથ મેળવીને નીકળી પડવાની મજાને હમ પંછી મસ્તાને (દેખ કબીરા રોયા, ૧૯૫૭, ગીતા દત્ત+લતા મંગેશકર, મદન મોહન, રાજેન્દ્ર કૃષ્ણ - દ્વારા યાદ કરાયેલ છે.

Usha Kiron – Dr. Kher Wedding Picture (મે ૧૯૫૪)
શમ્મી (જમણે) શુભેચ્છા પાઠવી રહ્યાં છે
આ ઉપરાંત આપણી પાસે પરથી પણ બહુ બધી પોસ્ટ્સ પણ એકત્ર થઈ છે. પરંતુ આપણા બ્લૉગોત્સવના કોઈ પણ એક અંકમાં બહુ વધારે સામગ્રી રજૂ કરી દેવાથી ન તો એ પૉસ્ટને પૂરતો ન્યાય કરી શકાય કે ન તો આપ સૌની ધીરજનાં મીઠાં મૂળને ખોદી નાખવાની ગુસ્તાખી કરવી જોઈએ એ બાબતને પણ કેમ ધ્યાન બહાર રખાય! પરની અન્ય પૉસ્ટ આપણે હવે પછીના અંકોમાં વહેંચી નાખીશું.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ઓગસ્ટ, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના ઓગસ્ટ, ૨૦૧૬ના લેખોમાં સોનિકઓમીનાં ગીતોની સફર ચાલુ રહી છે:
ઓગસ્ટ, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
                                                    પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે ફિર વો ભૂલી–સી યાદ આઈ હૈ – બેગાના-નો રસાસ્વાદ કરાવ્યો છે.

'૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીતોના વિભાગમાં જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, અન્ય પુરુષ ગાયકો, મુકેશ અને મોહમ્મદ રફીનાં બહુ જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં સૉલો ગીતોના બે અંકને સાંભળી ચૂક્યાં છીએ.એ પછીથી મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોની સાથે ૧૯૪૯નાં વર્ષમાટે શ્રેષ્ઠ ગાયક તરીકે મોહમ્મદ રફી અને ગીત તરીકે સુહાની રાત ઢલ ચૂકીની પસંદની વાત પણ કરી ચૂક્યાં. Best songs of 1949: Wrap Up 1 માં મુકેશ અને તૂ કહે અગર જીવનભર પર કળશ ઢોળ્યો છે. એ પછીથી ૧૯૪૯નાં લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો ની સફરમાં આપણે અત્યાર સુધી સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, આશા ભોસલે, સુરીન્દર કૌર અને ઉમા દેવી, મીના કપૂરનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની પોસ્ટ્સ પર નજર કરીએ.
Not just Hindi: When Mohammed Rafi sang in English, Creole, Dutch and Persianમાં મનીષ ગાયકવાડ યાદ કરતાં કહે છે કે જ્યારે જ્યારે બીજી ભાષામાં ગાવાની તક મળી ત્યારે મોહમ્મદ રફીએ એ ભાષાને પોતાના સ્વર પર લાવી જ છે.

મોહમ્મદ રફીની ૩૬મી મૃત્યુ તિથિના અવસરે અક્ષય મનવાણીને સવાલ થાય છે કે રફી આટલી આસાનીથી કેમ ગાઈ શકતા હશે? On Mohammed Rafi’s 36th death anniversary, the question lingers: How did he sing so effortlessly? માં તેઓ મોહમ્મદ રફીએ ગાયેલાં અનેકવિધ વિષયો, સીચ્યુએશન્સ, સૂર અને એવાં જૂદાં જૂદાં પાસાંઓનાં મન્નાડેએ રફી માટે કહેલ શબ્દો માં 'રફી સા'બ (હી) જો કર સકતે હૈં' એવાં બહુ વિશાળ ફલક પર ગાવયેલાં ગીતોની સફર કરાવે છે.
ઓગસ્ટ મહિના સાથે મોહમ્મદ રફીનો એક બીજો પણ અનોખો સંબંધ છે - દેશભક્તિનાં ગીતોનો. આ વિષય પણ બે પૉસ્ટ્સ બહુ મહત્ત્વનો પ્રકાશ નાખે છે:
ભારતનાં ગુણગાનથી ભરેલાં દેશભક્તિનાં ગીતો સાંભળીને દરેક ભારતવાસીની છાતી ગર્વથી ફૂલી જ ઊઠે. મનીષ ગાયકવાડે Are you patriotic tonight? Here is a songlist that will make your heart swell with prideમાં મોહમ્મદ રફીના અવાજમાં દેશભક્તિના જોશને યાદ કરેલ છે.

સ્વામીનાથન રાજને બહુ જહેમત ઉઠાવીને મોહમ્મદ રફીએ ગાયેલાં દેશભક્તિનાં ફિલ્મ માટેનાં તેમ જ ગૈર ફિલ્મી ૧૨0 ગીતોની યાદી List of 120 Patriotic songs by Rafi Sahabમાં રજૂ કરેલ છે.
દેશભક્તિના જ વિષય પર એક ખાસ પૉસ્ટના ઉલ્લેખ સિવાય આજ આંક સમાપ્ત તો શી રીતે કરાય?

Vande Mataram on recycled instruments and other versions of the modernised national song, - છેલ્લાં કેટલાંક વર્ષોથી વંદે માતરમની ધુનની જે કોઈ રજૂઆતો થતી જોવા મળે છે તે બહુધા એ આર રહેમાને રચેલી ધુન પર વધારે આધારિત હોય છે.

હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........

No comments: